રાષ્ટ્રીય

મે 12, 2025 1:37 પી એમ(PM) મે 12, 2025 1:37 પી એમ(PM)

views 6

દેશના 32 હવાઇ મથકો ઉપર નાગરિક ઉડ્ડયન પર લાગેલો પ્રતિબંધ તાત્કાલિક અસરથી હટાવાયો

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ બાદ નાગરિક વિમાન સંચાલન માટે અસ્થાયી રૂપે બંધ કરાયેલા 32 હવાઈમથક તાત્કાલિક અસરથી ફરી શરૂ કરવામાં આવ્યા છે. અગાઉ આ હવાઈ મથકો આ મહિનાની 15 તારીખ સુધી નાગરિક વિમાન સંચાલન માટે બંધ હતા. એક નિવેદનમાં, એરપોર્ટભારતીય હવાઈમથક સત્તામંડળે મુસાફરોને એરલાઇન્સ સાથે સીધી ફ્લાઇટ...

મે 12, 2025 1:36 પી એમ(PM) મે 12, 2025 1:36 પી એમ(PM)

views 4

છત્તીસગઢમાં રાયપુર નજીક થયેલા માર્ગ અકસ્માતમાં ૧૩ના મોત

છત્તીસગઢમાં ગઈકાલે રાત્રે રાયપુરના સારાગાંવ નજીક થયેલા માર્ગ અકસ્માતમાં ૧૩ના મોત થયા છે. મૃતકોમાં ૯ મહિલા અને ૪ બાળકનો સમાવેશ થાય છે.આ માર્ગ અકસ્માતમાં ૧૩થી વધુ ઇજાગ્રસ્ત થયાના અહેવાલ છે. એક વાહન ખરોરા નજીક ટ્રક સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં લગભગ ૪૦ લોકો સવાર હતા. ઇજાગ્રસ્તોને રાયપુરની હોસ...

મે 12, 2025 10:41 એ એમ (AM) મે 12, 2025 10:41 એ એમ (AM)

views 3

આંતરરાષ્ટ્રીય નર્સ દિવસની ઉજવણી

દેશ સહિત વિશ્વભરમાં આજે ‘આપણાં નર્સ, આપણું ભવિષ્ય’ની વિષયવસ્તુ સાથે આંતર-રાષ્ટ્રીય નર્સ દિવસની ઉજવણી થઈ રહી છે. ઉજવણીનો મુખ્ય હેતુ નર્સિંગ વ્યવસાયમાં રહેલા નાગરિકોના સમર્પણ, સેવા અને મહેનતને બિરદાવાનો છે. આધુનિક નર્સિંગનાં પ્રણેતા ફ્લૉરૅન્સ નાઈટિન્ગૅલના જન્મદિવસ નિમિત્તે દર વર્ષે આજના દિવસે આંતર-રાષ...

મે 12, 2025 10:33 એ એમ (AM) મે 12, 2025 10:33 એ એમ (AM)

views 2

DGMO લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈ આજે પાકિસ્તાન સાથે વાતચીત કરશે

ભારતીય સેનાના લશ્કરી કામગીરીના મહાનિદેશક- DGMO લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈ આજે બપોરે 12 વાગ્યે પાકિસ્તાનના તેમના સમકક્ષ સાથે વાતચીત કરશે. બંને દેશ વચ્ચે સંઘર્ષ વિરામ લાંબા સમય સુધી જાળવી રાખવા અંગે ચર્ચા કરવા આ વાતચીત કરાશે. નવી દિલ્હીમાં ગઈકાલે સાંજે પત્રકાર પરિસદ સંબોધતા શ્રી ઘાઈએ જણાવ્યું, ‘ઑપરેશન સ...

મે 12, 2025 8:07 એ એમ (AM) મે 12, 2025 8:07 એ એમ (AM)

views 2

ફરી વખત વાતચીત કરવાના નિર્ણય સાથે પરમાણુ કાર્યક્રમ અંગે અમેરિકા અને ઈરાન વચ્ચે ચોથા તબક્કાની વાટાઘાટો પૂર્ણ

તેહરાનના પરમાણુ કાર્યક્રમ અંગે અમેરિકા અને ઈરાન વચ્ચે ચોથા તબક્કાની વાટાઘાટો ગઈકાલે ઓમાનની રાજધાની મસ્કતમાં પૂર્ણ થઈ હતી, જેમાં બંને પક્ષો ફરીથી મળવા સંમત થયા હતા. અમેરિકાના મધ્ય પૂર્વના રાજદૂત સ્ટીવ વિટકોફે જણાવ્યું હતું કે મસ્કતમાં થયેલી ચર્ચાઓ પ્રોત્સાહક હતી, જ્યારે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરા...

મે 12, 2025 8:06 એ એમ (AM) મે 12, 2025 8:06 એ એમ (AM)

views 3

ભારત સહિત વિશ્વભરમાં આજે બુદ્ધ પૂર્ણિમાની આસ્થા સાથે ઉજવણી

ભારત સહિત વિશ્વભરમાં આજે બુદ્ધ પૂર્ણિમાની આસ્થા સાથે ઉજવણી કરાઈ રહી છે. દર વર્ષે વૈશાખ મહિનાની પૂનમે બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવે છે.આ દિવસે લુંબિનીમાં ગૌતમ બુધ્ધનો જન્મ થયો હતો.તેમને બોધગયામાં જ્ઞાનપ્રાપ્તિ થઈ હતી. સમગ્ર વિશ્વમાં હિંસા અને તણાવના આ યુગમાં ભગવાન બુદ્ધના વિચારો આજે પણ પ્રાસંગિક...

મે 12, 2025 8:05 એ એમ (AM) મે 12, 2025 8:05 એ એમ (AM)

views 4

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ઇજિપ્તના સમકક્ષ બદ્ર અબ્દેલટ્ટી સાથેની ફોન પરની વાતચીતમાં વર્તમાન સ્થિતિથી અવગત કરાવ્યાં

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે તેમના ઇજિપ્તના સમકક્ષ બદ્ર અબ્દેલટ્ટી સાથેની ફોન પરની વાતચિતમાં વર્તમાન સ્થિતિથી અવગત કરાવ્યાં હતાં.. . એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ડૉ. જયશંકરે જણાવ્યું હતું કે તેમણે તેમને તાજેતરના ઘટનાક્રમથી માહિતગાર કર્યા હતા અને તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓમાં આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ...

મે 12, 2025 8:05 એ એમ (AM) મે 12, 2025 8:05 એ એમ (AM)

views 2

સરહદ પર યુધ્ધ વિરામની સ્થિતિને યથાવત રાખવાના સહિતના મુદ્દે ચર્ચા કરવા માટે ભારત અને પાકિસ્તાનના ડીજીએમઓ વચ્ચે આજે ચર્ચા

લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈએ જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાનના ડીજીએમઓએ આજે બપોરે 12 વાગ્યે યુધ્ધ વિરામની સ્થિતિ યથાવત રહે અને આ સમજૂતીને લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે ચર્ચા કરશે...ભારતીય સેનાના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ, લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈએ જણાવ્યું છે કે પાકિસ્તાન દ્વારા યુધ્ધની ...

મે 11, 2025 8:26 પી એમ(PM) મે 11, 2025 8:26 પી એમ(PM)

views 4

ઓપરેશન સિંદૂરમાં થયેલા હુમલામાં 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા : ભારતીય સેનાના DGMO

ભારતીય સેનાના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈએ આજે જણાવ્યું હતું કે, ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળનાં કશ્મીરમાં નવ આતંકવાદી છાવણીઓ પર થયેલા હુમલામાં 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા. નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા તેમણે કહ્યું કે આમાં ...

મે 11, 2025 6:03 પી એમ(PM) મે 11, 2025 6:03 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસનીશુભેચ્છાઓ પાઠવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસનીશુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા સંદેશમાં, પ્રધાનમંત્રીએ કહ્યું કેઆ દિવસ દેશના વૈજ્ઞાનિકો પ્રત્યે ગર્વ અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અને 1998 ના પોખરણપરીક્ષણોને યાદ કરવાનો છે.  શ્રી મોદીએ ઉલ્લેખ કર્યો કે આપણા લોકોના બળથી, ભારતટેકનોલોજીના વિવિધ ...