પ્રાદેશિક સમાચાર

ઓગસ્ટ 30, 2025 9:00 એ એમ (AM) ઓગસ્ટ 30, 2025 9:00 એ એમ (AM)

views 2

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ખેડાના ગળતેશ્વર ખાતે ’76મો વન મહોત્સવ’ યોજાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ખેડાના ગળતેશ્વર ખાતે ’76મો વન મહોત્સવ’ યોજાશે. રાજ્યકક્ષાની આ ઉજવણીમાં 24મા સાંસ્કૃતિક વન ‘ગળતેશ્વર વન’નું લોકાર્પણ કરાશે. આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરા અને રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિ રહેશે. મહીસાગર નદી કિનારે નિર્માણધીન આ ...

ઓગસ્ટ 30, 2025 8:59 એ એમ (AM) ઓગસ્ટ 30, 2025 8:59 એ એમ (AM)

views 4

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજથી બે દિવસ રાજ્યના પ્રવાસે, વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરશે

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજથી બે દિવસ રાજ્યના પ્રવાસે છે. આ પ્રસંગે તેઓ વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ સહિતના કાર્યક્રમોમાં હાજરી આપશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે સાંજે અમદાવાદના જોધપુર અને વસ્ત્રાપુરમાં ગણેશ મહોત્સવમાં ઉપસ્થિત રહેશે. આવતીકાલે સવારે ઓગણજ અને ચાંદલોડિયા...

ઓગસ્ટ 29, 2025 7:21 પી એમ(PM) ઓગસ્ટ 29, 2025 7:21 પી એમ(PM)

views 4

MSMEમાં ગુજરાત અગ્રેસર – રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં ત્રણ લાખ 98 હજાર કરતાં વધુ રોજગારીનું સર્જન થયું

રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં અંદાજે 86 હજાર 418 કરોડ રૂપિયાના મૂડી રોકાણ સાથે 3 લાખ 98 હજાર કરતાં વધુ રોજગારીનું સર્જન થયું છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકારની ‘ઝીરો ડિફેક્ટ ઝીરો ઇફેક્ટ’ પહેલ અંતર્ગત એક લાખ 10 હજાર લાખ જેટલા MSME એકમોની નોંધણી સાથે ગુજરાત દેશમાં અગ્રેસર રહ્યું છે. રા...

ઓગસ્ટ 29, 2025 7:31 પી એમ(PM) ઓગસ્ટ 29, 2025 7:31 પી એમ(PM)

views 2

ગુજકોમાસોલ દ્વારા રાજ્યમાં “વન ડિસ્ટ્રીક્ટ, વન ક્રોપ” અંતર્ગત દરેક જિલ્લામાં એક પ્રોસેસિંગ યુનિટ ઊભું કરાશે

ગુજકોમાસોલ દ્વારા રાજ્યમાં “વન ડિસ્ટ્રીક્ટ, વન ક્રોપ” અંતર્ગત દરેક જિલ્લામાં એક પ્રોસેસિંગ યુનિટ ઊભું કરાશે. ગાંધીનગરમાં ગુજકોમાસોલની 64મી વાર્ષિક સાધારણ સભા દરમિયાન ગુજકોમાસોલના અધ્યક્ષ દિલીપ સંઘાણીએ આ મુજબ જણાવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, સહકાર સે સમૃદ્ધિના ધ્યેયને ચરિત...

ઓગસ્ટ 29, 2025 7:13 પી એમ(PM) ઓગસ્ટ 29, 2025 7:13 પી એમ(PM)

views 4

સુરતમાં બિટકોઈન ખંડણી અને અપહરણ કેસના 14 આરોપીને આજીવન કેદની સજા

વર્ષ 2018ના સુરતમાં બિટકોઈન ખંડણી અને અપહરણ કેસમાં અમદાવાદની સિટી સેશન્સ અદાલત ખાતેની ACBની વિશેષ અદાલતે પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા તથા પૂર્વ IPS જગદીશ પટેલ સહિત 14 આરોપીને આજીવન કેદની સજા ફરમાવી છે. પોલીસ અધિકારીઓએ બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરી 200 બિટકોઈન પડાવી 32 કરોડ ખંડણી માગી હતી. ઉલ્લેખનીય ...

ઓગસ્ટ 29, 2025 7:11 પી એમ(PM) ઓગસ્ટ 29, 2025 7:11 પી એમ(PM)

views 3

રાજ્યમાં ખેલમહાકુંભ-2025 માટેની નોંધણીનો પ્રારંભ

રાષ્ટ્રીય રમતગમત દિવસના અવસરે રાજ્યમાં ખેલમહાકુંભ-2025 માટેની નોંધણીનો પ્રારંભ થયો. સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા અમદાવાદમાં યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નોંધણી પ્રક્રિયાનો શુભારંભ કરાવ્યો હતો. જે અંતર્ગત 22 સપ્ટેમ્બર સુધી નોંધણી કરાવી શકાશે. ખેલ મહાકુંભના ત્ર...

ઓગસ્ટ 29, 2025 7:09 પી એમ(PM) ઓગસ્ટ 29, 2025 7:09 પી એમ(PM)

views 6

સુરેન્દ્રનગરમાં યોજાયેલા ભાતીગળ તરણેતરના લોકમેળાનું સમાપન

સુરેન્દ્રનગરમાં યોજાયેલા ભાતીગળ તરણેતરના લોકમેળાનું આજે સમાપન થયું. મેળા દરમિયાન લાખો લોકોએ મેળાની મજા માણી તેમજ અનેક કલાકારો અને રમતવીરોને મંચ મળ્યું. આજે અંતિમ દિવસે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ પરિવાર તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવને ધજા ચડાવવામાં આવી હતી.

ઓગસ્ટ 29, 2025 7:08 પી એમ(PM) ઓગસ્ટ 29, 2025 7:08 પી એમ(PM)

views 15

રાજ્યમાં આગામી સાત દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

આગામી 7 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અનેક જિલ્લાઓમાં રેડ, ઓરેન્જ અને યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. હાલ રાજ્યમાં બે વરસાદી સિસ્ટમ કાર્યરત છે. જેને પગલે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસવાની શક્યતા છે. વરસાદી સિસ્ટમને કારણે દરિયામાં પણ ભારે...

ઓગસ્ટ 29, 2025 3:03 પી એમ(PM) ઓગસ્ટ 29, 2025 3:03 પી એમ(PM)

views 4

હવામાન ખાતાએ બીજી સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી

હવામાન ખાતાએ બીજી સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. આજે સમગ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં છૂટાછવાયા સ્થળ પર ભારે વરસાદની સંભાવના છે. માછીમારોને પણ પહેલી સપ્ટેમ્બર સુધી દરિયો ન ખેડવા હવામાન ખાતાએ સૂચના આપી છે. દરમિયાન આજે બપોરે 12 વાગ્યા સુધીમાં 75 તાલુકામાં વરસાદ નોં...

ઓગસ્ટ 29, 2025 3:02 પી એમ(PM) ઓગસ્ટ 29, 2025 3:02 પી એમ(PM)

views 42

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 125મી કડી હશે. લોકો ટોલ-ફ્રી નંબર 1800-11-7800 દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચાર અને સૂચન મોકલી શકે છે. ઉપરાંત નરેન્દ્ર મોદી એપ અથવા ...