પ્રાદેશિક સમાચાર

સપ્ટેમ્બર 4, 2025 7:11 પી એમ(PM) સપ્ટેમ્બર 4, 2025 7:11 પી એમ(PM)

views 6

છઠ્ઠી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં ચાર્મી ત્રિવેદી અંડર-19ની સેમિફાઇનલમાં પહોંચી

સુરતમાં રમાઈ રહેલી છઠ્ઠી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ સ્પર્ધામાં ચાર્મી ત્રિવેદી અંડર-19ની સેમિફાઇનલમાં પહોંચી છે. ભાવનગરની છઠ્ઠા ક્રમની ચાર્મીએ એક ગેમથી પાછળ રહ્યા બાદ વળતો પ્રહાર કરીને ત્રીજા ક્રમની જિયા ત્રિવેદીને 3-1થી હરાવીને ગર્લ્સ અંડર-19ની સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. બોયઝ અંડર-19 ક...

સપ્ટેમ્બર 4, 2025 3:36 પી એમ(PM) સપ્ટેમ્બર 4, 2025 3:36 પી એમ(PM)

views 1

કેન્દ્ર સરકારે વસ્તુ અને સેવા કર- GSTમાં કરેલા સુધારાના નિર્ણયને રાજ્યના નાણાં મંત્રી કનુ દેસાઇએ આવકાર્યો.

કેન્દ્ર સરકારે વસ્તુ અને સેવા કર- GSTમાં કરેલા સુધારાના નિર્ણયને રાજ્યના નાણાં મંત્રી કનુ દેસાઇએ આવકાર્યો છે. તેમણે જણાવ્યું હતું કે હવે માત્ર 5 અને 18 ટકાનો દર જ લાગુ થશે. તેમણે ઉમેર્યું કે તમાકુની સહિતની પેદાશો પર 40 ટકા કર ટેક્સ યથાવત રાખવામાં આવ્યો છે.

સપ્ટેમ્બર 4, 2025 3:34 પી એમ(PM) સપ્ટેમ્બર 4, 2025 3:34 પી એમ(PM)

views 2

તાપીના સોનગઢમાં 76માં જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી રાજ્યકક્ષાના આદિજાતિ બાબતોના મંત્રી કુંવરજી હળપતિની અધ્યક્ષતામાં કરવામાં આવી

તાપીના સોનગઢમાં 76માં જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી રાજ્યકક્ષાના આદિજાતિ બાબતોના મંત્રી કુંવરજી હળપતિની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. આ તકે વધુને વધુ વૃક્ષારોપણ કરી શહેરને વધુ હરિયાળું બનાવવા અપીલ કરવામાં આવી હતી. તો જંગલ અને વન્ય પ્રાણીઓની જાળવણી અંગે સારી કામગીરી કરનાર લોકોનું સન્માન કરવામાં આ...

સપ્ટેમ્બર 4, 2025 3:33 પી એમ(PM) સપ્ટેમ્બર 4, 2025 3:33 પી એમ(PM)

views 3

યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળામાં ત્રણ દિવસમાં 14 લાખ 90 હજારથી વધુ માઇભક્તોએ માઁ અંબેના દર્શન કરીને ધન્યતા અનુભવી.

યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળામાં ત્રણ દિવસમાં 14 લાખ 90 હજારથી વધુ માઇભક્તોએ માઁ અંબેના દર્શન કરીને ધન્યતા અનુભવી. મહામેળામાં અંબાજી માર્ગો પર પદયાત્રી અને સંઘોનો ધમધમાટ હજુ પણ ચાલુ છે. માઇભકતો હાથમાં ધજા, ત્રિશૂળ, ચુંદડી અને અનેકવિધ વેશભૂષા સાથે અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે. ત્યારે અરવ...

સપ્ટેમ્બર 4, 2025 3:31 પી એમ(PM) સપ્ટેમ્બર 4, 2025 3:31 પી એમ(PM)

views 1

સાબરકાંઠા જિલ્લાના ઇડરના જાદરના મુધણેશ્વર મહાદેવ મંદિરે ત્રિ-દિવસીય મેળો ભરાયો.

સાબરકાંઠા જિલ્લાના ઇડરના જાદરના મુધણેશ્વર મહાદેવ મંદિરે ત્રિ-દિવસીય મેળો ભરાયો. આ મેળામાં આવતા લોકો પ્રસિધ્ધ મુધણેશ્વર મહાદેવની પૂજા અર્ચના કર્યા બાદ મેળાની મુલાકાત લેતા હોય છે. જિલ્લાના સૌથી મોટા મેળામા લાખોની સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી હતી. આ મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ...

સપ્ટેમ્બર 4, 2025 3:30 પી એમ(PM) સપ્ટેમ્બર 4, 2025 3:30 પી એમ(PM)

views 3

કેન્દ્ર શાસિત પ્રદેશ દીવની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે નાણાકીય સાક્ષરતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

કેન્દ્ર શાસિત પ્રદેશ દીવની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે નાણાકીય સાક્ષરતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓને નાણાકીય વ્યવહાર, બચત, રોકાણ તથા બેંકિંગ સેવાઓ અંગે જાગૃત બનાવવાનો હતો. જેમાં વિદ્યાર્થીઓને બચતનું મહત્વ, બેંકિંગ પ્રણાલી, ડિજિટલ પેમેન્ટ, વીમા, નાણાકીય યોજનાઓ, સુરક્...

સપ્ટેમ્બર 4, 2025 3:37 પી એમ(PM) સપ્ટેમ્બર 4, 2025 3:37 પી એમ(PM)

views 2

સાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્યના 113 જળાશય હાઈએલર્ટ પર….

રાજ્યમાં અત્યારસુધીમાં સરેરાશ 92 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે, જેમાં ઉત્તર ગુજરાતમાં 96 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. સાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્યના 113 જળાશય હાઈએલર્ટ પર છે. જ્યારે 82 જળાશય 100 ટકાથી ભરાયા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર બંધમાં 89 ટકાથી વધુ જળસંગ્રહ છે. ત્યારે 15 દરવાજા ખોલી અ...

સપ્ટેમ્બર 4, 2025 10:02 એ એમ (AM) સપ્ટેમ્બર 4, 2025 10:02 એ એમ (AM)

views 3

વન્યજીવ પ્રત્યેની સંરક્ષણ અને સંવર્ધનની નીતિને પરિણામે રાજ્ય એશિયાઈ સિંહ, યાયાવર પક્ષીઓ સહિત અનેક અબોલ જીવ માટે સૌથી ‘સુરક્ષિત’ રહેઠાણ બન્યું

આજે રાષ્ટ્રીય વન્યજીવ દિવસ છે. વન્યજીવ પ્રત્યે સંવેદના, તેના રહેઠાણ અંગે જાગૃતિ અને સંરક્ષણના હેતુ સાથે સમગ્ર દેશમાં દર વર્ષે 4થી સપ્ટેમ્બરે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે રાજ્ય સરકાર વન્યજીવના સંરક્ષણ અને સંવર્ધન માટે જન ભાગીદારીથી અનેકવિધ નવતર અભિગમ અપનાવી રહી છે.વન્યજીવ પ્રત્યેની રાજ્ય સરક...

સપ્ટેમ્બર 4, 2025 9:55 એ એમ (AM) સપ્ટેમ્બર 4, 2025 9:55 એ એમ (AM)

views 3

રાજ્યમાં 82 લાખ હેક્ટરમાં સિઝનનું 96 ટકા વાવેતર થયું

ચોમાસાની સિઝનમાં કુલ 82 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. રાજ્ય મંત્રીમંડળની બેઠક બાદ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ મુજબ જણાવ્યુ હતું. તેમણે ઉમેર્યું કે રાજ્યમાં સિઝનનું 96 ટકા વાવેતર થયું છે, જેમાં 13 લાખ 70 હજાર હેક્ટરમાં ધાન્ય પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે.

સપ્ટેમ્બર 4, 2025 9:54 એ એમ (AM) સપ્ટેમ્બર 4, 2025 9:54 એ એમ (AM)

views 2

તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત રાજ્યમાં એક મહિનામાં 26 કરોડથી વધુનો ગુમ થયેલો મુદ્દામાલ નાગરિકોને પોલીસે પરત કર્યો

રાજ્યમાં છેલ્લા એક મહિનામાં 26 કરોડથી વધુનો મુદ્દામાલ નાગરિકોને પરત આપવાની કામગીરી થઈ હોવાનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.અમદાવાદ શહેર પોલીસ દ્વારા આયોજીત 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ અને "સાયબર સાથી- ચેટબોટનાં લોકાર્પણ કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું કે કોઈપણ નાગરિકોનો મોબાઇલ ચોરી, ઘર...