રાષ્ટ્રીય

ઓગસ્ટ 23, 2024 3:39 પી એમ(PM)

views 18

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોલેન્ડનો પ્રવાસ પૂર્ણ કરીને આજે કિવની રાજધાની યુક્રેન પહોંચ્યા હતા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોલેન્ડનો પ્રવાસ પૂર્ણ કરીને આજે કિવની રાજધાની યુક્રેન પહોંચ્યા હતા. કિવ માટે રવાના થતા પહેલાં શ્રી મોદીએ જણાવ્યું કે, તેઓ દ્વિપક્ષીય સહકાર મજબૂત બનાવવા અગાઉની મંત્રણાને આગળ ધપાવવા અને વર્તમાન યુક્રેન સંઘર્ષનાં શાંતિપૂર્ણ ઉકેલ અંગે પોતાનો દ્રષ્ટિકોણ રજૂ કરવા આશાવાદી છે. તે...

ઓગસ્ટ 23, 2024 3:38 પી એમ(PM)

views 26

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું છે કે, ભારત અને અમેરિકા સ્વાભાવિક ભાગીદારો છે અને આ ભાગીદારી વધુ મજબૂત બનશે

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું છે કે, ભારત અને અમેરિકા સ્વાભાવિક ભાગીદારો છે અને આ ભાગીદારી વધુ મજબૂત બનશે. અમેરિકાની સત્તાવાર મુલાકાતના પ્રથમ દિવસે વોશિંગ્ટનનમાં તેમણે ભારતીય મૂળનાં નાગરિકોને સંબોધન કરતાં જણાવ્યું કે, ભારતીય સમુદાય તેમના સાંસ્કૃતિક મૂલ્યોને જાળવીને પોતાનાં મૂળને વળગી રહ્યો છે...

ઓગસ્ટ 23, 2024 3:36 પી એમ(PM)

views 17

વરિષ્ઠ ભારતીય વહીવટી સેવા અધિકારી, ગોવિંદ મોહને આજે નવા કેન્દ્રીય ગૃહ સચિવ તરીકે ચાર્જ સંભાળ્યો

વરિષ્ઠ ભારતીય વહીવટી સેવા અધિકારી, ગોવિંદ મોહને આજે નવા કેન્દ્રીય ગૃહ સચિવ તરીકે ચાર્જ સંભાળ્યો છે. તેઓ અજય કુમાર ભલ્લાના અનુગામી બન્યા છે જેમનો કાર્યકાળ ગઈકાલે સમાપ્ત થયો હતો. શ્રી મોહન 1989 બેચના વહીવટી અધિકારી છે અને અગાઉ તેઓ સંસ્કૃતિ મંત્રાલયમાં સચિવ તરીકે કાર્યરત હતા.

ઓગસ્ટ 23, 2024 3:35 પી એમ(PM)

views 10

ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં ગુરૂવારે રાત્રે ભારે વરસાદને પગલે થયેલા ભૂસ્ખલનમાં ચાર વ્યક્તિનાં મૃત્યુ થયા હતા

ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં ગુરૂવારે રાત્રે ભારે વરસાદને પગલે થયેલા ભૂસ્ખલનમાં ચાર વ્યક્તિનાં મૃત્યુ થયા હતા, તેઓ નેપાળનાં રહેવાસી હતા. ગુરૂવારે રાત્રે દોઢ વાગે રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ-એસડીઆરએફને માહિતી મળી હતી કે ભારે વરસાદને પગલે ફાટા વિસ્તારમાં ભૂસ્ખલનમાં અનેક લોકો કાટમાળમાં દટાયેલા છે. જવ...

ઓગસ્ટ 23, 2024 3:34 પી એમ(PM)

views 22

ઇન્દોરના મહુ વિસ્તારમાં નિર્માણાધીન ફાર્મ હાઉસની છત તૂટી પડતાં પાંચ શ્રમિકોનાં મૃત્યુ થયા

ઇન્દોરના મહુ વિસ્તારમાં નિર્માણાધીન ફાર્મ હાઉસની છત તૂટી પડતાં પાંચ શ્રમિકોનાં મૃત્યુ થયા હતા. ગુરૂવારે રાત્રે અહીં શ્રમિકો સુતા હતા ત્યારે છત તૂટવાથી તેઓ દટાઈ ગયા હતા. સ્થાનિક લોકોનાં જણાવ્યા પ્રમાણે ગુરૂવારે રાત્રે થયેલી આ દુર્ઘટનાની જાણ શુક્રવારે સવારે થઈ હતી. હાલ રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.

ઓગસ્ટ 23, 2024 8:31 એ એમ (AM)

views 17

પશ્ચિમ ભારત માટેની ખેલો ઇન્ડિયા અસ્મિતા વુશુ લીગનો આવતીકાલથી ઉત્તર પ્રદેશના મેરઠમાં પ્રારંભ થશે.

પશ્ચિમ ભારત માટેની ખેલો ઇન્ડિયા અસ્મિતા વુશુ લીગનો આવતીકાલથી ઉત્તર પ્રદેશના મેરઠમાં પ્રારંભ થશે. ચાર દિવસની આ લીગ 27 ઑગસ્ટ સુધી ચાલશે. જેમાં ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત સહિત પશ્ચિમ ભારતના વિવિધ રાજ્યોના મહિલા એથલિટ ભાગ લેશે. જેનું જીવંત પ્રસારણ ખેલો ઇન્ડિયા વિમન્સ લીગની યુટ્યૂબ ચે...

ઓગસ્ટ 23, 2024 8:30 એ એમ (AM)

views 16

ECBએ મહિલાઓ માટેની પ્રથમ ટેસ્ટ મેચ ભારત અને ઇંગ્લેન્ડ ટીમ વચ્ચે 2026માં ઇંગ્લેન્ડના લોર્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમમાં યોજવાની જાહેરાત કરી છે.

ઇગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બૉર્ડ – ECBએ મહિલાઓ માટેની પ્રથમ ટેસ્ટ મેચ ભારત અને ઇંગ્લેન્ડ ટીમ વચ્ચે 2026માં ઇંગ્લેન્ડના લોર્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમમાં યોજવાની જાહેરાત કરી છે. ગઈકાલે વેબસાઇટ પર એક સત્તાવાર નિવેદનમાં ECBના મુખ્ય કાર્યકારી અધિકારી રિચાર્ડ ગોલ્ડે પુષ્ટિ કરતા કહ્યું છે કે, તેઓ આનંદ અનુભવે છે...

ઓગસ્ટ 23, 2024 8:26 એ એમ (AM)

views 16

કેન્દ્રીય રમત ગમત મંત્રી મનસુખ માંડવિયાએ ગત માસમાં ઇજિપ્તના કાહિરામાં વિશ્વ બોકિયા ચેલેન્જર સ્પર્ધામાં ભાગ લેનારા ભારતીય એથલિટ સાથે મુલાકાત કરી

કેન્દ્રીય રમત ગમત મંત્રી મનસુખ માંડવિયાએ ગત માસમાં ઇજિપ્તના કાહિરામાં વિશ્વ બોકિયા ચેલેન્જર સ્પર્ધામાં ભાગ લેનારા ભારતીય એથલિટ સાથે મુલાકાત કરી હતી. ડૉક્ટર માંડવિયાએ એથલિટને તેમના સારા પ્રદર્શન બદલ શુભેચ્છા પણ પાઠવી હતી. ભારતે આ ચેમ્પિયનશીપમાં એક સુવર્ણ, બે રજત અને બે કાંસ્ય ચંદ્રક સહિત કુલ પાંચ ચંદ...

ઓગસ્ટ 23, 2024 8:24 એ એમ (AM)

views 18

સ્વીટ્ઝરલેન્ડના લુસાનેમાં આયોજીત ડાયમંડ લીગ ચેમ્પિયનશીપમાં નીરજ ચોપડા પુરુષોની ભાલા ફેંક સ્પર્ધામાં બીજા સ્થાને રહ્યા.

સ્વીટ્ઝરલેન્ડના લુસાનેમાં આયોજીત ડાયમંડ લીગ ચેમ્પિયનશીપમાં નીરજ ચોપડા પુરુષોની ભાલા ફેંક સ્પર્ધામાં બીજા સ્થાને રહ્યા.નીરજે આ સિઝનનો સર્વશ્રેષ્ઠ 89.48 મીટર સુધી ભાલો ફેંક્યો હતો.જ્યારે પીટર્સ એન્ડરસેન 90.61 મીટર સાથે પ્રથમ ક્રમાંકે રહ્યા હતા. નીરજ ચોપડા પાંચમી વાર ડાયમંડ લીગમાં ભાગ લઈ રહ્યા છે.

ઓગસ્ટ 23, 2024 8:22 એ એમ (AM)

views 14

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 11 વાગ્યે, આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત કાર્યક્રમ’ દ્વારા પોતાના વિચારો રજૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 11 વાગ્યે, આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત કાર્યક્રમ’ દ્વારા પોતાના વિચારો રજૂ કરશે. મન કી બાત કાર્યક્રમની માસિક કડીનો આ 113મો એપિસોડ હશે. આ કાર્યક્રમ આપ આકાશવાણી, દુરદર્શન, AIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ પર સાંભળી શકશો. આ ઉપરાંત આકાશવાણીની અ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.