રાષ્ટ્રીય

મે 28, 2025 10:14 એ એમ (AM) મે 28, 2025 10:14 એ એમ (AM)

views 3

રેલવે વિભાગ આગામી મહિનાની 28મી તારીખથી ભારત ગૌરવ ડિલક્સ એર-કન્ડિશન્ડ ટૂરિસ્ટ ટ્રેન ચલાવશે

રેલવે વિભાગ આગામી મહિનાની 28મી તારીખથી શરૂ થનારા રોમાંચક 'ભારત-ભૂતાન મિસ્ટિક માઉન્ટેન ટૂર' માટે ભારત ગૌરવ ડિલક્સ એર-કન્ડિશન્ડ ટૂરિસ્ટ ટ્રેન ચલાવશે.આકાશવાણી સમાચાર સાથે વાત કરતા રેલવે બોર્ડના માહિતી અને પ્રચારના કાર્યકારી નિયામક દિલીપ કુમારે જણાવ્યું હતું કે દિલ્હીના સફદરજંગ સ્ટેશનથી શરૂ થતી 14 દિવસન...

મે 28, 2025 10:13 એ એમ (AM) મે 28, 2025 10:13 એ એમ (AM)

views 15

આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈથી વધારીને 15 સપ્ટેમ્બર કરવામાં આવી

આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈથી વધારીને 15 સપ્ટેમ્બર કરવામાં આવી છે. કેન્દ્રીય પ્રત્યક્ષ કરવેરા બોર્ડ સેન્ટ્રલ બોર્ડ - CBDT એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ITR ફોર્મમાં મહત્વપૂર્ણ સુધારા કરવા અને લોકોને જરૂરી દસ્તાવેજો મેળવવા માટે સમય આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. કરદ...

મે 28, 2025 9:32 એ એમ (AM) મે 28, 2025 9:32 એ એમ (AM)

views 4

નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં દેશમાં 81 અબજ ચાર કરોડ ડોલરનું સીધું વિદેશી રોકાણ થયું

નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં દેશમાં 81 અબજ ચાર કરોડ ડોલરનું સીધું વિદેશી રોકાણ આવ્યું છે. જે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં 71 અબજ 28 કરોડ ડોલર કરતાં 14 ટકા વધુ છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના એક નિવેદનમાં જણાવાયું છે કે ૨૦૨૪-૨૫માં, કુલ રોકાણમાં સેવા ક્ષેત્રનો હિસ્સો સૌથી વધુ ૧૯ ટકા હતો, જે કમ્પ્યુટર સોફ્ટવેર...

મે 28, 2025 9:31 એ એમ (AM) મે 28, 2025 9:31 એ એમ (AM)

views 8

આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતાનો નવી દિલ્હીનો સંદેશ વિશ્વભરમાં ગુંજતો કરવા માટે ભારતના સાંસદોનું સર્વપક્ષિય પ્રતિનિધિ મંડળ વિવિધ દેશોની મુલાકાતે

આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતાનો નવી દિલ્હીનો સંદેશ વિશ્વભરમાં ગુંજતો કરવા માટે ભારતના સાંસદોનું સર્વપક્ષિય પ્રતિનિધિ મંડળ વિવિધ દેશોની મુલાકાત લઇ રહ્યું છે.ગઇકાલે પનામામાં, કોંગ્રેસના સાંસદ શશી થરૂરના નેતૃત્વમાં સર્વપક્ષીય ભારતીય પ્રતિનિધિમંડળે પનામા વિધાનસભાના પ્રમુખ, ડાના કાસ્ટાનેડા સાથે મુલાકાત કર...

મે 28, 2025 9:28 એ એમ (AM) મે 28, 2025 9:28 એ એમ (AM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2047 સુધીમાં ભારતને સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2047 સુધીમાં ભારતને સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. આ ધ્યેયની સરખામણી સ્વતંત્રતા ચળવળ સાથે કરતા શ્રી મોદીએ કહ્યું કે જો પાછલી પેઢીઓ 20-35 વર્ષમાં અયોગ્ય શાસકોને હાંકી કાઢી શકે છે, તો 140 કરોડ નાગરિકો પણ આગામી 25 વર્ષમાં વિકસિત ભારત...

મે 28, 2025 9:27 એ એમ (AM) મે 28, 2025 9:27 એ એમ (AM)

views 7

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું છે કે, રાષ્ટ્રીય સુરક્ષા માટે આપણને સ્વદેશી શક્તિની જરૂર છે અને યુદ્ધને મજબૂત સ્થિતિમાં ટાળવું શ્રેષ્ઠ છે

ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે કહ્યું છે કે રાષ્ટ્રીય સુરક્ષા માટે આપણને સ્વદેશી શક્તિની જરૂર છે. તેમણે કહ્યું કે યુદ્ધ સામે શ્રેષ્ઠ બચાવ ત્યારે જ થાય છે જ્યારે આપણે મજબૂત સ્થિતિમાં હોઈએ છીએ. શાંતિ ત્યારે જ સુનિશ્ચિત થાય છે જ્યારે તમે હંમેશા યુદ્ધ માટે તૈયાર રહો છો. ઉપરાષ્ટ્રપતિએ કહ...

મે 27, 2025 8:05 પી એમ(PM) મે 27, 2025 8:05 પી એમ(PM)

views 4

સર્વપક્ષીય ભારતીય પ્રતિનિધિમંડળે સિંગાપોરના વિદેશ મંત્રી, વ્યાપારી નેતાઓ સહિતના લોકો સાથે વાતચીત કરી

ભારતે વિવિધ દેશોની મુલાકાત લઈને આતંકવાદને પાકિસ્તાનના સમર્થનનો ખુલાસો કરવાનું ચાલુ રાખ્યું છે. JDUના સાંસદ સંજય ઝાના નેતૃત્વમાં એક સર્વપક્ષીય ભારતીય પ્રતિનિધિમંડળે સિંગાપોરના વિદેશ મંત્રી, સાંસદોના જૂથ, ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિમંડળો અને વ્યાપારી નેતાઓ સાથે વાતચીત કરી. જૂથે પુનરોચ્ચાર કર્યો કે ભા...

મે 27, 2025 7:47 પી એમ(PM) મે 27, 2025 7:47 પી એમ(PM)

views 6

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બીજા નાગરિક સન્માન સમારોહમાં 68 પ્રતિષ્ઠિત હસ્તીઓને પદ્મ પુરસ્કારો એનાયત કર્યા.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત બીજા નાગરિક સન્માન સમારોહમાં વર્ષ 2025 માટે 68 પ્રતિષ્ઠિત હસ્તીઓને પદ્મ પુરસ્કારો એનાયત કર્યા. તેમાંથી ત્રણને પદ્મ વિભૂષણ, 9ને પદ્મ ભૂષણ અને 56 હસ્તીઓને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ જગદીશ સિંહ ખેહર અન...

મે 27, 2025 7:46 પી એમ(PM) મે 27, 2025 7:46 પી એમ(PM)

views 4

ભારતે આતંકવાદને નેસ્તનાબૂદ કરવાનો નિર્ણય કર્યો છે અને આ માટે દેશ કટિબદ્ધ છે. : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક કહ્યું, ‘આતંકી પ્રવૃત્તિઓ હવે પ્રૉક્સી વૉર નહીં, પણ આયોજનબદ્ધ વ્યૂહરચના છે. તેથી તેનો જવાબ પણ એ જ રીતે અપાશે. ભારતે આતંકવાદને નેસ્તનાબૂદ કરવાનો નિર્ણય કર્યો છે અને આ માટે દેશ કટિબદ્ધ છે. ગાંધીનગરમાં શહેરી વિકાસ વર્ષના 20 વર્ષની ઉજવણી સમારોહ અને 5 હજાર 536 કરોડના...

મે 27, 2025 3:05 પી એમ(PM) મે 27, 2025 3:05 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંતકવાદનો કાંટો કાઢી નાંખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘તાજેતરના ઘટનાક્રમથી સાબિત થઈ ગયું છે કે, ભારત વિરુદ્ધ પાકિસ્તાનનું યુદ્ધ ખરેખર આયોજનબદ્ધ વ્યૂહરચના છે.’ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ‘વીસ વર્ષ શહેરી વિકાસના’ ઉજવણી કાર્યક્રમને સંબોધતા આજે શ્રી મોદીએ કહ્યું, છ મૅ-ની ઘટના બાદ ભારતે આતંકી પ્રવૃત્તિઓના પૂરાવા આપવાની...