પ્રાદેશિક સમાચાર

ડિસેમ્બર 10, 2025 7:16 પી એમ(PM) ડિસેમ્બર 10, 2025 7:16 પી એમ(PM)

views 9

રાજ્યના 6 મુખ્ય આર્થિક પ્રદેશોના વિકાસ માટે વરિષ્ઠ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી

વિકસિત ગુજરાત, વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાના પ્રાદેશિક આર્થિક માસ્ટર પ્લાનના અમલીકરણ માટે રાજ્ય સરકારે રાજ્યના 6 આર્થિક પ્રદેશો માટે વરિષ્ઠ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. આ અં...

ડિસેમ્બર 10, 2025 7:15 પી એમ(PM) ડિસેમ્બર 10, 2025 7:15 પી એમ(PM)

views 12

પ્રવાસન સ્થળોના વિકાસ અને નવા પ્રવાસન સ્થળ વિકસાવવા ‘જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટી’ની રચના કરાશે

રાજ્યના વિવિધ પ્રવાસન સ્થળોની વ્યવસ્થાઓમાં ગુણવત્તા સુધારણા અને નવા પ્રવાસન સ્થળ વિકસાવવાના મુખ્ય ઉદ્દેશ સાથે 'જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટી'ની રચના કરાશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આજે યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો. આ સોસાયટીમાં જિલ્લા કલેકટર/ મ્યુનિસિપલ કમિશનર અધ્યક્ષ તરીકે રહેશ...

ડિસેમ્બર 10, 2025 7:13 પી એમ(PM) ડિસેમ્બર 10, 2025 7:13 પી એમ(PM)

views 5

તાપી સાયબર ગુના શાખાએ 3 કરોડ રૂપિયાથી વધુની સાયબર છેતરપિંડીના ત્રણ આરોપીને ઝડપ્યા

તાપી સાયબર ગુના શાખાએ 3 કરોડ રૂપિયાથી વધુની સાયબર છેતરપિંડીના ત્રણ આરોપીને ઝડપી લીધા છે. આ આરોપી અલગ અલગ મ્યુલ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરી ઠગાઇ કરતા હતા. જેમાં એક વર્ષમાં બે અલગ અલગ બેંક એકાઉન્ટમાં એક કરોડ 45 લાખ તેમજ એક કરોડ 33 લાખના વ્યવહાર કરાયા હોવાનું સામે આવ્યું છે.

ડિસેમ્બર 10, 2025 7:12 પી એમ(PM) ડિસેમ્બર 10, 2025 7:12 પી એમ(PM)

views 13

SIRની 100 ટકા કામગીરી પૂર્ણ કરનાર અરવલ્લી રાજ્યનો પ્રથમ જિલ્લો બન્યો

મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા-SIR અંતર્ગત અરવલ્લી જિલ્લામાં 100 ટકા ગણતરી પત્રક વિતરણ તથા સંકલનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ત્યારે અરવલ્લી SIRની 100 ટકા કામગીરી પૂર્ણ કરનાર રાજ્યનો પ્રથમ જિલ્લો બન્યો છે. પ્રાપ્ત થયેલ તમામ ગણતરી ફોર્મનું ડિજીટાઇઝેશન પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. આ અંગે જિલ્લા કલે...

ડિસેમ્બર 10, 2025 3:01 પી એમ(PM) ડિસેમ્બર 10, 2025 3:01 પી એમ(PM)

views 9

મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં એક દિવસમાં કમળાના 126 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક થયું

મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં એક દિવસમાં કમળાના 126 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક થયું છે. જિલ્લા આરોગ્ય વિભાગ અને જિલ્લા કલેક્ટર દ્વારા આજે અલગ અલગ 20 ટીમ બનાવી નમૂના એકત્ર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. વહેલી સવારથી જ પીવાના પાણીના નમૂના એકઠા કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ સરકારી હોસ્પિટલમાં ...

ડિસેમ્બર 10, 2025 2:58 પી એમ(PM) ડિસેમ્બર 10, 2025 2:58 પી એમ(PM)

views 12

રાજ્યમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા SIRની કામગીરી પૂર્ણ થવાના આરે..

રાજ્યમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા SIRની કામગીરી પૂર્ણ થવાના આરે છે. પંચમહાલ જિલ્લામાં SIR ઝુંબેશ અંતર્ગત ડિજિટાઈઝેશનનું કામ 99.98 ટકા પૂર્ણ થયું છે. જિલ્લાના એક હજાર 479 BLO આ કામગીરી જોડાયા છે. ગણતરી પત્રક જમા કરાવવાનો છેલ્લો દિવસ છે તેમ જિલ્લાના નાયબ ચૂંટણી અધિકારી પી કે ડામોરે જણાવ્યું.

ડિસેમ્બર 10, 2025 2:54 પી એમ(PM) ડિસેમ્બર 10, 2025 2:54 પી એમ(PM)

views 6

સુરતના પર્વત પાટિયા વિસ્તારના કાપડ બજારમાં આગની ઘટના સામે આવી..

સુરતના પર્વત પાટિયા વિસ્તારના કાપડ બજારમાં આગની ઘટના સામે આવી છે. સાત માળની ઇમારતમાં વહેલી સવારથી લાગેલી આગ 20થી વધુ દુકાનોમાં ફેલાઈ છે. ત્યારે અગ્નિશમન દળની 15થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તેમ સ્થાનિક કોર્પોરેટર ધર્મેશ ભંડેરીએ જણાવ્યું.

ડિસેમ્બર 10, 2025 2:43 પી એમ(PM) ડિસેમ્બર 10, 2025 2:43 પી એમ(PM)

views 8

કચ્છ જિલ્લાના ધોળાવીરામાં મોડી રાતે ભૂકંપનો આંચકો અનુભવાયો

કચ્છ જિલ્લાના ધોળાવીરામાં મોડી રાતે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટરસ્કેલ પર તેની તીવ્રતા 3.7 માપવામાં આવી. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ધોળાવીરાથી 32 કિલોમીટર દૂર કચ્છના રણમાં નોંધાયું હતું. કચ્છના અનેક વિસ્તારોમાં લોકોએ આ આંચકાની અનુભૂતિ કરી હતી.

ડિસેમ્બર 10, 2025 2:39 પી એમ(PM) ડિસેમ્બર 10, 2025 2:39 પી એમ(PM)

views 8

રાજસ્થાનના સિકરમાં થયેલા માર્ગ અકસ્માતમાં વલસાડના ફલધરા ગામના પોલીસ કર્મીનુ મોત

રાજસ્થાનના સિકરમાં થયેલા માર્ગ અકસ્માતમાં વલસાડના ફલધરા ગામના પોલીસ કર્મીનુ મોત થયું છે. સિકરમાં બસ અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં કુલ ચાર લોકોના મોત થયા છે. અમારા પ્રતિનિધિ નવીન પટેલ જણાવે છે વલસાડ જિલ્લાના 50 જેટલા લોકો ખાનગી બસમાં રાજસ્થાનના બિકાનેરથી ખાટુશ્યામ જઈ રહ્યા હતા.તે દરમિયાન સિકર પાસે અકસ્...

ડિસેમ્બર 10, 2025 3:03 પી એમ(PM) ડિસેમ્બર 10, 2025 3:03 પી એમ(PM)

views 6

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઇ.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઇ. તેમાં ટેકાના ભાવે ચાલી રહેલી મગફળી સહિતની જણસોની ખરીદીની સમીક્ષા કરવામાં આવી. રાહત પેકેજ મામલે થયેલી અરજીઓ અંગે પણ ચર્ચા કરાઇ. આ ઉપરાંત અમદાવાદના સુભાષ બ્રિજમાં પડેલી તિરાડો બાદ મહાનગરપાલિકા દ્વારા કરાયેલી કામ...