રાષ્ટ્રીય

નવેમ્બર 16, 2024 7:43 પી એમ(PM)

views 15

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકશાહીના જતનમાં પ્રસાર માધ્યમોની ભૂમિકા મહત્વની ગણાવી

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકશાહીના જતનમાં પ્રસાર માધ્યમોની ભૂમિકા મહત્વની ગણાવી છે. આજે રાષ્ટ્રીય પ્રેસ ડે નિમિત્તે દિલ્હીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં બોલતાં તેમણે કહ્યું કે, દેશની આઝાદીની લડતમાં અને કટોકટીના સમયગાળામાં ભારતના સમુહ પ્રસાર માધ્યમોએ નોંધપાત્ર કામગીરી કરી હતી...

નવેમ્બર 16, 2024 7:41 પી એમ(PM)

views 11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી પાંચ દિવસની નાઈજીરીયા, બ્રાઝીલ અને ગયાનાની મુલાકાતે જવા રવાના થયા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી પાંચ દિવસની નાઈજીરીયા, બ્રાઝીલ અને ગયાનાની મુલાકાતે જવા રવાના થયા છે. પ્રવાસે જતા પહેલાં શ્રી મોદીએ કહ્યું કે, તેમની આ મુલાકાતથી પશ્વિમ આફ્રિકાના ભારતના મહત્વના ભાગીદાર દેશ સાથેની વ્યૂહાત્મક ભાગીદાર મજબૂત બનાવવાની તક ઊભી થઈ છે. તેમણે નાઇજીરીયામાં વસતા ભારતીયોને મળવા ઉ...

નવેમ્બર 16, 2024 7:39 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, ભારતને વિકસિત દેશ બનાવવો એ તેમની સરકારનું મુખ્ય ધ્યેય છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, ભારતને વિકસિત દેશ બનાવવો એ તેમની સરકારનું મુખ્ય ધ્યેય છે. મીડિયા સંસ્થા દ્વારા યોજાયેલી એક બેઠકમાં બોલતાં તેમણે કહ્યું કે, તેમની સરકાર લોકોનો અને લોકો થકી દેશના વિકાસના મંત્ર સાથે કામ કરી રહી છે. તેમની સરકારે રોજગાર અને વિકાસ માટેના મૂડીરોકાણની મદદથી દેશના...

નવેમ્બર 16, 2024 7:07 પી એમ(PM)

views 15

મહારાષ્ટ્રમાં ચાલી રહેલાં વિવિધ રેલવે પ્રોજેક્ટોમાં અત્યાર સુધી એક લાખ, 64 હજાર, 605 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ થયું

મહારાષ્ટ્રમાં ચાલી રહેલાં વિવિધ રેલવે પ્રોજેક્ટોમાં અત્યાર સુધી એક લાખ, 64 હજાર, 605 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ થયું છે. એવી જ રીતે રાજ્યમાં છ હજાર કિલોમીટરની લંબાઈના નવા રેલવે માર્ગો તૈયાર થઈ રહ્યા છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે મુંબઈમાં પત્રકાર પરિષદમાં વધુમાં જણાવ્યું હતું કે, મહારા...

નવેમ્બર 16, 2024 7:05 પી એમ(PM)

views 15

ચૂંટણી પંચે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાના ચૂંટણી પ્રચાર દરમિયાન આદર્શ આચારસંહિતાના ભંગ બદલ મળેલી ફરિયાદોના આધારે ભાજપ અને કોંગ્રેસને નોટિસ પાઠવી

ચૂંટણી પંચે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાના ચૂંટણી પ્રચાર દરમિયાન આદર્શ આચારસંહિતાના ભંગ બદલ મળેલી ફરિયાદોના આધારે ભાજપ અને કોંગ્રેસને નોટિસ પાઠવી છે. ચૂંટણી પંચે ભાજપના અધ્યક્ષ જે.પી. નડ્ડા અને કોંગ્રેસ અધ્યક્ષ મલિક્કાર્જુન ખડગેને અલગ અલગ નોટિસો પાઠવી છે. ચૂંટણી પંચે બંને પક્ષોને આ સોમવારે બપોરના ...

નવેમ્બર 16, 2024 7:04 પી એમ(PM)

views 10

નવી દિલ્હીમાં યોજાઈ રહેલાં ભારત આંતરરાષ્ટ્રીય વ્યાપાર મેળો – IITF માં જનજાતિય વિષય વસ્તુ સાથેના કાપડ મંત્રાલયના પેવેલિયનનો આરંભ થયો

નવી દિલ્હીમાં યોજાઈ રહેલાં ભારત આંતરરાષ્ટ્રીય વ્યાપાર મેળો - IITF માં જનજાતિય વિષય વસ્તુ સાથેના કાપડ મંત્રાલયના પેવેલિયનનો આરંભ થયો છે. કેન્દ્રીય કાપડમંત્રી ગિરિરાજસિંહે તેનું આજે ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમને કહ્યું કે, આ પેવેલિયન દ્વારા દેશના હસ્તકલા ક્ષેત્રના કલા કસબીઓને નવો મંચ મળી રહેશે.

નવેમ્બર 16, 2024 6:56 પી એમ(PM)

views 13

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ ઉત્તર પ્રદેશના, ઝાંસી મેડિકલ કોલેજના (NICU)માં લાગેલી ભીષણ આગમાં 10 જેટલા બાળકોના મોત થયા એ અંગે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ ઉત્તર પ્રદેશના, ઝાંસી મેડિકલ કોલેજના (NICU)માં લાગેલી ભીષણ આગમાં 10 જેટલા બાળકોના મોત થયા એ અંગે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે. તેમણે આ દુર્ઘટનામાં ઇજા પામેલા બાળકો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના પણ કરી છે. ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશના, ઝાંસી મેડિકલ કોલેજમાં શોર્ટ સર્ક...

નવેમ્બર 16, 2024 6:53 પી એમ(PM)

views 18

છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં સલામતી દળોએ કરેલી કાર્યવાહીમાં પાંચ માઓવાદીઓ ઠાર થયા

છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં સલામતી દળોએ કરેલી કાર્યવાહીમાં પાંચ માઓવાદીઓ ઠાર થયા છે. સરહદ સલામતી દળ, ખાસ કાર્યદળ અને જિલ્લા અનામત દળના જવાનોએ અગાઉ મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરી હતી. સલામતી દળના જવાનોને ઘટના સ્થળેથી માઓવાદીઓના મૃતદેહો ઉપરાંત મોટી સંખ્યામાં શસ્ત્રો મળી આવ્યા છે. આ અથડામણમાં સ...

નવેમ્બર 16, 2024 2:57 પી એમ(PM)

views 12

ઉત્તર પ્રદેશના ઝાંસી મેડિકલ કોલેજના (NICU) માં લાગેલી ભીષણ આગમાં 10 જેટલા બાળકોના મોત થયા

ઉત્તર પ્રદેશના, ઝાંસી મેડિકલ કોલેજના (NICU) માં લાગેલી ભીષણ આગમાં 10 જેટલા બાળકોના મોત થયા છે. શોર્ટ સર્કિટને કારણે આગ લાગવાની માહિતી મળી હતી. હોસ્પિટલના અધિકારીઓના જણાવ્યા અનુસાર, એનઆઈસીયુ વોર્ડમાં 54 બાળકને દાખલ કરવામાં આવ્યા હતા અને ફસાયેલા ઘણા બાળકોને બચાવી લેવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્...

નવેમ્બર 16, 2024 2:55 પી એમ(PM)

views 19

ઉત્તરપ્રદેશના બિજનોર જિલ્લામાં માર્ગ અકસ્માતમાં અંદાજે સાત લોકોના મોત

ઉત્તરપ્રદેશના બિજનોર જિલ્લામાં આજે સવારે એક દુર્ઘટનામાં એક જ પરિવારના 6 સભ્ય સહિત ઓછામાં ઓછા સાત લોકોના મોત નીપજ્યા છે. દહેરાદૂન નૈનીતાલ રાષ્ટ્રીય રાજમાર્ગ પર આવેલા ધામપુર વિસ્તારમાં પૂરઝડપે આવતી કાર ત્રિ-ચક્રી વાહન સાથે અથડાઈ હતી. ત્યારબાદ ત્રિચક્રી વાહનના ચાલક સહિત તમામ સાત લોકોએ જીવ ગુમાવ્યા છે. ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.