રાષ્ટ્રીય

માર્ચ 25, 2025 7:24 પી એમ(PM) માર્ચ 25, 2025 7:24 પી એમ(PM)

views 3

કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ કહ્યું: ‘વર્ષ 2047સુધીમાં ભારતને આત્મનિર્ભર દેશ બનાવવામાં લઘુમતી સમુદાયનું યોગદાન મહત્વનું હશે

ભારતને વર્ષ 2047 સુધી આત્મનિર્ભર દેશ બનાવવામાં લઘુમતી સમુદાયનું યોગદાન મહત્વનું હશે. લઘુમતી બાબતોના કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ આજે નવી દિલ્હીમાં લઘુમતીઓના એક સંમેલનમાં આ મુજબ જણાવ્યું હતું. તેમણે લઘુમતી સમુદાયના શિક્ષણ અને કૌશલ્ય વિકાસને પ્રાથમિકતા આપવાની જરૂરિયાત પર પણ ભાર મુક્યો.       શ્રી રિ...

માર્ચ 25, 2025 6:28 પી એમ(PM) માર્ચ 25, 2025 6:28 પી એમ(PM)

views 3

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રીનીતિન ગડકરીએ કહ્યું: ‘દેશમાં માર્ગ અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામનારા લોકોમાં 60 ટકાથી વધુ 18થી 45 વર્ષ સુધીના હોય છે

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રીનીતિન ગડકરીએ કહ્યું: ‘દેશમાં માર્ગ અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામનારા લોકોમાં 60 ટકાથી વધુ 18થી 45 વર્ષ સુધીના હોય છે.’ શ્રી ગડકરી આજે નવી દિલ્હીમાં માર્ગ સલામતી પર A.M.C.H.A.M.ના ટેક્નોલૉજી હસ્તક્ષેપઃ યુએસ-ઇન્ડિયા ભાગીદારી વિષય પર યોજાયેલા કાર્યક્રમને સંબોધી ...

માર્ચ 25, 2025 6:26 પી એમ(PM) માર્ચ 25, 2025 6:26 પી એમ(PM)

views 7

હિન્દી સિનેમાના અભિનેતા અક્ષય કુમારે વિશ્વ દ્રશ્ય શ્રાવ્ય અને મનોરંજન શિખર સંમેલન- વેવ્ઝ 2025 માટે શુભેચ્છાઓ પાઠવી છે

હિન્દી સિનેમાના અભિનેતા અક્ષય કુમારે વિશ્વ દ્રશ્ય શ્રાવ્ય અને મનોરંજન શિખર સંમેલન- વેવ્ઝ 2025 માટે શુભેચ્છાઓ પાઠવી છે. આ સંમેલન મુંબઈમાં પહેલી મે-થી ચાર મે સુધી યોજાશે. સોશિયલ મીડિયા સંદેશમાં અક્ષય કુમારે આ સંમેલનના આયોજનને મહત્વનું પગલું ગણાવ્યું. તેમણે કહ્યું, આ સંમેલન વિશ્વભરના સર્જકોને એક વ્યાપક...

માર્ચ 25, 2025 7:26 પી એમ(PM) માર્ચ 25, 2025 7:26 પી એમ(PM)

views 7

લોકસભાએ આજે નાણાવિધેયક, 2025ને પસાર કર્યું છે

લોકસભાએ આજે નાણાવિધેયક, 2025ને પસાર કર્યું છે. આ વિધેયકનો ઉદ્દેશ નાણાકીય વર્ષ 2025-26 માટે કેન્દ્ર સરકારના નાણાકીય પ્રસ્તાવોને અમલમાં મુકવાનો છે. નાણા વિધેયક પર ચર્ચાનો જવાબ આપતાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે કહ્યું: ‘વિધેયકમાં કરદાતાઓને સન્માન આપવા અને વ્યવસાયની સરળતા માટે કરમાં રાહત અપાઈ ...

માર્ચ 25, 2025 2:23 પી એમ(PM) માર્ચ 25, 2025 2:23 પી એમ(PM)

views 5

ફૂટબોલમાં ભારતની રાષ્ટ્રીય ટીમ આજે સાંજે મેઘાલયના શિલોંગના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં એએફસી એશિયન કપ 2027 ક્વોલિફાયરના નિર્ણાયક ત્રીજા રાઉન્ડની મેચમાં બાંગ્લાદેશ સામે રમશે

ફૂટબોલમાં ભારતની રાષ્ટ્રીય ટીમ આજે સાંજે મેઘાલયના શિલોંગના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં એએફસી એશિયન કપ 2027 ક્વોલિફાયરના નિર્ણાયક ત્રીજા રાઉન્ડની મેચમાં બાંગ્લાદેશ સામે રમશે. મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે. બ્લુ ટાઈગર્સે ગયા બુધવારે આંતરરાષ્ટ્રીય મૈત્રીપૂર્ણ મેચમાં માલદીવ સામે 3-શૂન્યથી જીત મેળવી હતી. ભાર...

માર્ચ 25, 2025 2:21 પી એમ(PM) માર્ચ 25, 2025 2:21 પી એમ(PM)

views 7

BCCI એ પહેલી ઓક્ટોબર, 2024 થી 30 સપ્ટેમ્બર, 2025 સુધીના સમયગાળાને આવરી લેતી સીઝન માટે ભારતીય મહિલા ટીમ માટે રિટેનરશિપની જાહેરાત કરી

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) એ પહેલી ઓક્ટોબર, 2024 થી 30 સપ્ટેમ્બર, 2025 સુધીના સમયગાળાને આવરી લેતી સીઝન માટે ભારતીય મહિલા ટીમ માટે રિટેનરશિપની જાહેરાત કરી છે. ક્રિકેટનાં તમામ ફોર્મેટનાં સુકાની હરમનપ્રીત કૌર, સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાના અને સ્ટાઇલિશ ઓલરાઉન્ડર દીપ્તિ શર્માને વર્ષોથી તેમના...

માર્ચ 25, 2025 2:04 પી એમ(PM) માર્ચ 25, 2025 2:04 પી એમ(PM)

views 3

લઘુમતી બાબતોના રાજ્યમંત્રી જ્યોર્જ કુરિયને આજે નવી દિલ્હીમાં રાજ્ય લઘુમતી આયોગોના સંમેલનનું ઉદ્ઘાટન કર્યું

લઘુમતી બાબતોના રાજ્યમંત્રી જ્યોર્જ કુરિયને આજે નવી દિલ્હીમાં રાજ્ય લઘુમતી આયોગોના સંમેલનનું ઉદ્ઘાટન કર્યું. રાષ્ટ્રીય લઘુમતી આયોગ આ પરિષદનું આયોજન કરી રહ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય શિક્ષણ, સમાવેશ અને લઘુમતીઓના સશક્તિકરણ પરધ્યાન કેન્દ્રિત કરવાનો છે. નીતિ નિર્માતાઓ, નિષ્ણાતો અને હિસ્સેદારો લઘુમતી સમુ...

માર્ચ 25, 2025 2:00 પી એમ(PM) માર્ચ 25, 2025 2:00 પી એમ(PM)

views 5

રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડે આજે દિલ્હી હાઇકોર્ટના ન્યાયાધીશ યશવંત વર્માનાં મુદ્દે તમામ પક્ષોનાં નેતાઓ બેઠક બોલાવી છે

રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડે આજે દિલ્હી હાઇકોર્ટના ન્યાયાધીશ યશવંત વર્માનાં મુદ્દે તમામ પક્ષોનાં નેતાઓ બેઠક બોલાવી છે. સાંજે 4-30 કલાકે યોજાશે. શ્રી ધનખડે ગઈ કાલે પણ આ મુદ્દે રાજ્યસભામાં સત્તા પક્ષના નેતા જેપી નડ્ડા અને વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે સાથે બેઠક યોજી હતી.

માર્ચ 25, 2025 1:58 પી એમ(PM) માર્ચ 25, 2025 1:58 પી એમ(PM)

views 3

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ રાજ્ય સરકારનું એક લાખ કરોડ રૂપિયાનું અંદાજપત્ર રજૂ કર્યું

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ મંગળવારે રાજધાનીમાં નવી ચૂંટાયેલી ભાજપ સરકારનું પહેલું બજેટ રજૂ કર્યું હતું.વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટને ઐતિહાસિક ગણાવતા, મુખ્યમંત્રીએ એક લાખ કરોડ રૂપિયાના બજેટની જાહેરાત કરી હતી. વિધાનસભામાં બજેટ રજૂ કરતા મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કહ્યું કે આ બજેટ ફક્ત સરકારી ખર્ચની રજૂઆત ...

માર્ચ 25, 2025 1:54 પી એમ(PM) માર્ચ 25, 2025 1:54 પી એમ(PM)

views 8

છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં ત્રણ માઓવાદીઓ ઠાર

છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં આજેસુરક્ષા દળો સાથેની અથડામણમાં ત્રણ માઓવાદીઓ ઠાર મરાયા.અહેવાલો અનુસાર, સુરક્ષા દળોની સંયુક્ત ટીમે બીજાપુર અને દંતેવાડા જિલ્લાની સરહદે આવેલા જંગલ વિસ્તારમાં નક્સલ વિરોધી કાર્યવાહી શરૂ કરી હતી. આ કાર્યવાહી દરમિયાન આજે સવારે સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. સ...