રાષ્ટ્રીય

માર્ચ 26, 2025 2:10 પી એમ(PM) માર્ચ 26, 2025 2:10 પી એમ(PM)

views 4

છત્તીસગઢના છ મહિલા સહિત નવ માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું

છત્તીસગઢના સુકમા જિલ્લામાં આજે નવ માઓવાદીઓએ પોલીસ અને CRPFના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં આત્મસમર્પણ કર્યું છે. તેમાં છ મહિલા માઓવાદીઓનો સમાવેશ થાય છે. આ માઓવાદીઓ પર 26 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. આજે આત્મસમર્પણ કરનારા માઓવાદીઓ અનેક મોટી ઘટનામાં સામેલ હતા.

માર્ચ 26, 2025 2:09 પી એમ(PM) માર્ચ 26, 2025 2:09 પી એમ(PM)

views 3

CBI એ છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભુપેશ બઘેલના નિવાસસ્થાનો પર દરોડા પાડ્યા

કેન્દ્રીય તપાસ બ્યુરો-CBIએ આજે રાયપુર અને ભિલાઈમાં છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા ભુપેશ બઘેલના નિવાસસ્થાનો પર દરોડા પાડ્યા હતા. CBIની ટીમો સવારે તેમના ઘરે પહોંચી હતી. શ્રી બઘેલનાં કાર્યાલયે એક્સ હેન્ડલ પર એક પોસ્ટમાં જણાવ્યું કે, "CBI આવી ગઈ છે" અને બઘેલ પક્ષની એક મહત્વપૂર્ણ બેઠક માટ...

માર્ચ 26, 2025 2:08 પી એમ(PM) માર્ચ 26, 2025 2:08 પી એમ(PM)

views 5

BJP ના લઘુમતી મોરચાએ સૌગાત-એ-મોદી અભિયાન શરૂ કર્યુઃ વંચિત મુસ્લિમોને વિશેષ કિટનું વિતરણ કરાશે

ભારતીય જનતા પાર્ટીના લઘુમતી મોરચાએ સૌગાત-એ-મોદી અભિયાન શરૂ કર્યું છે, જેનો ઉદ્દેશ ઈદ પહેલા દેશભરના 32 લાખ વંચિત મુસ્લિમોને વિશેષ કિટનું વિતરણ કરવાનો છે. આ પહેલ એ સુનિશ્ચિત કરવા માગે છે કે, ગરીબ મુસ્લિમ પરિવારો કોઈપણ મુશ્કેલી વિના તહેવારની ઉજવણી કરી શકે. આકાશવાણી સમાચાર સાથે વાત કરતા, ભાજપના લઘુમતી મ...

માર્ચ 26, 2025 9:34 એ એમ (AM) માર્ચ 26, 2025 9:34 એ એમ (AM)

views 4

ભારતે તેનું પ્રથમ સ્વદેશી મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ, MRI મશીન વિકસાવ્યું.

ભારતે તેનું પ્રથમ સ્વદેશી મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ, MRI મશીન વિકસાવ્યું છે, આ નવું મશીન પરીક્ષણો માટે ઓક્ટોબર સુધીમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (એઇમ્સ), નવી દિલ્હીમાં સ્થાપિત થશે.સ્વદેશી એમઆરઆઈ મશીન ભારતને તબીબી ટેકનોલોજીમાં વધુ આત્મનિર્ભર બનાવવામાં મદદ કરશે. પત્રકારો સાથે વાત કરત...

માર્ચ 26, 2025 9:33 એ એમ (AM) માર્ચ 26, 2025 9:33 એ એમ (AM)

views 2

ILO કહે છે કે, ભારતનું સામાજિક સુરક્ષા કવરેજ 2021 માં 24.4% થી બમણું થઈને 2024 માં 48.8% થયું.

ભારતના સામાજિક સુરક્ષા કવરેજમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન, ILO અનુસાર ભારતનું સામાજિક સુરક્ષાનું કવરેજ 2021માં 24.4 ટકાથી વધીને 2024માં 48.8 ટકા થઈ ગયું છે.આઇ. એલ. ઓ. ના વિશ્વ સામાજિક સુરક્ષા અહેવાલનો હવાલો આપતા, કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડો. મનસુખ માંડવિયાએ સમગ્...

માર્ચ 26, 2025 9:30 એ એમ (AM) માર્ચ 26, 2025 9:30 એ એમ (AM)

views 2

હિન્દી સિનેમાના અભિનેતા અક્ષય કુમારે વિશ્વ દ્રશ્ય શ્રાવ્ય અને મનોરંજન શિખર સંમેલન- વેવ્ઝ 2025 માટે શુભેચ્છાઓ પાઠવી.

હિન્દી સિનેમાના અભિનેતા અક્ષય કુમારે વિશ્વ દ્રશ્ય શ્રાવ્ય અને મનોરંજન શિખર સંમેલન- વેવ્ઝ 2025 માટે શુભેચ્છાઓ પાઠવી છે.આ સંમેલન મુંબઈમાં પહેલી મે-થી ચાર મે સુધી યોજાશે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી કુમારે કહ્યું, આ સંમેલન વિશ્વભરના સર્જકોને એક વ્યાપક મંચ પૂરું પાડશે, જેમાં વૈશ્વિક મનોરંજનના ભવિષ્યને બ...

માર્ચ 26, 2025 9:29 એ એમ (AM) માર્ચ 26, 2025 9:29 એ એમ (AM)

views 1

સરકારે ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ આજથી બંધ કરવાનો નિર્ણય કર્યો.

ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમના મધ્યમ અને લાંબા ગાળાની સરકારી ડિપોઝિટ આજથી બંધ કરવામાં આવશે. નાણાં મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, ગોલ્ડ મોનેટાઇઝેશન યોજનાની કામગીરી અને બજારની બદલાતી પરિસ્થિતિઓની તપાસ બાદ આ યોજનાને બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.મંત્રાલયે ઉમેર્યું કે, નિયુક્ત સંગ્રહ અને શુદ્ધતા પરીક્ષણ ક...

માર્ચ 26, 2025 9:27 એ એમ (AM) માર્ચ 26, 2025 9:27 એ એમ (AM)

views 7

ઉત્તરાખંડ પછી ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ, યુસીસી લાગુ કરનાર દેશનું બીજું રાજ્ય બનશે.

ઉત્તરાખંડ પછી ગુજરાત સમાન નાગરિક સંહિતા UCC લાગુ કરનાર દેશનું બીજું રાજ્ય બનશે. રાજ્ય વિધાનસભાને સંબોધતા રાજ્યના કાયદા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, આ રાજ્યના તમામ લોકો માટે સમાન ન્યાય સુનિશ્ચિત કરવા અને એક ભારત શ્રેષ્ઠ ભારતની વિભાવનાને સાકાર કરવાની દિશામાં એક પગલું છે.

માર્ચ 26, 2025 9:26 એ એમ (AM) માર્ચ 26, 2025 9:26 એ એમ (AM)

views 2

મ્યાનમારમાં વણસી રહેલી સ્થિતિની વિદેશ મંત્રી એસ જયશંકર અને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવના વિશેષ દૂત જુલી બિશપે ચર્ચા કરી.

વિદેશ મંત્રી ડો. એસ. જયશંકર અને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવના વિશેષ દૂત જુલી બિશપે ગઈકાલે નવી દિલ્હીમાં મ્યાનમારમાં ઝડપથી વણસી રહેલી પરિસ્થિતિ પર વાતચીત કરી હતી. બિશપ હાલમાં ભારતની મુલાકાતે છે. ગયા વર્ષે એપ્રિલમાં સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે બિશપને મ્યાનમારમાં તેમના વિશેષ દૂત તરીકે નિ...

માર્ચ 26, 2025 9:24 એ એમ (AM) માર્ચ 26, 2025 9:24 એ એમ (AM)

views 3

લોકસભામાં 35 સુધારાઓ સાથે નાણા બિલ 2025 પસારઃ સંસદમાં આપત્તિ વ્યવસ્થાપન સુધારા ખરડો 2024 પસાર.

લોકસભામાં ગઈ કાલે સરકાર દ્વારા 35 સુધારાઓ સાથેનો નાણા ખરડો, 2025 પસાર કરવામાં આવ્યો હતો. ટેરિફનું સરળીકરણ અને સ્થાનિક ઉત્પાદનને વેગ આપવા આ સુધારો કરવામાં આવ્યો છે. ખરડામાં નાણાકીય વર્ષ 2025-26 માટે કેન્દ્ર સરકારની નાણા દરખાસ્તોને અમલ કરવાની જોગવાઈ છે.દરમિયાન, સંસદે આપત્તિ વ્યવસ્થાપન (સુધારા) બિલ 202...