રાષ્ટ્રીય

જુલાઇ 22, 2025 1:24 પી એમ(PM) જુલાઇ 22, 2025 1:24 પી એમ(PM)

views 2

બિહારમાં ચૂંટણી પંચની વિશેષ સઘન સમીક્ષા, S.I.R.ના મુદ્દે વિપક્ષોએ સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યુ.

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિત વિપક્ષના સાંસદોએ આજે બિહારમાં ચૂંટણી પંચની વિશેષ સઘન સમીક્ષા ,એસ. આઈ. આર.ની કવાયત સામે સંસદના મકરદ્વાર ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્લેકાર્ડ્સ દર્શાવીને અને સૂત્રોચ્ચાર કરીને તેમણે સરકારને સમીક્ષાનો ઇરાદો અને કાયદેસરતા સ્પષ્ટ કરવાની માંગ કરી હતી. તેમણે વ...

જુલાઇ 22, 2025 1:22 પી એમ(PM) જુલાઇ 22, 2025 1:22 પી એમ(PM)

views 3

મુંબઇ ટ્રેન વિસ્ફોટ કેસના બોમ્બે હાઈકોર્ટના ચૂકાદાને પડકારતી અરજીની સુપ્રિમ કોર્ટમાં 24 જુલાઇએ સુનાવણી.

વર્ષ 2006ના ટ્રેન વિસ્ફોટોના કેસમાં તમામ 12 આરોપીઓને નિર્દોષ જાહેર કરવાના બોમ્બે હાઈકોર્ટના નિર્ણય સામે મહારાષ્ટ્ર સરકારે આજે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટ આ કેસની 24 જુલાઈના રોજ સુનાવણી કરશે.. 11મી જુલાઈ, 2006ના રોજ થયેલા વિસ્ફોટોમાં મુંબઈના ઉપનગરીય ટ્રેન નેટવર્કમાં 180થી વધુ લોકોના ...

જુલાઇ 22, 2025 1:20 પી એમ(PM) જુલાઇ 22, 2025 1:20 પી એમ(PM)

views 2

વિદ્યાર્થીઓની સલામતી માટે તમામ શાળાઓમાં C.B.S.E.એ સીસીટીવી કેમેરા ફરજીયાત બનાવ્યા.

CBSE એ વિદ્યાર્થીઓની સલામતી માટે તેની બધી શાળાઓમાં ઓડિયો-વિઝ્યુઅલ રેકોર્ડિંગ સાથે ઉચ્ચ-ક્ષમતાવાળા સીસીટીવી કેમેરા લગાવવાનું ફરજિયાત બનાવ્યું છે. નવા ધોરણો મુજબ, પ્રવેશ અને બહાર નીકળવાના દરવાજા, કોરિડોર, સીડી, વર્ગખંડો, પ્રયોગશાળાઓ, પુસ્તકાલયો, કેન્ટીન, રમતના મેદાનો અને શૌચાલય સિવાય તમામ કોમન વિસ્તાર...

જુલાઇ 22, 2025 9:27 એ એમ (AM) જુલાઇ 22, 2025 9:27 એ એમ (AM)

views 3

ભારે વરસાદને કારણે નાગાલેન્ડના અનેક ભાગોમાં ભૂસ્ખલન

ભારે વરસાદને કારણે નાગાલેન્ડના અનેક ભાગોમાં ભૂસ્ખલનના અહેવાલો છે. મુખ્ય પરિવહન માર્ગો, ખાસ કરીને રાષ્ટ્રીય ધોરીમાર્ગ 29 અને 2 ને ભારે નુકસાન થયું છે. ફેસામા નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ-2 પર સૌથી વધુ નુકસાન થયું છે, જ્યાં જૂનથી ભૂસ્ખલનથી કોહિમા અને મણિપુર વચ્ચેનો પ્રાથમિક માર્ગ સંપર્ક તૂટી ગયો છે.રવિવાર...

જુલાઇ 22, 2025 9:21 એ એમ (AM) જુલાઇ 22, 2025 9:21 એ એમ (AM)

views 3

સરકારે આવશ્યક ખાદ્ય ચીજો માટે, વ્યૂહાત્મક વેચાણ કરવા અને સબસિડીવાળા દરે પસંદગીની ખાદ્ય ચીજોના છૂટક વેચાણને સરળ બનાવવાના નિર્ણયો લીધા-નિર્મલા સીતારમણ

સરકારે કહ્યું કે, ફુગાવાને નિયંત્રિત કરવા માટે ઘણા પગલાં લીધા છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ટકાઉ રોજગારીનું સર્જન અને ઘરગથ્થુ આવકમાં સુધારો કરવાનો છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ગઈકાલે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે સરકારે આવશ્યક ખાદ્ય ચીજો માટે બફર સ...

જુલાઇ 22, 2025 9:18 એ એમ (AM) જુલાઇ 22, 2025 9:18 એ એમ (AM)

views 2

દરેક મતદાન મથક પર 1200થી ઓછા મતદારો ધરાવતું બિહાર દેશનું પહેલું રાજ્ય બન્યું

બિહાર દેશનું પહેલું રાજ્ય બન્યું છે જ્યાં દરેક મતદાન મથક પર એક હજાર 200 થી ઓછા મતદારો હશે. ગઈકાલે આ જાહેરાત કરતા ચૂંટણી પંચે કહ્યું કે આ પગલાનો ઉદ્દેશ્ય લાંબી કતારો ઘટાડવાનો અને મતદાન પ્રક્રિયાને સરળ બનાવવાનો છે. આ માટે, રાજ્યભરમાં 12 હજાર 817 નવા મતદાન મથકો બનાવવામાં આવ્યા છે.

જુલાઇ 22, 2025 8:40 એ એમ (AM) જુલાઇ 22, 2025 8:40 એ એમ (AM)

views 8

સંસદમાં વિપક્ષો એ પહલગામ આતંકવાદી હુમલો અને ઓપરેશન સિંદૂર પર તાત્કાલિક ચર્ચાની માંગ કરીને કાર્યવાહી ખોરંભે પાડવાનો પ્રયાસ કર્યો

સંસદના ચોમાસુ સત્રના પહેલા દિવસે, ગઈકાલે, વિપક્ષી પક્ષોએ અનેક મુદે ગૃહની કાર્યવાહીમાં વિક્ષેપ પાડ્યો હતો. અન્ય મુદ્દાઓ ઉપરાંત, વિપક્ષી પક્ષોએ પહલગામ આતંકવાદી હુમલો અને ઓપરેશન સિંદૂર પર તાત્કાલિક ચર્ચાની માંગ કરી હતી. દરમિયાન સંસદની કાર્ય સલાહકાર સમિતિની ગઇકાલે સંસદ ભવનમાં મળેલી બેઠકમાં લોકસભામાં પહલ...

જુલાઇ 22, 2025 8:38 એ એમ (AM) જુલાઇ 22, 2025 8:38 એ એમ (AM)

views 5

આરોગ્યના કારણોસર ડોક્ટર જગદીપ ધનખડનું ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે, આરોગ્યના કારણોસર પદ પરથી રાજીનામું આપ્યું છે.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને લખેલા પત્રમાં, શ્રી ધનખડે જણાવ્યું હતું કે, તેમણે આરોગ્યને પ્રાથમિકતા આપતા અને તબીબી સલાહને અનુસરીને તાત્કાલિક અસરથી રાજીનામું આપ્યું છે. શ્રી ધનખડે તેમના કાર્યકાળ દરમિયાન રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવે...

જુલાઇ 22, 2025 7:49 એ એમ (AM) જુલાઇ 22, 2025 7:49 એ એમ (AM)

views 4

ઢાકામાં ગઇકાલે બાગ્લાદેશ વાયુસેનાનું વિમાન ક્રેશ થતાં શાળાના બાળકો સહિત 22ના મોત

ઢાકામાં ગઇકાલે બાગ્લાદેશ વાયુસેનાનું વિમાન ક્રેશ થતાં શાળાના બાળકો સહિત 22 લોકોના મોત થયા છે અને 169 લોકો ઘાયલ થયા છે. ગઇકાલે બપોરે 1.06 વાગ્યે, વાયુસેનાનું એક તાલીમ વિમાન ટેકઓફ કર્યા પછી તરત જ ક્રેશ થયું હતું. વિમાનનો આગળનો ભાગ શાળાના મકાનની સીડી સાથે અથડાયો હતો જ્યારે બંને પાંખો સીડીની બંને બાજુના...

જુલાઇ 21, 2025 7:52 પી એમ(PM) જુલાઇ 21, 2025 7:52 પી એમ(PM)

views 2

સંસદના ચોમાસું સત્રનો આજથી પ્રારંભ – વિપક્ષના હોબાળા વચ્ચે બંને ગૃહની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત

સંસદનું ચોમાસુ સત્ર આજથી શરૂ થયું. વિપક્ષના હોબાળા વચ્ચે સંસદના બંને ગૃહની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરવામાં આવી છે. વિવિધ મુદ્દાઓ પર વિપક્ષના હોબાળા વચ્ચે લોકસભા સ્થગિત કરવામાં આવી. વિપક્ષના સભ્યો પહલગામ આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂર પર તાત્કાલિક ચર્ચાની માંગ કરી રહ્યા હતા. સાંજે 4 વાગ્યે ત્...