રાષ્ટ્રીય

માર્ચ 18, 2025 8:09 પી એમ(PM) માર્ચ 18, 2025 8:09 પી એમ(PM)

views 3

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT) એ આવકવેરા બિલ, 2025 ની જોગવાઈઓ હેઠળ આવકવેરા નિયમો અને સંબંધિત નમૂના પર વિવિધ હિતધારકો પાસેથી સૂચનો માગ્યા છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT) એ આવકવેરા બિલ, 2025 ની જોગવાઈઓ હેઠળ આવકવેરા નિયમો અને સંબંધિત નમૂના પર વિવિધ હિતધારકો પાસેથી સૂચનો માગ્યા છે. જેને સરળ બનાવવા માટે, CBDT એ OTP-આધારિત માન્યતા પ્રક્રિયા દ્વારા હિસ્સેદારો સૂચનો સબમિટ કરવા માટે ઇ-ફાઇલિંગ પોર્ટલ પર એક લિંક શરૂ કરી છે. આ પહેલનો ઉ...

માર્ચ 18, 2025 8:06 પી એમ(PM) માર્ચ 18, 2025 8:06 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જર્મન ગાયક કેસમેની પ્રશંસા કરી હતી, જેમણે વૈશ્વિક મંચ પર ભારતીય સંસ્કૃતિને પ્રોત્સાહન આપ્યું હતું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જર્મન ગાયક કેસમેની પ્રશંસા કરી હતી, જેમણે વૈશ્વિક મંચ પર ભારતીય સંસ્કૃતિને પ્રોત્સાહન આપ્યું હતું. સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ ભાર મૂક્યો કે, કેસમે જેવા લોકોએ સાંસ્કૃતિક આદાનપ્રદાનને જોડવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી છે. તેમણે કહ્યું, કેસમે એ તેમના સમર્પિત પ્રયાસો...

માર્ચ 18, 2025 8:05 પી એમ(PM) માર્ચ 18, 2025 8:05 પી એમ(PM)

views 888

ભારતીય રિઝર્વ બેંક-RBI અને બેંક ઓફ મોરિશિયસે સરહદ પારના વ્યવહારો માટે સ્થાનિક ચલણોના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે એક માળખું સ્થાપિત કરવા માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

ભારતીય રિઝર્વ બેંક-RBI અને બેંક ઓફ મોરિશિયસે સરહદ પારના વ્યવહારો માટે સ્થાનિક ચલણોના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે એક માળખું સ્થાપિત કરવા માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. RBI ના જણાવ્યા અનુસાર, આ સમજૂતી કરાર દ્વિપક્ષીય વેપારમાં ભારતીય રૂપિયા અને મોરિશિયસ રૂપિયાના ઉપયોગને સરળ બનાવવા માટે કરાયા ...

માર્ચ 18, 2025 8:01 પી એમ(PM) માર્ચ 18, 2025 8:01 પી એમ(PM)

views 4

ભારતીય રેલવેએ છેલ્લા દસ વર્ષમાં પાંચ લાખ લોકોને રોજગારી પૂરી પાડી.

ભારતીય રેલવેએ છેલ્લા દસ વર્ષમાં પાંચ લાખ લોકોને રોજગારી પૂરી પાડી છે અને એક લાખથી વધુ નોકરીઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, ભારતીય રેલવે સારી નાણાકીય સ્થિતિમાં છે અને સરકાર તેને વધુ સુધારવા માટે કામ કરી રહી છે. શ્રી વૈષ્ણવે લોકસભામાં રેલવે મંત્રાલયના કામકા...

માર્ચ 18, 2025 8:00 પી એમ(PM) માર્ચ 18, 2025 8:00 પી એમ(PM)

views 7

પ્રવર્તન નિર્દેશાલય-EDએ, બિન-સરકારી સંસ્થાઓ, સોરોસ ઇકોનોમિક ડેવલપમેન્ટ ફંડ અને ઓપન સોસાયટી ફાઉન્ડેશન્સ દ્વારા કથિત ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ-FEMA ઉલ્લંઘનની તપાસ કરવા માટે બેંગલુરુમાં આઠ સ્થળોએ FEMA હેઠળ દરોડા પાડ્યા હતા.

પ્રવર્તન નિર્દેશાલય-EDએ, બિન-સરકારી સંસ્થાઓ, સોરોસ ઇકોનોમિક ડેવલપમેન્ટ ફંડ અને ઓપન સોસાયટી ફાઉન્ડેશન્સ દ્વારા કથિત ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ-FEMA ઉલ્લંઘનની તપાસ કરવા માટે બેંગલુરુમાં આઠ સ્થળોએ FEMA હેઠળ દરોડા પાડ્યા હતા. ED એ ખુલાસો કર્યો કે, 2016માં ગૃહ મંત્રાલય દ્વારા સોરોસ OSF ની તપાસ કરવામ...

માર્ચ 18, 2025 7:59 પી એમ(PM) માર્ચ 18, 2025 7:59 પી એમ(PM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઇટાલીના તુરિનમાં વિશેષ ઓલિમ્પિક્સ વિશ્વ શિયાળુ રમતોમાં ભાગ લેનાર ભારતીય ટુકડીને મળ્યા અને તેમના પ્રદર્શનની પ્રશંસા કરી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઇટાલીના તુરિનમાં વિશેષ ઓલિમ્પિક્સ વિશ્વ શિયાળુ રમતોમાં ભાગ લેનાર ભારતીય ટુકડીને મળ્યા અને તેમના પ્રદર્શનની પ્રશંસા કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું કે, તેમને ભારતીય ટુકડી પર ગર્વ છે, જેણે વિશેષ ઓલિમ્પિક્સમાં 33 ચંદ્રક જીતીને દેશનું ગૌરવ વધાર્યું.

માર્ચ 18, 2025 7:57 પી એમ(PM) માર્ચ 18, 2025 7:57 પી એમ(PM)

views 7

મહારાષ્ટ્ર સાયબર સેલે સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈનાને બીજું સમન્સ જારી કર્યુ છે.

મહારાષ્ટ્ર સાયબર સેલે સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈનાને બીજું સમન્સ જારી કર્યુ છે, જેમાં તેમને ઇન્ડિયાઝ ગોટ લેટન્ટ વિવાદના સંદર્ભમાં તેમનું નિવેદન નોંધાવવા આવતીકાલે હાજર થવાનો નિર્દેશ આપ્યો છે. ગઈકાલે પાઠવવામાં આવેલા સમન્સ બાદ તેણે પોતાનું નિવેદન આપ્યું ન હતું. હાલમાં વિદેશમાં રહેલા સમય રૈનાએ વિડિયો કો...

માર્ચ 18, 2025 7:55 પી એમ(PM) માર્ચ 18, 2025 7:55 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું- પ્રયાગરાજ મહાકુંભમાં વિવિધતામાં એકતાની ભાવનાના દર્શન થયા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, પ્રયાગરાજ મહાકુંભમાં વિવિધતામાં એકતાની ભાવનાના દર્શન થયા. લોકસભામાં મહાકુંભ પર નિવેદન આપતા શ્રી મોદીએ કહ્યું, મહાકુંભ એ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે, જે જાગૃત રાષ્ટ્રની ભાવનાને રજૂ કરે છે. શ્રદ્ધા અને વારસા સાથે જોડાવાની ભાવના આજના ભારતની સૌથી મોટી સંપત્તિ છ...

માર્ચ 18, 2025 7:53 પી એમ(PM) માર્ચ 18, 2025 7:53 પી એમ(PM)

views 2

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, કેન્દ્ર સરકાર મણિપુરમાં શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે પ્રતિબદ્ધ છે.

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, કેન્દ્ર સરકાર મણિપુરમાં શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે પ્રતિબદ્ધ છે. શ્રીમતી સીતારમણે આજે રાજ્યસભામાં વિનિયોગ ખરડો, 2025, વિનિયોગ ક્રમ નં. 2 ખરડો 2025, મણિપુર વિનિયોગ લેખાનુદાન ખરડો, 2025 અને મણિપુર વિનિયોગ ખરડો, 2025 પર ચર્ચાનો જવાબ આપતાં આમ જણાવ્યું હતું...

માર્ચ 18, 2025 7:50 પી એમ(PM) માર્ચ 18, 2025 7:50 પી એમ(PM)

views 77

મતદાર ઓળખ કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનો કેન્દ્રીય ચૂંટણી પંચનો નિર્ણય.

કેન્દ્રીય ચૂંટણી પંચે નિર્ણય લીધો કે, મતદાર ઓળખ કાર્ડને આધાર સાથે લિંક કરવાનું બંધારણના અનુચ્છેદ 326 અને લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1950 ની વિવિધ કલમો તેમજ સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ અનુસાર કરાશે. આ નિર્ણય મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર દ્વારા આજે નવી દિલ્હીમાં ગૃહ મંત્રાલય, કાયદા વિભાગ અને UIDAI ના...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.