રાષ્ટ્રીય

જૂન 17, 2025 7:42 પી એમ(PM) જૂન 17, 2025 7:42 પી એમ(PM)

views 4

ગુજરાત, પશ્ચિમ બંગાળ, ઓડિશા, બિહાર, ઝારખંડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી- સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ

ભારતીય હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, બિહાર, ઝારખંડ અને દેશના અન્ય ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. દરમિયાન ગુજરાતમાં, દક્ષિણ પશ્ચિમ ચોમાસું સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગળ વધ્યું છે, જેના કારણે આ પ્રદેશમાં ભારે વરસાદ થયો છે. સૌરાષ્ટ્રના બોટાદ, અમરેલ...

જૂન 17, 2025 1:42 પી એમ(PM) જૂન 17, 2025 1:42 પી એમ(PM)

views 1

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જી-સાત શિખર સંમેલનમાં ભાગ લેવા કેનેડાના કેલગરી પહોંચ્યા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જી-સાત શિખર સંમેલનમાં ભાગ લેવા કેનેડાના કેલગરી ખાતે પહોંચ્યા છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું, તેઓ શિખર સંમેલનમાં વિવિધ દેશના નેતાઓ સાથે મુલાકાત કરશે અને મહત્વના વૈશ્વિક મુદ્દાઓ પર પોતાના વિચાર રજૂ કરશે. પ્રધાનમંત્રીએ કહ્યું, આ સંમેલન દરમિયાન તેઓ ગ્લૉબલ સાઉથની ...

જૂન 17, 2025 1:29 પી એમ(PM) જૂન 17, 2025 1:29 પી એમ(PM)

views 4

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 144 મૃતકોનાં DNA સેમ્પલ મેચ થયા – અત્યાર સુધીમાં 101 પાર્થિવ દેહ મૃતકોનાં પરિવારજનોને સોંપાયા.

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 144 મૃતકોનાં DNA સેમ્પલ મેચ થયા છે. જ્યારે અત્યાર સુધીમાં 101 પાર્થિવ દેહ મૃતકોનાં પરિવારજનોને સોંપવામાં આવ્યા હોવાનું સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.રાકેશ જોશીએ જણાવ્યું. તેમણે ઉમેર્યુ કે, 12 પરિવાર નજીકના સમયમાં સ્વજનોના પાર્થિવ દેહ સ્વીકારવા આવશે, પાંચ પરિવાર સાથે...

જૂન 17, 2025 1:26 પી એમ(PM) જૂન 17, 2025 1:26 પી એમ(PM)

views 2

ઇરાનના તહેરાનમાં વસતા ભારતીયોને અન્ય સલામત સ્થળે ખસી જવા ભારતીય દુતાવાસ ભવને સલાહ આપી.

ઇરાનના તહેરાનમાં વસતા ભારતીયોને અન્ય સલામત સ્થળે ખસી જવા ભારતીય રાજદૂત ભવને સલાહ આપી છે. બીજી તરફ તેહરાનમાં અભ્યાસ કરતાં ભારતીય વિદ્યાર્થીઓને શહેરની બહાર લઇ જવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, પરિવહનની બાબતમાં આત્મનિર્ભર એવા અન્ય રહેવાસીઓને પણ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી...

જૂન 17, 2025 9:18 એ એમ (AM) જૂન 17, 2025 9:18 એ એમ (AM)

views 5

કેન્દ્ર સરકારે દેશના વિવિધ ભાગમાં બે હજાર ડ્રાઈવિંગ તાલીમ શાળા શરૂ કરવાનો નિર્ણય કર્યો

કેન્દ્ર સરકારે દેશના વિવિધ ભાગમાં બે હજાર ડ્રાઈવિંગ તાલીમ શાળા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું, આ તાલીમ શાળા દેશના પછાત અને આદિવાસી વિસ્તારોમાં શરૂ કરાશે. તેનાથી યુવાનો માટે રોજગારની તકનું સર્જન થશે. શ્રી ગડકરીએ...

જૂન 17, 2025 9:16 એ એમ (AM) જૂન 17, 2025 9:16 એ એમ (AM)

views 1

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય વિજય રૂપાણીના રાજકોટમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય વિજય રૂપાણીના ગઈકાલે રાજકોટમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. સ્વર્ગીય વિજય રૂપાણીના પાર્થિવ દેહને અમદાવાદથી હવાઈમાર્ગે રાજકોટ આંતરરાષ્ટ્રીય હવાઈમથક ખાતે લવાયો. ત્યાંથી તેમના પાર્થિવ દેહને સડક માર્ગે તેમના ઘરે લઈ જવાયો હતો. અશ્રુ ભીની આંખે...

જૂન 17, 2025 7:57 એ એમ (AM) જૂન 17, 2025 7:57 એ એમ (AM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કેનેડામાં જી-7 શિખર બેઠકમાં ઉપસ્થિત રહેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કેનેડાના કનાસ્કિસ્સ ખાતે જી-7 શિખર બેઠકમાં ઉપસ્થિત રહેશે. જી-7 શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી સતત છઠ્ઠી વખત ભાગ લઈ રહ્યા છે. કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્નીના નિમંત્રણ પર કેનેડાના બે દિવસના પ્રવાસ દરમિયાન શ્રી મોદી શિખર બેઠક સિવાય કેટલીક દ્વિપક્ષીય બેઠક પણ કરશે.શ્રી મો...

જૂન 17, 2025 7:54 એ એમ (AM) જૂન 17, 2025 7:54 એ એમ (AM)

views 5

ભારત અને સાયપ્રસે આતંકવાદના તમામ સ્વરૂપની ટીકા કરીને તેની સામે લડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો

ભારત અને સાયપ્રસે આતંકવાદના તમામ સ્વરૂપની ટીકા કરી છે. બંને દેશે શાંતિ અને સ્થિરતાને ઘટાડતા આધુનિક જોખમનો સામનો કરવા પરસ્પર પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. નિકોસિયામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સાયપ્રસના રાષ્ટ્રપ્રમુખ નિકોસ ક્રિસ્ટો-ડોલાઈડ્સ વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત બાદ સંયુક્ત ઘોષણાપત્ર જાહેર...

જૂન 17, 2025 7:53 એ એમ (AM) જૂન 17, 2025 7:53 એ એમ (AM)

views 3

અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતકોના 131 DNA નમૂના મેચ થયા. ગત મોડી રાત સુધીમાં 83 પાર્થિવ શરીર સોંપાયા

અમદાવાદ વિમાન દુર્ઘટનાના 131 મૃતકના DNA નમૂના મૅચ થયા છે. જ્યારે 83 પાર્થિવ શરીર મૃતકોના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. ગાંધીનગરમાં ન્યાયસહાયક વિજ્ઞાન પ્રયોગશાળા- FSLની ટીમ DNA મૅચ કરવા દિવસરાત કામ કરી રહી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગઈકાલે ગાંધીનગર FSL કચેરીની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી ...

જૂન 16, 2025 7:55 પી એમ(PM) જૂન 16, 2025 7:55 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, ભારત-સાયપ્રસ ભાગીદારીનાં મૂળમાં સહિયારા લોકશાહી મૂલ્યો અને કાયદાનું શાસન છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત-સાયપ્રસ ભાગીદારીને સહિયારા લોકશાહી મૂલ્યો અને કાયદાના શાસનમાં મજબૂત રીતે મૂળ ધરાવતી હોવાનું વર્ણવ્યું છે. તેમણે કહ્યું હતું કે, બંને દેશો વચ્ચેની મિત્રતા સંજોગો અથવા સરહદો દ્વારા મર્યાદિત નથી, પણ તે સમયની કસોટી પર ટકી રહી છે. શ્રી મોદીએ આજે નિકોસિયામાં રાષ્ટ્રપતિ મહે...