રાષ્ટ્રીય

મે 11, 2025 3:31 પી એમ(PM)

views 6

વિશ્વભરનાં નેતાઓએ ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધવિરામની પ્રશંસા કરી

વિશ્વ નેતાઓએ ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધવિરામને બંને દેશો વચ્ચેના તણાવ ઘટાડવા માટેના એક મુખ્ય પગલા તરીકે પ્રશંસા કરી છે. યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે આ પગલાનું સ્વાગત કર્યું, બંને દેશોને આ પ્રગતિ પર આગળ વધવા વિનંતી કરી. યુકેના વિદેશ સચિવ ડેવિડ લેમીએ યુદ્ધવિરામને ખૂબ જ આવકારદાયક ગણાવ્ય...

મે 11, 2025 9:38 એ એમ (AM)

views 8

બાંગ્લાદેશની વચગાળાની સરકારે આતંકવાદ વિરોધી કાયદા હેઠળ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાની અવામી લીગ પાર્ટીની તમામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂક્યો

બાંગ્લાદેશની વચગાળાની સરકારે આતંકવાદ વિરોધી કાયદા હેઠળ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાની અવામી લીગ પાર્ટીની તમામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધ પક્ષ અને તેના નેતાઓ સામેની ટ્રાયલ પૂર્ણ ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે. આ નિર્ણય ગઈકાલે રાત્રે ઢાકામાં એક ખાસ બેઠકમાં વચગાળાની સરકારની સલાહકાર પર...

મે 11, 2025 9:34 એ એમ (AM)

views 7

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત થયા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાને એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત થયા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાને એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, NSA અજિત ડોભાલ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અને ત્રણેય સશસ્ત્ર દળોના વડાઓએ હાજરી આ...

મે 11, 2025 9:15 એ એમ (AM)

views 9

પાકિસ્તાને ભારત સાથેની યુધ્ધ વિરામ સમજૂતીનું ઉલ્લંઘન કર્યું

વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું છે કે, પાકિસ્તાને ગઈકાલે થયેલી યુધ્ધ વિરામ સમજૂતીનું વારંવાર ઉલ્લંઘન કર્યું છે. નવી દિલ્હીમાં ગઈકાલે પત્રકારોને માહિતી આપતા શ્રી મિસરીએ જણાવ્યું કે, સશસ્ત્ર દળો આ ઉલ્લંઘનોનો પૂરતો અને યોગ્ય જવાબ આપી રહ્યા છે અને આ ઉલ્લંઘનની ભારતે ખૂબ જ ગંભીર નોંધ લીધી છે. ભારતે પાકિસ્...

મે 11, 2025 8:50 એ એમ (AM)

views 6

સરકારે પાકિસ્તાન દ્વારા ડિજીટલ મીડિયા પર ફેલાવાઈ રહેલી ખોટી માહિતી સામે સતર્ક રહેવા નાગરિકોને અનુરોધ કર્યો

ભારતના હુમલાએ પાકિસ્તાનને બેચેન બનાવી દીધું છે. પરિણામે, પાકિસ્તાન હવે ડિજિટલ મીડિયા પર ખોટી માહિતી ફેલાવવાની ઝુંબેશ ચલાવી રહ્યું છે. નકલી વીડિયોથી મોર્ફ કરેલી છબીઓ સુધી, પાકિસ્તાન સૌને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો કરી રહ્યું છે. પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોના ફેક્ટ ચેક યુનિટે જણાવ્યું છે કે, સોશિયલ મીડિયા ...

મે 11, 2025 8:48 એ એમ (AM)

views 8

આજે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ : 1998માં આજના દિવસે ભારતે પોખરણમાં પરમાણું પરિક્ષણ કર્યું હતું

આજે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ છે. 1998માં આજના દિવસે ભારતે, રાજસ્થાનના પોખરણમાં પરમાણુ બોમ્બનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. આ દિવસ, દેશની પ્રગતિ અને વિકાસમાં ટેકનોલોજીની મહત્વપૂર્ણ ભૂમિકા અને ભારતના પ્રથમ સ્વદેશી વિમાન હંસા-3 ના પ્રક્ષેપણ તથા છઠ્ઠા વૈશ્વિક પરમાણુ પરીક્ષણમાં ભારતની તકનીકી કુશળતા,...

મે 10, 2025 7:38 પી એમ(PM)

views 10

ભારતે નિર્ણય લીધો છે કે ભવિષ્યમાં થનારા કોઈપણ આતંકવાદી કૃત્યને દેશ સામે યુદ્ધ તરીકે ગણવામાં આવશે

ભારતે નિર્ણય લીધો છે કે ભવિષ્યમાં થનારા કોઈપણ આતંકવાદી કૃત્યને દેશ સામે યુદ્ધ તરીકે ગણવામાં આવશે અને તે મુજબ જ જવાબ આપવામાં આવશે. ટોચના સરકારી સૂત્રોએ આ વાતની પુષ્ટિ કરી છે. બંને દેશો વચ્ચેના કરાર પછી શાંત થયેલા તણાવને વધારવા માટે પાકિસ્તાન દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા પગલાંને ધ્યાનમાં રાખીને આ પગ...

મે 10, 2025 7:35 પી એમ(PM)

views 10

ભારત અને પાકિસ્તાન તાત્કાલિક અસરથી ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી બંધ કરવા સંમત થયા

ભારત અને પાકિસ્તાન તાત્કાલિક અસરથી ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી બંધ કરવા સંમત થયા છે. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ નવી દિલ્હીમાં આ જાહેરાત કરી. તેમણે કહ્યું કે પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સે આજે બપોરે યુદ્ધવિરામની હાકલ કરી હતી, ત્યારબાદ ચર્ચા થઈ અને સર્વસંમતિ સધાઈ. તેમણે કહ્યું કે વાટાઘ...

મે 10, 2025 7:34 પી એમ(PM)

views 11

ભારતે આતંકવાદના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓ સામે સતત મક્કમ અને અડગ વલણ અપનાવ્યું છે :વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું છે કે ભારત અને પાકિસ્તાન આજે ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી બંધ કરવા સંમત થયા છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં ડૉ. જયશંકરે કહ્યું કે ભારતે આતંકવાદના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓ સામે સતત મક્કમ અને અડગ વલણ અપનાવ્યું છે.

મે 10, 2025 2:23 પી એમ(PM)

views 9

નવી દિલ્હી ખાતે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને સૈન્યનાં ત્રણેય પાંખના વડા સાથે પ્રધાનમંત્રીની બેઠક

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે અત્યારે નવી દિલ્હી પ્રધાનમંત્રી નિવાસ સ્થાન પર મહત્વપૂર્ણ બેઠક યોજાઇ રહી છે.. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને સેનાની ત્રણે પાંખના વડાઓ સાથે પ્રધાનમંત્રી બેઠક કરી રહ્યાં છે..

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.