પ્રાદેશિક સમાચાર

જાન્યુઆરી 16, 2026 3:15 પી એમ(PM)

views 9

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ભાવનગરના પ્રવાસ દરમિયાન વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ભાવનગરના પ્રવાસ દરમિયાન વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સૌથી પહેલા તેઓ ઝવેરચંદ મેઘાણી સભાગૃહ ખાતે ભાવનગર મહાનગરપાલિકાના અંદાજે 156 કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ત્યારબાદ તેઓ જવાહર મેદાનમાં નિઃશુલ્ક દિવ્યાંગ સાધન સહાય શિબિરની મુલાકાત લેશે....

જાન્યુઆરી 16, 2026 3:14 પી એમ(PM)

views 6

અરવલ્લી જિલ્લા વહીવટી તંત્રએ લોકોની શારીરિક તંદુરસ્તી અને પર્યાવરણ જાગૃતિ અંગે સન્ડે ઑન સાઈકલ મુહીમ શરૂ કરી

અરવલ્લી જિલ્લા વહીવટી તંત્રએ લોકોની શારીરિક તંદુરસ્તી અને પર્યાવરણ જાગૃતિ અંગે સન્ડે ઑન સાઈકલ મુહીમ શરૂ કરી છે. એક વર્ષ પહેલા 40 કિલોમીટરથી શરૂ થયેલી આ સાઈકલયાત્રા 150 કિલોમીટર સુધી પહોંચી છે. સાઈકલ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાય છે.

જાન્યુઆરી 16, 2026 3:13 પી એમ(PM)

views 3

કચ્છમાં આજે ફરી ભૂકંપના સામાન્ય આંચકાઓ અનુભવાયા હતા.

કચ્છમાં આજે ફરી ભૂકંપના સામાન્ય આંચકાઓ અનુભવાયા હતા. અમારા પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે, સવારે પાંચ વાગ્યેને 47 મિનિટે આવેલા ભૂકંપનું કેન્દ્ર બિન્દુ રાપરના ખેંગારપર નજીક નોંધાયું હતું. જ્યારે રેક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા બે પૂર્ણાંક પાંચની માપવામાં આવી હતી.

જાન્યુઆરી 16, 2026 3:12 પી એમ(PM)

views 3

કચ્છના રણમાં સેનાના જવાનો દ્વારા આ વર્ષે પણ સાહસિક લૅન્ડ યોટિંગ અભિયાનનો આરંભ કરાયો.

કચ્છના રણમાં સેનાના જવાનો દ્વારા આ વર્ષે પણ સાહસિક લૅન્ડ યોટિંગ અભિયાનનો આરંભ કરાયો છે. 78-મા ભારતીય સેના દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત આ સાહસિક અભિયાન આગામી 20 જાન્યુઆરી સુધી ચાલશે. તેમાં સેનાના 21 જવાન 400 કિલોમીટરનું અંતર કાપશે. અભિયાન દરમિયાન જવાનો રણની કઠિન ભૌગોલિક પરિસ્થિતિઓનો અનુભવ કરશે. તેમજ...

જાન્યુઆરી 16, 2026 3:12 પી એમ(PM)

views 12

મહેસાણા જિલ્લામાં ઉત્તરાયણ પર્વમાં 108 ઇમરજન્સી ઍમ્બુલેન્સ સેવામાં અકસ્માતના 45 કેસ નોંધાયા.

મહેસાણા જિલ્લામાં ઉત્તરાયણ પર્વમાં 108 ઇમરજન્સી ઍમ્બુલેન્સ સેવામાં અકસ્માતના 45 કેસ નોંધાયા. જ્યારે ધાબા પરથી પડવા અને દોરીથી ઇજાગ્રસ્ત થયાના 43 કેસ નોંધાયા છે. જ્યારે વિસનગરમાં 43 પક્ષી ઇજાગ્રસ્ત અને ત્રણ કબૂતરના મોત થયાના અહેવાલ છે.

જાન્યુઆરી 16, 2026 3:11 પી એમ(PM)

views 11

ગાંધીનગરમાં આવતીકાલે મહિલા રોજગાર ભરતીમેળો અને સ્વરોજગાર શિબિર યોજાશે.

ગાંધીનગરમાં આવતીકાલે મહિલા રોજગાર ભરતીમેળો અને સ્વરોજગાર શિબિર યોજાશે. ઉમા આર્ટ્સ અને નાથીબા કોમર્સ મહિલા કોલેજ, સેક્ટર-૨૩, ખાતે યોજાનાર આ મેળામાં ખાનગી ક્ષેત્રની કંપનીઓ દ્વારા વિવિધ જગ્યાઓ પર સીધી ભરતી કરાશે. જેમાં ૧૮ થી ૩૫ વર્ષની વયના ધોરણ ૮, ૧૦, ૧૨ પાસ, ડિપ્લોમા, આઈ.ટી.આઈ., કોઈ પણ સ્નાતક કક્ષાનાં...

જાન્યુઆરી 16, 2026 3:17 પી એમ(PM)

views 8

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં એક દિવસની કલેક્ટર પરિષદનો પ્રારંભ કરાવ્યો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં એક દિવસની કલેક્ટર પરિષદનો પ્રારંભ કરાવ્યો. તેમાં i-ORA એટલે કે, સંકલિત ઑનલાઈન મહેસુલી અરજી – ઈ ધરા સહિતની કામગીરીની સમીક્ષા અને વિગતવાર ચર્ચા કરાશે. તેમજ મહેસુલ વિભાગના વિવિધ પ્રગતિ હેઠળના કામ અને ભાવિ આયોજન, જમીનને લગતી કામગીરી અને સંકલિત કાયદા તથા ઠરાવ, પડતર...

જાન્યુઆરી 16, 2026 9:54 એ એમ (AM)

views 20

પોરબંદરમાં કરુણા અભિયાન અંતર્ગત 58 પશુ-પક્ષીના જીવ બચાવાયા

પોરબંદરમાં કરુણા અભિયાન અંતર્ગત પશુપાલન નિયામક વિભાગ દ્વારા 6 એમ્બ્યુલન્સ મુકી 58 પશુ-પક્ષીના જીવ બચાવાયા હતા. મકરસંક્રાંતિ નિમિતે પતંગના દોરથી પશુ-પક્ષીઓ ઇજાગ્રસ્ત બનતા હોય છે, અને આવા ઇજાગ્રસ્ત પશુ-પક્ષીની સારવાર માટે રાજ્ય સરકાર દ્વારા કરુણા અભિયાન ચલાવવામાં આવે છે, ત્યારે પોરબંદરના પશુ પાલન વિભા...

જાન્યુઆરી 16, 2026 9:52 એ એમ (AM)

views 17

વલસાડમાં ક્રાઈમ બ્રાન્ચે નકલી ચલણી નોટ રેકેટનો પર્દાફાશ કરી આરોપીની ધરપકડ કરી

વલસાડમાં ક્રાઈમ બ્રાન્ચે નકલી ચલણી નોટ રેકેટનો પર્દાફાશ કરી એક મહિલા સહિત બે આરોપીની ધરપકડ કરી છે. LCBએ વાપીના હરિયા પાર્ક વિસ્તારમાં એક ફ્લેટમાંથી નકલી નોટ છાપવાની કામગીરી પકડી પાડી 24 લાખ 70 હજાર રૂપિયાની નકલી નોટો જપ્ત કરવામાં આવી હતી.

જાન્યુઆરી 16, 2026 9:50 એ એમ (AM)

views 9

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં આદિ શંકરાચાર્ય ગ્રંથાવલીની ગુજરાતી ભાષાની આવૃતિનું વિમોચન કર્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આદિ શંકરાચાર્ય ગ્રંથાવલીનું અમદાવાદ ખાતે વિમોચન કર્યું હતું.આ પ્રસંગે શ્રી શાહે જણાવ્યું હતું કે, 117 વર્ષ જૂની ‘સસ્તું સાહિત્ય’ સંસ્થા ફરી બેઠી થઈ, આગામી 50 વર્ષ સુધી જ્ઞાન પીરસતી રહેશે. સસ્તું સાહિત્ય દ્વારા ‘આદિ શંકર સમગ્ર’ ગ્રંથાવલીનું વિમોચન કરાયું છે, જે ગુજરાતી સ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.