રાષ્ટ્રીય

જુલાઇ 1, 2024 4:09 પી એમ(PM) જુલાઇ 1, 2024 4:09 પી એમ(PM)

views 27

લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ આજે નવીદિલ્હીમાં સેનાના વડા તરીકેનો પદભાર સંભાળ્યો

લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ આજે નવીદિલ્હીમાં સેનાના વડા તરીકેનો પદભાર સંભાળ્યો છે. જનરલ દ્વિવેદીએ દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી, અને ફરજ પર પોતાનું બલિદાન આપનારા જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. માધ્યમો સાથે વાત કરતા જનરલ દ્વિવેદીએ કહ્યું કે ભારતીય સેનાનું નેતૃત્વ કર...

જુલાઇ 1, 2024 4:03 પી એમ(PM) જુલાઇ 1, 2024 4:03 પી એમ(PM)

views 3

કાશ્મીરમાં કોઈ વિધ્ન વગર સરળતાથી ચાલી રહી છે શ્રી અમરનાથજીની વાર્ષિક યાત્રા..

કાશ્મીરમાં શ્રી અમરનાથજીની વાર્ષિક યાત્રા કોઈ વિધ્ન વગર સરળતાથી ચાલી રહી છે. અમારા શ્રીનગરના પ્રતિનિધી જણાવે છે કે, અત્યાર સુધી 28 હજાર 534 શ્રધ્ધાળુઓએ અમરનાથની પવિત્ર ગુફામાં કુદરતી રીતે રચાતા બરફના શિવલિંગનાં દર્શન કર્યા છે. યાત્રા માટે સલામતીનો કડક બંદોબસ્ત કરવામાં આવ્યો છે. નુવાન અને બાલતાલ બેઝ ...

જુલાઇ 1, 2024 3:56 પી એમ(PM) જુલાઇ 1, 2024 3:56 પી એમ(PM)

views 8

પ્રધાનમંત્રી મોદીએ આજે ડોક્ટર્સ ડે નિમિત્તે તમામ ડોકટરોને શુભેચ્છા પાઠવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ડોક્ટર્સ ડે નિમિત્તે તમામ ડોકટરોને શુભેચ્છા પાઠવી છે. શ્રી મોદીએ કહ્યું કે સરકાર ભારતમાં આરોગ્ય સેવા માળખામાં સુધારો કરવા સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે અને તે પણ સુનિશ્ચિત કરશે કે ડોકટરોને તેમનું યોગ્ય સન્માન મળે.શ્રી મોદીએ સોશિયલ મીડીયા પોસ્ટ દ્વારા આ શુભેચ્છા પાઠવી હતી..

જુલાઇ 1, 2024 7:49 પી એમ(PM) જુલાઇ 1, 2024 7:49 પી એમ(PM)

views 95

સંસદના બંને ગૃહોમાં આજે રાષ્ટ્રપતિ અભિભાષણ પર આભાર પ્રસ્તાવ અંગે ચર્ચા થઈ

સંસદના બંને ગૃહોમાં રાષ્ટ્રપતિ અભિભાષણ પર આભાર પ્રસ્તાવ અંગે ચર્ચા થઈ હતી. ભારતીય જનતાપક્ષના સાંસદ અનુરાગ ઠાકુરે ચર્ચામાં ભાગ લેતા પાછલા દસ વર્ષોની સરકારની સિદ્ધિઓનાવખાણ કર્યા. શ્રી ઠાકુરે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાંસરકારે અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા, તેમજ લોકોના કલ્યાણ અર્થે અ...

જુલાઇ 1, 2024 3:19 પી એમ(PM) જુલાઇ 1, 2024 3:19 પી એમ(PM)

views 35

ત્રણ નવા ફોજદારી કાયદાઓનો આજથી દેશભરમાં અમલ

દેશભરમાં આજથી ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ એમ ત્રણ નવા ફોજદારી કાયદા અમલમાં આવી ગયા છે. આ પૂર્વે કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે નિયમિત બેઠકો યોજી હતી અને તેઓ આ ત્રણેય નવા કાયદા લાગુ કરવા માટે ટેકનોલૉજી, ક્ષમતા નિર્માણ અને જાગૃતિ વધ...

જુલાઇ 1, 2024 3:20 પી એમ(PM) જુલાઇ 1, 2024 3:20 પી એમ(PM)

views 35

NTA એ NEET -UG ની પુનઃ પરીક્ષા બાદ સુધારેલું પરિણામ અને ક્રમાંક જાહેર કર્યા

નેશનલ ટેસ્ટિંગ એજન્સી - NTA એ આજે રિ-ટેસ્ટ પછી 1 હજાર 563 ઉમેદવારો અને NEET -UG પરીક્ષાના તમામ ઉમેદવારોના રેન્કનું સુધારેલું પરિણામ જાહેર કર્યું છે. NTA એ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે તમામ ઉમેદવારોના સુધારેલા સ્કોર કાર્ડ તેની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. ઉમેદવારો વેબસાઇટ પર લૉગિન કરી શકે છે અને વેબસા...

જૂન 25, 2024 4:13 પી એમ(PM) જૂન 25, 2024 4:13 પી એમ(PM)

views 117

લોકસભાના અધ્યક્ષપદ માટે ભાજપના સાંસદ ઓમ બિરલાએ જ્યારે વિપક્ષ તરફથી કે. સુરેશે ઉમેદવારી નોંધાવી

લોકસભાના અધ્યક્ષપદ માટે ભાજપના વરિષ્ઠ સાંસદ ઓમ બિરલાએ જ્યારે વિપક્ષ તરફથી કે. સુરેશે તેમની ઉમેદવારી નોંધાવી છે. કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, અમિત શાહ અને પીયૂષ ગોયલે આ અંગે સહમતી સાધવા કોંગ્રેસ નેતા કેસી વેણુગોપાલ અને ડીએમકેના ટીઆર બાલુ સાથે મુલાકાત કરી હતી. પરંતુ સરકાર અને વિપક્ષ વચ્ચે કોઈ સહમતિ સ...

જૂન 25, 2024 4:02 પી એમ(PM) જૂન 25, 2024 4:02 પી એમ(PM)

views 35

18મી લોકસભાનો બીજો દિવસ ચૂંટાયેલા સાંસદોના શપથ વિધિ સાથે શરૂ

18મી લોકસભાનો બીજો દિવસ ચૂંટાયેલા સાંસદોના શપથ વિધિ સાથે શરૂ થયો. આજે એડ્વોકેટ ગોવાલ કાગડા પદવીએ હિન્દીમાં શપથ ગ્રહણ કર્યા હતા. જ્યારે કે અપક્ષ સાંસદ બચ્છવ શોભાએ તેમજ ભાજપના સાંસદ સ્મિતા ઉદય વાઘે મરાઠીમાં શપથ ગ્રહણ કર્યા. વધુ એક અપક્ષ સાંસદ અનુપ ઘોત્રે, કૉંગ્રેસના બળવંત બાસવંત વાનખેડે, એનસીપી અમર શર...

જૂન 25, 2024 3:15 પી એમ(PM) જૂન 25, 2024 3:15 પી એમ(PM)

views 26

સીબીઆઈએ NEET – UGની પરીક્ષા અંગે બિહાર, ગુજરાત અને રાજસ્થાનમાં નોંધાયેલા પાંચ કેસ પોતાને હસ્તક કર્યા

કેન્દ્ર તપાસ સંસ્થા – સીબીઆઈએ NEET – UGની પરીક્ષા અંગે બિહાર, ગુજરાત અને રાજસ્થાનમાં નોંધાયેલા પાંચ કેસ પોતાને હસ્તક કર્યા છે. સીબીઆઈએ આ મામલે ગુજરાત અને બિહારમાં એક-એક જ્યારે કે રાજસ્થાનમાં ત્રણ કેસ દાખલ કર્યા છે. તપાસ એજન્સી આ મામલે મહારાષ્ટ્રના લાતુરમાં નોંધાયેલા કેસની પણ તપાસ કરી શકે છે. અધિકારી...

જૂન 25, 2024 3:12 પી એમ(PM) જૂન 25, 2024 3:12 પી એમ(PM)

views 35

NTA પરીક્ષા માટેની ઉચ્ચ સ્તરીય સમિતિ વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે સંવાદ કરશે

રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી – NTA દ્વારા પરીક્ષાર્થીઓના પારદર્શી, યોગ્ય અને નિષ્પક્ષ સંચાલનને સુનિશ્ચિત કરવા માટે શિક્ષણ મંત્રાલય દ્વારા રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિની પ્રથમ બેઠક ગઈકાલે મળી હતી. સમિતિના અધ્યક્ષ ડૉ. રાધાકૃષ્ણને પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, વિદ્યાર્થીઓ અને વાલીઓની ચિંતાઓ તેમજ સૂચનોન...