પ્રાદેશિક સમાચાર

સપ્ટેમ્બર 21, 2025 7:20 પી એમ(PM) સપ્ટેમ્બર 21, 2025 7:20 પી એમ(PM)

views 8

આગામી પેઢીના GST ફેરફાર આવતીકાલે નવરાત્રિના પહેલા દિવસથી અમલમાં આવશે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, આગામી પેઢીના GST ફેરફાર આવતીકાલે નવરાત્રિના પહેલા દિવસથી અમલમાં આવશે. રાષ્ટ્રને સંબોધતા આજે શ્રી મોદીએ કહ્યું, આવતીકાલથી શરૂ થઇ રહેલા વસ્તુ અને સેવા કર- GST બચત ઉત્સવ બાદ લોકો ઓછી કિંમતે પોતાની પસંદગીની વસ્તુઓ ખરીદી શકશે. આ ફેરફાર સાથે રાષ્ટ્રની વિકાસગાથા બદલાઈ જશ...

સપ્ટેમ્બર 21, 2025 7:17 પી એમ(PM) સપ્ટેમ્બર 21, 2025 7:17 પી એમ(PM)

views 8

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકોને સ્વદેશી અપનાવીને સહકારથી સમૃદ્ધિના સંકલ્પને સાકાર કરવા અનુરોધ કર્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વદેશી અપનાવીને સહકારથી સમૃદ્ધિના સંકલ્પને સાકાર કરવા અનુરોધ કર્યો છે. અમરેલીમાં આજે સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા અને ગ્રામવિકાસ પરિષદના સહકારથી યોજાયેલા “સહકારથી સમૃદ્ધિ” પરિસંવાદમાં શ્રી પટેલે કહ્યું, રાજ્યની સહકારી સંસ્થાઓ આજે અન્ય રાજ્યો માટે ઉદાહરણરૂપ બની છે....

સપ્ટેમ્બર 21, 2025 7:15 પી એમ(PM) સપ્ટેમ્બર 21, 2025 7:15 પી એમ(PM)

views 6

રાજ્યમાં લોકો મોડી રાત સુધી ગરબા રમી શકશે – સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની જાહેરાત

રાજ્યમાં આ વખતે લોકો મોડી રાત સુધી ગરબા રમી શકશે. સુરતમાં પત્રકાર પરિષદને સંબોધતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, આ માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવા રાજ્ય પોલીસના તમામ જિલ્લા વડા અને શહેરના વડાઓને સૂચના અપાઈ છે. શ્રી સંઘવીએ ગરબા આયોજકોને તમામ વ્યવસ્થા કરવા જણાવ્યું તેમજ કોઈની પણ ભક્તિને ખલેલ પહોંચે તે...

સપ્ટેમ્બર 21, 2025 7:14 પી એમ(PM) સપ્ટેમ્બર 21, 2025 7:14 પી એમ(PM)

views 10

દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે ભારે વરસાદની આગાહી

હવામાન ખાતાએ આવતીકાલે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળ પર ભારે વરસાદની આગાહી કરી છે. જોકે, માછીમારો માટે કોઈ ચેતવણી નથી. દરમિયાન રાજ્યમાં આજે કેટલાક જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો. સાંજે ચાર વાગ્યા સુધીમાં 47 તાલુકામાં વરસાદના અહેવાલ છે. સૌથી વધુ ...

સપ્ટેમ્બર 21, 2025 7:13 પી એમ(PM) સપ્ટેમ્બર 21, 2025 7:13 પી એમ(PM)

views 8

ઍશિયા કપ ટી-20 ક્રિકેટમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈમાં મુકાબલો

ઍશિયા કપ ટી-20 ક્રિકેટના સુપર ચાર મુકાબલામાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મૅચ રમાશે. ભારતીય સમય મુજબ દુબઈમાં આ મૅચ રાત્રે આઠ વાગ્યે શરૂ થશે. બંને દેશ વચ્ચે અત્યાર સુધી રમાયેલી 14 મૅચમાંથી ભારતે 11 મૅચ જીતી છે. જ્યારે આ પહેલા ગૃપ તબક્કામાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું.

સપ્ટેમ્બર 21, 2025 3:50 પી એમ(PM) સપ્ટેમ્બર 21, 2025 3:50 પી એમ(PM)

views 36

રાજ્યમાં આજે કેટલાક જિલ્લામાં સામાન્ય વરસાદ નોંધાયો.

રાજ્યમાં આજે કેટલાક જિલ્લામાં સામાન્ય વરસાદ નોંધાયો. બપોરે 2 વાગ્યા સુધી 36 તાલુકામાં વરસાદના અહેવાલ છે. સૌથી વધુ દોઢ ઇંચ જેટલો વરસાદ ભરૂચના હાંસોટ તાલુકામાં થયો છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 110 ટકા જેટલો વરસાદ થઈ ગયો છે. સત્તાવાર યાદી મુજબ, રાજ્યના 116 બંધ 100 ટકા ભરાઈ ગયા છે. ...

સપ્ટેમ્બર 21, 2025 3:49 પી એમ(PM) સપ્ટેમ્બર 21, 2025 3:49 પી એમ(PM)

views 7

આજે અમદાવાદના વસ્ત્રાપુર તળાવ ખાતે યોજાયેલી મૅરેથોનને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પ્રસ્થાન કરાવ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે દેશમાં એકસાથે 75 સ્થળે નમો યુવા રન મેરેથોન યોજાઇ. આજે અમદાવાદના વસ્ત્રાપુર તળાવ ખાતે યોજાયેલી આ મૅરેથોનને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પ્રસ્થાન કરાવ્યું હતું. સુરતમાં પણ નશામુક્ત ભારત અભિયાન હેઠળ યોજાયેલી મૅરેથૉનમાં 10 હજાર જેટલા યુવાનો જોડાયા. કેન્દ્રશાસ...

સપ્ટેમ્બર 21, 2025 3:48 પી એમ(PM) સપ્ટેમ્બર 21, 2025 3:48 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસથી એક સપ્તાહ સુધી “ચલો જીતે હૈ” ફિલ્મ રાજ્યના દરેક સિનેમાગૃહમાં નિઃશુલ્ક દર્શાવવામાં આવી રહી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસથી એક સપ્તાહ સુધી "ચલો જીતે હૈ" ફિલ્મ રાજ્યના દરેક સિનેમાગૃહમાં નિઃશુલ્ક દર્શાવવામાં આવી રહી છે. દર્શકો આ ફિલ્મથી પ્રેરણા લઈ તેની પ્રશંસા કરી રહ્યા છે.

સપ્ટેમ્બર 21, 2025 3:47 પી એમ(PM) સપ્ટેમ્બર 21, 2025 3:47 પી એમ(PM)

views 9

કચ્છમાં આજે બે વખત ભૂકંપના આંચકાઓ અનુભવાયા

કચ્છમાં આજે બે વખત ભૂકંપના આંચકાઓ અનુભવાયા છે. પહેલો ભૂકંપ સવારે છ વાગ્યેને 41 મિનિટે આવ્યો હતો. રૅક્ટર સ્કેલ પર 2.6ની તીવ્રતાના આ ભૂકંપનું કેન્દ્ર બિન્દુ ધોળાવીરાથી 24 કિલોમીટર દૂર નોંધાયું હતું. જ્યારે બપોરે 12 વાગ્યેને 41 મિનિટે પણ ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા. રૅક્ટર સ્કેલ પર 3.1ની તીવ્રતાના આ ભૂ...

સપ્ટેમ્બર 21, 2025 3:45 પી એમ(PM) સપ્ટેમ્બર 21, 2025 3:45 પી એમ(PM)

views 6

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વેપારી અને ગ્રાહકોને સ્વદેશી ચીજવસ્તુઓ અપનાવવા પર ભાર આપ્યો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વેપારી અને ગ્રાહકોને સ્વદેશી ચીજવસ્તુઓ અપનાવવા પર ભાર આપ્યો. અમરેલી જિલ્લાની તમામ મુખ્ય સહકારી સંસ્થાઓની સંયુક્ત વાર્ષિક સાધારણ સભા અને “સહકારથી સમૃદ્ધિ” કાર્યક્રમને સંબોધતા આજે શ્રી પટેલે કહ્યું, રાજ્યની સહકારી સંસ્થાઓએ સમગ્ર દેશમાં ઉદાહરણરૂપ કામ કર્યું છે. અમરેલી સહિત સ...