પ્રાદેશિક સમાચાર

સપ્ટેમ્બર 12, 2025 3:43 પી એમ(PM) સપ્ટેમ્બર 12, 2025 3:43 પી એમ(PM)

views 32

મગફળીના વાવેતર અને ઉત્પાદનમાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે રહ્યું.

મગફળીના વાવેતર અને ઉત્પાદનમાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે સૌથી વધુ 22 લાખ હેક્ટર વિસ્તારમાં મગફળીના વાવેતર અને દેશના અંદાજીત કુલ ઉત્પાદનમાં 50 ટકા ફાળા સાથે રાજ્ય અગ્રેસર છે. તેમણે જણાવ્યું કે આ વર્ષે મગફળીના સામાન્ય વાવેતર વિસ્તારની સરખામણીએ 25 ટકા...

સપ્ટેમ્બર 12, 2025 10:31 એ એમ (AM) સપ્ટેમ્બર 12, 2025 10:31 એ એમ (AM)

views 8

અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણી અંતર્ગત આજે મતગણતરી

અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણીની આજે મતગણતરી થશે. આ ચૂંટણીમાં સરેરાશ 97.48 ટકા મતદાન થયું હતું, જેમાં ખંભાત, બોરસદ, કઠલાલ અને કપડવંજ બેઠક પર 100 ટકા મતદાન નોંધાયું હતું.આ ચૂંટણીમાં મતદાર વિભાગ એકની બાર બેઠક પૈકી ઠાસરા, મહેમદાવાદ, બાલાસિનોર અને વિરપુર એમ ચાર બેઠક બિનહરીફ જાહેર થઈ હતી, જેથી અન્ય આઠ ...

સપ્ટેમ્બર 12, 2025 10:30 એ એમ (AM) સપ્ટેમ્બર 12, 2025 10:30 એ એમ (AM)

views 5

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, રાજ્યના 80 ટકા લોકોનું વન નેશન વન ઇલેક્શનને સમર્થન

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, રાજ્યના 80 ટકા લોકો વન નેશન વન ઇલેક્શનને સમર્થન આપે છે. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે દિગ્વિજય દિન અંતર્ગત યોજાયેલા પૂર્વ વિદ્યાર્થી નેતા સંમેલનમાં શ્રી સંઘવી આ મુજબ જણાવ્યુ હતું. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉત્તર પ્રદેશના સાંસદ સુરેન્દ્રસિંહ નાગર પ...

સપ્ટેમ્બર 12, 2025 10:29 એ એમ (AM) સપ્ટેમ્બર 12, 2025 10:29 એ એમ (AM)

views 5

યુવા પેઢીને સરદાર પટેલના આદર્શોમાંથી પ્રેરણા લેવા કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાનો અનુરોધ

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ યુવા પેઢીને સરદાર પટેલના આદર્શોમાંથી પ્રેરણા લેવા અનુરોધ કર્યો.રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતીની ઉજવણી નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં તેમણે જણાવ્યુ કે યુવાનો સરદાર પટેલના સિદ્ધાંતો પર ચાલે તો સરકારનું 2047 સુધી વિકસિત...

સપ્ટેમ્બર 12, 2025 10:27 એ એમ (AM) સપ્ટેમ્બર 12, 2025 10:27 એ એમ (AM)

views 4

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠામાં સરકાર પૂરગ્રસ્તોની પડખે હોવાનો વિશ્વાસ અપાવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠામાં ભારે વરસાદથી પ્રભાવિત સરહદી ગામોની મુલાકાત લીધી હતી. તેમણે વાવ ખાતે રાત્રિ રોકાણ કરી ગ્રામજનો સાથે વાતચીત કરી હતી.શ્રી પટેલે ગઇકાલે સુઈગામ સામૂહિક આરોગ્ય કેન્દ્રના આશ્રય સ્થાનમાં પૂરગ્રસ્તો સાથે વાતચીત કરીને તેમને અપાતી સગવડ તેમજ પૂરથી થયેલા નુકસાનની વિગતો જાણ...

સપ્ટેમ્બર 11, 2025 7:20 પી એમ(PM) સપ્ટેમ્બર 11, 2025 7:20 પી એમ(PM)

views 4

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂરગ્રસ્ત બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લઈ રાહત-બચાવ કામગીરીની સમીક્ષા કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વરસાદથી પ્રભાવિત બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લીધી. તેમણે સૌથી વધુ અસરગ્રસ્ત સૂઇગામની મુલાકાત લઈ પરિસ્થિતિનું સ્થળ નિરીક્ષણ કરી રાહત-બચાવ અને સ્થિતિ પૂર્વવત કરવાના કામોની સમીક્ષા કરી. શ્રી પટેલે સુઈગામના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આશ્રય લઈ રહેલા ગ્રામજનોને મળી તેમને મળતી જરૂ...

સપ્ટેમ્બર 11, 2025 7:18 પી એમ(PM) સપ્ટેમ્બર 11, 2025 7:18 પી એમ(PM)

views 4

પૂરગ્રસ્ત પંજાબ માટે ગુજરાતે ખાદ્ય સામગ્રી અને જીવન જરૂરી ચીજ વસ્તુઓ વિશેષ રાહત ટ્રેન મારફતે મોકલાવી

પંજાબના પૂર પ્રભાવિત લોકોની સહાયતા માટે ગુજરાતે ખાદ્ય સામગ્રી અને જીવન જરૂરી ચીજ વસ્તુઓ વિશેષ રાહત ટ્રેન મારફતે મોકલાવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 400 ટન ખાદ્ય સામગ્રી તેમજ 70 ટન જેટલી દવાઓ સાથેની વિશેષ રાહત ટ્રેનને આજે ગાંધીનગરથી પ્રસ્થાન કરાવ્યું. આ ઉપરાંત પંજાબ અને છત્તીસગઢના પૂરગ્રસ્તોની મદ...

સપ્ટેમ્બર 11, 2025 7:17 પી એમ(PM) સપ્ટેમ્બર 11, 2025 7:17 પી એમ(PM)

views 15

રાજયમાં ગુટકા તેમજ તમાકુયુક્ત પાન-મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ ઉપર વધુ એક વર્ષનો પ્રતિબંધ

રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં ગુટકા તેમજ તમાકુ કે નિકોટીન યુક્ત પાન-મસાલા વેચાણ, સંગ્રહ અને વિતરણ પર વધુ એક વર્ષનો પ્રતિબંધ લગાવાયો છે. રાજ્યમાં ગુટકા, તમાકુ કે નિકોટીન યુક્ત પાન-મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ ઉપર ફુડ સેફટી સ્ટાન્ડર્ડ એકટ-2006 અન્વયેના નિયમો તથા તેના રેગ્યુલેશન -2011 હેઠળ 13 સપ્ટેમ્...

સપ્ટેમ્બર 11, 2025 7:14 પી એમ(PM) સપ્ટેમ્બર 11, 2025 7:14 પી એમ(PM)

views 4

અરવલ્લી જિલ્લાના બાયડ-અમદાવાદ માર્ગ પર કાર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં ત્રણના મોત

આંબલિયારા ગામ નજીક બાયડ-અમદાવાદ રોડ પર કાર અને બાઈક વચ્ચે થયેલા ગંભીર અકસ્માતમાં ત્રણ લોકોના મોત નીપજ્યાં હતા. અમારા અરવલ્લી જિલ્લાના પ્રતિનધિ અંકિત ચૌહાણ જણાવે છે કે કારસાથે બાઇકની ટક્કર થતાં બાઈકમાં આગ લાગતાં બાઈકચાલક પુરુષનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે તેમની પત્ની અને બાળકનાં સારવાર દરમિયા...

સપ્ટેમ્બર 11, 2025 7:13 પી એમ(PM) સપ્ટેમ્બર 11, 2025 7:13 પી એમ(PM)

views 6

ત્રણ દિવસ બાદ રાજયમાં વરસાદનું જોર વધશે

ત્રણ દિવસ બાદ રાજયમાં વરસાદનું જોર વધશે. 14 સપ્ટેમ્બરે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા અને નગર હવેલીમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. એટલે કે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધશે અને છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થવાની શક્યતા છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.