રાષ્ટ્રીય

જૂન 13, 2025 3:47 પી એમ(PM) જૂન 13, 2025 3:47 પી એમ(PM)

views 4

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં એક માત્ર બચી જનાર વ્યક્તિ રમેશ વિશ્વાસની આજે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાંથી જુદા જુદા મેડિકલ ટેસ્ટ માટે કરવામાં આવ્યા

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં એક માત્ર બચી જનાર વ્યક્તિ રમેશ વિશ્વાસની આજે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાંથી જુદા જુદા મેડિકલ ટેસ્ટ માટે કરવામાં આવ્યા હતા. વિશ્વાસને સી- 7 વોર્ડમાંથી પ્રથમવાર બહાર કાઢવામાં આવ્યા હતા. ડોક્ટરોએ તેમને કંઇ પણ ન બોલવાની સૂચના આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આજે સવારે પ્રધા...

જૂન 13, 2025 3:43 પી એમ(PM) જૂન 13, 2025 3:43 પી એમ(PM)

views 7

વિદેશ સચિવ વિક્રમ મિસરીએ નવી દિલ્હીમાં ચીનના નાયબ વિદેશ મંત્રી સન વીડોંગ સાથે બેઠક યોજીને દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી

વિદેશ સચિવ વિક્રમ મિસરીએ નવી દિલ્હીમાં ચીનના નાયબ વિદેશ મંત્રી સન વીડોંગ સાથે બેઠક યોજીને દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી હતી. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, બેઠક દરમિયાન બંને પક્ષો સંબંધોને ગાઢ બનાવવા માટે સંમત થયા હતા. વિદેશ સચિવે આ વર્ષે કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવા માટે ચીન...

જૂન 13, 2025 3:41 પી એમ(PM) જૂન 13, 2025 3:41 પી એમ(PM)

views 6

ઇઝરાયેલે ઇરાન પર કરેલા હૂમલાને પગલે ભૂરાજકીય તંગદિલીને પગલે સ્થાનિક શેરબજાર સહિત સમગ્ર એશિયન શેરબજારોમાં નોંધપાત્ર કડાકો

ઇઝરાયેલે ઇરાન પર કરેલા હૂમલાને પગલે એશિયામાં ભૂરાજકીય તંગદિલીને પગલે સ્થાનિક શેરબજાર સહિત સમગ્ર એશિયન શેરબજારોમાં નોંધપાત્ર કડાકો નોંધાયો છે. મુંબઇ શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ પ્રારંભિક કારોબારમાં ઘટાડા સાથે ખુલ્યો. છેલ્લાં અહેવાલ પ્રમાણે સેન્સેક્સ અંદાજે 650 પોઇન્ટનાં ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છ...

જૂન 13, 2025 3:40 પી એમ(PM) જૂન 13, 2025 3:40 પી એમ(PM)

views 2

ઇઝરાયલે ઈરાનના પરમાણુ કાર્યક્રમ સંબંધિત સ્થળો અને વરિષ્ઠ લશ્કરી અધિકારીઓ પર હૂમલો કર્યો

ઇઝરાયલે ગઈકાલે રાત્રે ભારે હવાઈ હુમલા કર્યા હતા, જેમાં ઈરાનના પરમાણુ કાર્યક્રમ સંબંધિત સ્થળો અને વરિષ્ઠ લશ્કરી અધિકારીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આ હુમલાને ઓપરેશન રાઇઝિંગ લાયન નામ આપ્યું છે. તેમણે કહ્યું છે કે આ હુમલામાં નાતાન્ઝ પરમાણુ સંવર્ધન પ્લાન્ટ, પરમ...

જૂન 13, 2025 3:38 પી એમ(PM) જૂન 13, 2025 3:38 પી એમ(PM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં વિમાન દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે ગુજરાતની અમદાવાદ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી અને એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને મળ્યા. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનાથી સમગ્ર રાષ્ટ્ર આઘાતમાં છે. તેમણે કહ્યું કે આટલા બધા લોકોના અચાનક હૃદયદ્રાવક મ...

જૂન 13, 2025 3:33 પી એમ(PM) જૂન 13, 2025 3:33 પી એમ(PM)

views 5

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ભૂતપુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમ વિધિ રાજકોટ ખાતે થશે

ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો ગઈકાલે અમદાવાદ વિમાન દૂર્ઘટનામાં અવસાન થયું છે. ત્યારે રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે, ભાજપે કર્તવ્ય નિષ્ઠ કાર્યકર ગુમાવ્યા છે. તેમના અવસાનથી ભાજપને બહુ મોટી ખોટ પડી છે. તેઓ ખુબ સરળ સ્વભાવના હતા અને લોકોના હૃદયમાં વસ્યાં હતા. અમદાવાદ વિમ...

જૂન 13, 2025 8:13 એ એમ (AM) જૂન 13, 2025 8:13 એ એમ (AM)

views 6

રશિયા, અમેરિકાનાં પ્રમુખ સહિત વિશ્વભરના નેતાઓએ વિમાન દુર્ઘટના અંગે શોકની લાગણી વ્યક્ત કરી

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અસરગ્રસ્તો માટે વિશ્વભરના નેતાઓ સંવેદના વ્યક્ત કરી રહ્યા છે. રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને આ દુ:ખદ ઘટના અંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને શોક સંદેશ મોકલ્યો છે. માલદીવના રાષ્ટ્રપ્રમુખ મોહમ્મદ મુઇઝુએ પણ દુ:ખ વ્યક્ત કર્યું. તેમણે જણાવ્યું...

જૂન 13, 2025 8:12 એ એમ (AM) જૂન 13, 2025 8:12 એ એમ (AM)

views 6

વિમાન દુર્ઘટના તપાસ બ્યૂરોએ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાની તપાસ શરૂ કરી

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ જણાવ્યું છે કે અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનાની તપાસ વિમાન અકસ્માત તપાસ સંસ્થાએ શરૂ કરી દીધી છે. આ તપાસ આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠન દ્વારા નિર્ધારિત આંતરરાષ્ટ્રીય નિયમો અનુસાર કરવામાં આવશે. શ્રી નાયડુએ કહ્યું કે સરકાર આ બાબતની તપાસ માટે એક ઉચ્ચ સ...

જૂન 13, 2025 8:11 એ એમ (AM) જૂન 13, 2025 8:11 એ એમ (AM)

views 3

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં કુલ 241 પ્રવાસીઓનાં મૃત્યુઃ એક બ્રિટિશ નાગરિકનો બચાવ

અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાની ઔપચારિક તપાસ વિમાન અકસ્માત તપાસ સંસ્થાએ શરૂ કરી છે. દરમ્યાન એર ઇન્ડિયાએ પુષ્ટિ આપી છે કે અમદાવાદથી લંડન જઈ રહેલા વિમાન દુર્ઘટનામાં 241 લોકોના મોત થયા છે. અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યા બાદ ગઈકાલે બપોરે પોણા બે વાગ્યે વિમાન ક્રેશ થયું હતું. વિમાનમાં 242 મુસાફ...

જૂન 12, 2025 8:07 પી એમ(PM) જૂન 12, 2025 8:07 પી એમ(PM)

views 4

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દુર્ઘટના સ્થળ પર પહોંચ્યા. – બચાવ કામગીરી પૂરજોશમાં

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું. શ્રી શાહે સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે આપત્તિ પ્રતિભાવ દળોને તાત્કાલિક દુર્ઘટના સ્થળે મોકલી દેવામાં આવ્યા છે. ગૃહમંત્રી એ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.