પ્રાદેશિક સમાચાર

સપ્ટેમ્બર 19, 2025 9:08 એ એમ (AM) સપ્ટેમ્બર 19, 2025 9:08 એ એમ (AM)

views 7

રાજ્યમાં અત્યાર સુધીમાં 97 ટકા ખરિફ પાકનું વાવેતર કરાયું

રાજ્યમાં ચોમાસાની આ મોસમમાં સાર્વત્રિક વરસાદને લઈ અત્યાર સુધી કુલ સરેરાશ વરસાદ 108 ટકાથી વધુ નોંધાયો છે. તેના કારણે રાજ્યમાં 97 ટકાથી વધુ વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર થયું છે. સત્તાવાર યાદી મુજબ, રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવરબંધમાં 93 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. બીજી તરફ, રાજ્યના કુલ 206માંથી 14...

સપ્ટેમ્બર 19, 2025 9:07 એ એમ (AM) સપ્ટેમ્બર 19, 2025 9:07 એ એમ (AM)

views 17

અમદાવાદ અને રાજકોટમાં નવરાત્રી દરમિયાન રાત્રીના બાર વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડવાનું જાહેરનામું પ્રસિધ્ધ

અમદાવાદ અને રાજકોટ સહિતના શહેરમાં નવરાત્રી દરમિયાન રાત્રે 12 વાગ્યા પછી માઇક તથા લાઉડ સ્પીકર ચાલુ ન રાખવા અંગેનું જાહેરનામું પ્રસિધ્ધ કરાયું છે.આ અંગે અમદાવાદ અને રાજકોટ પોલીસ કમિશ્નર દ્વારા જાહેર હુકમ ફરમાવવામાં આવ્યો છે. જે અંતર્ગત 22 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન રાત્રીના 12 વાગ્યા બાદ નવરાત્રી ત...

સપ્ટેમ્બર 19, 2025 9:06 એ એમ (AM) સપ્ટેમ્બર 19, 2025 9:06 એ એમ (AM)

views 5

નવમી આંતરરાષ્ટ્રીય ધર્મ-ધમ્મ પરિષદનો અમદાવાદમાં પ્રારંભ કરાવતાં રાજ્યપાલ

અમદાવાદમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અને ઇન્ડિયા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત ૯મી આંતરરાષ્ટ્રીય ધર્મ-ધમ્મ પરિષદનો પ્રારંભ થયો હતો.‘કર્મ, પુનઃજન્મ, દેહાંતરણ અને અવતાર સિદ્ધાંત’ની થીમ પર આધારિત આ આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન કરતાં રાજ્યપાલે આચાર્ય દેવવ્રતે કહ્યું કે, ‘ધર્મ’ અને ‘ધમ્...

સપ્ટેમ્બર 19, 2025 9:05 એ એમ (AM) સપ્ટેમ્બર 19, 2025 9:05 એ એમ (AM)

views 3

ભાવનગરમાં આવતીકાલની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત દરમિયાન યોજનારા રોડ’ શો માટેની તૈયારીઓ પૂર્ણ

ભાવનગરમાં આવતીકાલના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી રહ્યા છે ત્યારે શહેરને શણગારવામાં આવ્યું છે. સમગ્ર કાર્યક્રમ અંગે કેન્દ્રીય રાજ્ય કક્ષાના મંત્રી નીમુબેન બાંભણિયા સહિતના સ્થાનિક નેતાઓએ પત્રકાર પરિષદ યોજી વિગતો આપી હતી.જેમાં આવતીકાલના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એરપોર્ટ ખાતે આવશે અને મહિલા ક...

સપ્ટેમ્બર 18, 2025 8:16 પી એમ(PM) સપ્ટેમ્બર 18, 2025 8:16 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી લોથલ ખાતે નિર્માણ પામી રહેલા રાષ્ટ્રીય દરિયાઈ વારસા સંગ્રહાલયની કામગીરીની સમીક્ષા કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ શનિવારે અમદાવાદના લોથલ ખાતે રાષ્ટ્રીય દરિયાઈ વારસો સંકુલ- NMHC પરિયોજના અંગે સમીક્ષા બેઠક અને નિરીક્ષણ કરશે. શ્રી મોદીના “વિરાસત ભી વિકાસ ભી”ના ધ્યેયને સાકાર કરતી આ પરિયોજના અંદાજે ચાર હજાર 500 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થશે. સાંભળીએ એક અહેવાલ. ઐતિહાસિક સિંધુ સંસ્કૃતિના ઇ...

સપ્ટેમ્બર 18, 2025 8:15 પી એમ(PM) સપ્ટેમ્બર 18, 2025 8:15 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે ગુજરાતની મુલાકાતે – ભાવનગરમાં વિવિધ વિકાસકામોનાં શુભારંભ કરાવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ શનિવારે રાજ્યના પ્રવાસે આવશે. તેઓ ભાવનગર અને અમદાવાદની મુલાકાત લેશે. તેમના આગમનને લઈ ભાવનગરમાં તડામાર તૈયારી ચાલી રહી છે. ત્યારે આજે ધારાસભ્ય જીતુ વાઘાણીએ મહિલા મહાવિદ્યાલયથી રૂપાણી વર્તુળ સુધી પ્રધાનમંત્રીના રોડ શૉ માર્ગનું નિરીક્ષણ કર્યું. ભાવનગરમાં ભારતીય જનતા પાર્ટી ...

સપ્ટેમ્બર 18, 2025 10:07 એ એમ (AM) સપ્ટેમ્બર 18, 2025 10:07 એ એમ (AM)

views 6

યાત્રી સેવા દિવસના ભાગ રૂપે ટર્મિનલ પર બાળકો દ્વારા ચિત્રો દોરી વિચારોને જીવંત બનાવાયા

યાત્રી સેવા દિવસના ભાગ રૂપે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથકના ટર્મિનલ પર બાળકો દ્વારા ચિત્રો દોરી વિચારોને જીવંત બનાવાયા. બાળકો દ્વારા ટર્મિનલને ગર્વ અને આનંદના રંગોથી ભરી દેવાયું

સપ્ટેમ્બર 18, 2025 9:16 એ એમ (AM) સપ્ટેમ્બર 18, 2025 9:16 એ એમ (AM)

views 4

વડોદરામાં કાર્યરત GIRDA ત્રણ વર્ષમાં 10 કરોડ રૂપિયાથી વધુની આવક સાથે વિશ્વસનીય રાષ્ટ્રીય પ્રયોગશાળા તરીકે ઉભરી

વડોદરામાં કાર્યરત ગુજરાત ઔદ્યોગિક સંશોધન અને વિકાસ સંસ્થા-GIRDA ત્રણ વર્ષમાં 10 કરોડ રૂપિયાથી વધુની આવક સાથે એક વિશ્વસનીય રાષ્ટ્રીય પ્રયોગશાળા તરીકે ઉભરી આવી. આ સંસ્થા વિવિધ ઔધોગિક ઉત્પાદનોની ચકાસણી ઉપરાંત પીવાના પાણીની પાઇપલાઇનની ગુણવતા ચકાસણીની કામગીરી કરે છે.રાજ્ય સરકારના અનુદાનમાં 7 કરોડ 21 લાખ ...

સપ્ટેમ્બર 18, 2025 9:15 એ એમ (AM) સપ્ટેમ્બર 18, 2025 9:15 એ એમ (AM)

views 7

લઘુત્તમ ટેકાના ભાવની ખરીદીમાં એરંડાના પાકનો સમાવેશ કરવા કૃષિ મંત્રી રાઘવજી પટેલની કેન્દ્ર સરકારને ભલામણ

કૃષિ મંત્રી રાઘવજી પટેલે નવી દિલ્હી ખાતે યોજાયેલી “નેશનલ કોન્ફરન્સ ઓન એગ્રીકલ્ચર ફોર રબી કેમ્પઇન-૨૦૨૫”માં કેટલાક મહત્વના સૂચના કર્યા. દેશના 80 ટકા એરંડાનું ઉત્પાદન ગુજરાતમાં થતું હોવાથી તેમણે લઘુત્તમ ટેકાના ભાવની ખરીદીમાં એરંડાના પાકનો સમાવેશ કરવા કેન્દ્ર સરકારને ભલામણ કરી છે.શ્રી પટેલે ટેકાના ભાવે ...

સપ્ટેમ્બર 18, 2025 9:14 એ એમ (AM) સપ્ટેમ્બર 18, 2025 9:14 એ એમ (AM)

views 4

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે દેશની સૌપ્રથમ સુરત ગ્રીન વ્હીકલ નિતિ-2025નો શુભારંભ કરાવ્યો

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે ગઇકાલે દેશની સૌપ્રથમ સુરત ગ્રીન વ્હીકલ નિતિ-2025નો શુભારંભ કરાવ્યો. સુરતમાં પ્રદૂષણમુક્ત પરિવહન સુવિધાને પ્રોત્સાહિત કરવા અને શહેરને ઈ-મોબિલિટીમાં દેશભરમાં અગ્રણી શહેર બનાવવા સુરત મહાનગરપાલિકાએ આ નીતિ લાગુ કરી છે. આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના...