પ્રાદેશિક સમાચાર

સપ્ટેમ્બર 19, 2025 7:38 પી એમ(PM) સપ્ટેમ્બર 19, 2025 7:38 પી એમ(PM)

views 10

કચ્છ જિલ્લાનું ધોરડો રાજ્યનું ચોથું સોલાર વિલેજ બન્યું

કચ્છ જિલ્લાનું ધોરડો રાજ્યનું ચોથું સોલાર વિલેજ બન્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ભાવનગર ખાતેથી આ સોલર વિલેજનું લોકાર્પણ કરશે. પ્રધાનમંત્રી સૂર્યઘર મુફ્ત બીજલી યોજના હેઠળ ધોરડો ગામના 100 ટકા રહેણાંક હેતુના વીજજોડાણોનું સોલરાઇઝેશન કરાયું છે. આ પ્રોજેક્ટ થકી ધોરડોના 81 રહેણાંક ઘરો માટે 17...

સપ્ટેમ્બર 19, 2025 7:37 પી એમ(PM) સપ્ટેમ્બર 19, 2025 7:37 પી એમ(PM)

views 6

કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ માંડવિયાએ રાજકોટ ખાતેથી વેરાવળ-જબલપુર એક્સપ્રેસ ટ્રેન અને 7 જોડી ટ્રેનોના સ્ટોપેજનો શુભારંભ કરાવ્યો

કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ માંડવિયા આજે રાજકોટની મુલાકાતે હતા. તેમણે નવાગઢ રેલવે મથકેથી વેરાવળ-જબલપુર એક્સપ્રેસ ટ્રેનને લીલીઝંડી આપી વિવિધ મથકો પર મળેલા 7 જોડી ટ્રેનોના વધારાના સ્ટોપેજનો શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે શ્રી માંડવિયાએ જણાવ્યુ, આ ટ્રેનોના સ્ટોપેજથી જેતપુરના રંગકામ ઉદ્યોગ સાથે સંકળાયેલા એક લ...

સપ્ટેમ્બર 19, 2025 7:34 પી એમ(PM) સપ્ટેમ્બર 19, 2025 7:34 પી એમ(PM)

views 16

ઉત્તર ગુજરાત-કચ્છ સિવાયના વિસ્તારોમાં આગામી 6 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

રાજ્યમાં ઉત્તર ગુજરાત અને કચ્છ સિવાયના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 25 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છને બાદ કરતા સમગ્ર રાજ્યમાં હળવો વરસાદ થઈ શકે છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં વરસાદની શક્યતા...

સપ્ટેમ્બર 19, 2025 3:15 પી એમ(PM) સપ્ટેમ્બર 19, 2025 3:15 પી એમ(PM)

views 14

કૃષિ યાંત્રિકીકરણ પ્રોત્સાહન આપવા ટ્રેક્ટર સહિતની મશીનરીની ખરીદી માટે રાજ્યના એક લાખ 92 હજાર 700થી વધુ ખેડૂતોને પૂર્વ મંજૂરી હુકમ અપાયા

કૃષિ યાંત્રિકીકરણ પ્રોત્સાહન આપવા ટ્રેક્ટર સહિતની મશીનરીની ખરીદી માટે રાજ્યના એક લાખ 92 હજાર 700થી વધુ ખેડૂતોને પૂર્વ મંજૂરી હુકમ અપાયા છે. એક સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ ચાલુ વર્ષથી ખેડૂતોને ટ્રેકટરની ખરીદી પર એક લાખ રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર રહેશે. ગત અંદાજપત્રમાં ટ્રેક્ટર ખરીદી માટે ગત વર્ષન...

સપ્ટેમ્બર 19, 2025 3:14 પી એમ(PM) સપ્ટેમ્બર 19, 2025 3:14 પી એમ(PM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસથી એક સપ્તાહ સુધી “ચલો જીતે હૈ”, ફિલ્મ રાજ્યના દરેક સિનેમાઘરોમાં નિઃશુલ્ક બતાવવામાં આવી રહી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસથી એક સપ્તાહ સુધી "ચલો જીતે હૈ", ફિલ્મ રાજ્યના દરેક સિનેમાઘરોમાં નિઃશુલ્ક બતાવવામાં આવી રહી છે, તાપી જિલ્લાના વ્યારા ખાતે પણ રાજહંસ સિનેમામાં આ ફિલ્મના દરરોજ બે શો ચાલી રહ્યા છે. ફિલ્મને જોઈ શાળાના બાળકોને નવી ઉર્જા, નવી પ્રેરણા મળી રહી છે.

સપ્ટેમ્બર 19, 2025 3:13 પી એમ(PM) સપ્ટેમ્બર 19, 2025 3:13 પી એમ(PM)

views 6

નવા કર દરો સોમવારથી લાગુ થશે.

કર માળખાને સરળ બનાવવા અને નાગરિકો પર નાણાકીય બોજ હળવો કરવાની દિશામાં એક સીમાચિહ્નરૂપ પગલામાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ વર્ષે સ્વતંત્રતા દિવસના ભાષણમાં આગામી પેઢીના GST સુધારાઓની જાહેરાત કરી. નવા કર દરો સોમવારથી લાગુ થશે. નાની કાર પરનો GST ઘટાડીને 18 ટકા કરાતા મધ્યમ વર્ગના પરિવારો માટે કાર વધુ સ...

સપ્ટેમ્બર 19, 2025 2:59 પી એમ(PM) સપ્ટેમ્બર 19, 2025 2:59 પી એમ(PM)

views 4

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ભંડારક્ચ્છ વિસ્તારના ગામોમાં છેલ્લા ત્રણ દિવસથી ભૂકંપના આંચકા અનુભવાઇ રહ્યા છે.

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ભંડારક્ચ્છ વિસ્તારના ગામોમાં છેલ્લા ત્રણ દિવસથી ભૂકંપના આંચકા અનુભવાઇ રહ્યા છે. જેને લઈ લોકો ભયભીત હાલતમાં મુકાયા છે. ગત ૧૬ અને ૧૭ ની રાત્રિ દરમિયાન બે આંચકા જ્યારે ગઇકાલની રાત્રિ દરમિયાન સવાર સુધીમાં ૬ થી ૭ આંચકા આવતા લોકોએ અનુભવ્યા.

સપ્ટેમ્બર 19, 2025 2:58 પી એમ(PM) સપ્ટેમ્બર 19, 2025 2:58 પી એમ(PM)

views 3

આસો નવરાત્રીને લઈને ગોધરા એસટી વિભાગ દ્વારા પાવાગઢના દર્શનાર્થીઓની સુવિધા માટે મહત્વનો નિર્ણય લેવાયો

આસો નવરાત્રીને લઈને ગોધરા એસટી વિભાગ દ્વારા પાવાગઢના દર્શનાર્થીઓની સુવિધા માટે મહત્વનો નિર્ણય લેવાયો છે. તે મુજબ 21 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર સુધી વધારાની 50 બસો ફાળવવામાં આવી છે. જેના સુચારું આયોજન માટે 250 જેટલા કર્મચારીઓને ફરજ સોંપવામાં આવી છે. સ્થળ ઉપર મંડપ, બેઠક વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા તથા...

સપ્ટેમ્બર 19, 2025 1:52 પી એમ(PM) સપ્ટેમ્બર 19, 2025 1:52 પી એમ(PM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આવતીકાલની ભાવનગર મુલાકાત માટેની તડામાર તૈયારીઓ

ગુજરાતના ભાવનગરમાં આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી રહ્યા છે ત્યારે શહેરમાં તેમના આગમનને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે.તેઓ ભાવનગર એક રોડ શો કરશે. સાથે સાથે તેઓ લોથલ ખાતે તૈયાર થઈ રહેલા નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્ષ પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરે તેવી શક્યતા છે.

સપ્ટેમ્બર 19, 2025 9:13 એ એમ (AM) સપ્ટેમ્બર 19, 2025 9:13 એ એમ (AM)

views 11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવન સંઘર્ષ પર નિર્માણ પામેલી દસ્તાવેજી ફિલ્મ “ચલો જીતે હૈ” ને પ્રેરણાદાયી લેખાવતાં વિદ્યાર્થીઓ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવનચરિત્ર પર આધારિત “ચલો જીતે હૈ” નામની ડોક્યુમેન્ટરી ફિલ્મને નવસારી શહેરના સિનેમા ગૃહમાં પ્રદર્શિત કરાઇ રહી છે. આ ફિલ્મમાં નરેન્દ્ર મોદીના બાળપણથી લઈને તેમની સંઘર્ષયાત્રા, દેશસેવા પ્રત્યેની અવિરત તલપ તથા સંકલ્પશક્તિનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે.વિદ્યાર્થીઓએ આ ફિલ્મ...