રાષ્ટ્રીય

એપ્રિલ 2, 2025 7:57 પી એમ(PM) એપ્રિલ 2, 2025 7:57 પી એમ(PM)

views 3

દોઢ વર્ષમાં તમામ રેલવે સ્ટેશનો પર CCTV કેમેરા લગાવવામાં આવશે : રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, દોઢ વર્ષમાં તમામ રેલવે સ્ટેશનો પર પૂરતી સંખ્યામાં CCTV કેમેરા લગાવવામાં આવશે. લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબમાં શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે, ભારતીય રેલવેએ મહિલાઓની સલામતી માટે અનેક પગલાં લીધાં છે. તેમણે ઉમેર્યું કે દરેક વિભાગ, ઝોન અને રેલવે બોર...

એપ્રિલ 2, 2025 7:54 પી એમ(PM) એપ્રિલ 2, 2025 7:54 પી એમ(PM)

views 6

ભારતીય નૌકાદળના જહાજ INS તર્કશે પશ્ચિમ હિંદ મહાસાગરમાં નશીલા પદાર્થનો 2500 કિલોગ્રામથી વધુ જથ્થો જપ્ત કર્યો

ભારતીય નૌકાદળના જહાજ INS તર્કશે પશ્ચિમ હિંદ મહાસાગરમાં નશીલા પદાર્થનો બે હજાર 500 કિલોગ્રામથી વધુ જથ્થો જપ્ત કર્યો. સંરક્ષણ મંત્રાલયે આજે એક નિવેદનમાં જણાવ્યું હતું કે 31 માર્ચના રોજ પેટ્રોલિંગ દરમિયાન INS તર્કશને ભારતીય નૌકાદળના પી-8આઈ વિમાનોમાંથી આ વિસ્તારમાં કાર્યરત શંકાસ્પદ જહાજો અંગે માહિતી મળી...

એપ્રિલ 2, 2025 7:24 પી એમ(PM) એપ્રિલ 2, 2025 7:24 પી એમ(PM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છઠ્ઠી બિમ્સ્ટેક શિખર પરિષદમાં ભાગ લેવા માટે આવતીકાલે થાઇલેન્ડ જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છઠ્ઠી બિમ્સ્ટેક શિખર પરિષદમાં ભાગ લેવા માટે આવતીકાલે સવારે થાઇલેન્ડની બે દિવસની મુલાકાતે રવાના થશે. આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી આવતીકાલે બેંગકોકમાં તેમના સમકક્ષ પેટોંગટાર્ન શિનાવાત્રા સાથે દ્વિપક્ષી વાતચીત કરશે. તેઓ દ્વિપક્ષી સંબંધોના સમગ્ર ક્ષેત્રમાં પ્રગતિની સમીક્ષા ક...

એપ્રિલ 2, 2025 7:18 પી એમ(PM) એપ્રિલ 2, 2025 7:18 પી એમ(PM)

views 4

ભારતે નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન એક હજાર 681 એન્જિનોનું ઉત્પાદન કરીને અમેરિકા અને યુરોપને પાછળ છોડ્યું

ભારતે નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન એક હજાર 681 એન્જિનોનું ઉત્પાદન કરીને અમેરિકા અને યુરોપને પાછળ છોડી દીધું છે. રેલવે મંત્રાલયે આજે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અગાઉના નાણાકીય વર્ષમાં ઉત્પાદિત એક હજાર 472 એન્જિનની સરખામણીએ આ વર્ષે 19 ટકાનો વધારો નોંધાયો છે.

એપ્રિલ 2, 2025 4:56 પી એમ(PM) એપ્રિલ 2, 2025 4:56 પી એમ(PM)

views 3

લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજૂએ લોકસભામાં વક્ફ સુધારા વિધેયક રજૂ કર્યું

લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજૂએ આજે વક્ફ સુધારા વિધેયક વિચારણા માટે અને પસાર કરવા લોકસભામાં રજૂ કર્યું. વિધેયક રજૂ કરતા શ્રી રિજિજુએ જણાવ્યું કે, આ વિધેયકને મુસ્લિમોના ધાર્મિક સ્થળો સાથે કોઈ સંબંધ નથી અને તે વક્ફ બોર્ડની મિલકતો સાથે જ સંકળાયેલું છે. તેમણે જણાવ્યું કે, સરકાર વક્ફ બોર્ડને સમાવેશી ...

એપ્રિલ 2, 2025 4:21 પી એમ(PM) એપ્રિલ 2, 2025 4:21 પી એમ(PM)

views 1

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ યુવાનોને રાષ્ટ્રપ્રથમની ભાવના સાથે કામ કરવા અપીલ કરી

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ દેશના યુવાનોને રાષ્ટ્રપ્રથમની ભાવના સાથે કામ કરવા અપીલ કરી છે. નવી દિલ્હીમાં આજે વિકાસિત ભારત યુવા સંસદને સંબોધતા ડૉ. માંડવિયાએ જણાવ્યું, દેશના યુવાનો ભારતને વિકસિત દેશ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ બે દિવસીય કાર્યક્રમનો વિષય વિકસિત ભ...

એપ્રિલ 2, 2025 9:40 એ એમ (AM) એપ્રિલ 2, 2025 9:40 એ એમ (AM)

views 2

નાસા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સે દેશના લોકો સાથે અવકાશ સંશોધન વિશેના તેમના અનુભવ રજૂ કરવા અંગેની પોતાની લાગણીઓ જાહેર કરી

નાસા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સે તેમના પિતાના વતન ભારત સાથે ફરીથી જોડાણ કરવા અને દેશના લોકો સાથે અવકાશ સંશોધન વિશેના તેમના અનુભવ રજૂ કરવા અંગેની પોતાની લાગણીઓ જાહેર કરી છે. આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર વિસ્તૃત મિશનમાંથી પાછા ફર્યા બાદ ગઈકાલે મીડિયા સાથે વાત કરતી વખતે શ્રીમતી વિલિયમ્સે આ વાત કરી હતી. ...

એપ્રિલ 2, 2025 9:37 એ એમ (AM) એપ્રિલ 2, 2025 9:37 એ એમ (AM)

views 16

2000 રૂપિયાની 98.21 ટકા ચલણી નોટ બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી ગઈ છે-ભારતીય રિઝર્વ બેંક

ભારતીય રિઝર્વ બેંકે જણાવ્યું કે, 2000 રૂપિયાની 98.21 ટકા ચલણી નોટબેંકિંગ સિસ્ટમમાં પાછી આવી ગઈ છે. 19 મે, 2023 ના રોજ, RBI એ 2000 રૂપિયાની બેંક નોટો ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. RBI એ એક નિવેદનમાં જણાવ્યું કે, 19 મે, 2023 ના રોજ કામકાજ બંધ થતાં ચલણમાં રહેલી 2000 રૂપિયાની નોટોનું કુલ મૂલ્ય...

એપ્રિલ 2, 2025 9:35 એ એમ (AM) એપ્રિલ 2, 2025 9:35 એ એમ (AM)

views 2

શ્રીલંકાએ 13 ભારતીય માછીમારોને જેલમાંથી મુક્ત કર્યા

શ્રીલંકાએ ગઈકાલે રાત્રે 13 ભારતીય માછીમારોને જેલમાંથી મુક્ત કર્યા, જેમને સરહદ પાર માછીમારી કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. આ માછીમારોને આ વર્ષે 19 અને 20 ફેબ્રુઆરીના રોજ રામનાથપુરમ જિલ્લાના રામેશ્વરમથી ધરપકડ કરવામાં આવી હતી. શ્રીલંકા સરકારે 30 માર્ચે આ માછીમારોને કોલંબો સ્થિત ભારતીય દૂતાવાસને સોંપ્ય...

એપ્રિલ 2, 2025 9:34 એ એમ (AM) એપ્રિલ 2, 2025 9:34 એ એમ (AM)

views 3

ગત નાણાકીય વર્ષમાં દેશની નવીનીકરણીય ઉર્જા ક્ષમતામાં વિક્રમજનક 25 ગીગાવોટનો વધારો થયો

ગત નાણાકીય વર્ષમાં દેશની નવીનીકરણીય ઉર્જા ક્ષમતામાં વિક્રમજનક 25 ગીગાવોટ નો વધારો થયો છે. નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશીએ ગઈકાલે નવી દિલ્હીમાં જણાવ્યું કે, ગયા નાણાકીય વર્ષમાં આ ક્ષેત્રે લગભગ 35 ટકાનો વિકાસ થયો હતો. તેમણે કહ્યું, નવીનીકરણીય ઉર્જાના સંદર્ભમાં, સૌર ઉર્જાના ક્ષેત્રમાં સૌથ...