પ્રાદેશિક સમાચાર

ઓક્ટોબર 14, 2025 9:49 એ એમ (AM)

views 15

સાસણગીર ખાતે ગીર જંગલ સફારી માટે પરમીટ બુકીંગમાં છેતરપીંડી કરનાર ત્રણ આરોપીઓની ધરપકડ

સાસણગીર ખાતે ગીર જંગલ સફારી અને દેવડીયા જીપ્સી સફારી માટે પરમીટ બુકીંગમાં છેતરપીંડી કરનાર ત્રણ આરોપીઓને ગાંધીનગર સાયબર સેન્ટર ઓફ એક્સલન્સે ઝડપી પાડ્યા છે.આરોપીઓએ સરકારની વેબસાઇટનો દુરુપયોગ કરી પર્યટકો પાસેથી નક્કી કરેલા ભાવ કરતા વધારે રકમ વસૂલી હતી. તપાસ દરમિયાન સાસણગીરથી બે અને અમદાવાદથી એક એમ ત્રણ...

ઓક્ટોબર 14, 2025 9:46 એ એમ (AM)

views 41

આજથી બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનો પંચમહાલના છબનપુરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યવ્યાપી પ્રારંભ કરાવશે

વિકાસ સપ્તાહ અંતર્ગત આજે કૃષિ વિકાસ દિવસની ઉજવણી કરાશે. ત્યારે રાજ્યમાં આજથી બે દિવસ “રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૫”નો પ્રારંભ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે પંચમહાલના છબનપુરથી આ મહોત્સવનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવશે, જેમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ સહભાગી થશે.રાજ્યમાં 261 સ્થળોએ જિલ્લા-તાલુકા કક્ષાના કાર...

ઓક્ટોબર 14, 2025 9:45 એ એમ (AM)

views 61

ચાઇનિઝ ફટાકડાના પ્રતિબંધ સાથે દિવાળીના તહેવારોમાં રાત્રિના 8થી 10 દરમિયાન જ ફટાકડા ફોડવા માટેની માર્ગદર્શિકા જાહેર

દિવાળીના તહેવારો આવતાની સાથે ફટાકડાં ફોડવા અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલા આદેશ અંતર્ગત ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરાયો છે. જેના અંતર્ગત રાજ્ય સરકારે વિદેશ તેમજ ચાઇનીઝ ફટાકડાની આયાત તેમજ ફોડવા પર પ્રતિબંધ મૂકાયો છે.એટલું જ નહીં, દિવાળીના તહેવારોમાં રાત્રિના 8 થી 10 દરમિયાન ફ...

ઓક્ટોબર 13, 2025 7:04 પી એમ(PM)

views 19

રેલવે સુરક્ષા દળ-RPFમાં સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા દર વર્ષે ભરતી કરાશે-વલસાડમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની જાહેરાત

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, રેલવે સુરક્ષા દળ-RPFમાં સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા દર વર્ષે ભરતી કરાશે. વલસાડમાં RPFના 41મા સ્થાપના દિવસની ઉજવણી દરમિયાન તેમણે આધુનિક ટેકનોલોજી સાથે દળને ઉન્નત કરવાના હેતુથી અનેક પહેલોની જાહેરાત પણ કરી. આ તકે સંબોધન કરતાં શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે ...

ઓક્ટોબર 13, 2025 7:00 પી એમ(PM)

views 18

રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકામાં અમૃત યોજના હેઠળ 16 હજાર 316 કરોડ રૂપિયાથી વધુના 927 કામ મંજૂર

સરકારે તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકામાં પાયાની માળખાકીય સુવિધા માટે 16 હજાર 316 કરોડ રૂપિયાથી વધુના 927 કામ મંજૂર કર્યા છે. અમૃત યોજનાના બીજા તબક્કા હેઠળ આ કામ મંજૂર કરાયા હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે. આ યોજના હેઠળ તમામ નગરપાલિકા તથા મહાપાલિકા વિસ્તારમાં પાણી પૂરવઠા, બાગ-બગીચા અને તળાવ નવી...

ઓક્ટોબર 13, 2025 6:59 પી એમ(PM)

views 29

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા 41 લાખ રૂપિયાના ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોનો નાશ કરાયો

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યવ્યાપી દરોડામાં 41 લાખ રૂપિયાના ભેળસેળયુક્ત-શંકાસ્પદ ખાદ્ય પદાર્થોની જપ્તી અને નાશ કરાયો છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ 13 દરોડા દરમિયાન કુલ 8 હજાર 684 કિલો જપ્ત કરાયેલા જથ્થામાંથી 2 હજાર 861 કિલો અખાદ્ય ચીજ વસ્તુઓનો નાશ કરાયો. ઉલ્લેખનીય છે દિવાળીના તહેવાર પૂ...

ઓક્ટોબર 13, 2025 6:57 પી એમ(PM)

views 26

રાજ્યમાં બેવડી ઋતુની અસર રહેશે, 19 ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી

રાજ્યમાં 15 ઓક્ટોબર સુધી બેવડી ઋતુની અસર રહેશે, 16 થી 19 ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલાક ભાગોમાં છૂટાછવાયાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગ દ્વારા દિવાળીના તહેવાર દરમ્યાન કમોસમી માવઠાની અસર રહે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના નિયામક ડૉ એ કે દાસના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુ...

ઓક્ટોબર 13, 2025 6:56 પી એમ(PM)

views 13

મહેસાણાના મોઢેરા ગામમાં રાજ્યકક્ષાની અશ્વદોડ સ્પર્ધા યોજાઇ

મહેસાણા જિલ્લાના મોઢેરા ગામમાં અશ્વદોડ સ્પર્ધાનું આયોજન કરાયું, જેમાં ઉત્તર ગુજરાત, કચ્છ, કાઠિયાવાડ અને રાજસ્થાન સહિતના વિસ્તારોના 100થી વધુ અશ્વપાલકો ઘોડાઓ સાથે ભાગ લીધો. સ્પર્ધામાં મુખ્યત્વે રેવાલ ચાલ અને દોડ યોજાઇ. રેવાલ ચાલની સ્પર્ધામાં પોયડા ગામના કાળુભાઈની ઘોડી પ્રથમ નંબર પર રહી, જ્યારે મોઢેરા...

ઓક્ટોબર 13, 2025 2:19 પી એમ(PM)

views 32

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી છે કે રેલવે સુરક્ષા દળ -RPFમાં સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા દર વર્ષે ભરતી કરાશે.

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી છે કે રેલવે સુરક્ષા દળ -RPFમાં સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા દર વર્ષે ભરતી કરાશે. તેમણે આધુનિક ટેકનોલોજી સાથે દળને ઉન્નત કરવાના હેતુથી અનેક પહેલોનું પણ અનાવરણ કર્યું. વલસાડમાં RPFના 41મા સ્થાપના દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં સંબોધતા આજે શ્રી વૈષ...

ઓક્ટોબર 13, 2025 2:18 પી એમ(PM)

views 17

બોટાદની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ – APMC-માં બે દિવસ બાદ આજે ત્રીજા દિવસે કપાસની ખરીદી શરૂ કરવામાં આવી

બોટાદની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ – APMC-માં બે દિવસ બાદ આજે ત્રીજા દિવસે કપાસની ખરીદી શરૂ કરવામાં આવી છે. ખેડૂતોને લગતી સમસ્યાઓનું નિવારણ લાવવા APMC તૈયાર હોવાનું APMCના અધ્યક્ષ અનક મોભે જણાવ્યું હતું. અગાઉ 10 તારીખે જણસની ખરીદી બંધ કરવામાં આવી હતી. ત્યારબાદ APMC દ્વારા ખેડૂત અગ્રણીઓ સાથે બેઠક યો...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.