પ્રાદેશિક સમાચાર

ઓક્ટોબર 18, 2025 7:57 પી એમ(PM)

views 45

GSRTCના તમામ કર્મચારીઓને 10 હજાર રૂપિયા તહેવાર પેશગી રકમ અપાશે

રાજ્ય સરકારે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ – GSRTCના તમામ કર્મચારીઓને 10 હજાર રૂપિયા તહેવાર પેશગી રકમ આપવાનો નિર્ણય કર્યો છે. અગાઉ માત્ર ફિક્સ પગારના કર્મચારીઓને પાંચ હજાર રૂપિયા સુધી પેશગી એટલે કે, અગાઉથી અપાતું મહેનતાણું અપાતું હતું, પરંતુ હવે નિગમના તમામ કર્મચારીઓને 10 હજાર રૂપિયાની સહાય અપાશે. ...

ઓક્ટોબર 18, 2025 7:57 પી એમ(PM)

views 90

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત સરકારના નવનિયુક્ત મંત્રીઓએ વિધિવત્ રીતે કાર્યભાર સંભાળ્યો

રાજ્ય સરકારના નવનિયુક્ત મંત્રીઓએ આજે ધનતેરસના પાવન દિવસે પોતપોતાની કચેરીમાં વિધિવત્ પ્રવેશ કરી કાર્યભાર સંભાળ્યો છે. હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં સ્વર્ણિમ્ સંકુલ એક ખાતે વિધિવત્ રીતે નાયબ મુખ્યમંત્રી પદનો કાર્યભાર સંભાળ્યો. આ પહેલાં તેમણે ભગવાનના દર્શન કરી રાજ્યની પ્રગતિ અને જનસુખાકારી માટે પ્રાર્થના કરી...

ઓક્ટોબર 18, 2025 3:06 પી એમ(PM)

views 17

અમદાવાદમાં ચાલતી અમદાવાદ મહાનગર પરિવહન સેવા- AMTSમાં લોકો આજથી 20 ઓક્ટોબર ત્રણ દિવસ નિઃશુલ્ક મુસાફરી કરી શકશે

અમદાવાદમાં ચાલતી અમદાવાદ મહાનગર પરિવહન સેવા- AMTSમાં લોકો આજથી 20 ઓક્ટોબર ત્રણ દિવસ નિઃશુલ્ક મુસાફરી કરી શકશે. દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખી અને સ્વદેશી ઝૂંબેશ હેઠળ ખરીદીને પ્રોત્સાહન આપવા આ જાહેરાત કરવામાં આવી છે.

ઓક્ટોબર 18, 2025 3:03 પી એમ(PM)

views 16

રાજ્ય સરકારે માર્ગ મકાન વિભાગને વિવિધ યોજના હેઠળ 124 કામ માટે સાત હજાર 737 કરોડ રૂપિયા ફાળવવાનો નિર્ણય કર્યો છે

રાજ્ય સરકારે માર્ગ મકાન વિભાગને વિવિધ યોજના હેઠળ 124 કામ માટે સાત હજાર 737 કરોડ રૂપિયા ફાળવવાનો નિર્ણય કર્યો છે. સત્તાવાર યાદી મુજબ, ભારે ટ્રાફિક ધરાવતા માર્ગોને વધુ સરળ, સલામત અને ઝડપી વાહનવ્યવહાર યોગ્ય રાખવા 809 કિલોમીટર લંબાઈના નવ ગરવી ગુજરાત હાઈ-સ્પીડ કૉરીડોરનું પણ પાંચ હજાર 576 કરોડ રૂપિયાના ખર...

ઓક્ટોબર 18, 2025 3:02 પી એમ(PM)

views 13

વન અને પર્યાવરણ, આબોહવા પરિવર્તન અને વાહન વ્યવહાર રાજ્યમંત્રી પ્રવિણકુમાર માળીએ આજે યાત્રાધામ અંબાજીમાં માતાજીના દર્શન કર્યા

વન અને પર્યાવરણ, આબોહવા પરિવર્તન અને વાહન વ્યવહાર રાજ્યમંત્રી તથા બનાસકાંઠા ડીસાના ધારારાસભ્ય પ્રવિણકુમાર માળીએ આજે યાત્રાધામ અંબાજીમાં માતાજીના દર્શન કર્યા. તેમણે રાજ્યની શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. માધ્યમો સાથે વાત કરતાં તેમણે વિકસિત ભારત 2047ના સ્વપ્નને સાકાર કરવા સૌને સાથ...

ઓક્ટોબર 18, 2025 2:59 પી એમ(PM)

views 34

રાજ્યમાં નવા મંત્રીમંડળના સભ્યોએ આજે ધનતેરસના પાવન દિવસથી કાર્યભાર સંભાળ્યો છે

રાજ્યમાં નવા મંત્રીમંડળના સભ્યોએ આજે ધનતેરસના પાવન દિવસથી કાર્યભાર સંભાળ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પૂજા-અર્ચના કર્યા બાદ કાર્યભાર સંભાળ્યો. આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, નેતાઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત કૅબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, જીતુ વાઘાણી અને ડૉક્ટર પ્રદ્યુમન વાજા...

ઓક્ટોબર 18, 2025 2:59 પી એમ(PM)

views 31

દેશભરમાં આજે ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આજથી દિવાળીના ઉત્સવનો પ્રારંભ થયો છે

દેશભરમાં આજે ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આજથી દિવાળીના ઉત્સવનો પ્રારંભ થયો છે. ધનતેરસને ધન ત્રયોદશી અને ધન્વંતરિ જયંતિ પણ કહેવામાં આવે છે. આ શુભ દિવસે લોકો ભગવાન ધન્વંતરિ, ભગવાન કુબેર અને લક્ષ્મી માતાજીની પૂજા કરે છે અને સોના કે ચાંદીની વસ્તુઓ તથા નવા વાસણ ખરીદવા માટે આજનો દિવસ શુભ માનવામ...

ઓક્ટોબર 18, 2025 9:53 એ એમ (AM)

views 22

રાજ્યભરમાં ભગવાન ધન્વંતરિ અને માતા લક્ષ્મીની પૂજા-અર્ચના સાથે ધનતેરસની ઉજવણી

આજે રાજ્યભરમાં ધનતેરસની ઉજવણી કરાશે. આજના દિવસે માતા લક્ષ્મી અને આરોગ્યના દેવતા ભગવાન ધન્વંતરિની પૂજા કરાય છે. રાજ્યના નાગરિકોના દિર્ઘાયુ માટે ડૉક્ટર સેલ દ્વારા તમામ જિલ્લા અને મહાનગરના કાર્યાલય ખાતે આજે ભગવાન ધન્વંતરિની પૂજા-અર્ચના કરાશે. ધન્વંતરિ જયંતી નિમિત્તે આયોજિત આ કાર્યક્રમ બપોરે ત્રણ-થી પાં...

ઓક્ટોબર 18, 2025 9:53 એ એમ (AM)

views 17

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે દિવાળીના તહેવાર દરમિયાન મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને સલામતીની વિશેષ વ્યવસ્થા કરી

પશ્ચિમ રેલવે દ્વારા દિવાળીના તહેવાર દરમિયાન યાત્રિઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખી વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ, અસારવા, સાબરમતી અને ગાંધીધામ મથક પર વિશેષ વ્યવસ્થા રહેશે. આ મથકો પર 24 કલાક સાતેય દિવસ અધિકારીઓની દેખરેખ હેઠળ વ્યાપક દેખરેખ રહેશે.અમદાવાદ મથક પર મુસાફરોની સુવિધા માટે સરસપુર તરફ ત્રણ હ...

ઓક્ટોબર 18, 2025 9:51 એ એમ (AM)

views 29

આજથી ત્રણ દિવસ માટે AMTS બસમાં નાગરિકો નિઃશુલ્ક મુસાફરી કરી શકશે

આજે વહેલી સવારથી અમદાવાદ મહાનગર પરિવહન સેવા-AMTSમાં લોકો નિશુલ્ક મુસાફરીનો લાભ લઈ રહ્યા છે. આજથી આગામી 20 ઓક્ટોબર એમ ત્રણ દિવસ લોકો નિઃશુલ્ક મુસાફરી કરી શકશે. દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખી અને સ્વદેશી ઝૂંબેશ હેઠળ ખરીદીને પ્રોત્સાહન આપવા આ જાહેરાત કરવામાં આવી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.