પ્રાદેશિક સમાચાર

ઓગસ્ટ 25, 2025 2:26 પી એમ(PM) ઓગસ્ટ 25, 2025 2:26 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે,પાંચ હજાર 400 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ – ખાતમુહૂર્ત કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે આવશે. તેઓ સાંજે અમદાવાદમાં પાંચ હજાર 400 કરોડ રૂપિયાની વિવિધ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તેમાં અમદાવાદ અને ગાંધીનગરમાં બે હજાર 500 કરોડ રૂપિયાની શહેરી વિકાસ પરિયોજના તથા એક હજાર 100 કરોડ રૂપિયાની વિદ્યુત પૂરવઠા પરિયોજના સામેલ છે. બે દિવ...

ઓગસ્ટ 25, 2025 9:43 એ એમ (AM) ઓગસ્ટ 25, 2025 9:43 એ એમ (AM)

views 4

દેવભૂમિ દ્વારકાના સલાયા ગોઇંજ વચ્ચે કોઝવે પર કાર ચાલકે કાબુ ગુમાવતાં કાર બ્રિજ નીચે પાણીમાં ખાબકી

દેવભૂમિ દ્વારકાના સલાયા ગોઇંજ વચ્ચે કોઝવે પર કાર ચાલકે કાબુ ગુમાવતાં કાર બ્રિજ નીચે પાણીમાં ખાબકી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક તરવૈયાઓએ કારમાં સવાર લોકોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડાયા છે.

ઓગસ્ટ 25, 2025 9:42 એ એમ (AM) ઓગસ્ટ 25, 2025 9:42 એ એમ (AM)

views 1

અમદાવાદમાં આજથી શરૂ થનારી રાષ્ટ્રમંડળ વૅઇટલિફ્ટિંગ સ્પર્ધામાં 30 દેશના 291 ખેલાડી ભાગ લેશે

કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ કહ્યું, રમતગમત નીતિ રમતોને વધુ સરળ બનાવીને રમતગમતના માળખાને મજબૂત કરવાનું કામ કરે છે.અમદાવાદના વીર સાવરકર રમતગમત સંકુલ ખાતે રાષ્ટ્રમંડળ વૅઇટલિફ્ટિંગ સ્પર્ધાનો ગઈકાલે પ્રારંભ કરાવતા શ્રી માંડવિયાએ આ વાત કહી. તેમણે કહ્યું, દેશના ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્...

ઓગસ્ટ 25, 2025 9:37 એ એમ (AM) ઓગસ્ટ 25, 2025 9:37 એ એમ (AM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને સ્વદેશી ચીજવસ્તુઓ ખરીદવા અને તેનો ઉપયોગ કરવા અપીલ કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, વિકસિત ભારતનો માર્ગ આત્મનિર્ભર ભારતમાં રહેલો છે.અમદાવાદમાં ગઈકાલે એક સંસ્થાના કાર્યક્રમને વર્ચ્યૂઅલ માધ્યમથી સંબોધતાં શ્રી મોદીએ કહ્યું, હાલ સમગ્ર વિશ્વ અસ્થિરતાના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. આવા સમયે ભારત પાસે ખરેખર આત્મનિર્ભરતા હાંસલ કરવાની તક છે.તેમણે યુવાનો...

ઓગસ્ટ 24, 2025 8:07 પી એમ(PM) ઓગસ્ટ 24, 2025 8:07 પી એમ(PM)

views 18

રાજ્યમાં આજે વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ગૌરવભેર ઉજવણી

આજે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ છે. ગુજરાતી સાહિત્યના આદ્ય કવિ અને સામાજિક પરિવર્તનના પ્રખર હિમાયતી કવિ નર્મદના જન્મદિન નિમિત્તે આજના દિવસની વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતીઓને શુભકામના પાઠવી. સાંભળીએ એક અ...

ઓગસ્ટ 24, 2025 8:05 પી એમ(PM) ઓગસ્ટ 24, 2025 8:05 પી એમ(PM)

views 5

પ્રધાનમંત્રી આવતીકાલે રાજ્યની બે દિવસની મુલાકાતે-અમદાવાદમાં જાહેરસભા સંબોધશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રાજ્યની બે દિવસની મુલાકાતે આવશે. શ્રી મોદી અમદાવાદના નિકોલ ખાતે એક જાહેરસભા સંબોધશે. આ દરમિયાન તેઓ મહેસૂલ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના એક હજાર 218 કરોડ રૂપિયાના વિકાસકાર્યોની ભેટ આપશે. અમદાવાદ, મહેસાણા અને ગાંધીનગરમાં વીજ વિતરણને લગતા એક હજાર 122 કરોડના પ્રકલ...

ઓગસ્ટ 24, 2025 8:04 પી એમ(PM) ઓગસ્ટ 24, 2025 8:04 પી એમ(PM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદનાં સરદાર ધામ ખાતે કન્યા છાત્રાલયનું બીજા તબક્કાનું વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદના સરદાર ધામમાં નિર્મિત કન્યા છાત્રાલયનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે શ્રી મોદીએ શુભકામના પાઠવતા કહ્યું, સરદાર ધામનું નામ જેટલું પવિત્ર છે તેટલું કામ પણ પવિત્ર છે. વૈષ્ણોદેવી સ્થિત સરદાર ધામ ખાતે ત્રણ હજાર કન્યાઓ માટે આ છાત્રાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે.

ઓગસ્ટ 24, 2025 7:44 પી એમ(PM) ઓગસ્ટ 24, 2025 7:44 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી ગુજરાતના બે દિવસના પ્રવાસે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવશે. તેઓ આવતીકાલે અમદાવાદમાં રૂ. ૫ હજાર ૪૦૦ કરોડના વિકાસકામોનું ઉદ્ઘાટન કરશે. શ્રી મોદી એક જાહેર સભાને પણ સંબોધિત કરશે. ગુજરાત મુલાકાતના બીજા દિવસે, પ્રધાનમંત્રી હાંસલપુર ખાતે હાઇબ્રિડ બેટરી ઇલેક્ટ્રોડ ઉત્પાદનનું ઉદ્ઘાટન કરશે. તેઓ ૧૦૦ ...

ઓગસ્ટ 24, 2025 3:09 પી એમ(PM) ઓગસ્ટ 24, 2025 3:09 પી એમ(PM)

views 8

આજે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ…

આજે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ છે. આ દિવસને કવિ-સાહિત્યકાર નર્મદની જયંતિ નિમિત્તે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સર્વે ગુજરાતીઓને આ દિવસની શુભકામના પાઠવી. શ્રી શાહે ગુજરાતીઓને ગુજરાતી ભાષા અને તેની સમૃદ્ધ સાહિત્યિક પરંપરાના સંરક્ષણ, સંવર્ધન અને પ્રસાર-પ્રચારમાં સક્રિય ભૂમિ...

ઓગસ્ટ 24, 2025 3:08 પી એમ(PM) ઓગસ્ટ 24, 2025 3:08 પી એમ(PM)

views 4

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદના સરદાર ધામમાં નિર્મિત કન્યા છાત્રાલયનું લોકાર્પણ કરશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદના સરદાર ધામમાં નિર્મિત કન્યા છાત્રાલયનું લોકાર્પણ કરશે. અમદાવાદમાં વૈષ્ણવ દેવી સ્થિત સરદાર ધામ ખાતે ત્રણ હજાર કન્યાઓ માટે આ છાત્રાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યુઅલી આ હોસ્ટેલનું લોકાર્પણ કરશે.