પ્રાદેશિક સમાચાર

સપ્ટેમ્બર 1, 2025 3:36 પી એમ(PM) સપ્ટેમ્બર 1, 2025 3:36 પી એમ(PM)

views 6

અંબાજી ભાદરવી પૂનમ મહામેળામાં આવતાં પદયાત્રીઓની સુવિધા માટે મુખ્ય કંટ્રોલ પોઈન્ટ અંબાજી ખાતે હેલ્પ ડેસ્ક શરૂ કરાયું

અંબાજી ભાદરવી પૂનમ મહામેળામાં આવતાં પદયાત્રીઓની સુવિધા માટે મુખ્ય કંટ્રોલ પોઈન્ટ અંબાજી ખાતે હેલ્પ ડેસ્ક શરૂ કરાયું છે. જેમાં પદયાત્રીઓને કોઈપણ મુશ્કેલી જણાય તો 02749-262040, 262041, 262042, 262043, 262044, 202045, 262046, 262047, 262048, 262049, 262050 પર સંપર્ક કરી શકે છે.

સપ્ટેમ્બર 1, 2025 3:33 પી એમ(PM) સપ્ટેમ્બર 1, 2025 3:33 પી એમ(PM)

views 5

કેન્દ્રીય રાજ્યમંત્ર નિમુબેન બાંભણિયાએ આજે ભાવનગરના સિહોર તાલુકામાં અંદાજે 30 લાખ રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું.

કેન્દ્રીય રાજ્યમંત્ર નિમુબેન બાંભણિયાએ આજે ભાવનગરના સિહોર તાલુકામાં અંદાજે 30 લાખ રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું. સંસદસભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના- M.P.L.A.D.S. અને વિવિધ વિકાસલક્ષી યોજનાઓ હેઠળ તાલુકાના સોનગઢ ગામના જાહેર આરોગ્ય કેન્દ્ર—P.H.C.માં ઍમ્બુલૅન્સ, ટોડી ગામમાં સાર્વજનિક સભાખંડ ...

સપ્ટેમ્બર 1, 2025 3:32 પી એમ(PM) સપ્ટેમ્બર 1, 2025 3:32 પી એમ(PM)

views 1

મહેસાણાના વિસનગર માર્કેટયાર્ડમાં સાડા ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે રાજ્યનું પ્રથમ 48 ઓરડાનું કિસાન વિશ્રામ ગૃહ બનાવાયું

મહેસાણાના વિસનગર માર્કેટયાર્ડમાં સાડા ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે રાજ્યનું પ્રથમ 48 ઓરડાનું કિસાન વિશ્રામ ગૃહ બનાવાયું છે. 4 હજાર ચોરસ ફૂટમાં બનાવાયેલા આ ત્રણ માળના વિશ્રામ ગૃહમાં 6 ઓરડા ખેડૂતો માટે 7 ઓરડા સફાઈ કર્મચારીઓ માટે ફાળવાયા છે. જ્યારે એક માળ રાજસ્થાન અને બીજો માળ બિહારના શ્રમિકો માટે હશે.

સપ્ટેમ્બર 1, 2025 3:31 પી એમ(PM) સપ્ટેમ્બર 1, 2025 3:31 પી એમ(PM)

views 2

હવામાન ખાતાએ આગામી પાંચ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી

હવામાન ખાતાએ આગામી પાંચ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. ત્યારે આજે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળ પર ભારે વરસાદની સંભાવના છે. માછીમારોને પણ ચાર સપ્ટેમ્બર સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. દરમિયાન રાજ્યમાં આજે વરસાદન...

સપ્ટેમ્બર 1, 2025 3:37 પી એમ(PM) સપ્ટેમ્બર 1, 2025 3:37 પી એમ(PM)

views 1

શક્તિપીઠ અને પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમ મહામેળાનો આજથી પ્રારંભ

શક્તિપીઠ અને પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમ મહામેળાનો આજથી પ્રારંભ થયો. જિલ્લા કલેકટર મિહિર પટેલે માઁ અંબાના રથનું પૂજન અર્ચન કરી, રથને ખેંચી મેળાની શરૂઆત કરાવી. આ સાથે જ બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે અરવલ્લી ગિરિમાળાઓ ગૂંજી ઊઠી ઠે. કલેકટરશ્રીએ લાખો માઇભક્તોને મેળામાં આવકારતાં મા અંબા ...

સપ્ટેમ્બર 1, 2025 8:20 એ એમ (AM) સપ્ટેમ્બર 1, 2025 8:20 એ એમ (AM)

views 5

અંબાજીમાં ભાદરવી પુનમના મેળાનો આરંભ.

ભાદરવી પૂનમનો અંબાજી માતાનો મેળાના આરંભ મંગળા આરતી સાથે થયો છે. આ મેળાના આરંભ સાથે જ વહેલી સવારથી અરવલ્લીની ગિરિમાળાઓ જય મારી અંબેના નાદ સાથે ગુંજી રહી છે. સાતમી સપ્ટેમ્બર સુધી યોજાનારા મહામેળાની સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે. જિલ્લા કક્ષાની 29 સમિતિઓ સહિત મંદિર ટ્રસ્ટ અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિ...

સપ્ટેમ્બર 1, 2025 8:18 એ એમ (AM) સપ્ટેમ્બર 1, 2025 8:18 એ એમ (AM)

views 1

પાનમ ડેમમાંથી એક લાખ 65 હજાર ક્યુસેક પાણી છોડાતાં નીચાણવાળા ગામો હાઇ એલર્ટ પર.

પંચમહાલની પાનમ સિંચાઈ વિભાગ દ્વારા 1.65 લાખ ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડવામાં આવતા જળાશયનું સ્તર વધ્યું, પાનમ ડેમપાણી 127.36 મીટર પર જાળવવા માટે આઠ દરવાજા 15 ફૂટ ખોલવામાં આવ્યા. વરસાદી પ્રવાહ ચાલુ હોવાથી પંચમહાલ અને મહિસાગર જિલ્લાના 19થી વધુ ગામોને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. પાનમ ડેમ હેઠળ, લુણા...

સપ્ટેમ્બર 1, 2025 8:15 એ એમ (AM) સપ્ટેમ્બર 1, 2025 8:15 એ એમ (AM)

views 2

શિક્ષણમાં કૃત્રિમ બુધ્ધિમત્તાના પ્રયોગને શિક્ષણ રાજ્ય મંત્રીએ આજના સમયની માંગ તરીકે વર્ણવી

શિક્ષણ રાજ્ય મંત્રીએ જણાવ્યું કે, શિક્ષણક્ષેત્રે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એક અદભૂત ક્રાંતિરૂપ છે, જેના યોગ્ય ઉપયોગથી વિદ્યાર્થીઓને આધુનિક જ્ઞાન સાથે ભવિષ્ય માટે વધુ સજ્જ કરી શકાય છે. ડિજિટલ યુગમાં શિક્ષણનો આધાર માત્ર પુસ્તક કે બોર્ડ સુધી સીમિત નથી રહ્યો. શિક્ષણરાજ્ય મંત્રીની ઉપસ્થિતીમાં સુરત જિલ્લા શ...

સપ્ટેમ્બર 1, 2025 8:09 એ એમ (AM) સપ્ટેમ્બર 1, 2025 8:09 એ એમ (AM)

views 5

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે પોલીસ, એમ્બુલન્સ ફાયર, ચાઇલ્ડ હેલ્પલાઇન સહિતની સેવાઓ માટે ડાયલ 112 સેવાનો આરંભ કરાવ્યો

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગરમાં જનરક્ષક પ્રોજેકટનો આરંભ કરાવતાં કહ્યું કે આ એક જ નંબર ડાયલ કરીને હવે નાગરિકો પોલીસ, એમ્બ્યુલન્સ, ફાયર, ચાઇલ્ડ હેલ્પલાઇન સહિતની સેવાઓનો લાભ લઈ શકે. તેમણે કહ્યું આ પ્રોજેકટ માટે એક હજારથી વધુ આધુનિક વાહનો નાગરિકોની સેવામાં જોડાશે. ગાંધીનગર ખાતેથી ના...

ઓગસ્ટ 31, 2025 7:03 પી એમ(PM) ઓગસ્ટ 31, 2025 7:03 પી એમ(PM)

views 22

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપવા લોકોને અપીલ કરી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, દેશે સ્થાનિક વસ્તુઓને પ્રોત્સાહન આપવા એટલે કે વૉકલ ફૉર લૉકલ, આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારતના મંત્ર સાથે આગળ વધવું પડશે. આજે આકાશવાણી પરથી “મન કી બાત” કાર્યક્રમમાં તેમણે કહ્યું, તહેવારોમાં દેશવાસીઓએ સ્વદેશીની વાતને ભૂલવી ન જોઈએ. પ્રધાનમંત્રીએ ચોમાસામાં પ્રાકૃતિક ...