રાષ્ટ્રીય

જુલાઇ 30, 2024 8:08 પી એમ(PM)

views 11

ઝારખંડમાં હાવડા-મુંબઈ ટ્રેન દુર્ઘટના બાદ રાહત અને બચાવ કામગીરી પૂર્ણ થઈ

ઝારખંડમાં હાવડા-મુંબઈ ટ્રેન દુર્ઘટના બાદ રાહત અને બચાવ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. ચક્રધરપુર રેલ્વે વિભાગ હેઠળના પોટોબેડા ગામ નજીક બારાબામ્બો અને ખરસાવા રેલ્વે સ્ટેશન વચ્ચે આજે સવારે હાવડા-મુંબઈ મેઈલની 18 બોગી પાટા પરથી ઉતરી જવાને પગલે બે મુસાફરોના મોત થયા છે અને 24 મુસાફરો ઘાયલ થયા છે. ટ્રેનના બી-4 કોચ...

જુલાઇ 30, 2024 8:02 પી એમ(PM)

views 12

વિયેતનામના પ્રધાનમંત્રી ફામ મિન્હ ચિન્હ ભારતની ત્રણ દિવસીય સત્તાવાર મુલાકાતે આજે રાત્રે નવી દિલ્હી પહોંચશે

વિયેતનામના પ્રધાનમંત્રી ફામ મિન્હ ચિન્હ ભારતની ત્રણ દિવસીય સત્તાવાર મુલાકાતે આજે રાત્રે નવી દિલ્હી પહોંચશે. તેમની સાથે અનેક મંત્રીઓ અને ટોચના ઉદ્યોગપતિઓનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ હશે. શુક્રવારે વિયેતનામના પ્રધાનમંત્રીનું રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં ઔપચારિક સ્વાગત કરવામાં આવશે. તેઓ રાષ્ટ્રપિતા ...

જુલાઇ 30, 2024 8:01 પી એમ(PM)

views 12

રાજ્યસભામાં આજે સામાન્ય બજેટ 2024-25 પર ચર્ચા ફરી શરૂ થઈ

રાજ્યસભામાં આજે સામાન્ય બજેટ 2024-25 પર ચર્ચા ફરી શરૂ થઈ. ચર્ચામાં ભાગ લેતા, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રફુલ્લ પટેલે જણાવ્યું હતું કે સરકારે રાજકોષીય અભિગમ અપનાવ્યો છે અને 2014 થી દેશની નાણાકીય સ્થિતિ જાળવી રાખી છે. તેમણે કહ્યું કે, આ વર્ષના બજેટમાં યુવાનો માટે નોકરીઓનું સર્જન કરવા પર મહત્તમ ધ્...

જુલાઇ 30, 2024 7:57 પી એમ(PM)

views 16

સરકાર ન્યૂનતમ સમર્થન મૂલ્ય MSPનો સંપૂર્ણ લાભ દેશના ખેડૂતો સુધી પહોંચે તે માટે પ્રતિબદ્ધ છે :કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું છે કે સરકાર ન્યૂનતમ સમર્થન મૂલ્ય MSPનો સંપૂર્ણ લાભ દેશના ખેડૂતો સુધી પહોંચે તે માટે પ્રતિબદ્ધ છે. આજે લોકસભામાં એક લેખિત જવાબમાં મંત્રીએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા દેશના ખેડૂતોને MSP પ્રદાન કરવા અને પ્રણાલીને વધુ અસરકારક અને પારદર્શક બનાવવા મ...

જુલાઇ 30, 2024 7:56 પી એમ(PM)

views 29

કેરળના વાઇનાડમાં ભૂસ્ખલનને કારણે 93 લોકોના મોત, 128 લોકો સારવાર હેઠળ.. રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં

કેરળના વાયનાડમાં થયેલા ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને 93 થયો છે. અકસ્માતમાં ઘાયલ 128થી વધુ લોકો સારવાર હેઠળ છે. વાયનાડમાં ભૂસ્ખલન અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે. આર્મી અને નૌકાદળના જવાનો રાહત અને બચાવના પ્રયાસો કરી રહ્યા છે અને ભૂસ્ખલન અસરગ્રસ્ત મુંડાકાયમમાંથી લગભગ 150 લોકોને સુરક્ષિત...

જુલાઇ 30, 2024 2:32 પી એમ(PM)

views 14

ક્વાડ દેશોના વિદેશ મંત્રીઓએ ત્રાસવાદીઓ દ્વારા નવી ટેકનોલોજીનાં ઉપયોગ સામે ચેતવણી આપી

ક્વાડ દેશોના વિદેશ મંત્રીઓએ ત્રાસવાદીઓ દ્વારા નવી ટેકનોલોજીનાં ઉપયોગ સામે ચેતવણી આપી છે અને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ત્રાસવાદી જૂથ જાહેર કરાયેલા લશ્કર-એ-તોઇબા, જૈશ-એ-મોહમ્મદ, અલ-કાયદા અને ઇસ્લામિક સ્ટેટ સામે આંતરરાષ્ટ્રીય કાર્યવાહી કરવા માંગણી કરી છે. ગઈ કાલે ટોકિયોમાં બેઠક બાદ પ્રસિધ્ધ કરવામાં આવેલા ...

જુલાઇ 30, 2024 2:31 પી એમ(PM)

views 12

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ગઈકાલે આખી રાત વરસાદ વરસતા ગંગોત્રી—યમુનોત્રી હાઈ-વે પર અનેક જગ્યાએ કાટમાળના કારણે પરિવહન બંધ કરાયું

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ગઈકાલે આખી રાત વરસાદ વરસતા ગંગોત્રી—યમુનોત્રી હાઈ-વે પર અનેક જગ્યાએ કાટમાળના કારણે પરિવહન બંધ કરાયું છે. નદી-નાળાની જળસપાટી વધવાથી ઘણું નુકસાન પહોંચ્યું છે. ગંગોત્રી હાઈ-વે પર નેતાલા પાસે કાટમાળના કારણે વાહનોની અવરજવર બંધ કરવામાં આવી છે. આ જ રીતે યમુનોત્રી રાષ્ટ્રીય હાઈ-વે પ...

જુલાઇ 30, 2024 2:27 પી એમ(PM)

views 11

કૃષિ માળખાકીય ભંડોળ હેઠળ દેશમાં 76 હજાર કરોડ રૂપિયાથી વધુની 72 હજાર માળખાકીય યોજના બનાવવામાં આવી છે :કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું છે કે કૃષિ માળખાકીય ભંડોળ હેઠળ દેશમાં 76 હજાર કરોડ રૂપિયાથી વધુની 72 હજાર માળખાકીય યોજના બનાવવામાં આવી છે. આ યોજનાનો હેતુ ખેડૂતોનું નુકસાન ઘટાડવા, ખેડૂતો વધુ મૂલ્ય પ્રાપ્ત કરી શકે, કૃષિમાં નવીનતાને પ્રોત્સાહન મળે અને કૃષિના વિકાસ માટે રોકાણ મેળવી શકે ત...

જુલાઇ 30, 2024 2:25 પી એમ(PM)

views 14

કેરળમાં ભારે વરસાદના કારણે વાયનાડ જિલ્લાના મુંડક્કઈ, અટ્ટમાલા અને ચૂરામલા વિસ્તારમાં તારાજી સર્જાઈ

કેરળમાં ભારે વરસાદના કારણે વાયનાડ જિલ્લાના મુંડક્કઈ, અટ્ટમાલા અને ચૂરામલા વિસ્તારમાં તારાજી સર્જાઈ છે. આજે સવારે ભૂસ્ખલન થતાં અત્યાર સુધીમાં 36 લોકોનાં મોત નીપજ્યા હોવાના અહેવાલ છે. જ્યારે આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા 66થી વધુ લોકોને સારવાર માટે વિવિધ હૉસ્પિટલ્સમાં દાખલ કરાયા છે. અસરગ્રસ્ત વિસ્તારમ...

જુલાઇ 30, 2024 2:22 પી એમ(PM)

views 19

સરકારે કહ્યું છે કે 176 લઘુ, મધ્યમ અને નાના ઉદ્યોગો MSMEને PLI સ્કીમનો લાભ મળ્યો છે

સરકારે કહ્યું છે કે 176 લઘુ, મધ્યમ અને નાના ઉદ્યોગો MSMEને PLI સ્કીમનો લાભ મળ્યો છે. લોકસભામાં પૂરક પ્રશ્નોનો જવાબ આપતા વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્ય મંત્રી જિતિન પ્રસાદે આ માહિતી આપતા જણાવ્યું હતું કે PLI યોજનાઓમાં અત્યાર સુધીમાં એક લાખ 32 હજાર કરોડ રૂપિયાથી વધુનું રોકાણ થયું છે અને તેને કારણે 8 લાખ 50 ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.