પ્રાદેશિક સમાચાર

સપ્ટેમ્બર 3, 2025 8:52 એ એમ (AM) સપ્ટેમ્બર 3, 2025 8:52 એ એમ (AM)

views 5

રાજ્યના નાગરિકોની પરિવહન સુવિધા વધારવા 70 નવીન બસોનું લોકાર્પણ

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગઇકાલે ઉત્તર ગુજરાતની મુલાકાત દરમિયાન મહેસાણા ખાતે રાજ્ય, માર્ગ વાહનવ્યવહાર નિગમની નવી 70 બસોનું લોકાર્પણ કર્યું હતું. આ સાથે શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા નિમિત્તે લાખો માઈભક્તોની સુવિધા માટે 5 હજાર 500 વધારાની બસોના સંચાલનનો શુભારંભ કરાયો. આ બસો 7 સપ્ટેમ્બર સુધી...

સપ્ટેમ્બર 2, 2025 7:18 પી એમ(PM) સપ્ટેમ્બર 2, 2025 7:18 પી એમ(PM)

views 6

જુલાઈ મહિનાથી વીજળીના ફ્યૂઅલ સરચાર્જના દરમાં પ્રતિયુનિટ 15 પૈસાના ઘટાડા કરવાનો રાજ્ય સરકારનો નિર્ણય

રાજ્ય સરકારે જુલાઈ મહિનાથી વીજળીના ફ્યૂઅલ સરચાર્જના દરમાં પ્રતિયુનિટ 15 પૈસાનો ઘટાડો કરવાનો નિર્ણય છે. આ અંગે માહિતી આપતા ઊર્જા મંત્રી કનુ દેસાઈએ કહ્યું, નાગરિકોને ઓછા દરે વીજળી આપવા જુલાઈ 2025થી વીજ ઉપયોગ પર ફ્યૂઅલ સરચાર્જ પ્રતિયુનિટ 2.30 રૂપિયાના ઘટાડેલા દર સાથે લેવાશે. આ નિર્ણયથી રાજ્યના એક કરોડ ...

સપ્ટેમ્બર 2, 2025 7:17 પી એમ(PM) સપ્ટેમ્બર 2, 2025 7:17 પી એમ(PM)

views 4

અપડેશન બાદ ઇ-સમૃદ્ધિ પૉર્ટલ પર ખેડૂતો માટે આજથી ઑનલાઈન નોંધણી ફરી શરૂ

ઈ-સમૃદ્ધિ પોર્ટલ અપડેશન બાદ નોંધણી માટે આજથી પુનઃ કાર્યરત થયું છે. ખેડૂતો આગામી 15 સપ્ટેમ્બર સુધી નોંધણી કરાવી શકશે ગાંધીનગરમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, રાજ્યમાં ગઇકાલથી મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટેની ઓનલાઇન નોંધણી શરૂ થઇ હતી, પરંતુ એક સાથે અનેક ખેડૂતોએ નોંધણી કરા...

સપ્ટેમ્બર 2, 2025 7:16 પી એમ(PM) સપ્ટેમ્બર 2, 2025 7:16 પી એમ(PM)

views 3

રાજ્ય સરકારના “સ્વાગત” ઑનલાઈન કાર્યક્રમથી ચાર વર્ષમાં 2 લાખથી વધુ ફરિયાદનો નિકાલ

રાજ્ય સરકારની પહેલ સ્વાગત ઑનલાઈન કાર્યક્રમના માધ્યમથી ગત ચાર વર્ષમાં બે લાખ 39 હજાર 934 જેટલી ફરિયાદનો સફળ નિકાલ કરાયો છે. સત્તાવાર યાદી મુજબ, રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2003માં સ્વાગત એટલે કે, ટૅક્નોલૉજીના ઉપયોગ દ્વારા ફરિયાદ પર રાજ્યવ્યાપી ધ્યાન- ઑનલા...

સપ્ટેમ્બર 2, 2025 7:13 પી એમ(PM) સપ્ટેમ્બર 2, 2025 7:13 પી એમ(PM)

views 6

રાજ્યમાં 48 કલાક બાદ રાજ્યમાં વરસાદનું જોર વધવાની આગાહી

હવામાન ખાતાએ 48 કલાક બાદ રાજ્યમાં વરસાદનું જોર વધવાની આગાહી કરી છે. આવતીકાલે નર્મદા અને તાપીમાં છૂટાછવાયા સ્થળ પર અતિભારે વરસાદની સંભાવના છે. માછીમારોને પણ છ સપ્ટેમ્બર સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ હોવાનું હવામાન ખાતાના નિયામક ડૉક્ટર એ. કે. દાસે જણાવ્યું. ચોમાસા દરમિયાન ઉપસ્થિત થતી કોઈ પણ કટોકટીની પ...

સપ્ટેમ્બર 2, 2025 7:08 પી એમ(PM) સપ્ટેમ્બર 2, 2025 7:08 પી એમ(PM)

views 2

રશિયામાં 16મીએ યોજાનારા વિશ્વ યુવા મહોત્સવ માટે ગાંધીનગરની વિદ્યાર્થિની અંજલિ પટેલની પસંદગી

રશિયામાં યોજાનારા વિશ્વ યુવા મહોત્સવ માટે રાજ્યનાં વિદ્યાર્થિની અંજલિ પટેલની પસંદગી થઈ છે. આગામી 16થી 22 સપ્ટેમ્બર સુધી યોજાનારા મહોત્સવમાં ગાંધીનગરની ખાનગી વિશ્વ-વિદ્યાલયમાં ભણતાં આ વિદ્યાર્થિનીની પસંદગી થઈ છે. મહોત્સવમાં સમગ્ર વિશ્વમાંથી વિવિધ ક્ષેત્રના એક હજાર યુવાન ભાગ લેશે. 160થી વધુ દેશના યુવા...

સપ્ટેમ્બર 2, 2025 3:12 પી એમ(PM) સપ્ટેમ્બર 2, 2025 3:12 પી એમ(PM)

views 6

આદિજાતિ વિકાસ મંત્રી ડૉક્ટર કુબેર ડિંડોરે ‘આદિ કર્મયોગી અભિયાન’ને ગાંધીનગરમાં દેશનું સૌથી વિશાળ આદિવાસી નેતૃત્વ નિર્માણ માટેનું જન આંદોલન ગણાવ્યું.

આદિજાતિ વિકાસ મંત્રી ડૉક્ટર કુબેર ડિંડોરે ‘આદિ કર્મયોગી અભિયાન’ને ગાંધીનગરમાં દેશનું સૌથી વિશાળ આદિવાસી નેતૃત્વ નિર્માણ માટેનું જન આંદોલન ગણાવ્યું. તેમણે કહ્યું રાજ્યના 15 આદિવાસી જિલ્લા, 94 તાલુકા અને ચાર હજાર 245 ગામડાઓમાં આ અભિયાન ચલાવાશે. કાર્યક્રમ અંતર્ગત 20 લાખ ચૅન્જ લિડર કેડર તૈયાર કરવા પર ભા...

સપ્ટેમ્બર 2, 2025 3:06 પી એમ(PM) સપ્ટેમ્બર 2, 2025 3:06 પી એમ(PM)

views 3

મહેસાણામાં આજે એસ.ટી. વિભાગની 70 જેટલી બસનું લોકાર્પણ કરાશે

વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં આજે મહેસાણામાં એસ.ટી. વિભાગની 70 જેટલી બસનું લોકાર્પણ કરાશે. જિલ્લાના પોલીસ પરેડ મેદાન ખાતે યોજાનારા ભાદરવી પૂનમ માટે બસ સંચાલનના શુભારંભ કાર્યક્રમમાં 54 જેટલી મિની બસ, 11 મોટી બસ અને પાંચ વૉલ્વો બસનો આજે આરંભ થશે

સપ્ટેમ્બર 2, 2025 3:05 પી એમ(PM) સપ્ટેમ્બર 2, 2025 3:05 પી એમ(PM)

views 3

દેશના અવકાશ ક્ષેત્રે સાયબર સ્થિતિ-સ્થાપકતા વધારવા વૈજ્ઞાનિકો અને ઇજનેરો માટે અમદાવાદમાં વિશેષ સાયબર સુરક્ષા રહેણાક તાલીમ કાર્યક્રમ યોજાયો.

દેશના અવકાશ ક્ષેત્રે સાયબર સ્થિતિ-સ્થાપકતા વધારવા વૈજ્ઞાનિકો અને ઇજનેરો માટે અમદાવાદમાં વિશેષ સાયબર સુરક્ષા રહેણાક તાલીમ કાર્યક્રમ યોજાયો. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી, ઇસરો, DOS, N.S.C.S. અને S.I.T.A.I.C.S.ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં ઇસરો અને D.O.S.ના વૈજ્ઞાનિકો અને ઇજનેરો ઉપસ્થિત રહ્યા...

સપ્ટેમ્બર 2, 2025 3:04 પી એમ(PM) સપ્ટેમ્બર 2, 2025 3:04 પી એમ(PM)

views 56

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો 21-મો હપ્તો મેળવવા ખેડૂત આઇડી ફાર્મર રજીસ્ટ્રી ફરજિયાત કરવામાં આવી

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો 21-મો હપ્તો મેળવવા ખેડૂત આઇડી ફાર્મર રજીસ્ટ્રી ફરજિયાત કરવામાં આવી છે. જે ખેડૂતોએ ફાર્મર રજીસ્ટ્રીમાં નોંધણી કરાવી ન હોય તેમને સત્વરે ખેડૂત I.D.ની નોંધણી કરાવવા ખેતી નિયામકની કચેરી દ્વારા અનુરોધ કરાયો છે. રાજ્યમાં બાકી રહી ગયેલા ખેડૂતો સત્વરે નોંધણી કરાવી શકે ત...