રાષ્ટ્રીય

એપ્રિલ 28, 2025 2:01 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ વચ્ચેની બેઠકમાં દેશની વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને મુલાકાત લીધી. અંદાજે 40 મિનિટ સુધી ચાલેલી આ બેઠક પહલગામ આતંકવાદી હુમલા અને ત્યારબાદની સ્થિતિ અંગે યોજવામાં આવી. ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ- C.D.S. જનરલ અનિલ ચૌહાણે ગઈકાલે શ્રી રાજનાથ સિંહ સાથે તેમના નિવાસસ્થાને...

એપ્રિલ 28, 2025 1:58 પી એમ(PM)

views 26

પહલગામ આતંકી હુમલા અંગે ખોટી માહિતી ફેલાવવા બદલ ભારતે 16 પાકિસ્તાની યુ-ટ્યૂબ ચેનલ પર પ્રતિબંધ મુક્યો.

ભારતે પહલગામ આતંકી હુમલાને લઈ ખોટી માહિતી ફેલાવવા બદલ ડૉન ન્યૂઝ, સમા ટીવી, આર્ય ન્યૂઝ અને જિઓ ન્યૂઝ સહિત 16 પાકિસ્તાની યુ-ટ્યૂબ ચૅનલ પર પ્રતિબંધ લગાવ્યો છે. સેના અને સુરક્ષા સંસ્થાઓ વિરુદ્ધ ઉશ્કેરણીજનક અને સંવેદનશીલ માહિતી, ખોટા અને ભ્રામક નિવેદન ફેલાવવા બદલ આ યુ-ટ્યૂબ ચૅનલો પર પ્રતિબંધ મુકાયો છે. પ...

એપ્રિલ 28, 2025 1:54 પી એમ(PM)

views 12

ભારત આજે ફ્રાન્સ સાથે 26 રાફેલ દરિયાઈ લડાકુ વિમાનની ખરીદી માટે સંરક્ષણ સોદા પર હસ્તાક્ષર કરશે

ભારત આજે ફ્રાન્સ સાથે 26 રાફેલ દરિયાઈ લડાકુ વિમાનની ખરીદી માટે સંરક્ષણ સોદા પર હસ્તાક્ષર કરશે. સૂત્રોના જણાવ્યા મુજબ, સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંઘ અને ભારતમાં ફ્રાન્સના રાજદૂત હસ્તાક્ષર દરમિયાન બંને પક્ષનું પ્રતિનિધિત્વ કરશે. 26 રાફેલ દરિયાઈ વિમાનમાંથી 22 સિન્ગલ સિટર અને ચાર ડબલ સિટર હશે. આ વિમાનોન...

એપ્રિલ 28, 2025 9:16 એ એમ (AM)

views 8

પાકિસ્તાનના સુરક્ષા દળોએ પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનના 54 આતંકવાદીઓને ઠાર માર્યા

પાકિસ્તાનના સુરક્ષા દળોએ પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનના 54 આતંકવાદીઓને ઠાર માર્યા હતા, પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ દ્વારા ઉત્તરપશ્ચિમ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં ઘૂસણખોરી કરવાના પ્રયાસ દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી હતી. તેમ લશ્કરની મીડિયા શાખાએ જણાવ્યું હતું. માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથ...

એપ્રિલ 28, 2025 9:13 એ એમ (AM)

views 10

દક્ષિણ ઈરાનના શહેર બંદર અબ્બાસ નજીક બંદર પર થયેલા પ્રચંડ વિસ્ફોટમાં મૃત્યુઆંક વધીને 40 પર પહોંચ્યો

દક્ષિણ ઈરાનના શહેર બંદર અબ્બાસ નજીક બંદર પર થયેલા પ્રચંડ વિસ્ફોટમાં મૃત્યુઆંક વધીને 40 પર પહોંચી ગયો છે. શનિવારના વિસ્ફોટ અને ત્યારબાદ લાગેલી આગમાં 1 હજાર થી વધુ લોકો ઘાયલ થયા હતા, જેમાંથી 197 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘટનાનું કારણ હજુ સુધી જાણી શકાયુ નથી. ઈરાનની સરકારના પ્રવક્તા, ફ...

એપ્રિલ 28, 2025 9:12 એ એમ (AM)

views 11

વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાં ગયા અઠવાડિયે 17 હજાર કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કર્યું

વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાં ગયા અઠવાડિયે 17 હજાર કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કર્યું. અગાઉ, 18 એપ્રિલના રોજ પૂરા થયેલા સપ્તાહમાં, તેમણે કુલ 8 હજાર 500 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું.નવીનતમ માહિતી અનુસાર, વિદેશી રોકાણકારોએ 21 થી 25 એપ્રિલ દરમિયાન ભારતીય શેરબજારમાં કુલ 17 હજાર ચારસો 25 કરોડ રૂ...

એપ્રિલ 28, 2025 9:11 એ એમ (AM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના માર્ગ અકસ્માતમાં ભોગ બનેલા પરિવારો માટે બે લાખ રૂપિયા અને ઘાયલો માટે 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના માર્ગ અકસ્માતમાં ભોગ બનેલા પરિવારો માટે બે લાખ રૂપિયા અને ઘાયલો માટે 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા સંદેશમાં, પ્રધાનમંત્રીએ કહ્યું કે, મધ્યપ્રદેશના મંદસૌરમાં થયેલા અકસ્માતમાં જીવ ગુમાવવાથી દુઃખ થયું છે. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે...

એપ્રિલ 28, 2025 9:10 એ એમ (AM)

views 10

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં હિન્દુ પ્રવાસીઓની હત્યાઓ સામે વિશ્વભરના ભારતીય સમુદાયે વિરોધ પ્રદર્શનો કર્યા

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં હિન્દુ પ્રવાસીઓની હત્યાઓ સામે વિશ્વભરના ભારતીય સમુદાયે વિરોધ પ્રદર્શનો કર્યા હતા. મેલબોર્નના ફેડરેશન સ્ક્વેરથી લંડનમાં પાકિસ્તાન હાઈ કમિશન સુધી અને કોપનહેગનથી કાઠમંડુમાં પાકિસ્તાન દૂતાવાસ સુધી, પ્રદર્શનકારીઓએ ન્યાયની માંગ કરી અને આ ક્રૂર આ...

એપ્રિલ 28, 2025 9:08 એ એમ (AM)

views 8

ઇરાન સમર્થિત હિઝબુલ્લાહના ઠેકાણાઓ ઉપર ઇઝરાયલે બેરૂતના દક્ષિણ ઉપનગરોમાં હવાઈ હુમલો કર્યો

ઇઝરાયલે ગઈકાલે બેરૂતના દક્ષિણ ઉપનગરો પર હવાઈ હુમલો કર્યો હતો, જેમાં ઈરાન સમર્થિત જૂથ હિઝબુલ્લાહ દ્વારા ઉપયોગમાં લેવાતી એક ઇમારતને લક્ષ્યાંક બનાવી હતી. ઇઝરાયલે કહ્યું હતું કે, ઇઝરાયલ માટે ખતરારૂપ મિલાઇલોના ભંડાર હોવાને કારણે આ ઇમારત પર હુમલો કરાયો હતો. લેબનીઝ રાષ્ટ્રપતિએ આ હુમલાની નિંદા કરી હતી અને ન...

એપ્રિલ 28, 2025 9:07 એ એમ (AM)

views 7

પહેલગામ આતંકવાદી હુમલા બાદ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સૈન્યની તૈયારીઓ અંગે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણ સાથે બેઠક

પહેલગામ આતંકવાદી હુમલા બાદના પ્રતિભાવમાં લશ્કરી તૈયારીઓની ચર્ચા માટે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ગઈકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ સાથે મુલાકાત કરી હતી. દિલ્હીમાં રક્ષામંત્રીના નિવાસસ્થાને યોજાયેલી આ બેઠક લગભગ 40 મિનિટ ચાલી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, જનરલ ચૌહાણે સંરક્ષણ મંત્રીને લશ્કરી ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.