પ્રાદેશિક સમાચાર

ઓક્ટોબર 27, 2025 2:21 પી એમ(PM)

views 23

રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામતાં આજે બપોરે 12 વાગ્યા સુધીમાં 150 તાલુકામાં વરસાદના અહેવાલ

રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામતાં આજે બપોરે 12 વાગ્યા સુધીમાં 150 તાલુકામાં વરસાદના અહેવાલ છે. દરમિયાન સૌથી વધુ સવા છ ઇંચ જેટલો વરસાદ અમરેલીના રાજુલા તાલુકામાં થયો છે. વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. ભાવનગરના મહુવામાં 11 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે પાલિતાણાનો શેત્રુંજી બંધ ફરી એક વાર ...

ઓક્ટોબર 27, 2025 2:26 પી એમ(PM)

views 24

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારતના આહ્વાનમાં સમુદ્રી ક્ષેત્રનો સમાવેશક વિકાસ ઘણો જરૂરી છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારતના આહ્વાનમાં સમુદ્રી ક્ષેત્રનો સમાવેશક વિકાસ ઘણો જરૂરી છે. આ માટે સમુદ્રી અમૃતકાળ સંકલ્પ 2047ની દિશામાં આપણે સાથે મળીને પ્રયાસ કરવા પડશે. મહારાષ્ટ્રના મુંબઈમાં ભારત સમુદ્રી સપ્તાહ 2025ના ઉદ્ઘાટન સમારોહને ...

ઓક્ટોબર 27, 2025 10:08 એ એમ (AM)

views 55

બિલ્ડર કમલેશ ગોંડલિયા અને અન્ય આરોપીઓ સામે છેતરપિંડીના કેસમાં લુકઆઉટ પરિપત્ર જારી

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે છેતરપિંડી અને છેતરપિંડીના કેસમાં બુક કરાયેલા તક્ષશિલા કન્સ્ટ્રક્શન ગ્રુપના માલિક કમલેશ ગોંડલિયા અને અન્ય આરોપીઓ વિરુદ્ધ લુકઆઉટ પરિપત્ર જાહેર કર્યો છે. કમલેશ ગોંડલિયા સાથે તેમના પુત્ર અને પરિવારની બે મહિલાઓ –વિરુદ્ધ અમદાવાદના વ્યવસાયી રાકેશ લાહોટીએ 17 ઑક્ટોબરે કરોડો રૂપિયાની છ...

ઓક્ટોબર 27, 2025 9:53 એ એમ (AM)

views 57

એકતા નગર ખાતે સરદાર પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણીની તડામાર તૈયારીઓ

એકતા નગર ખાતે આગામી ૩૦ અને ૩૧ ઓક્ટોબરના દિવસે સરદાર પટેલની ૧૫૦મી જન્મ જયંતિ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થનાર છે. જેના ભાગરૂપે સુરક્ષા વ્યવસ્થાની કામગીરી અને વિવિધ સમિતીઓ દ્વારા કરવામાં આવી રહેલી પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરવા dgp વિકાસ સહાયની અધ્યક્ષતામાં VV...

ઓક્ટોબર 27, 2025 9:49 એ એમ (AM)

views 31

રાજ્યમાં અકસ્માતના બે બનાવોમાં છ લોકોના મોત

રાજ્યમાં બે અલગ અલગ અકસ્માતના બનાવોમાં છ લોકોના મોત થયા છે.અમદાવાદ ભાવનગર એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાતા બે મહિલા અને એક પુરુષ સહિત ત્રણ લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે. કાર ચાલક ભાવનગર જઈ રહ્યા હતા અને હાઇવે બંધ હોવાથી બાજુમાં સિમેન્ટના બ્લોકની આડસ મુકેલ હતી જેની સાથે કાર અથડાતા અકસ્મા...

ઓક્ટોબર 27, 2025 9:48 એ એમ (AM)

views 45

રાજકક્ષાના મંત્રી તરીકેનો પદભાર સંભળતા પ્રવિણ માળીએ કહ્યું કે, શુન્ય કાર્બન ઉત્સર્જન માટેના પ્રયાસો હાથ ધરાશે

રવિવારના રોજ લાભ પાંચમના દિવસે સરકારના ત્રણ રાજ્યકક્ષાના મંત્રી મનીષા વકીલ, દર્શના વાઘેલા અને પ્રવીણ માળીએ મંત્રીપદનો પદભાર સંભાળ્યો હતો.જો કે, રવિવારની જાહેર રજા હોવા છતાં આ ત્રણ મંત્રીએ પોતાનો પદભાર સંભાળ્યો હોવાથી ગાંધીનગર સચિવાલયના સ્વર્ણિમ સંકુલ-2 આગેવાનો, નેતાઓ અને શુભેચ્છકોની ભીડથી ઉભરાઇ ગયું...

ઓક્ટોબર 26, 2025 7:30 પી એમ(PM)

views 18

મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ધોલેરા અને કચ્છમાં મેંગ્રોવ રોપણની વન વિભાગની કામગીરીને બિરદાવી-સરદાર પટેલને પણ યાદ કર્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ધોલેરા અને કચ્છમાં મેંગ્રોવ રોપણની વન વિભાગની કામગીરીને બિરદાવી છે. આકાશવાણી પર આજે મન કી બાત કાર્યક્રમની 127મી કડીમાં દેશવાસીઓને સંબોધતા શ્રી મોદીએ કહ્યું, કચ્છ જિલ્લાના કોરીક્રીકમાં મેંગ્રોવ લર્નિંગ સેન્ટર બનાવવામાં આવ્યું છે. શ્રી મોદીએ 31 ઓક્ટોબરે સરદાર પટેલની જન્મજયં...

ઓક્ટોબર 26, 2025 7:17 પી એમ(PM)

views 12

રાજકોટ અને દિલ્હી વચ્ચે આજથી બે નવી ફ્લાઇટ શરૂ- સૌરાષ્ટ્રના વેપાર અને પ્રવાસનને વેગ મળશે

આજના લાભપાંચમના પર્વથી રાજકોટ અને દિલ્હી વચ્ચે આજથી એક સાથે બે નવી ફ્લાઇટ શરૂ થઈ છે. તેની પ્રથમ ફ્લાઈટમાં કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા દિલ્હીથી રાજકોટ આવી પહોંચ્યા હતા. શ્રી માંડવિયાએ જણાવ્યું, રાજકોટ દિલ્હી વચ્ચે આ બંને ફ્લાઇટ શરૂ થતાં સૌરાષ્ટ્રના વેપાર અને પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે. તેમણે ઉ...

ઓક્ટોબર 26, 2025 7:16 પી એમ(PM)

views 8

દિવાળીના તહેવારોથી બંધ થયેલા વેપાર-ધંધા આજે લાભ પાંચમે ફરી શરૂ

આજે લાભ પાંચમ છે. દિવાળીના તહેવારોથી બંધ થયેલા વેપાર-ધંધા આજે ફરી શરૂ થયા છે. વહેલી સવારે ધાર્મિક વિધિ સાથે દુકાનો, ઉદ્યોગો, ફેક્ટરીઓ શરૂ થઈ. લાભ પાંચમને સૌભાગ્ય પંચમી, જ્ઞાન પંચમી, લાખેણી પંચમી કે કેટલાક વિસ્તારોમાં તેને શ્રી પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે. આજના દિવસે નવા વેપાર ધંધા શરૂ કરવાને ખૂબ ...

ઓક્ટોબર 26, 2025 7:15 પી એમ(PM)

views 38

સૌરાષ્ટ્ર-કચ્છમાં આજથી ભારે વરસાદની આગાહી-આજે 82 તાલુકામાં વરસાદ

હવામાન વિભાગ દ્વારા આજથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઓરેન્જ અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અત્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં LC3 સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે. તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. આવતીકાલે અમરેલી ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.