પ્રાદેશિક સમાચાર

સપ્ટેમ્બર 21, 2025 9:29 એ એમ (AM) સપ્ટેમ્બર 21, 2025 9:29 એ એમ (AM)

views 8

મોરબીમાં સાત વ્યવસાયિક સહિત 571 સ્થળે નવરાત્રિનું આયોજન

મોરબીમાં સાત વ્યવસાયિક સહિત 571 સ્થળે નવરાત્રિનું આયોજન કરાયું છે. મહોત્સવમાં લોકોની સુરક્ષા માટે ત્રણ જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક, 16 પોલીસ ઇન્સ્પેક્ટર અને 22 પોલીસ સબઇન્સ્પેક્ટર સહિત 530 જેટલા પોલીસ જવાન તહેનાત રહેશે.

સપ્ટેમ્બર 21, 2025 9:28 એ એમ (AM) સપ્ટેમ્બર 21, 2025 9:28 એ એમ (AM)

views 4

પાણી વ્યવસ્થાપનમાં સાબરકાંઠાનું “તખતગઢ” ગામ રાજ્યનું શ્રેષ્ઠ ગામ બન્યું.

સાબરકાંઠાનું “તખતગઢ” ગામ પાણી વ્યવસ્થાપનમાં રાજ્યનું શ્રેષ્ઠ ગામ પ્રસ્થાપિત થયું છે. અંદાજે એક હજાર 500 લોકોની વસતિ અને 300 જેટલા ઘર ધરાવતા આ ગામમાં પાણી સમિતિની સક્રિય લોકભાગીદારી, ગ્રામ પંચાયત અને પાણી અને સ્વચ્છતા વ્યવસ્થાપન સંસ્થા – વાસ્મોના સહકારથી ઘરોમાં 24 કલાક અને સાતે-સાત દિવસ મિટર સાથે પાણ...

સપ્ટેમ્બર 21, 2025 9:26 એ એમ (AM) સપ્ટેમ્બર 21, 2025 9:26 એ એમ (AM)

views 4

ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સના ટોલ્યુએન ડાયસોસાયનેટ પ્લાન્ટને હંગામી ધોરણે બંધ કરાયો

ભરૂચના દહેજ સ્થિત ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ GNFC ભારતમાં બે TDI ટોલ્યુએન ડાયસોસાયનેટ પ્લાન્ટને ગેસ લિકેજની ઘટનાને કારણે હંગામી ધોરણે બંદ કરવામાં આવ્યો છે.કંપની દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર નિવેદન અનુસાર વાર્ષિક 50 હજાર ટનની ઉત્પાદન ક્ષમતા ધરાવતા આ પ્લાંટને સાવચેતીની ભાગરૂપે 19 સ...

સપ્ટેમ્બર 21, 2025 9:25 એ એમ (AM) સપ્ટેમ્બર 21, 2025 9:25 એ એમ (AM)

views 2

સહકારી સંસ્થાઓની સાધારણ સભામાં હાજરી સહિત મુખ્યમંત્રી અમરેલીમાં વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં આજે અમરેલી જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાશે. શ્રી પટેલ અમર દાણ ફેક્ટરી ખાતે અમરેલી જિલ્લાની વિવિધ સહકારી સંસ્થાઓની સાધારણ સભામાં ઉપસ્થિત રહેશે.લોહાણા મહાજન વાડી ખાતેથી વરિષ્ઠ નાગરિકોનો અનુકંપા ફાઉન્ડેશન દ્વારા આયોજિત સોમનાથ - દ્વારકા તીર્થ પ્રવાસના કાર્યક્રમમાં...

સપ્ટેમ્બર 21, 2025 9:24 એ એમ (AM) સપ્ટેમ્બર 21, 2025 9:24 એ એમ (AM)

views 11

“સમુદ્ર સે સમૃધ્ધિ” તક કાર્યક્રમ હેઠળ રાજ્યના એક દિવસના પ્રવાસ દરમિયાન 32 હજાર કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપનારા પ્રધાનમંત્રીને મોડી સાંજે વિદાય અપાઇ

એક દિવસના રાજ્યના પ્રવાસે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગઇકાલે મોડી સાંજે વિદાય આપવામા આવી હતી. રાજ્યપાલ, મુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ પ્રમુખ તેમજ કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે તેમને વિદાય આપી હતી.એક દિવસના પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાવનગરમાં “સમુદ્ર સે સમૃદ્ધિ” કાર્યક્રમ દરમિ...

સપ્ટેમ્બર 20, 2025 7:51 પી એમ(PM) સપ્ટેમ્બર 20, 2025 7:51 પી એમ(PM)

views 11

વર્ષ 2047 સુધી વૈશ્વિક દરિયાઈ વેપારમાં ભારતની ભાગીદારીને ત્રણ ગણી કરવાનો સરકારનો લક્ષ્યાંક : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દરેક ક્ષેત્રમાં આત્મનિર્ભરતાનું આહ્વાન કરતા કહ્યું, વિદેશ પર ભારતની નિર્ભરતા તેના સૌથી મોટા દુશ્મનોમાંથી એક છે. તેમણે કહ્યું, વર્ષ 2047 સુધી વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા વિશ્વ સમક્ષ ભારત એક આત્મનિર્ભર દેશ તરીકે ઊભું રહે તે સમય હવે આવી ગયો છે. ભાવનગરમાં આજે “સમુદ્ર સે...

સપ્ટેમ્બર 20, 2025 7:58 પી એમ(PM) સપ્ટેમ્બર 20, 2025 7:58 પી એમ(PM)

views 4

ભાવનગર બાદ પ્રધાનમંત્રીએ અમદાવાદ નજીક આવેલા પ્રાચીન શહેર લોથલની મુલાકાત લઈ રાષ્ટ્રીય દરિયાઈ વારસા સંકુલના કામની સમીક્ષા કરી.

ભાવનગર બાદ પ્રધાનમંત્રીએ અમદાવાદ નજીક આવેલા પ્રાચીન શહેર લોથલની મુલાકાત લઈ રાષ્ટ્રીય દરિયાઈ વારસા સંકુલના કામની સમીક્ષા કરી. તેમણે નિર્માણાધિન કાર્યોનું નિરીક્ષણ કરી અને અધિકારીઓ સાથે એક સમીક્ષા બેઠકની અધ્યક્ષતા પણ કરી. ઉલ્લેખનીય છે કે, ચાર હજાર 500 કરોડ રૂપિયાના ખર્ચે ઐતિહાસિક સ્થળ લોથલમાં આ સંકુલન...

સપ્ટેમ્બર 20, 2025 7:45 પી એમ(PM) સપ્ટેમ્બર 20, 2025 7:45 પી એમ(PM)

views 11

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી.

હવામાન ખાતાએ આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જ્યારે આવતીકાલે દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં છૂટાછવાયા સ્થળ પર ભારે વરસાદની સંભાવના છે. દરમિયાન રાજ્યમાં આજે ફરી વરસાદી મોજું ફરી વળતાં સાંજે ચાર વાગ્યા સુધીમાં 27 તાલુકામાં વરસાદ થયો છે. સૌથી વધુ એક ઇંચ જેટલો વરસાદ ખેડા જિલ...

સપ્ટેમ્બર 20, 2025 7:42 પી એમ(PM) સપ્ટેમ્બર 20, 2025 7:42 પી એમ(PM)

views 8

સુરેન્દ્રનગરનાં ખેલાડી આરતી નાગોહે-એ ટૅકવૅન્ડો સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો

સુરેન્દ્રનગરનાં ખેલાડી આરતી નાગોહે-એ લડાઈની રમતગમત એટલે કે, ટૅકવૅન્ડો સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે. પાટડીનાં જીવણગઢ ગામનાં આ ખેલાડીએ તાજેતરમાં સુરતમાં યોજાયેલી ખેલો ઇન્ડિયા અસ્મિતા લીગમાં આ સિદ્ધિ મેળવી. તેમણે ભવ્ય પ્રદર્શન કરીને અન્ય ખેલાડીઓને મ્હાત આપી છે. આરતી નાગોહે હાલ નડિઆદનાં જિલ્લાકક્ષ...

સપ્ટેમ્બર 20, 2025 3:52 પી એમ(PM) સપ્ટેમ્બર 20, 2025 3:52 પી એમ(PM)

views 2

દેવભૂમિ દ્વારકામાં જામખંભાળિયા ખાતે સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં સહકારથી સમૃદ્ધિ અંતર્ગત સહકારી સંસ્થાઓની કાર્યશાળા યોજાઇ.

દેવભૂમિ દ્વારકામાં જામખંભાળિયા ખાતે સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં સહકારથી સમૃદ્ધિ અંતર્ગત સહકારી સંસ્થાઓની કાર્યશાળા યોજાઇ. આ પ્રસંગે શ્રી વિશ્વકર્માએ વિવિધ મંડળીઓના પ્રમુખ તથા મંત્રીઓ સાથે સંવાદ કર્યો હતો. તેમણે કહ્યું, ગ્રામીણ અર્થતંત્રને વધુ સશક્ત બનાવવામાં સહકારી ક્ષેત્રનું યો...