પ્રાદેશિક સમાચાર

ઓક્ટોબર 29, 2025 3:04 પી એમ(PM)

views 12

શક્તિપીઠ અંબાજી મંદિરમાં, ભક્તોએ કરોડો રૂપિયાના રોકડ અને સોનાનું દાન આપ્યું.

શક્તિપીઠ અંબાજી મંદિરમાં, ભક્તોએ કરોડો રૂપિયાના રોકડ અને સોનાનું દાન આપ્યું. અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીએ કહ્યું, "દિવાળીની રજાઓ દરમિયાન, 8 લાખથી વધુ ભક્તોએ શક્તિપીઠ અંબાજી મંદિરમાં દર્શન કર્યાં. ટ્રસ્ટને અંદાજે એક કરોડ 25 લાખથી વધુનું રોકડ દાન મળ્યું છે.

ઓક્ટોબર 29, 2025 3:02 પી એમ(PM)

views 29

અમરેલી જિલ્લાના રાજુલાના ધારેશ્વર ગામની ધાતરવડી નદીમાં ન્હાવા ગયેલા ત્રણ સગા ભાઈ સહિત ચાર લોકો ડૂબ્યા.

અમરેલી જિલ્લાના રાજુલાના ધારેશ્વર ગામની ધાતરવડી નદીમાં ન્હાવા ગયેલા ત્રણ સગા ભાઈ સહિત ચાર લોકો ડૂબી ગયા હતા. અમારા પ્રતિનિધિ હરેશ ટાંક જણાવે છે, 15 કલાક બાદ એક યુવકનો મૃતદેહ મળ્યો છે. જ્યારે ગુમ થયેલા ત્રણ લોકોના મૃતદેહની શોધખોળ ચાલી રહી છે. ખાસ કરીને રાજુલા તાલુકામાં નવ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. અ...

ઓક્ટોબર 29, 2025 2:59 પી એમ(PM)

views 10

GSRTC દ્વારા દિવાળીના તહેવાર દરમિયાન બસના આઠ હજાર 648 જેટલા વધારાના ફેરાનું કરાયું હતું આયોજન.

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ – GSRTC દ્વારા દિવાળીના તહેવાર દરમિયાન બસના આઠ હજાર 648 જેટલા વધારાના ફેરાનું આયોજન કરાયું. તે અંતર્ગત ત્રણ લાખ 78 હજારથી વધુ મુસાફરોને તેમના વતન સમયસર અને સલામત રીતે પહોંચાડાયા હતા. સત્તાવાર યાદી મુજબ, સૌથી વધુ નડિઆદ અને સુરત શહેરથી ત્રણ હજાર 151 ફેરા પૂર્ણ કરીને એક લ...

ઓક્ટોબર 29, 2025 2:57 પી એમ(PM)

views 38

હવામાન વિભાગની અગાહીને પગલે રાજ્યના વિવિધ જિલ્લામાં વરસાદ..

હવામાન વિભાગની અગાહીને પગલે રાજ્યના વિવિધ જિલ્લામાં વરસાદ થઈ રહ્યો છે. ત્યારે ભાવનગરના સિહોરમાં પોણો એક ઈંચ વરસાદ જ્યારે અન્ય તાલુકામાં વરસાદી ઝાપટા વરસ્યા હતા. મહુવામાં વરસાદને લીધે મકાન ધરાશાયી થતા એક વૃદ્ધનું અને સિહોરમાં એક મહિલાનું મોત થયાના અહેવાલ છે. ભરૂચ જિલ્લાના 9 તાલુકામાં વરસાદ થયાના અહેવ...

ઓક્ટોબર 29, 2025 9:54 એ એમ (AM)

views 11

ડાંગમાં યોજાયેલા સાપુતારા ફેસ્ટિવલમાં સહેલાણીઓના ધસારાના કારણે સ્થાનિક લોકોની રોજગારી વધી

ડાંગમાં યોજાયેલા સાપુતારા ફેસ્ટિવલમાં સહેલાવાણીઓના ધસારાના કારણે સ્થાનિક લોકોની રોજગારી વધી. સાપુતારા વેકેશન ફેસ્ટિવલ-૨૦૨૫ના આયોજનથી લાભપાંચમ પછી પણ પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો છે. આ ફેસ્ટિલ અંતર્ગત કલાવૃંદ દ્વારા રજુ કરવામાં આવેલ સિદ્દી ધમાલ નૃત્યમાં પ્રવાસીઓ પણ નાચ્યા હતા. નોટીફાઈડ એરિયા કચેરી દ્વ...

ઓક્ટોબર 29, 2025 9:52 એ એમ (AM)

views 223

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી માટે અનામત બેઠકોની ફાળવણી કરાઈ

ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં મહાપાલિકાઓની ચૂંટણી જાહેર થાય તે પહેલા અનામત બેઠકોની ફાળવણી કરવામાં આવી છે. જેમાં જૂની છ મહાપાલિકાઓ અને એક નગરપાલિકામાં 27 ટકા ઓબીસી અનામત તેમજ 50 ટકા મહિલા અનામત બેઠકની ફાળવણી બાદ નવું માળખું જાહેર કરાયું છે.અમદાવાદ મહાનગરપાલિકામાં કુલ 48 વોર્ડની 192 બેઠક છે....

ઓક્ટોબર 29, 2025 9:48 એ એમ (AM)

views 48

આજે યોજાનારી કેબિનેટની બેઠકમાં વરસાદગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરીને આવેલા મંત્રીઓ અહેવાલ રજૂ કરશે

નવનિયુક્ત મંત્રીઓના ખાતા ફાળવણી બાદ આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે. રાજ્યમાં પડેલા કમોસમી વરસાદની કેબિનેટ બેઠકમાં સમીક્ષા કરાશે.રાજ્યના સિનિયર મંત્રીઓને કમોસમી વરસાદની સમીક્ષા માટે વિસ્તારમાં મોકલાયા બાદ તેનો રિપોર્ટ લેવામાં આવશે. આજની કેબિનેટ બેઠકમાં કમોસમી વરસાદથી ...

ઓક્ટોબર 28, 2025 7:03 પી એમ(PM)

views 19

કેન્દ્રીય મંત્રીમંડળે આઠમા કેન્દ્રીય પગારપંચની સંદર્ભ શરતોને મંજૂરી આપી

કેન્દ્રીય મંત્રીમંડળે આઠમા કેન્દ્રીય પગારપંચની સંદર્ભ શરતોને મંજૂરી આપી દીધી છે. નવી દિલ્હીમાં માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું, પંચ તેની રચનાની તારીખથી 18 મહિનામાં પોતાની ભલામણો રજૂ કરશે. તેમણે કહ્યું, પંચમાં એક અધ્યક્ષ, એક...

ઓક્ટોબર 28, 2025 7:05 પી એમ(PM)

views 12

વરસાદની સ્થિતિ અંગે રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાએ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી-અન્ય મંત્રીઓએ પણ સ્થિતિનો તાગ મેળવ્યો

અત્યંત ભારે વરસાદની આગાહીને ધ્યાને લઈને આપત્તિ વ્યવસ્થાપન રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાએ ગાંધીનગર રાજ્ય કટોકટી સંચાલન કેન્દ્ર- SEOC ખાતે સમીક્ષા બેઠક યોજી. તેમણે વર્ચ્યુઅલ માધ્યમથી અમરેલી, પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ, ભાવનગર, ભરૂચ, નર્મદા, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લાની પરિસ્થિતિનો તાગ મેળવ્યો. ...

ઓક્ટોબર 28, 2025 7:00 પી એમ(PM)

views 36

આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્રમાં ઓરેન્જ અલર્ટ સાથે ભારે વરસાદની શક્યતા- 119 તાલુકામાં આજે કમોસમી વરસાદ

આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગના જણાવ્યાઅનુસાર આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્રમાં ઓરેન્જ અલર્ટ સાથે ભારે વરસાદની શક્યતા છે. આજે ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આજે અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના હોવાનું હવામાન વિભાગના ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.