રાષ્ટ્રીય

ઓક્ટોબર 10, 2025 7:50 પી એમ(PM) ઓક્ટોબર 10, 2025 7:50 પી એમ(PM)

views 5

વેનેઝુએલાના મારિયા કોરિના મચાડોને 2025નો નોબેલ શાંતિ પુરસ્કાર જાહેર કરાયો

વેનેઝુએલાના મારિયા કોરિના મચાડોને 2025નો નોબેલ શાંતિ પુરસ્કાર જાહેર કરવામાં આવ્યો છે. વેનેઝુએલાના લોકોના લોકશાહી અધિકારોને પ્રોત્સાહન આપવા માટેના તેમના અથાક પ્રયાસો માટે તેમની પસંદગી કરવામાં આવી છે. વેનેઝુએલાના આયર્ન લેડી તરીકે પણ જાણીતા મચાડોને ટાઇમ મેગેઝિનની 2025ના 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમ...

ઓક્ટોબર 10, 2025 4:30 પી એમ(PM) ઓક્ટોબર 10, 2025 4:30 પી એમ(PM)

views 26

રાજ્યનાં ત્રણ દિવસનાં પ્રવાસે આવેલાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આજે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં દર્શન કર્યાં.

રાજ્યનાં ત્રણ દિવસનાં પ્રવાસે આવેલાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આજે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં દર્શન કર્યાં. રાષ્ટ્રપતિએ સોમનાથ મહાદેવને જળાભિષેકની સાથે સોમેશ્વર મહાપૂજા અને ધ્વજાપૂજા કરી હતી. પ્રવાસન મંત્રી મુળૂભાઈ બેરા, જુનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા, જિલ્લા કલેક્ટર સહિતના મહાનુભાવોએ ...

ઓક્ટોબર 10, 2025 1:46 પી એમ(PM) ઓક્ટોબર 10, 2025 1:46 પી એમ(PM)

views 49

બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. આ સાથે 121 વિધાનસભા મતવિસ્તારો માટે પ્રથમ તબક્કા માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. ચૂંટણી પંચે નામાંકન કેન્દ્રોની આસપાસ કડક સુરક્ષા વ્યવસ્થા માટે ખાસ સૂચનાઓ જારી કરી છે. ઉમેદવાર સાથે પ્રસ્તાવક સહિત ફક્ત ત્રણ...

ઓક્ટોબર 10, 2025 1:46 પી એમ(PM) ઓક્ટોબર 10, 2025 1:46 પી એમ(PM)

views 7

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું, દેશનું સંરક્ષણ ઉત્પાદન એક લાખ 51 હજાર કરોડ રૂપિયા થયું.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું, વિવિધ નીતિગત હસ્તક્ષેપો અને પાલન દ્વારા દેશના સંરક્ષણ ઉત્પાદન માળખાને સતત ઉદાર બનાવવામાં આવી રહ્યું છે, અને ભારતને વધુ વ્યવસાય-મૈત્રીપૂર્ણ બનાવવા માટે પદ્ધતિઓને સરળ બનાવવામાં આવી રહી છે. આજે સિડનીમાં ભારત-ઓસ્ટ્રેલિયા સંરક્ષણ ઉદ્યોગ વ્યાપાર ગોળમેજીને સંબોધતા શ્રી સ...

ઓક્ટોબર 10, 2025 9:13 એ એમ (AM) ઓક્ટોબર 10, 2025 9:13 એ એમ (AM)

views 27

બિહારમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે જાહેરનામું બહાર પડશે

બિહારમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે જાહેરનામું બહાર પડશે. આ સાથે, પ્રથમ તબક્કા માટે ઉમેદવારીપત્રો ભરવાનું શરૂ થશે. 243 સભ્યોની બિહાર વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કા માટે 6 નવેમ્બરના રોજ 121 બેઠકો પર મતદાન થશે. ઉમેદવારો આ મહિનાની ૧૭મી તારીખ સુધી તેમના ઉમેદવારીપત્રો દા...

ઓક્ટોબર 10, 2025 9:13 એ એમ (AM) ઓક્ટોબર 10, 2025 9:13 એ એમ (AM)

views 21

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શાંતિ પહેલની સફળતા બદલ ઇઝરાયલના પ્રધાનમંત્રી નેતન્યાહૂ અને અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક ગાઝા શાંતિ પહેલની સફળતા બદલ ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા છે. ગઈકાલે રાત્રે શ્રી નેતન્યાહૂ સાથે ફોન પર વાતચીતમાં પ્રધાનમંત્રી મોદીએ આ પહેલ હેઠળ થયેલી પ્રગતિની પ્રશંસા કરી. શ્રી મોદીએ ખાસ કરીને ...

ઓક્ટોબર 10, 2025 9:12 એ એમ (AM) ઓક્ટોબર 10, 2025 9:12 એ એમ (AM)

views 18

કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું સરકાર ઉત્પાદન, ઉત્પાદકતા અને વાવેતર વિસ્તાર વધારવા માટે કઠોળ સ્વ-નિર્ભરતા મિશન શરૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે નવી દિલ્હીના પુસા કેમ્પસથી પ્રધાનમંત્રી ધન ધન્ય યોજના અને કઠોળ સ્વ-નિર્ભરતા મિશનનો પ્રારંભ કરશે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું આ મિશન દેશને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ્યથી શરૂ કરાયેલી પહેલ છે. દૂરદર્શન ન્યૂઝ સાથેની એક મુલાકાતમાં, કૃષિ મંત...

ઓક્ટોબર 10, 2025 9:12 એ એમ (AM) ઓક્ટોબર 10, 2025 9:12 એ એમ (AM)

views 11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું ભારતે દુનિયાને બતાવ્યું  કે ટેકનોલોજી સુવિધાની  સાથે સમાનતાનું પણ સાધન છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું ભારતે દુનિયાને બતાવ્યું કે ટેકનોલોજી સુવિધાની સાથે સમાનતાનું પણ સાધન છે. મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2025 માં બોલતા, શ્રી મોદીએ કહ્યું કે... તેમણે કહ્યું કે ડિજિટલ ચુકવણી હવે દરેક નાગરિકના રોજિંદા જીવનનો એક ભાગ છે. શ્રી મોદીએ કહ્યું કે વૈશ્વિક ડિજિટલ વ્યવહારોમાંથી...

ઓક્ટોબર 9, 2025 7:56 પી એમ(PM) ઓક્ટોબર 9, 2025 7:56 પી એમ(PM)

views 15

વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે આ વર્ષે ભારત અને યુકેના સંબંધ મજબૂત થયા છે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દેશનું ડિજિટલ ઇકોસિસ્ટમ નવીનતા અને સમાવેશ માટે વૈશ્વિક ધોરણો સ્થાપિત કરી રહ્યું છે. આજે મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ ૨૦૨૫ને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે ટેકનોલોજીના લોકશાહીકરણને કારણે ભારત સૌથી વધુ ટેકનોલોજીકલ રીતે સમાવિષ્ટ દેશો માંનો એક છે. તેમણે કહ્યું કે દ...

ઓક્ટોબર 9, 2025 7:53 પી એમ(PM) ઓક્ટોબર 9, 2025 7:53 પી એમ(PM)

views 5

ગૃહમંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરી

ગૃહમંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. શ્રી શાહે આતંકવાદ મુક્ત જમ્મુ અને કાશ્મીરના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સરકારની અતૂટ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. તેમણે જણાવ્યું હતું કે સુરક્ષા એજન્સીઓના દૃઢ પ...