પ્રાદેશિક સમાચાર

સપ્ટેમ્બર 5, 2025 3:15 પી એમ(PM) સપ્ટેમ્બર 5, 2025 3:15 પી એમ(PM)

views 1

ચંદ્રગ્રહણને કારણે શ્રી સોમનાથ મંદિર તથા ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરોમાં દૈનિક પૂજા–આરતી યોજાશે નહીં.

ચંદ્રગ્રહણને કારણે શ્રી સોમનાથ મંદિર તથા ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરોમાં દૈનિક પૂજા–આરતી યોજાશે નહીં. મંદિર માત્ર દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે. 7 સપ્ટેમ્બરના રોજ ચંદ્રગ્રહણને પગલે, શ્રી સોમનાથ મંદિર તથા ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરોમાં મધ્યાહન પુજન-આરતી તેમજ સાયં આરતી સહિત નિત્ય પૂજા જેમાં ગંગાજળ અભિષે...

સપ્ટેમ્બર 5, 2025 3:21 પી એમ(PM) સપ્ટેમ્બર 5, 2025 3:21 પી એમ(PM)

views 3

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિક્ષક દિન નિમિત્તે આજે અમદાવાદમાં રાજ્યના શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કર્યા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિક્ષક દિન નિમિત્તે આજે અમદાવાદમાં રાજ્યના શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કર્યા. આ પ્રસંગે શ્રી પટેલે જણાવ્યુ, દેશ આઝાદીના અમૃતકાળમાં વિરાટ સપના પૂરા કરવા માટે પ્રયાસરત છે ત્યારે ડૉ. રાધાકૃષ્ણને શિક્ષણના ક્ષેત્રમાં કરેલા પ્રયાસો આપણને સૌને પ્રેરણા આપે છે. તેમણે ...

સપ્ટેમ્બર 5, 2025 8:50 એ એમ (AM) સપ્ટેમ્બર 5, 2025 8:50 એ એમ (AM)

views 3

ઈસ્લામ ધર્મનાં પૈગંમ્બર હઝરત મોહમ્મદ રસૂલલાનાં જન્મદિવસ નિમિત્તે આજે ઈદે-મિલાદ ઉજવાશે

ઈસ્લામ ધર્મનાં પૈગંમ્બર હઝરત મોહમ્મદ રસૂલલાનાં જન્મદિવસ નિમિત્તે આજે ઈદે-મિલાદ ઉજવાશે. જે અંતર્ગત આજે અમદાવાદમાં ભવ્ય જુલૂસનું આયોજન કરાયું છે. આજે બપોરે જમાલપુર દરવાજા ખાતેથી જગન્નાથ મંદિરનાં મહંત, જામા મસ્જિદનાં આલમ, કોર્પોરેશનનાં પદાધિકારીઓ તથા હિન્દુ-મુસ્લિમ સમાજનાં ધાર્મિક અગ્રણીઓ આ જુલૂસને પ્ર...

સપ્ટેમ્બર 5, 2025 8:48 એ એમ (AM) સપ્ટેમ્બર 5, 2025 8:48 એ એમ (AM)

views 7

આરોગ્ય જાગૃતિ શ્રેણી અંતર્ગત ગુજકોસ્ટ દ્વારા “સ્વસ્થ આંખો: ઉજ્જવળ ભવિષ્ય” વિષય પર કાર્યક્રમ યોજાયો

ગુજકોસ્ટ દ્વારા "સ્વસ્થ આંખો: ઉજ્જવળ ભવિષ્ય - તમારી આંખોની સંભાળ રાખો" વિષય પર આરોગ્ય જાગૃતિ વાર્તાલાપનું આયોજન કરાયું હતું. GUJCOST ના RSC અને CSC ખાતે 5 હજારથી વધુ લોકોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.આ સત્રમાં નેત્રરોગ ચિકિત્સા ક્ષેત્રના પ્રખ્યાત તબીબી નિષ્ણાતોએ ભાગ લીધો હતો, જેમણે આંખની સંભાળ અને ...

સપ્ટેમ્બર 5, 2025 8:42 એ એમ (AM) સપ્ટેમ્બર 5, 2025 8:42 એ એમ (AM)

views 5

આજે શિક્ષક દિવસ નિમિત્તે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ’ યોજાશે

આજે શિક્ષક દિવસ છે. આ દિવસ શિક્ષણવિદ અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ નિમિત્તે ઉજવવામાં આવે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં શિક્ષકોને રાષ્ટ્રીય પુરસ્કારો એનાયત કરશે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા શિ...

સપ્ટેમ્બર 5, 2025 8:40 એ એમ (AM) સપ્ટેમ્બર 5, 2025 8:40 એ એમ (AM)

views 12

વાઈબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ અંતર્ગત મુખ્યમંત્રીએ નવી દિલ્હી ખાતે રોડ-શો યોજ્યો – ઔદ્યોગિક અગ્રણીઓને ગુજરાતમાં રોકાણ માટે આમંત્રણ આપ્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી દિલ્હી ખાતે અગ્રણી ઔદ્યોગિક સંગઠનનાં પદાધિકારી તેમજ વિવિધ મંત્રાલયનાં રાજદ્વારીઓ સાથે એક રોડ-શો કર્યો હતો.ઉલ્લેખનીય છેકે 2027માં યોજાનાર વાઈબ્રન્ટ ગુજરાત સમિટ પહેલા આવતા મહિનાથી ગુજરાતનાં વિવિધ પ્રાંતોમાં વાઈબ્રન્ટ ગુજરાત રિજીનલ કોન્ફરન્સ યોજાશે. જે અંતર્ગત મુખ્યમંત્ર...

સપ્ટેમ્બર 4, 2025 7:20 પી એમ(PM) સપ્ટેમ્બર 4, 2025 7:20 પી એમ(PM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, નવા GST દરોથી સામાન્ય પરિવારની બચત અને દેશની અર્થવ્યવસ્થા મજબૂત થશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, નવા GST દરોથી સામાન્ય પરિવારની બચત અને દેશની અર્થવ્યવસ્થા મજબૂત થશે. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા શિક્ષકો સાથે સંવાદ કરતાં શ્રી મોદીએ આ મુજબ જણાવ્યુ. તેમણે જણાવ્યુ 21મી સદી આગળ વધતાં ભારતમાં GSTમાં પણ સુધારો કરાયો જેનાથી નાગરિકોની જીવન ગુણવત્તામાં વધારો અને વપરાશ તેમ...

સપ્ટેમ્બર 4, 2025 7:16 પી એમ(PM) સપ્ટેમ્બર 4, 2025 7:16 પી એમ(PM)

views 6

GST દરોમાં ઘટાડો કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને મુખ્યમંત્રી, મંત્રીઓ સહિત વેપારી મંડળોએ આવકાર્યો

રોજીંદી વસ્તુઓ અને સેવાઓ પરના GST દરોમાં ઘટાડો કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવકાર્યો છે. તેમણે જણાવ્યુ, આ સુધારાથી કરોડો મધ્યમ વર્ગના પરિવારો, ખેડૂતો, નાના વેપારીઓ અને ઉદ્યોગસાહસિકોને ફાયદો થશે. આ સાથે રાજ્યના નાણા મંત્રી કનુ દેસાઇ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલે પણ નિર્ણ...

સપ્ટેમ્બર 4, 2025 7:14 પી એમ(PM) સપ્ટેમ્બર 4, 2025 7:14 પી એમ(PM)

views 5

IIM અમદાવાદને સતત છઠ્ઠા વર્ષે શ્રેષ્ઠ મેનેજમેન્ટ સંસ્થા તરીકે સ્થાન મળ્યું

IIM અમદાવાદને સતત છઠ્ઠા વર્ષે શ્રેષ્ઠ મેનેજમેન્ટ સંસ્થા તરીકે સ્થાન મળ્યું. કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા આજે જાહેર કરાયેલ નેશનલ ઇન્સ્ટિટ્યૂશનલ રેન્કિંગ ફ્રેમવર્ક-NIRF ઇન્ડિયા રેન્કિંગ 2025માં, અમદાવાદની આ સંસ્થાને સન્માનિત કરવામાં આવી છે. આ અંગે, IIM અમદાવાદના નિયામક પ્રો. ભરત ભાસ્કરે કહ્ય...

સપ્ટેમ્બર 4, 2025 7:13 પી એમ(PM) સપ્ટેમ્બર 4, 2025 7:13 પી એમ(PM)

views 10

આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી

આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે, નર્મદા, છોટાઉદેપુર અને ભરૂચ જિલ્લાઓ માટે ભારેથી અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરાયું છે. આગામી 5 દિવસ દરમિયાન રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે અને પવનની ગતિ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાક રહેવા...