પ્રાદેશિક સમાચાર

નવેમ્બર 6, 2025 7:17 પી એમ(PM)

views 21

રાજ્યમાં આગામી 12 તારીખ સુધી વરસાદની શક્યતા નહીંવત્ – ઠંડીમાં વધારો થવાની સંભાવના.

રાજ્યમાં આગામી 12 તારીખ સુધી વાતાવરણ સુકું રહેશે. જ્યારે આગામી ત્રણ દિવસ લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ક્રમશઃ ઘટાડો થઈ શકે છે.

નવેમ્બર 6, 2025 7:16 પી એમ(PM)

views 23

વડોદરામાં પહેલી વાર યોજાયેલી મિશ્ર માર્શલ આર્ટ્સ – MMA સ્પર્ધામાં શહેરના પાંચ રમતવીરોએ સુવર્ણ ચંદ્રક જીત્યો.

વડોદરામાં છઠ્ઠી મિશ્ર માર્શલ આર્ટ્સ – MMA સ્પર્ધામાં શહેરના પાંચ રમતવીરોએ સુવર્ણ ચંદ્રક જીત્યો છે. શહેરમાં ધ ડોજો MMA અને ફિટનેસ ખાતે પહેલી વાર યોજાયેલી આ સ્પર્ધામાં વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, ભરૂચ અને સુરત સહિતના વિવિધ શહેરમાંથી 90 જેટલા ખેલાડીએ ભાગ લીધો હતો. વડોદરાના ખેલાડી તરંગ પટેલ, નિરવ...

નવેમ્બર 6, 2025 3:36 પી એમ(PM)

views 15

C.I.D. ક્રાઈમની સાયબર સૅન્ટર ઑફ ઍક્સલૅન્સે ડિજિટલ ધરપકડ છેતરપિંડી મામલે ત્રણ આરોપીની ધરપકડ કરી.

C.I.D. ક્રાઈમની સાયબર સૅન્ટર ઑફ ઍક્સલૅન્સે ડિજિટલ ધરપકડ છેતરપિંડી મામલે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓએ C.B.I. ફેમા, ટ્રાઈ જેવી સંસ્થાઓના નામે 11 કરોડ 42 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું જણાયું હતું. આરોપીઓ રોકાણના નામે ઊંચા વળતર આપવાની લાલચ આપી સામાન્ય નાગરિકોને છેતરતા હતા તેમ સૅન્ટર ઑફ ઍક્સલૅ...

નવેમ્બર 6, 2025 3:36 પી એમ(PM)

views 32

અમરેલીમાં કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 626 જેટલા ગામમાં કપાસ, મગફળી, સોયાબિન, ડુંગળી, શાકભાજી, કઠોળ વગેરેની ખેતીને નુકસાન…

અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 626 જેટલા ગામમાં કપાસ, મગફળી, સોયાબિન, ડુંગળી, શાકભાજી, કઠોળ વગેરેની ખેતીને નુકસાન થયું છે. ખેતીવાડી વિભાગની 86 ટુકડીએ આ તમામ ગામમાં સરવે હાથ ધરી અહેવાલ તૈયાર કરવાનું કામ પૂર્ણ કર્યું છે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી જિગ્નેશ કાનાણીએ જણાવ્યું.

નવેમ્બર 6, 2025 3:34 પી એમ(PM)

views 6

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં કારતક પૂનમની મધરાત્રિએ અદ્ભૂત અમૃત વર્ષા યોગ રચાયો.

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં કારતક પૂનમની મધરાત્રિએ અદ્ભૂત અમૃત વર્ષા યોગ રચાયો. ગઈકાલે શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ, ધ્વજદંડ અને ચંદ્રક એક જ હરોળમાં આવ્યા હતા. વર્ષમાં માત્ર એક વખત કારતક પૂનમની મધરાત્રે થોડી મિનિટ માટે આ સંયોગ જોવા મળે છે.

નવેમ્બર 6, 2025 3:34 પી એમ(PM)

views 9

જામનગરમાં શ્રી પાંચ નવતનપુરીધામ ખીજડા મંદિરના સ્થાપના દિવસે કારતક પૂનમ નિમિત્તે પૃથ્વી પરિક્રમા યોજાઈ

જામનગરમાં શ્રી પાંચ નવતનપુરીધામ ખીજડા મંદિરના સ્થાપના દિવસે કારતક પૂનમ નિમિત્તે પૃથ્વી પરિક્રમા યોજાઈ. તેમાં સાધુ-સંતો અને મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. ખીજડા મંદિરેથી હવાઈચોક, સૅન્ટ્રલ બૅન્ક, દરબારગઢ, કાલાવડ નાકા બહાર થઈ ઠેબા ચોકડી પાસે આવેલા 12 હજાર પારાયણ મહામહોત્સવ સ્થળ મૂલ મિલાવા ખાતે આ પદય...

નવેમ્બર 6, 2025 3:40 પી એમ(PM)

views 15

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં દેશદેવી મા આશાપુરા માતાના મઢ મંદિરે શિશ ઝૂકાવી પોતાના પ્રવાસનો પ્રારંભ કર્યો.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં દેશદેવી મા આશાપુરા માતાના મઢ મંદિરે શિશ ઝૂકાવી પોતાના પ્રવાસનો પ્રારંભ કર્યો. તેમણે રાજ્યની જનસુખાકારી માટે પ્રાર્થના કરી હતી. નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ પહેલી વાર કચ્છ આવેલા શ્રી સંઘવીનું માતાના મઢ જાગીર ટ્રસ્ટ દ્વારા સ્વાગત કરાયું. ઉલ્લેખનીય છે કે, 30 ભારતીય પો...

નવેમ્બર 6, 2025 9:40 એ એમ (AM)

views 10

ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે શામળાજીના મેળાનું સમાપન

અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે પાંચ દિવસીય કાર્તિકી પૂનમના મેળાનું ગઇકાલે સમાપન થયું. પાંચ દિવસ દરમિયાન વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.. અહીં નજીકમાં આવેલા નાગધકાકુંડનું પણ અનેરૂ મહત્વ હોય છે, જ્યાં ભક્તોએ આસ્થાની ડૂબકી લગાવી હતી.

નવેમ્બર 6, 2025 9:40 એ એમ (AM)

views 101

રાષ્ટ્રગીત વંદે માતરમના 150 વર્ષની આવતીકાલે રાજ્યભરમાં ઉજવણી કરાશે

સમગ્ર દેશમાં આવતીકાલે રાષ્ટ્ર ગીત વંદે માતરમના 150 વર્ષની ઉજવણી કરાશે. ત્યારે તેની ઉજવણી માટે રાજ્યમાં પણ વિશેષ આયોજન કરાયું છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત વિધાનસભા પરિસર ખાતે આવતીકાલે રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાશે. રાષ્ટ્રગીત “વંદે માતરમ્”ના મૂળ સ્વરૂપના સમૂહગાન સાથે સ્વદેશીના શ...

નવેમ્બર 6, 2025 9:38 એ એમ (AM)

views 10

રાજ્યની શાળાઓમાં આજથી બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે

રાજ્યની તમામ શાળાઓમાં આજથી બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. અંદાજે 54 હજાર શાળાઓમાં ગઇકાલે 21 દિવસનું દિવાળી વેકેશન પૂર્ણ થયું. જોકે કોલેજોમાં એક દિવસ મોડું વેકેશન પડ્યું હોવાથી આવતીકાલથી બીજું શૈક્ષણિક સત્ર શરૂ થશે. શાળાઓમાં 3જી મે 2026 સુધી 144 દિવસનું બીજું શૈક્ષણિક સત્ર રહેશે. જ્યારે 4 મે થી ઉન...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.