રાષ્ટ્રીય

ઓક્ટોબર 29, 2025 9:20 એ એમ (AM) ઓક્ટોબર 29, 2025 9:20 એ એમ (AM)

views 18

આંધ્રપ્રદેશમાં મોન્થા વાવાઝોડુ ત્રાટકતા ભારે વરસાદથી 43 હજાર હેક્ટરથી વધુના પાકને વ્યાપક નુકસાન

વિનાશક બનેલા ચક્રવાતી મોન્થા વાવાઝોડાને કારણે ગઈકાલે આંધ્રપ્રદેશના કાકીનાડા પર ત્રાટકતા આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ પડ્યો હતો. આ વાવાઝોડાને કારણે રાજ્યમાં 43 હજાર હેક્ટર પાકને વ્યાપક નુકસાન થયું છે.માછલીપટ્ટનમ અને કલિંગપટ્ટનમ વચ્ચે 90 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો.ભારતીય હવામાન વિભ...

ઓક્ટોબર 28, 2025 7:53 પી એમ(PM) ઓક્ટોબર 28, 2025 7:53 પી એમ(PM)

views 9

કેન્દ્રીય મંત્રીમંડળે રવિ મોસમ માટે 37 હજાર 952 કરોડ રૂપિયાની સહાય મંજૂર કરી

કેન્દ્રીય મંત્રીમંડળે આઠમા કેન્દ્રીય પગાર પંચની રચનાને મંજૂરી આપી. નવી દિલ્હીમાં માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું, પંચ તેની રચનાની તારીખથી 18 મહિનામાં પોતાની ભલામણો રજૂ કરશે. તેમણે કહ્યું, પંચમાં એક અધ્યક્ષ, એક અંશકાલિક સભ્ય...

ઓક્ટોબર 28, 2025 7:51 પી એમ(PM) ઓક્ટોબર 28, 2025 7:51 પી એમ(PM)

views 49

ચક્રવાત તોફાન મૉન્થા આજે આંધ્રપ્રદેશના કાકીનાડા નજીક ત્રાટકે તેવી સંભાવના

બંગાળની ખાડી પર ત્રાટકેલા ગંભીર ચક્રવાત તોફાન મૉન્થા આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તાર તરફ આગળ વધી રહ્યું હોવાથી રાજ્યમાં મુશળધાર વરસાદ અને ભારે પવન ફૂંકાઈ રહ્યા છે. આજે સાંજે કે રાત્રે મચિલી-પટ્ટણમ્ અને કલિંગ-પટ્ટનમ્ વચ્ચે કાકીનાડા નજીક આ વાવાઝોડું ત્રાટકવાની સંભાવના છે. ઓડિશામાં, રાજ્યના દક્ષિણ અ...

ઓક્ટોબર 28, 2025 7:49 પી એમ(PM) ઓક્ટોબર 28, 2025 7:49 પી એમ(PM)

views 10

હિન્દુસ્તાન ઍરોનૉટિક્સ લિમિટેડે ભારતમાં SJ-100 નાગરિક વિમાનોના નિર્માણ માટે રશિયાની જાહેર કંપની સાથે સમજૂતી કરાર કર્યા

હિન્દુસ્તાન ઍરોનૉટિક્સ લિમિટેડ – H.A.L.-એ ભારતમાં S.J.-100 નાગરિક વિમાનોના નિર્માણ માટે રશિયાની જાહેર કંપની યુનાઈટેડ ઍરક્રાફ્ટ કૉર્પોરેશન સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. સોશિયલ મીડિયા સંદેશમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે દેશના નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં આ ઐતિહાસિક પગલાની પ્રશંસા કરી. સંરક્ષણ મંત્...

ઓક્ટોબર 28, 2025 2:06 પી એમ(PM) ઓક્ટોબર 28, 2025 2:06 પી એમ(PM)

views 45

આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ચક્રવાત મોન્થાની અસરને કારણે 90થી 100 કિલોમીટરની ઝડપે પવન સાથે ભારે વરસાદ

ચક્રવાત મોન્થો તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં પરિણમ્યું છે. આ સાથે 90 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. વાવાઝોડું આજે મોડી રાત્રે કાકીનાડા નજીક ટકરાય તેવી શક્યતા છે. મોન્થાના કારણે શ્રીકાકુલમ, વિજયનગરમ, વિશાખાપટ્ટનમ, અનાક...

ઓક્ટોબર 28, 2025 3:25 પી એમ(PM) ઓક્ટોબર 28, 2025 3:25 પી એમ(PM)

views 102

ઓડિશામાં ચક્રવાતની અસરને પગલે તંત્ર સતર્ક, ગુજરાતમાં પણ સવારથી ધોધમાર વરસાદ

ચક્રવાત મોન્થાની સંભવિત અસરના પગલે ઓડિશા સરકારે તકેદારીના પગલાં લીધાં છે. ચક્રવાત બાદની અસરને પહોંચી વળવા માટે તંત્ર ખડે પગે છે. છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતના કેટલાંક જીલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. સત્તાવાર રીતે જાહેર કરાયેલા આંકડા અનુસાર આજે સવારે છ વાગ્યાથી બપોરના બાર વાગ્યા સુધીમાં ગુજરાતના 8...

ઓક્ટોબર 28, 2025 3:26 પી એમ(PM) ઓક્ટોબર 28, 2025 3:26 પી એમ(PM)

views 7

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આબોહવા પરિવર્તનને પહોંચી વળવા માટે તાત્કાલિક અને નક્કર પગલાં લેવા પર ભાર મૂક્યો.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આબોહવા પરિવર્તનને પહોંચી વળવા માટે તાત્કાલિક અને નક્કર પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે, તેમણે ઉમેર્યુ હતું કે આ મુદ્દો સમગ્ર વિશ્વને અસર કરી રહ્યો છે. આજે નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન સંમેલનના 8મા સત્રને સંબોધતા, રાષ્ટ્રપતિએ ભાર મૂક્યો કે ભારત આબોહવા પરિવર...

ઓક્ટોબર 28, 2025 2:02 પી એમ(PM) ઓક્ટોબર 28, 2025 2:02 પી એમ(PM)

views 6

વાણિજ્યિક કોલસા ખાણ હરાજીનો 14મો તબક્કો આવતીકાલથી શરૂ થશે.

નવી દિલ્હીમાં આવતીકાલે વાણિજ્યિક કોલસા ખાણ હરાજીનો 14મો તબક્કો શરૂ થશે. કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી જી. કિશન રેડ્ડી તેની શરૂઆત કરાવશે. કોલસા મંત્રાલયે જણાવ્યા પ્રમાણે હરાજીનો હેતુ વ્યવસાય કરવામાં સરળતાને પ્રોત્સાહન આપવા, વિવિધ રોકાણોને આકર્ષવા અને વ્યાપક ઉદ્યોગ ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો છે. કો...

ઓક્ટોબર 28, 2025 9:59 એ એમ (AM) ઓક્ટોબર 28, 2025 9:59 એ એમ (AM)

views 8

સરદાર પટેલની જન્મજયંતીની ગુજરાતના એકતા નગર ખાતે આગામી 30 અને 31 ઓક્ટોબરના દિવસે ઉજવણી

સરદાર પટેલની જન્મજયંતીની ગુજરાતના એકતા નગર ખાતે આગામી 30 અને 31 ઓક્ટોબરના દિવસે ઉજવણી થનાર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થનાર છે. આ દિવસ દરમિયાન વિવિધ બેન્ડ દ્વારા રજૂઆત કરવામાં આવશે. અલગ અલગ રાજ્યોમાંથી પણ બેન્ડ આ ઉજવણીમાં ભાગ લેશે. આ પરેડ દરમિયાન દસ ટેબ્લ...

ઓક્ટોબર 28, 2025 9:54 એ એમ (AM) ઓક્ટોબર 28, 2025 9:54 એ એમ (AM)

views 26

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના યુવાનોને વિકસીત ભારત ક્વિઝ સ્પર્ધામાં ભાગ લેવા અનુરોધ કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના યુવાનોને વિકસીત ભારત ક્વિઝ સ્પર્ધામાં ભાગ લેવા અનુરોધ કર્યો છે.સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે, વિકસીત ભારત યંગ લીડર્સ ડાયલોગ 2.0એ દેશના યુવાનો માટે રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવાની એક શ્રેષ્ઠ તક છે. તેમણે કહ્યું કે યુવાનોના વિચારો અને આંતરદ્રષ્તિ વિકસીત...