રાષ્ટ્રીય

જૂન 1, 2025 7:37 પી એમ(PM) જૂન 1, 2025 7:37 પી એમ(PM)

views 2

GSTની વસૂલાતે સતત બીજા મહિને 2 લાખ કરોડ રૂપિયાનો આંકડો વટાવ્યો

ભારતના કુલ ચીજવસ્તુ અને સેવા કર-GSTની વસૂલાતે સતત બીજા મહિને મે માં ₹2 લાખ કરોડનો આંકડો વટાવ્યો છે. કેન્દ્રીય નાણાં મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, મે મહિનામાં કુલ જીએસટી વસૂલાત 2 લાખ 1 કરોડ રૂપિયા હતી, જે મે 2024માં એકત્ર કરવામાં આવેલા 1 લાખ 72 હજાર કરોડ રૂપિયાની સરખામણીમાં 16.4 ટ...

જૂન 1, 2025 6:34 પી એમ(PM) જૂન 1, 2025 6:34 પી એમ(PM)

views 9

જમ્મુ અને કાશ્મીરમાં, સેંકડો ભક્તો ખીર ભવાની મેળામાં ભાગ લેવા માટે રવાના થયા

જમ્મુ અને કાશ્મીરમાં, સેંકડો ભક્તો કાશ્મીરી પંડિત સમુદાયના સૌથી મોટા ધાર્મિક કાર્યક્રમોમાંનાં એક ખીર ભવાની મેળામાં ભાગ લેવા માટે જમ્મુથી 60 બસોના કાફલામાં આજે કાશ્મીર ખીણ માટે રવાના થયા હતા. કાશ્મીર ખીણ અને દેશના અન્ય ભાગોમાંથી કાશ્મીરી પંડિતો તુલમુલ્લા ખાતે ખીર ભવાની મંદિરમાં મોટી સંખ્યામાં એકઠા થય...

જૂન 1, 2025 6:32 પી એમ(PM) જૂન 1, 2025 6:32 પી એમ(PM)

views 6

વેલી ઓફ ફ્લાવર્સ નેશનલ પાર્કને આજથી પ્રવાસીઓ માટે ખોલવામાં આવ્યો

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં હિમાલયની ઊંચાઈ પરની ખીણોમાં સ્થિત યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ વેલી ઓફ ફ્લાવર્સ નેશનલ પાર્કને આજથી પ્રવાસીઓ અને પ્રકૃતિ પ્રેમીઓ માટે ખોલવામાં આવ્યો

જૂન 1, 2025 6:28 પી એમ(PM) જૂન 1, 2025 6:28 પી એમ(PM)

views 5

સરકાર દ્વારા 78મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે યુવાનો માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન

સરકાર 78મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે યુવાનો માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરી રહી છે. પ્રથમ દ્વિભાષી સ્પર્ધાનો વિષય છે- 'ઓપરેશન સિંદૂર-આતંકવાદ સામે ભારતની નીતિને ફરીથી વ્યાખ્યાયિત કરવી'. સ્પર્ધાના ટોચના ત્રણ વિજેતાઓને દસ હજાર રૂપિયાનું રોકડ ઇનામ મળશે અને નવી દિલ્હીમાં લાલ કિલ્લા પર 78મા સ્વતંત્રતા દિવ...

જૂન 1, 2025 6:20 પી એમ(PM) જૂન 1, 2025 6:20 પી એમ(PM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં એશિયન ડેવલપમેન્ટ બેંકના પ્રમુખ મસાટો કાંડાને મળ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં એશિયન ડેવલપમેન્ટ બેંકના પ્રમુખ મસાટો કાંડાને મળ્યા હતા. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે છેલ્લા દાયકામાં ભારતના ઝડપી પરિવર્તનથી અગણિત લોકો સશક્ત થયા છે અને અમે આ કાર્યને વધુ વેગ આપવા કામ કરી રહ્યા છીએ. આ બેઠક દરમિયાન બંને પક્ષોએ વિવિધ મુદ્દા...

જૂન 1, 2025 6:17 પી એમ(PM) જૂન 1, 2025 6:17 પી એમ(PM)

views 6

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભારે વરસાદથી અસરગ્રસ્ત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પૂર્વોત્તરના ચાર રાજ્યો-આસામ, મણિપુર, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રીઓનો સંપર્ક કરીને ભારે વરસાદને કારણે આવેલા પૂર અને ભૂસ્ખલનથી સર્જાયેલી સ્થિતિનો સામનો કરવા સંપૂર્ણ સહાયની આપી છે. શ્રી શાહે આજે ચારેય રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વ્યક્તિગત રીતે વાત કરી હતી અને કે...

જૂન 1, 2025 6:03 પી એમ(PM) જૂન 1, 2025 6:03 પી એમ(PM)

views 9

વિદેશી રોકાણકારોએ મે મહિનામાં ભારતીય મૂડીબજારમાં આશરે 40,000 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું

સતત બીજા મહિને ભારતીય બજારોમાં સકારાત્મક ગતિ જાળવી રાખતા વિદેશી રોકાણકારોએ મે મહિનામાં ભારતીય મૂડીબજારમાં આશરે 40,000 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. ડિપોઝિટરી ડેટા અનુસાર, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો-FPI એ ગયા મહિનામાં ભારતીય ઇક્વિટી બજારોમાં 19 હજાર 860 કરોડ રૂપિયા અને ઋણ બજાર 19 હજાર 615 કરોડ ...

જૂન 1, 2025 1:59 પી એમ(PM) જૂન 1, 2025 1:59 પી એમ(PM)

views 8

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશના મોટા રાજ્યોમાં NFSU કોલેજ સ્થાપવાની જાહેરાત કરી.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે દેશના દરેક મોટા રાજ્યમાં NFSUની કોલેજ બનાવાશે. આજે કોલકાતામાં કેન્દ્રીય ન્યાયસહાયક વિજ્ઞાન પ્રયોગશાળાના નવા ભવનનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે શ્રી શાહે કહ્યું કે આ નવી CFSL પ્રયોગશાળા પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારતમાં જટિલ કેસમાં સર્વાંગી અભિગમને ટેકો આપશે. તેમણે...

જૂન 1, 2025 1:57 પી એમ(PM) જૂન 1, 2025 1:57 પી એમ(PM)

views 11

કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડર 24 રૂપિયા સસ્તો થયો, આજથી નવા ભાવ અમલમાં.

કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડર 24 રૂપિયા સસ્તો થયો છે. સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ LPG ગેસ સિલિન્ડરના નવા ભાવ જાહેર કર્યા છે. કંપનીઓએ 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં 24 રૂપિયાનો ઘટાડો કર્યો છે, જ્યારે ઘરેલુ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નથી કરાયો.

જૂન 1, 2025 1:56 પી એમ(PM) જૂન 1, 2025 1:56 પી એમ(PM)

views 5

નાગાલેન્ડમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના તમામ સાત ધારાસભ્યો સત્તાધારી નેશનલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટીમાં જોડાયા.

નાગાલેન્ડમાં એક મોટા રાજકીય ઘટનાક્રમમાં, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના તમામ સાત ધારાસભ્ય શાસક રાષ્ટ્રવાદી ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (NDPP) માં જોડાયા છે, જેનાથી 60 સભ્યોની રાજ્ય વિધાનસભામાં NDPP ની સંખ્યા 32 થઈ ગઈ છે. સ્પીકર શેરિંગેન લોંગકુમારે જણાવ્યું હતું કે સાત ધારાસભ્યોએ પોતાને રજૂ ...