રાષ્ટ્રીય

મે 8, 2025 7:09 પી એમ(PM)

views 12

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે દેશના સશસ્ત્ર દળોને તેમની કાર્યવાહી, હિંમત અને બહાદુરી દર્શાવવા બદલ અભિનંદન આપ્યા

ભારતીય સશસ્ત્ર દળોએ ઓપરેશન સિંદૂરમાં ઉચ્ચ ગુણવત્તાવાળા સાધનોનો ઉપયોગ કર્યો છે જેના પરિણામે પાકિસ્તાન અને પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ કાશ્મીરમાં મોટી સંખ્યામાં આતંકવાદીઓ માર્યા ગયા છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે કહ્યું કે, સશસ્ત્ર દળોએ જે રીતે પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી છાવણીઓનો નાશ કર્યો તે ...

મે 8, 2025 7:07 પી એમ(PM)

views 8

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે જણાવ્યું કે ભારત હંમેશા વૈશ્વિક શાંતિ, વૈશ્વિક બંધુત્વ અને વૈશ્વિક કલ્યાણમાં માને છે

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે જણાવ્યું કે ભારત હંમેશા વૈશ્વિક શાંતિ, વૈશ્વિક બંધુત્વ અને વૈશ્વિક કલ્યાણમાં માને છે. તેમણે નવી દિલ્હીમાં ઇન્ડિયા ફાઉન્ડેશનના કૌટિલ્ય ફેલો સાથે સંવાદ કરતાં શ્રી ધનખડે આ મુજબ જણાવ્યું હતું. તેમણે ભાર મૂક્યો હતો કે કૌટિલ્યની વિચાર પ્રક્રિયા શાસનમાં એક ગ્રંથ છે. તેમણે ઉમેર્યું ...

મે 8, 2025 1:51 પી એમ(PM)

views 9

ઓપરેશન સિંદૂર અંગેની માહિતી આપવા સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી: તમામ વિરોધ પક્ષો હાજર રહ્યા.

ઓપરેશન સિંદૂરના પગલે નવી દિલ્હીમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહનાં અધ્યક્ષપદે સર્વપક્ષીય બેઠક યોજાઈ. સંસદ ભવનમાં યોજાયેલી આ બેઠકમાં વિવિધ રાજકીય પક્ષોના નેતાઓને ઓપરેશન અંગેની માહિતી આપવામાં આવી હતી. બેઠકમાં ગૃહ મંત્રી અમિત શાહ, વિદેશ મંત્રી ડૉક્ટર એસ. જયશંકર, કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન, રાજ્યસભામાં...

મે 8, 2025 1:49 પી એમ(PM)

views 9

ઓપરેશન સિંદૂર બાદ ફરી પ્રધાનમંત્રી સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની મુલાકાત.

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે આજે નવી દિલ્હી સ્થિત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી સ્થળો પર ભારત દ્વારા કરવામાં આવેલા હુમલાના એક દિવસ પછી આ મુલાકાત થઈ હતી. ગઈકાલે, શ્રી ડોભાલે પહેલગામ આતંકવાદી હુમ...

મે 8, 2025 1:47 પી એમ(PM)

views 8

નિયંત્રણ રેખા નજીક પૂંચ સરહદે પાકિસ્તાનના ગોળીબારમાં 13 ભારતીય નાગરિકોનાં મોત.

જમ્મુ અને કાશ્મીરમાં, પાકિસ્તાની સેનાએ ગઈકાલે રાત્રે નિયંત્રણ રેખા પર ચાર સેક્ટરમાં ગોળીબાર કરતાં ભારતીય સેનાએ વળતો જવાબ આપ્યો હતો. 7 અને 8 મેની મધ્યરાત્રિએ, પાકિસ્તાની સેનાએ જમ્મુ જિલ્લાના અખનૂર સેક્ટરની સામેના વિસ્તારોમાં, કુપવાડા, બારામુલ્લા અને ઉરીમાં નિયંત્રણ રેખા પાર નાના હથિયારો અને તોપખાનાનો...

મે 8, 2025 1:46 પી એમ(PM)

views 10

ઉત્તર-કાશીમાં હેલીકોપ્ટર દુર્ઘટનામાં પાંચ યાત્રાળુ અને એક પાયલોટ સહિત છનાં મોત.

આજે સવારે ઉત્તરાખંડના ગંગણી નજીક એક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતાં પાંચ યાત્રાળુઓ અને પાઇલટ સહિત છ લોકોના મોત થયા છે. દુર્ઘટનાગ્રસ્ત હેલીકોપ્ટરમાં સાત લોકો સવાર હતા. હેલિકોપ્ટર યાત્રાળુઓને લઈને ગંગોત્રી ધામ જઈ રહ્યું હતું. તંત્ર દ્વારા બચાવ અને રાહત કામગીરી કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી પુષ્કર સિં...

મે 8, 2025 9:22 એ એમ (AM)

views 14

NIA-એ પહેલગામ આતંકવાદી હુમલા સંબંધિત માહિતી, તસવીરો અથવા વીડિયો હોય તો તે તાત્કાલિક મોકલવા પ્રવાસીઓ અને સ્થાનિક લોકોને અપીલ કરી

રાષ્ટ્રીય તપાસ સંસ્થા NIA-એ પહેલગામ આતંકવાદી હુમલા સંબંધિત માહિતી, તસવીરો અથવા વીડિયો હોય તો તે તાત્કાલિક મોકલવા પ્રવાસીઓ અને સ્થાનિક લોકોને અપીલ કરી છે. NIA એ જણાવ્યું કે, પ્રવાસીઓ સંસ્થાનો મોબાઇલ નંબર 96 54 95 88 16 અથવા લેનલાઇન નંબર - 011 24 36 88 00 પર ફોન કરી માહિતી આપી શકે છે. NIA એ જણાવ્યું હ...

મે 8, 2025 9:15 એ એમ (AM)

views 11

હવાઇ સેવાઓ સ્થગિત કરાતા લદાખમાં ફસાયેલા પ્રવાસીઓ માટે રહેવાની નિઃશુલ્ક વ્યવસ્થા કરાઇ. સંરક્ષણ સ્ટાફ માટે ઇન્ડિયન એરલાઇન્સે રિફંડની જાહેરાત કરી

લદ્દાખમાં ફસાયેલા પ્રવાસી માટે નિઃશુલ્ક રહેવાની સગવડ કરવામાં આવી છે. ઓપરેશન સિંદૂર પછી લેહ એરપોર્ટ બંધ થવાને કારણે ઉડ્ડયન રદ થતાં અનેક પ્રવાસીઓ લદ્દાખમાં ફસાયા છે. પ્રવાસીઓ હોટલ અથવા ગેસ્ટ હાઉસમાં ઉતર્યા હોય તેમના માટે ઓલ લદ્દાખ હોટેલ એન્ડ ગેસ્ટ હાઉસ એસોસિએશન તરફથી આ સુવિધા અપાઇ રહી છે.ભારતના સશસ્ત્...

મે 8, 2025 9:13 એ એમ (AM)

views 7

તંત્ર અને નાગરિકોના સંયુક્ત પ્રયાસોના ઉપક્રમે દેશભરમાં મોકડ્રિલ યોજાઇ.

ભારતનાં હવાઇ હૂમલા બાદ પાકિસ્તાન સાથે વધતી જતી તંગદિલીને પગલે ગઈ કાલે દેશભરમાં મોક ડ઼્રિલનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું. સાંજે ચાર વાગ્યાથી શરુ થયેલા આ અભ્યાસમાં હવાઈ હૂમલા અને અંધારપટ જેવી ઘટનાઓ દરમિયાન નાગરિકો અને સંરક્ષણ દળોની સજ્જતાની સમીક્ષા કરવામાં આવી.રાજધાની દિલ્હીમાં નોર્થ બ્લોક, સાઉથ...

મે 8, 2025 9:12 એ એમ (AM)

views 10

ઓપરેશન સિંદૂર અંગેની રજેરજની માહિતી આપવા માટે કેન્દ્ર સરકારે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી

ઓપરેશન સિંદૂરના પગલે સરકારે આજે નવી દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક બોલાવી છે. બેઠક દરમિયાન, વિવિધ રાજકીય પક્ષોના નેતાઓને સરકાર દ્વારા ઓપરેશન અંગે માહિતી આપવામાં આવશે. પક્ષીય રેખાઓથી આગળ વધીને નેતાઓએ ઓપરેશન સિંદૂરની પ્રશંસા કરી છે અને આતંકવાદીઓ સામે સશસ્ત્ર દળોની કાર્યવાહી પર ગર્વ વ્યક્ત કર્યો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.