પ્રાદેશિક સમાચાર

સપ્ટેમ્બર 7, 2025 8:54 એ એમ (AM) સપ્ટેમ્બર 7, 2025 8:54 એ એમ (AM)

views 5

મહિસાગરના હાઇડ્રો પ્લાન્ટમાં સર્જાયેલી દુર્ઘટનમાં પાંચેય કર્મચારીઓના મૃતદેહ મળ્યાં

અંજતા હાઇડ્રો પાવર પ્રોજેક્ટમાં મહીસાગર નદીના પાણી અચાનક ઘૂસી જતા ડૂબી ગયેલા તમામ શ્રમિક ના મૃતદેહ મળી આવ્યા છે.મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના તાત્રોલી પાસે આવેલ અંજતા હાઇડ્રો પાવર પ્રોજેક્ટમાં ગુરુવારે બપોરે મહીસાગર નદીના પાણી અચાનક ઘૂસી જતા હાઇડ્રો પાવર પ્રોજેક્ટમાં કામ કરતા 15 કામદારો માંથી 5...

સપ્ટેમ્બર 7, 2025 8:53 એ એમ (AM) સપ્ટેમ્બર 7, 2025 8:53 એ એમ (AM)

views 5

પાવાગઢમાં સર્જાયેલી રોપવે દૂર્ઘટનાની તપાસ માટે રચાચેલી ટેકનિકલ તપાસ સમિતિ સરકારને તપાસ અહેવાલ રજૂ કરશે

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાંથી નીજ મંદિર સુધી બાંધકામ માટેની સાધન સામગ્રી લઈ જવા તૈયાર કરાયેલા ઉડનખટોલાના તાર તૂટી જતાં છ લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં 2 લિફ્ટ સંચાલક, 2 શ્રમિક અને અન્ય બે લોકોએ જીવ ગુમાવ્યા છે.આ ઘટનાના ચોક્કસ કારણો જાણવા માટે ટૅક્નિકલ ટુકડી દ્વારા તપાસ હાથ ધરાઈ હોવાનું સરકારના...

સપ્ટેમ્બર 6, 2025 7:25 પી એમ(PM) સપ્ટેમ્બર 6, 2025 7:25 પી એમ(PM)

views 4

ભગવાન ગણેશજીની મૂર્તિઓના વિસર્જન સાથે આજે ગણેશોત્સવ સંપન્ન

રાજ્યભરમાં 10 દિવસના ગણેશોત્સવ આજે ભગવાન ગણેશજીની મૂર્તિઓના વિસર્જન સાથે સંપન્ન થયો. વિસર્જનને પગલે વહીવટીતંત્ર દ્વારા સુસજ્જ તૈયારીઓ કરવામાં આવી છે. આજે અનંત ચતુર્થીના દિવસે ભરૂચમાં સવારથી જ ભક્તોએ ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરી બાપ્પાને વિદાય આપી. સાબરકાંઠામાં ભક્તોએ ડી.જે. અને ગરબાના તાલે આજે ગણપતિ...

સપ્ટેમ્બર 6, 2025 7:24 પી એમ(PM) સપ્ટેમ્બર 6, 2025 7:24 પી એમ(PM)

views 6

પાવાગઢમાં ઉડનખટોલાના તાર તૂટી જતાં છ લોકોના મોત.

પાવાગઢમાં ઉડનખટોલાના તાર તૂટી જતાં છ લોકોના મોત થયાના અહેવાલ છે. પંચમહાલના અમારા પ્રતિનિધિ વિપુલ પૂરોહિત જણાવે છે, સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાંથી નીજ મંદિર સુધી બાંધકામ માટેની સાધન સામગ્રી લઈ જવા તૈયાર કરાયેલા ઉડનખટોલાના તાર તૂટી જતાં આ દુર્ઘટના સર્જાઈ. તેના કારણે 2 લિફ્ટ સંચાલક, 2 શ્રમિક અને અન્ય...

સપ્ટેમ્બર 6, 2025 7:21 પી એમ(PM) સપ્ટેમ્બર 6, 2025 7:21 પી એમ(PM)

views 4

રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનો પુરસ્કાર મેળવનારા શિક્ષકો S.T.ની બસમાં આજીવન નિઃશુલ્ક મુસાફરી કરી શકશે

રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનો પુરસ્કાર મેળવનારા શિક્ષકો S.T. નિગમની તમામ પ્રકારની બસમાં આજીવન નિઃશુલ્ક મુસાફરી કરી શકશે. ગુજરાત રાજ્ય ઍવોર્ડી ટીચર ફૅડરેશન દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ અંગે રજૂઆત કરાતા સરકારે આ નિર્ણય કર્યો છે. અત્યાર સુધીના 957 જેટલા રાજ્ય અને રાષ્ટ્રીય પુરસ્કા...

સપ્ટેમ્બર 6, 2025 7:20 પી એમ(PM) સપ્ટેમ્બર 6, 2025 7:20 પી એમ(PM)

views 23

ગુજરાત વિધાનસભા સત્રના પહેલા દિવસે પ્રશ્નોત્તરી અને શોકદર્શક ઠરાવ રજૂ કરાશે

ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્ર પહેલા આજે કામકાજ સલાહકાર સમિતિની બેઠક યોજાઈ. સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, બેઠકમાં વિધાનસભા ગૃહ માટેના કામકાજની ચર્ચા થઈ. સત્રના પહેલા દિવસે પ્રશ્નોત્તરી અને શોકદર્શક ઠરાવ કરાશે અને પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ અપાશે. બીજા દિવસે “ઑપર...

સપ્ટેમ્બર 6, 2025 4:49 પી એમ(PM) સપ્ટેમ્બર 6, 2025 4:49 પી એમ(PM)

views 4

રાજ્યભરમાં 10 દિવસના ગણેશ ચતુર્થીનો ઉત્સવ આજે ભગવાન ગણેશજીની મૂર્તિઓના વિસર્જન સાથે સંપન્ન થયો

રાજ્યભરમાં 10 દિવસના ગણેશ ચતુર્થીનો ઉત્સવ આજે ભગવાન ગણેશજીની મૂર્તિઓના વિસર્જન સાથે સંપન્ન થયો. તમામ જિલ્લામાં ભક્તો ભક્તિભાવપૂર્વક દૂંદાળા દેવને વિદાય આપી રહ્યા છે. તાપી જિલ્લામાં ભક્તો દ્વારા તૈયાર કરાયેલી 700થી વધુ ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરાશે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા કડ...

સપ્ટેમ્બર 6, 2025 9:30 એ એમ (AM) સપ્ટેમ્બર 6, 2025 9:30 એ એમ (AM)

views 14

અંબાજી ખાતે અત્યાર સુધીમાં 30 લાખ જેટલા ભક્તોએ માતાના ચરણોમાં શિશ ઝુકાવ્યું, સફાઇકર્મીઓ ઉપર પુષ્પ વર્ષા કરાઇ

ભાદરવી પૂનમના મહામેળામાં લાખો શ્રદ્ધાળુઓ અંબાજીના દર્શન કરી રહ્યા છે, ગઇકાલે મેળાના પાચમાં દિવસે 30 લાખથી વધુ ભક્તોએ માંના દર્શન કર્યા હતા.અંબાજીમાં સૌ પ્રથમવાર 400 ડ્રોન થકી ભવ્ય ડ્રોન લાઇટ શો યોજાયો. જેમાં અંબાજી માતાજીની આકૃતિ, ત્રિશૂળ અને શક્તિના પ્રતીકો જેવી અદ્દભુત રચનાઓ બની હતી. ડ્રોનના દૃશ્ય...

સપ્ટેમ્બર 6, 2025 8:43 એ એમ (AM) સપ્ટેમ્બર 6, 2025 8:43 એ એમ (AM)

views 6

તાપીના ઉકાઇ ડેમના 12 દરવાજા ખોલાતા 27 ગામોને એલર્ટ કરાયા, પાણીની આવક ઘટતાં નર્મદા બંધના આઠ દરવાજા બંધ કરાશે

રાજ્યના અનેક વિસ્તારોમાં ગઇકાલે મોડી સાંજથી રાત સુધી ધોધમાર વરસાદ વરસવાના અહેવાલ છે.ગાંધીનગર ખાતેથી જાહેર થયેલા અહેવાલ અનુસાર ગઇકાલે સવારના છ વાગ્યાથી પૂરા થતા 24 કલાક દરમિયાન રાજ્યના 198 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. જેમાં તાપીના ડોલવણમાં સાડા છ ઇંચ કરતાં વધુ જ્યારે સુરતના બારડોલીમાં પાંચ ઇંચ કરતાં ...

સપ્ટેમ્બર 6, 2025 8:41 એ એમ (AM) સપ્ટેમ્બર 6, 2025 8:41 એ એમ (AM)

views 4

આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રાજ્યમાં ગણેશ વિસર્જન, સમયસર વિસર્જન માટે નિકળી સહકાર આપવા પોલીસની લોકોને અપીલ

આજે અનંત ચતુરદશી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે ગણેશ વિસર્જન કરાશે. રાજયભરમાં ભક્તો આજે અબીલ ગુલાલની છોળો અને ડીજેના તાલે દુંદાળા દેવને વિદાય આપશે.અમદાવાદમા ગણેશ વિસર્જન માટે 40 જગ્યાએ 49 કુંડ બનાવવામાં આવ્યા છે. આ કુંડ પર 50 ક્રેન, 50 જેસીબી, 50 ટ્રક મુકાયા છે આ સાથે ફૂલ માળા, શણગાર તથા પૂજાપાન...