રાષ્ટ્રીય

માર્ચ 21, 2025 6:25 પી એમ(PM) માર્ચ 21, 2025 6:25 પી એમ(PM)

views 5

ભારતીય રેલ્વેએ ભારત સરકારના “દેખો અપના દેશ” અને “એક ભારત શ્રેષ્ઠ ભારત”ના વિઝનને પ્રોત્સાહન આપવા માટે ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન શરૂ કરી

ભારતીય રેલ્વેએ ભારત સરકારના "દેખો અપના દેશ" અને "એક ભારત શ્રેષ્ઠ ભારત" ના વિઝનને પ્રોત્સાહન આપવા માટે ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન શરૂ કરી છે.જે અંતર્ગત IRCTC  દ્વારા"ગુરુ કૃપા સાથે ઉત્તર ભારત દેવભૂમિ યાત્રા"માં હરિદ્વાર, ઋષિકેશ, અમૃતસર, વૈષ્ણોદેવી, કટરા, મથુરા, વૃંદાવન અને આગ્રાની માટે  ખાસ પ્રવાસી ટ્રે...

માર્ચ 21, 2025 6:16 પી એમ(PM) માર્ચ 21, 2025 6:16 પી એમ(PM)

views 3

ભારતમાં લગભગ દસ હજાર બાયોટેકનોલોજી સ્ટાર્ટઅપ્સ છે, જે લગભગ 165 અરબ ડોલરની બાયોઇકોનોમીમાં યોગદાન આપે છે

કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે ભાર મૂક્યો હતો કે ભારતમાં લગભગ દસ હજાર બાયોટેકનોલોજી સ્ટાર્ટઅપ્સ છે, જે લગભગ 165 અરબ ડોલરની બાયોઇકોનોમીમાં યોગદાન આપે છે. બાયોટેકનોલોજી ઇન્ડસ્ટ્રી રિસર્ચ આસિસ્ટન્સ કાઉન્સિલ-BIRAC ના 13મા સ્થાપના દિવસ પર બોલતા, ડૉ. સિંહે કહ્યું કે ભારત અ...

માર્ચ 21, 2025 6:12 પી એમ(PM) માર્ચ 21, 2025 6:12 પી એમ(PM)

views 4

આજે આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે

આજે આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષની થીમ જંગલો અને વૈશ્વિક ખાદ્ય સુરક્ષા વચ્ચેના મહત્વપૂર્ણ જોડાણ પર ભાર મૂકે છે. અમારા સંવાદદાતા જણાવે છે કે ભારતમાં જંગલો ફક્ત જીવસૃષ્ટિ જ નથી, તે જીવનરેખા છે, જે આપણી સંસ્કૃતિ, અર્થતંત્ર અને જૈવવિવિધતાનો અભિન્ન ભાગ છે. ભારતની વન સંરક્ષણ પ્...

માર્ચ 21, 2025 6:10 પી એમ(PM) માર્ચ 21, 2025 6:10 પી એમ(PM)

views 6

સરકારે જળ જીવન મિશન હેઠળ અત્યાર સુધીમાં દેશના 15 કરોડ 52 લાખથી વધુ ગ્રામીણ પરિવારોને નળ દ્વારા પાણી પૂરું પાડ્યું

સરકારે જળ જીવન મિશન હેઠળ અત્યાર સુધીમાં દેશના 15 કરોડ 52 લાખથી વધુ ગ્રામીણ પરિવારોને નળ દ્વારા પાણી પૂરું પાડ્યું છે. લોકસભામાં તેમના મંત્રાલયને લગતી ગ્રાન્ટની માંગણીઓ પરની ચર્ચાનો જવાબ આપતા, કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે જ્યારે 2019 માં જળ જીવન મિશન શરૂ કરવામાં આવ્યું હતુ...

માર્ચ 21, 2025 6:08 પી એમ(PM) માર્ચ 21, 2025 6:08 પી એમ(PM)

views 8

ચીનના હોતાન પ્રાંતમાં નવા કાઉન્ટીની રચના અંગે ભારતે રાજદ્વારી માધ્યમો દ્વારા વિરોધ નોંધાવ્યો

ચીનના હોતાન પ્રાંતમાં નવા કાઉન્ટીની રચના અંગે ભારતે રાજદ્વારી માધ્યમો દ્વારા વિરોધ નોંધાવ્યો છે. લોકસભામાં એક લેખિત જવાબમાં, વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે જણાવ્યું હતું કે આ કહેવાતા કાઉન્ટીઓના અધિકારક્ષેત્રના કેટલાક ભાગો ભારતના લદ્દાખમાં આવે છે. ભારતે ક્યારેય આ ક્ષેત્રમાં તેના પ્રદેશ પર ગેરક...

માર્ચ 21, 2025 6:06 પી એમ(PM) માર્ચ 21, 2025 6:06 પી એમ(PM)

views 4

સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયના દિવ્યાંગ વ્યક્તિઓના સશક્તિકરણ વિભાગે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે એક દિવસીય ‘પર્પલ ફેસ્ટ’નું આયોજન કર્યું

સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયના દિવ્યાંગ વ્યક્તિઓના સશક્તિકરણ વિભાગે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે એક દિવસીય 'પર્પલ ફેસ્ટ'નું આયોજન કર્યું હતું. સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી વીરેન્દ્ર કુમારે કાર્યક્રમના ઉદ્ઘાટન સત્રની અધ્યક્ષતા કરી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2016 માં...

માર્ચ 21, 2025 2:43 પી એમ(PM) માર્ચ 21, 2025 2:43 પી એમ(PM)

views 2

ભારતરત્ન શરણાઈ વાદક ઉત્સાદ બિસ્મિલ્લાહ ખાંની આજે જન્મજયંતિ

ભારતરત્ન શરણાઈ વાદક ઉત્સાદ બિસ્મિલ્લાહ ખાંની આજે જન્મજયંતિ છે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિતના મહાનુભાવોએ આજે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.શ્રી બિરલાએ ભારતને વિશ્વ સ્તરે સંગીત ક્ષેત્રમાં ગૂંજતું કરનારા ભારતરત્ન ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાંને શ્રદ્ધાંજલિ આપી. તે...

માર્ચ 21, 2025 2:38 પી એમ(PM) માર્ચ 21, 2025 2:38 પી એમ(PM)

views 2

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ આજે દુષ્કર્મના પ્રયાસના કેસમાં અલ્હાબાદ વડી અદાલતના ન્યાયાધીશની ટિપ્પણીઓ સામે વાંધો ઉઠાવીને તેને અયોગ્ય ગણાવી છે

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ આજે દુષ્કર્મના પ્રયાસના કેસમાં અલ્હાબાદ વડી અદાલતના ન્યાયાધીશની ટિપ્પણીઓ સામે વાંધો ઉઠાવીને તેને અયોગ્ય ગણાવી છે. તેમણે કહ્યું કે આવા અવલોકનોથી સમાજમાં ખોટો સંદેશ જશે.સંસદની બહાર પત્રકારો સાથે વાત કરતા તેમણે ઉમેર્યું કે આ પ્રકારની ટિપ્પણીઓ આવા કે...

માર્ચ 21, 2025 2:31 પી એમ(PM) માર્ચ 21, 2025 2:31 પી એમ(PM)

views 5

દેશ આ વર્ષે ટીબી મુક્ત રાષ્ટ્ર બનવા માટે ઝડપથી આગળ વધી રહ્યો છે

દેશ આ વર્ષે ટીબી મુક્ત રાષ્ટ્ર બનવા માટે ઝડપથી આગળ વધી રહ્યો છે. દેશમાં ટીબીનો દર 2015 માં પ્રતિ લાખ વસ્તી 237 હતો જે 2023 માં 17.7 ટકા ઘટીને પ્રતિ લાખ વસ્તી 195 થયો છે, જે વૈશ્વિક ઘટાડા કરતા બમણાથી વધુ છે. આજે લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબ આપતા આરોગ્ય રાજ્ય મંત્રી અનુપ્રિયા પટેલે ...

માર્ચ 21, 2025 2:30 પી એમ(PM) માર્ચ 21, 2025 2:30 પી એમ(PM)

views 4

સંસદમાં ખેતી અંગેની ચર્ચામાં ભાગ લેવા કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણની વિરોધ પક્ષોને અપીલ

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે વિરોધ પક્ષને સંસદમાં ખેતી અંગે ચર્ચામાં ભાગ લેવા અપીલ કરી છે. માધ્યમો સાથેની વાતચીતમાં શ્રી ચૌહાણે કહ્યું, કેન્દ્ર સરકાર સંસદમાં ખેડૂતો મુદ્દે ચર્ચા માટે હંમેશા તૈયાર છે. તેમણે કહ્યું, ખેડૂતોનું કલ્યાણ મોદી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.