પ્રાદેશિક સમાચાર

ઓક્ટોબર 20, 2025 9:40 એ એમ (AM)

views 68

મુખ્યમંત્રી વિક્રમ સંવત 2082ના નૂતન વર્ષ પ્રારંભે ગાંધીનગર-અમદાવાદમાં પ્રજાજનો સાથે શુભેચ્છાનું આદાન-પ્રદાન કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિક્રમ સંવત 2082ના નૂતન વર્ષ પ્રારંભે ગાંધીનગર-અમદાવાદમાં પ્રજાજનો સાથે શુભેચ્છાનું આદાન-પ્રદાન કરશે. દિવાળી-નૂતનવર્ષ નિમિત્તે મુખ્યમંત્રીના શુભેચ્છા-સ્નેહમિલન કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે નાગરિકો સાથે નૂતન વર્ષાભિનંદન શુભેચ્છાઓનું ...

ઓક્ટોબર 20, 2025 9:38 એ એમ (AM)

views 25

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યપાલ સાથે મુલાકાત કરીને રાજ્યની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓથી રાજ્યપાલને માહિતગાર કર્યા

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની રાજભવન ખાતે શુભેચ્છા મુલાકાત થઇ હતી.રાજ્યપાલે નાયબ મુખ્યમંત્રીનું પુષ્પગુચ્છથી સ્વાગત અને શાલ ઓઢાડી સમ્માન કર્યું હતું, તેમજ પ્રકાશના પર્વ દિપોત્સવની શુભેચ્છાઓ પાઠવી હતી.આ પ્રસંગે રાજ્યપાલે દેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત રા...

ઓક્ટોબર 20, 2025 9:33 એ એમ (AM)

views 29

દિવાળીના પર્વની શુભકામનાઓ પાઠવીને રાજ્યપાલે નાગરિકોને સ્વદેશી અપનાવવાનો સંકલ્પ કરવા અપીલ કરી

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાત અને મહારાષ્ટ્રના નાગરિકો તેમજ સમગ્ર દેશવાસીઓને દિવાળીના પર્વ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ પાઠવતાં જણાવ્યું કે, દિવાળીનો તહેવાર અંધકાર પર પ્રકાશ, અન્યાય પર ન્યાય અને નકારાત્મકતા પર સકારાત્મકતાના વિજયનું પ્રતિક છે.આ પાવન પ્રસંગે તેમણે સૌને સ્વદેશી અપનાવવાનો સંકલ્પ લેવાની ...

ઓક્ટોબર 19, 2025 7:15 પી એમ(PM)

views 19

કાયદા મંત્રાલયે ગુજરાતને નોટરીઓની સંખ્યા 2 હજાર 900થી વધારીને 6 હજાર કરવા મંજૂરી આપી

કાયદા મંત્રાલયે ગુજરાતને નોટરીઓની સંખ્યા 2 હજાર 900થી વધારીને 6 હજાર કરવા મંજૂરી આપી છે. આ ઉપરાંત રાજસ્થાન, તમિલનાડુ અને નાગાલેન્ડમાં પણ નોટરીની સંખ્યામાં વધારાને મંજૂરી આપવામાં આવી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે વસતિ વધારો, જિલ્લાઓ/તાલુકાઓની સંખ્યા અને નોટરી સેવાઓ માટેની અનુરૂપ માગને ધ્યાને રાખીને ...

ઓક્ટોબર 19, 2025 7:14 પી એમ(PM)

views 71

આજે કાળી ચૌદશે રાજ્યના વિવિધ મંદિરોમાં વિશેષ પૂજન અને હવનનું આયોજન – ગાંધીનગરના ડભોડામાં હનુમાનજીની મહાઆરતી કરવામાં આવી

આજે કાળી ચૌદસે રાજ્યના વિવિધ મંદિરોમાં વિશેષ પૂજન અને હવન કરવામાં આવી રહ્યા છે. આજે મહકાળી મા, ભૈરવનાથ, હનુમાનજી, ઘંટાકર્ણ મહાવીર તેમજ સમસ્ત રક્ષક દેવોની ઉપાસના કરવાનો દિવસ છે. ભાવનગરના પાલીતાણાના સુપ્રસિદ્ધ કાલભૈરવ પીઠ, ભૈરવનાથ મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ કાળીચૌદશ નિમિત્તે દિવ્ય મહાયજ્ઞનું ...

ઓક્ટોબર 19, 2025 7:13 પી એમ(PM)

views 18

રાજ્યના બજારોમાં દિવાળીનો માહોલ જામ્યો – ફટાકડા, કપડાં, રંગોળીની ખરીદી માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા

રાજયભરમાં દિવાળીની અંતિમ ખરીદીનો માહોલ ધીરે ધીરે જામ્યો છે. શહેરોમાં છેલ્લી ઘડીએ ખરીદીનો દોર જામતા લોકોની ભારે ભીડ ઉમટી છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જામનગર સહિત દરેક જગ્યાએ ખરીદીને કારણે બજારો વ્યસ્ત લાગી રહ્યા છે. ફટાકડાની સાથે કપડાં, વાસણ, આભૂષણ અને ઘર વખરીની ખરીદી પણ અગાઉ કરતાં સારી જોવા મળ...

ઓક્ટોબર 19, 2025 7:11 પી એમ(PM)

views 65

આગામી ચાર દિવસ દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

આગામી ચાર દિવસ દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે સુરત તાપી નવસારી વલસાડ અને ડાંગ જિલ્લામાં આજે વરસાદની શક્યતા છે જ્યારે આવતીકાલે નવસારી, ડાંગ અને વલસાડમાં વરસાદ પડી શકે છે. આગામી ચાર દિવસ ભારે વરસાદની કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નથી.

ઓક્ટોબર 19, 2025 3:35 પી એમ(PM)

views 17

મહેસાણામાં કલેક્ટર કચેરી ખાતે સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ.

મહેસાણામાં કલેક્ટર કચેરી ખાતે સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ. જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં રજૂ થયેલા વિવિધ પ્રશ્નો અંગે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો અપાયા. આ ઉપરાંત સાંસદ અને ધારાસભ્ય દ્વારા માર્ગ સમારકામ, રીસર્વે, સહિતના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. તે અંગે જિલ્લા કલેકટ...

ઓક્ટોબર 19, 2025 3:34 પી એમ(PM)

views 34

GST બચત ઉત્સવ, સમાજના તમામ વર્ગના લોકોને આપી રહ્યો છે લાભ…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરાયેલ અને 22મી સપ્ટેમ્બરથી શરૂ કરાયેલ GST બચત ઉત્સવ, સમાજના તમામ વર્ગના લોકોને લાભ આપી રહ્યો છે. ઇલેક્ટ્રોનિક ઉત્પાદનોમાં GSTમાં ઘટાડો થતાં લોકો સરકારનો આભાર માની રહ્યા છે.

ઓક્ટોબર 19, 2025 3:31 પી એમ(PM)

views 20

કચ્છના સુરજબારી પુલ નજીક શિકારપુર ચોકડી પાસે મોડી રાત્રે ભુજથી અમદાવાદ જતી ખાનગી મુસાફર બસમાં આગ લાગવાની ઘટના બની

કચ્છ જિલ્લાના સુરજબારી પુલ નજીક શિકારપુર ચોકડી પાસે મોડી રાત્રે ભુજથી અમદાવાદ જતી ખાનગી મુસાફર બસમાં આગ લાગવાની ઘટના બની હતી. જોકે ડ્રાઇવર અને સ્ટાફની સતર્કતાથી સમય રહેતા તમામ મુસાફરોને સલામત રીતે ઉતારી દેતાં મોટી જાનહાનિ ટળી હતી. ઘટનાની જાણ થતા ભચાઉ ફાયર મથકની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર ક...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.