પ્રાદેશિક સમાચાર

ઓક્ટોબર 12, 2025 7:01 પી એમ(PM)

views 12

રાજ્યમાં શરૂ થયેલી મૅટ્રો ટ્રૅનમાં અત્યાર સુધી 10 કરોડથી પણ વધુ લોકોએ મુસાફરી કરી.

રાજ્યમાં લાખો લોકો મૅટ્રો ટ્રૅનમાં મુસાફરી કરી રહ્યા છે. અમદાવાદમાં દરરોજ સરેરાશ 35 હજાર મુસાફરથી શરૂ થયેલી સંખ્યા હાલ દોઢ લાખથી વધુ થઈ છે. અમદાવાદ, ગાંધીનગર અને સુરત જેવા મહાનગરમાં લાખો લોકો દરરોજ મૅટ્રો ટ્રૅનમાં સફર કરે છે. મૅટ્રો ટ્રૅનમાં અત્યાર સુધી 10 કરોડથી પણ વધુ નાગરિકોએ મુસાફરી કરી છે. અમદા...

ઓક્ટોબર 12, 2025 7:00 પી એમ(PM)

views 14

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે સુરતને વધુ સુંદર બનાવવા અને સ્વચ્છતાને જીવનનો ભાગ બનાવવા લોકોને અનુરોધ કર્યો.

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલે કહ્યું, સુરત શહેર લોકહિતના ક્ષેત્રે નેતૃત્વ કરવામાં અગ્રેસર રહ્યું છે. સુરતને વધુ સુંદર બનાવવા અને સ્વચ્છતાને જીવનનો ભાગ બનાવવા પણ શ્રી પાટીલે સૌને અનુરોધ કર્યો. સુરતમાં અઠવાલાઇન્સ વિસ્તારમાં ઇન્ડૉર સ્ટેડિયમ ખાતે આજે શહેરી વિકાસ વર્ષ 2025 અને વિકાસ સપ્તાહ 2025...

ઓક્ટોબર 12, 2025 2:28 પી એમ(PM)

views 15

રાજ્યમાં હાલ કાર્યરત્ 90 હજાર જેટલી સહકારી મંડળીમાં એક કરોડ 71 લાખથી વધુ સભાસદ જોડાયેલા છે :મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, રાજ્યમાં હાલ કાર્યરત્ 90 હજાર જેટલી સહકારી મંડળીમાં એક કરોડ 71 લાખથી વધુ સભાસદ જોડાયેલા છે. મહેસાણામાં વિજાપુર ખાતે ધી સરદાર પટેલ સહકારી ધિરાણ સોસાયટી લિમિટેડના રજત જયંતી મહોત્સવની ઉજવણી નિમિત્તે આજે યોજાયેલા કાર્યક્રમને સંબોધતા શ્રી પટેલે આ વાત કહી. શ્રી પટેલે કહ...

ઓક્ટોબર 12, 2025 2:26 પી એમ(PM)

views 17

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા ઝાલાવાડ ખરીદ મહોત્સવ સ્વદેશી મેળાનું આયોજન કરાયું

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા ઝાલાવાડ ખરીદ મહોત્સવ સ્વદેશી મેળાનું આયોજન કરાયું છે. પતરાવાળી પાસે મેળાના મેદાન ખાતે આજથી શરૂ થયેલો આ મેળો 14 તારીખ સુધી ચાલશે. તેમાં જિલ્લા ગ્રામવિકાસ સંસ્થા, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને મહાનગરપાલિકાના શહેરી સામૂદાયિક નિગમ વિભાગના સખી મંડળની બહેનોએ તૈયાર કરેલી હસ્તકળ...

ઓક્ટોબર 12, 2025 2:26 પી એમ(PM)

views 10

પાટણમાં કેન્સર જાગૃતિ અંગે વિશાળ પિંક પરેડ યોજાઈ.

પાટણમાં કેન્સર જાગૃતિ અંગે વિશાળ પિંક પરેડ યોજાઈ. તેમાં નિષ્ણાત તબીબોએ વિવિધ કેન્સર અંગે લોકોને માર્ગદર્શન આપ્યું. તેમજ કેન્સરમાંથી સાજા થનારી મહિલાઓનું સન્માન કરાયું. શાળા અને મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ, યુવાનો, તબીબો સહિત મોટી સંખ્યામાં મહિલાઓ આ પરેડમાં જોડાઈ હતી.

ઓક્ટોબર 12, 2025 2:24 પી એમ(PM)

views 15

બોટાદમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ – APMCના અધ્યક્ષના વડપણ હેઠળ સહકારી મંડળી અને વેપારીઓની બેઠક યોજાઈ.

બોટાદમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ – APMCના અધ્યક્ષના વડપણ હેઠળ સહકારી મંડળી અને વેપારીઓની બેઠક યોજાઈ. તેમાં ખેડૂતોના મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હોવાનું APMCના અધ્યક્ષ મનહર માતરિયાએ જણાવ્યું.

ઓક્ટોબર 12, 2025 2:24 પી એમ(PM)

views 10

સુરતના બારડોલીમાં નાંદીડા ચોકડી ખાતે રાજ્યકક્ષાના મંત્રી અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનો અભિવાદન સમારોહ યોજાયો.

સુરતના બારડોલીમાં નાંદીડા ચોકડી ખાતે રાજ્યકક્ષાના મંત્રી અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનો અભિવાદન સમારોહ યોજાયો. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, નાણામંત્રી કનુ દેસાઈ સહિતના મંત્રીઓ તેમજ ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઓક્ટોબર 12, 2025 2:30 પી એમ(PM)

views 16

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં માણસા તાલુકાના મહુડી જૈનતીર્થ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણીમાં ભાગ લીધો.

રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઉજવણી હેઠળ વિવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં માણસા તાલુકાના મહુડી જૈનતીર્થ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણીમાં ભાગ લીધો. તેમણે વિકાસરથનું પ્રસ્થાન કરાવ્યું. સાથે જ શ્રી પટેલે રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા 20 કરોડ રૂપિયાના ખર્ચે તૈ...

ઓક્ટોબર 12, 2025 9:43 એ એમ (AM)

views 30

સ્વચ્છતા હી સેવા-2025′ અભિયાનમાં નોંધપાત્ર કામગીરી બદલ અમદાવાદને ‘શ્રેષ્ઠ જિલ્લા’નો એવોર્ડ એનાયત

'સ્વચ્છતા હી સેવા-2025' અભિયાનમાં નોંધપાત્ર કામગીરી બદલ અમદાવાદને 'શ્રેષ્ઠ જિલ્લા'નો એવોર્ડ પ્રાપ્ત થયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ જિલ્લાને સ્વચ્છતા બાબતે નોન ટ્રાઇબલ 'શ્રેષ્ઠ જિલ્લા'નો એવોર્ડ અપાયો હતો. ભારત સરકારના સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત રાજ્યભરમાં યોજાયેલા 'સ્વચ્છતા હ...

ઓક્ટોબર 12, 2025 9:35 એ એમ (AM)

views 32

અમદાવાદ ખાતે ફિલ્મી ઝાકઝમાળ વચ્ચે ફિલ્મફેર એવોર્ડ યોજાયો

અમદાવાદના આંગણે ફિલ્મ ફેર એવોર્ડ યોજાયો હતો. અમદાવાદના મણિનગર સ્થિત ટ્રાન્સસ્ટેડિયા સ્ટેડિયમ ખાતે ફિલ્મી ઝાકઝમાળ વચ્ચે આ કાર્યક્રમ યોજાયો હતો.ગઇકાલે મોડી સાંજે યોજાયેલો આ કાર્યક્રમ મોડીરાત સુધી ચાલ્યો હતો. શાહરૂખ ખાન, કરણ જોહર, અક્ષય કુમાર, અભિષેક બચ્ચન સહિતના સ્ટાર અમદાવાદમાં ઉપસ્થિત રહ્યાં હતા. ગુ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.