રાષ્ટ્રીય

જૂન 18, 2025 7:47 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ક્રોએશિયાની ઐતિહાસિક મુલાકાતે ઝાગરેબ પહોંચ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેનેડાની સફળ મુલાકાત બાદ ક્રોએશિયાની ઐતિહાસિક મુલાકાત પર જાગરેબ પહોંચ્યા છે. ફ્રાન્જો ટુડમેન એરપોર્ટ પર ક્રોએશિયાના પ્રધાનમંત્રી આન્દ્રેજ પ્લેનકોવિકે શ્રી મોદીનું સ્વાગત કર્યું હતું. ક્રોએશિયાના બાળકોએ નમસ્તે કરીને જ્યારે ક્રોએશિયાનાં આદ્યાત્મિક નાગરિકોએ વૈદિક મંત્રો સાથે ...

જૂન 18, 2025 7:46 પી એમ(PM)

views 10

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું છે કે, વિક્સિત કૃષિ સંકલ્પ અભિયાન હેઠળ દેશનાં 13 કરોડ 40 લાખ ખેડૂતોને આવરી લેવામાં આવ્યા

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે ભારપૂર્વક જણાવ્યું છે કે, તાજેતરનાં વિક્સિત કૃષિ સંકલ્પ અભિયાન હેઠળ દેશનાં 1 લાખ 43 હજાર ગામડાંઓમાં 13 કરોડ 40 લાખ ખેડૂતોને આવરી લેવામાં આવ્યા હતા. આજે નવી દિલ્હીમાં પત્રકારોને સંબોધતા શ્રી ચૌહાણે જણાવ્યું કે, વિક્સિત કૃષિ સંકલ્પ અભિયાન હેઠળ 60 હજારથી વધુ કાર્...

જૂન 18, 2025 7:44 પી એમ(PM)

views 12

15મી ઓગસ્ટથી ત્રણ હજાર રૂપિયાની કિંમતનો વાર્ષિક ફાસ્ટેગ પાસ શરૂ કરાશેઃ આ પાસ 200 ટ્રિપ્સ સુધી માન્ય રહેશે.

15મી ઓગસ્ટથી ત્રણ હજાર રૂપિયાની કિંમતનો ફાસ્ટેગ આધારિત વાર્ષિક પાસ શરૂ કરવામાં આવશે. આ સુવિધાને કારણે મુસાફરો દેશનાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર અવિરત અને ઓછા ખર્ચે મુસાફરી કરી શકશે. આ વાર્ષિક પાસ સક્રિય થવાની તારીખથી એક વર્ષ માટે અથવા 200 ટ્રિપ્સ સુધી માન્ય રહેશે. આ પાસ ખાસ કરીને કાર, જીપ અને વાન જેવા ...

જૂન 18, 2025 2:08 પી એમ(PM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના પ્રમુખને કહ્યું, પાકિસ્તાન સાથેના મુદ્દાઓના ઉકેલ માટે ભારતે ક્યારેય ત્રીજા પક્ષની મધ્યસ્થી સ્વીકારી નથી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પને કહ્યું, પાકિસ્તાન સાથેના મુદ્દાઓના ઉકેલ માટે ભારતે ક્યારેય કોઈ ત્રીજા પક્ષની મધ્યસ્થી સ્વીકારી નથી અને ક્યારેય સ્વીકારશે નહીં. શ્રી મોદીએ શ્રી ટ્રમ્પ સાથે ટેલિફૉન પર વાતચીત કરી અને તાજેતરના “ઑપરેશન સિંદૂર” અંગે ચર્ચા કરી. શ્રી મોદી...

જૂન 18, 2025 2:07 પી એમ(PM)

views 9

પ્રધાનમંત્રી આજે ક્રોએશિયાની ઐતિહાસિક પ્રથમ મુલાકાતે બપોરે જાગરેબ પહોંચશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ક્રોએશિયાની પ્રથમ ઐતિહાસિક મુલાકાતે બપોરે જાગરેબ પહોંચશે. આ મુલાકાત દ્વિપક્ષીય સંબંધોમાં એક નવો અધ્યાય શરૂ કરશે અને પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો, મુખ્ય ક્ષેત્રોમાં કરારો વ્યૂહાત્મક સહયોગને વધુ ગાઢ બનાવવા મદદરૂપ બનશે. મુલાકાત દરમિયાન ભારત અને ક્રોએશિયા વચ્ચે વિજ્ઞાન અન...

જૂન 18, 2025 2:05 પી એમ(PM)

views 11

અમદાવાદ વિમાન દુર્ઘટનાના 190 મૃતકોના DNA મેચ થયા અને 157 પાર્થિવ શરીર સ્વજનોને સોંપાયા.

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 190 મૃતકોનાં DNA નમુના મેચ થયા છે. અત્યાર સુધીમાં કુલ 157 પાર્થિવ દેહ પરિવારજનોને સોંપાવામાં આવ્યા હોવાનું સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.રાકેશ જોશીએ જણાવ્યું હતું. પાંચ પરિવારો નજીકના સમયમાં સ્વજનોના પાર્થિવ દેહ સ્વીકારવા આવશે, 10 પરિવારો સાથે હોસ્પિટલ તંત્ર સંપર્કમ...

જૂન 18, 2025 1:59 પી એમ(PM)

views 11

એક્સિઓમ-4 મિશન ફરી એક વાર 22મી જૂન સુધી મુલતવી.

ફરી એક વખત એક્સિઓમ-4 મિશનને મુલતવી રાખવાની ફરજ પડી છે. રશિયન વિભાગમાં તાજેતરના સમારકામ બાદ, નાસા ઓર્બિટલ લેબ પર કામગીરીનું મૂલ્યાંકન કરી શકે તે માટે આ નિર્ણય લેવાયો છે. આ મિશનમાં ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા પણ અવકાશમાં જશે. એક્સિઓમ સ્પેસ દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી કે આ મિશનને 22મી જૂન સુ...

જૂન 18, 2025 11:29 એ એમ (AM)

views 11

અમદાવાદ વિમાન દુર્ઘટનાના 177 મૃતકોના ડી.એન.એ. મેચ થયા અને 133 પાર્થિવ શરીર સ્વજનોને સોંપાયા

અમદાવાદ વિમાન દુર્ઘટનાના ૧૭૭ મૃતકના ડીએનએ નમૂના મેચ થયા છે.જ્યારે 133 પાર્થિવ શરીર મૃતકોના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષસંઘવીએ સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી આપી હતી.અમદાવાદના અમારા પ્રતિનિધિ જણાવે છે. દુર્ઘટનાના 62 મૃતકના અંતિમ સંસ્કાર અમદાવાદમાં ...

જૂન 18, 2025 11:26 એ એમ (AM)

views 6

તહેરાનમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓને સલામત સ્થળે ખસેડાયા

ઈરાનમાં ભારતીય દૂતાવાસ દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા દ્વારા સલામતીના કારણોસર તેહરાનમાં ભારતીય વિદ્યાર્થીઓને શહેરની બહાર ખસેડવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયે વાહન ધરાવતા રહેવાસીઓને પણ શહેરની બહાર જવાની સલાહ આપી છે. કેટલાક ભારતીયોને આર્મેનિયાની સરહદ દ્વારા ઈરાન છોડવાની સુવિધા આપવામાં આવી છે.ઈઝરાયલમાં ર...

જૂન 18, 2025 11:20 એ એમ (AM)

views 6

કેનેડામાં જી-7 સમિટમાં સંબોધન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટકાઉ અને સસ્તી ઉર્જા સુનિશ્ચિત કરવા માટે ભારતની પ્રતિબદ્ધતા વર્ણવી

ગઇકાલે રાત્રે કેનેડાના કનાનાસ્કિસ ખાતે G7 સમિટ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેનેડા, જર્મની, ફ્રાન્સ, મેક્સિકો અને દક્ષિણ કોરિયાના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકોની શ્રેણી યોજી હતી.પ્રધાનમંત્રી મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ વચ્ચેની દ્વિપક્ષીય બેઠકમાં, બંને નેતાઓએ મુખ્ય ક્ષેત્રોમાં ભારત-જર...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.