રાષ્ટ્રીય

ઓક્ટોબર 26, 2024 8:57 એ એમ (AM)

views 9

ACC મેન્સ T-20 ઇમર્જિંગ ટીમ્સ એશિયા કપની ફાઇનલ આજે શ્રીલંકા અને અફઘાનિસ્તાનની A-ટીમ વચ્ચે રમાશે.

ACC મેન્સ T-20 ઇમર્જિંગ ટીમ્સ એશિયા કપની ફાઇનલ આજે શ્રીલંકા અને અફઘાનિસ્તાનની A-ટીમ વચ્ચે રમાશે. અફઘાનિસ્તાને ગઈકાલે ભારતને 20 રને હરાવ્યું હતું. અફઘાનિસ્તાને પ્રથમ બેટિંગ કરતા 206 રન બનાવ્યા હતા.

ઓક્ટોબર 26, 2024 8:54 એ એમ (AM)

views 18

ફિલિપાઈન્સમાં તોફાન ટ્રામીથી મૃત્યુઆંક વધીને 81 થયો છે.

ફિલિપાઈન્સમાં તોફાન ટ્રામીથી મૃત્યુઆંક વધીને 81 થઈ ગયો છે, જ્યારે મોટા પ્રમાણમાં પૂર અને ભૂસ્ખલનને કારણે લગભગ 20 અન્ય લોકો હજુ પણ ગુમ છે. ટ્રામી, આ વર્ષે ફિલિપાઇન્સમાં ત્રાટકનાર 11મું વાવાઝોડું છે. આ વાવોઝોડાથી દક્ષિણ પૂર્વ એશિયાના દેશના ઓછામાં ઓછા 15 પ્રદેશોમાં 2.6 મિલિયનથી વધુ લોકોને અસર થઈ છે.

ઓક્ટોબર 26, 2024 8:52 એ એમ (AM)

views 10

કેન્દ્રીય દવા ધોરણ નિયંત્રણ સંસ્થાએ ચાર દવાઓના બેચને નકલી જાહેર કર્યા છે.

કેન્દ્રીય દવા ધોરણ નિયંત્રણ સંસ્થાએ ચાર દવાઓના બેચને નકલી જાહેર કર્યા છે. સંગઠને લગભગ 3 હજાર સેમ્પલનું પરીક્ષણ કર્યા બાદ 49 દવાઓ પાછી ખેંચી લેવા જણાવ્યું છે. નમૂના લેવામાં આવેલી કુલ દવાઓમાંથી માત્ર 1.5 ટકા જ ઓછી અસરકારક હોવાનું જણાયું હતું. ગઈકાલે નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતાસ આ સંસ્થાના વડા...

ઓક્ટોબર 26, 2024 8:50 એ એમ (AM)

views 31

ક્રિકેટમાં, ન્યુઝીલેન્ડ આજે સવારે પુણે ખાતે બીજી ટેસ્ટના ત્રીજા દિવસે ભારત સામે 5 વિકેટે 198 રનના ઓવરનાઈટ સ્કોરથી તેમનો બીજો દાવ ફરી શરૂ કરશે.

ક્રિકેટમાં, ન્યુઝીલેન્ડ આજે સવારે પુણે ખાતે બીજી ટેસ્ટના ત્રીજા દિવસે ભારત સામે 5 વિકેટે 198 રનના ઓવરનાઈટ સ્કોરથી તેમનો બીજો દાવ ફરી શરૂ કરશે. ન્યૂઝીલેન્ડને અત્યાર સુધી 301 રનની લીડ મળી છે. પ્રથમ ઇનિંગમાં, ન્યૂઝીલેન્ડ 259 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. આ મેચમાં વોશિંગ્ટન સુંદરે તેની પ્રથમ 5 વિકેટ જ્યારે ...

ઓક્ટોબર 26, 2024 8:43 એ એમ (AM)

views 10

ભારતીય રેલ્વે દ્વારા દિવાળી – છઠ પૂજા સહિતના તહેવારોને ધ્યાનમાં રાખીને વિશેષ ટ્રેનો દોડાવાશે.

દિવાળી અને છઠ્ઠ પૂજા સહિતના આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને ઉત્તર રેલ્વે આજથી આવતા મહિનાની 7 તારીખ સુધી 195થી વધારાની વિશેષ ટ્રેનો દોડાવશે. આ ટ્રેનો મુખ્યત્વે નવી દિલ્હી અને આનંદ વિહાર રેલ્વે સ્ટેશનોથી દેશના પૂર્વીય વિસ્તારો માટે રવાના થશે. આકાશવાણી સાથે વાત કરતા ઉત્તર રેલવેના જનરલ મેનેજર અશોક કુમાર...

ઓક્ટોબર 26, 2024 8:41 એ એમ (AM)

views 17

ઝારખંડ વિધાનસભા ચૂંટણી પ્રચારમાં, રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન-એનડીએ અને ઈન્ડિયા એલાયન્સના નેતાઓ જાહેર સમર્થન મેળવવા માટે એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે.

ઝારખંડ વિધાનસભા ચૂંટણી પ્રચારમાં, રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન-એનડીએ અને ઈન્ડિયા એલાયન્સના નેતાઓ જાહેર સમર્થન મેળવવા માટે એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી સહ-પ્રભારી હિમંત બિસ્વા સરમાએ કહ્યું કે, NDAને સમર્થન વધી રહ્યું છે અને લોકોએ હેમંત સોરેન સરકારને હટાવવાનું મન...

ઓક્ટોબર 26, 2024 8:39 એ એમ (AM)

views 12

વિવિધ રાજ્યોની 47 વિધાનસભા બેઠકો અને કેરળની વાયનાડ સંસદીય બેઠક માટે પેટાચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા પૂર્ણ.

વિવિધ રાજ્યોની 47 વિધાનસભા બેઠકો અને કેરળમાં વાયનાડ સંસદીય બેઠક માટે પેટાચૂંટણી માટે ગઈકાલે નામાંકન પ્રક્રિયા સમાપ્ત થઈ. ઉત્તર પ્રદેશની નવ, રાજસ્થાનની સાત, પશ્ચિમ બંગાળની છ, આસામની પાંચ બેઠકો, બિહાર અને પંજાબની ચાર-ચાર, કર્ણાટકની ત્રણ, કેરળ, મધ્યપ્રદેશની અને સિક્કિમની બે-બે બેઠકો માટે પેટાચૂંટણી યોજ...

ઓક્ટોબર 26, 2024 8:37 એ એમ (AM)

views 20

ભારત અને ઇટલી સાયબર સ્પેસને સુરક્ષિત કરવા સહયોગ વધારવા સંમત થયા છે.

ભારત અને ઇટલી સાયબર સ્પેસને સુરક્ષિત કરવા સહયોગ વધારવા સંમત થયા છે. ગઈકાલે નવી દિલ્હીમાં પ્રથમ સાયબર વાર્તાલાપ યોજાયો હતો. જેમા બંને દેશોએ વધતા સાયબર જોખમો અને રાષ્ટ્રીય સાયબર વ્યૂહરચનાઓ પર ચર્ચા વિચારણા કરી હતી. બંને પક્ષોએ ક્ષમતા નિર્માણ પહેલ માટે માહિતી પ્રણાલીઓની સુરક્ષા અંગે પણ ચર્ચા કરી હતી. ભ...

ઓક્ટોબર 26, 2024 8:34 એ એમ (AM)

views 14

ચક્રવાત ‘દાના’થી અસરગ્રસ્ત ઓડિશાના દરિયાકાંઠાના જિલ્લાઓમાં રાહત અને પુનઃસ્થાપન કાર્ય યુદ્ધના ધોરણે ચાલુ.

ચક્રવાત 'દાના'થી અસરગ્રસ્ત ઓડિશાના કેન્દ્રપારા, ભદ્રક, બાલાસોર અને જગતસિંહપુર જેવા દરિયાકાંઠાના જિલ્લાઓમાં સામાન્ય સ્થિતિ લાવવા રાહત અને પુનઃસ્થાપન કાર્ય યુદ્ધના ધોરણે ચાલુ છે. NDRF, ODRAF, અગ્નિશમન સેવાઓ, ઉર્જા અને અન્ય વિભાગોના કર્મચારીઓ માર્ગ જોડાણ અને વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા 24 કલાક કામ કરી ...

ઓક્ટોબર 26, 2024 8:32 એ એમ (AM)

views 11

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કૃત્રિત બુદ્ધિમત્તા – AI ટેક્નોલોજીને યુવાનો માટે વિવિધ ક્ષેત્રોમાં વિશાળ તકો આપનારું ગણાવ્યું.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું હતું કે, કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સમગ્ર વિશ્વ માટે પ્રાથમિક ક્ષેત્ર બની ગયું છે અને આ ઉભરતી ટેક્નોલોજી યુવાનો માટે વિવિધ ક્ષેત્રોમાં વિશાળ તકો ખોલશે. ગઈકાલે છત્તીસગઢમાં રાષ્ટ્રીય વિજ્ઞાન સંસ્થાન - NIT રાયપુરના પદવીદાન સમારોહને સંબોધતાં રાષ્...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.