રાષ્ટ્રીય

જુલાઇ 23, 2025 7:36 પી એમ(PM) જુલાઇ 23, 2025 7:36 પી એમ(PM)

views 3

વિરોધ પક્ષોએ હોબાળો કરતાં સંસદના બંને ગૃહોની કાર્યવાહી સતત ત્રીજા દિવસે પણ ખોરવાઈ

વિરોધ પક્ષોએ હોબાળો કરતાં સંસદના બંને ગૃહોની કાર્યવાહી સતત ત્રીજા દિવસે પણ ખોરવાઈ. વિપક્ષી દળો બિહારમાં મતદાર યાદીના ખાસ સઘન પુનનિરીક્ષણ અને અન્ય મુદ્દાઓ પર ચર્ચાની માગ કરી રહ્યા હતા. લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી આજે બે વખત સ્થગિત થયા પછી આખરે દિવસભર માટે સ્થગિત કરવામાં આવી. અગાઉ, જ્યારે લોકસભા બ...

જુલાઇ 23, 2025 7:35 પી એમ(PM) જુલાઇ 23, 2025 7:35 પી એમ(PM)

views 5

ગુજરાત ATSએ આતંકવાદી સંગઠન અલ-કાયદા સાથે જોડાયેલા ચાર વ્યક્તિની ધરપકડ કરી

ગુજરાત આતંકવાદ વિરોધી દળ – ATS-એ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અલ-કાયદા સાથે જોડાયેલા ચાર લોકોની ધરપકડ કરી છે. A.T.S.એ ગુજરાતનાં અમદાવાદથી મહોમ્મદ ફરદીન, અરવલ્લીના મોડાસાથી સેફુલ્લા કુરેશી, દિલ્હીથી મોહમ્મદ ફૈક અને નોયડાથી ઝિશાન અલીની ધરપકડ કરી છે. ATSનાં DIG સુનિલ જોશીએ જણાવ્યું, અલ-કાયદાના આતંકી મૉડેલ...

જુલાઇ 23, 2025 7:33 પી એમ(PM) જુલાઇ 23, 2025 7:33 પી એમ(PM)

views 2

કેન્દ્રીય સહકાર મંત્રીએ કહ્યું, ગુજરાતનાં આણંદમાં 600 બેઠક અને ચાર અભ્યાસક્રમ સાથે ત્રિભુવન સહકારી યુનિવર્સિટીની સ્થાપના થઈ.

કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું છે કે, સંસદના અધિનિયમ દ્વારા આણંદમાં 600 બેઠકો અને ચાર અભ્યાસક્રમો સાથે ત્રિભુવન" સહકારી યુનિવર્સિટીની સ્થાપના થઈ છે. તેના ચારમાંથી ત્રણ અભ્યાસક્ર્મ યુનિવર્સિટીની સ્થાપના બાદ શરૂ કરાયા છે. રાજ્યસભામાં એક લેખિત પ્રશ્નના જવાબમાં શ્રી શાહે જણાવ્યું કે, સ્થાપનાન...

જુલાઇ 23, 2025 7:32 પી એમ(PM) જુલાઇ 23, 2025 7:32 પી એમ(PM)

views 8

ચૂંટણી પંચે ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી પ્રક્રિયા શરૂ કરી

જગદીપ ધનખડના રાજીનામા બાદ, ચૂંટણી પંચે ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી પ્રક્રિયા શરૂ કરી છે. ગૃહ મંત્રાલયે ગઈકાલે શ્રી ધનખડના રાજીનામાની માહિતી આપ્યા બાદ આ પ્રક્રિયા શરૂ થઈ. સોમવારે, શ્રી જગદીપ ધનખડએ સ્વાસ્થ્યના કારણોસર પદ પરથી રાજીનામું આપ્યું હતું. પ્રારંભિક પ્રવૃત્તિઓ પૂર્ણ થયા પછી, ચૂંટણી પંચ ઉપરાષ્...

જુલાઇ 23, 2025 1:34 પી એમ(PM) જુલાઇ 23, 2025 1:34 પી એમ(PM)

views 3

વિપક્ષોના હોબાળાના પગલે સંસદની કાર્યવાહી બે વાગ્યા સુધી સ્થગિત.

વિવિધ મુદ્દાઓ પર વિપક્ષી સભ્યો દ્વારા કરવામાં આવેલા નારાબાજી વચ્ચે લોકસભા અને રાજ્યસભા બપોરે બે વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. જ્યારે લોકસભા સવારે 11 વાગ્યે મળી, ત્યારે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ પ્રશ્નકાળ શરૂ કર્યો, ત્યારે વિપક્ષી સભ્યોએ બિહારમાં વિશેષ સઘન સુધારા અને અન્ય મુદ્દાઓ પર ચર્ચાની માં...

જુલાઇ 23, 2025 1:30 પી એમ(PM) જુલાઇ 23, 2025 1:30 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બ્રિટન અને માલદીવની 4 દિવસની સત્તાવાર મુલાકાતે રવાના થયા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બ્રિટન અને માલદીવની 4 દિવસની સત્તાવાર મુલાકાતે રવાના થયા. પ્રથમ તબક્કામાં, શ્રી મોદી બે દિવસની મુલાકાતે યુકે જશે. નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા, વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે, શ્રી મોદી તેમના બ્રિટિશ સમકક્ષ કીર સ્ટારમર સાથે ચર્ચા કરશે અને રાજા ચાર્લ્સ...

જુલાઇ 23, 2025 1:28 પી એમ(PM) જુલાઇ 23, 2025 1:28 પી એમ(PM)

views 4

સરહદપાર આતંકવાદને પ્રોત્સાહન આપતા દેશોને કિંમત ચૂકવવી પડે તેવી વ્યવસ્થા કરવા ભારતની સંયુક્ત રાષ્ટ્રસંઘમાં હાંકલ.

સરહદપાર આતંકવાદને પ્રોત્સાહન આપતા દેશોને કિંમત ચૂકવવી પડે તેવી વ્યવસ્થા કરવા ભારતે હાકલ કરી છે. ભારતના કાયમી પ્રતિનિધિ પી. હરીશે યુએન સુરક્ષા પરિષદને જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતા સહિત કેટલાક મૂળભૂત સિદ્ધાંતોનું પાલન કરવું આવશ...

જુલાઇ 23, 2025 1:25 પી એમ(PM) જુલાઇ 23, 2025 1:25 પી એમ(PM)

views 21

એશિયન ડેવલપમેન્ટ બેંકનો 6.7 ટકાના દરે ભારતના વિકાસનો અંદાજ.

ભારતીય અર્થતંત્રનો ચાલુ વર્ષે GDPમાં 6.5 ટકા અને આગામી વર્ષે 6.7 ટકાના દરે વિકાસનો અંદાજ આંકવામાં આવ્યો છે. એશિયન ડેવલપમેન્ટ બેંકના એક અહેવાલમાં જણાવાયું છે કે મજબૂત સ્થાનિક માંગ, સામાન્ય ચોમાસુ અને નાણાકીય પ્રવાહના કારણે વૃદ્ધિના અંદાજને ટેકો મળ્યો છે. અહેવાલમાં ફુગાવામાં ચાલુ વર્ષે 3.8 ટકા અને આગા...

જુલાઇ 23, 2025 9:13 એ એમ (AM) જુલાઇ 23, 2025 9:13 એ એમ (AM)

views 11

આજે નવી દિલ્હી ખાતે ભારતીય નૌકાદળ શિપબિલ્ડિંગ સેમિનારનું આયોજન

આજે નવી દિલ્હી ખાતે ભારતીય નૌકાદળ શિપબિલ્ડિંગ સેમિનારનું આયોજન કરાયું છે જેમાં શિપબિલ્ડિંગ દ્વારા રાષ્ટ્ર નિર્માણ પર આ સેમિનાર સરકાર, ભારતીય નૌકાદળ, શિપયાર્ડ્સ, ઉદ્યોગ સાથે જોડાયેલા સાહસિકો અને શિક્ષણવિદોને એક સાથે, એક મંચ પર લાવવામાં આવશે.આ કાર્યક્રમ શિપબિલ્ડિંગ સંબંધિત વિવિધ નીતિગત પાસાઓ પર સુસંગત...

જુલાઇ 23, 2025 9:10 એ એમ (AM) જુલાઇ 23, 2025 9:10 એ એમ (AM)

views 7

જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ આતંકવાદથી પ્રભાવિત પરિવારોને સહાય માટે વેબ પોર્ટલ શરૂ કર્યું

જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ આતંકવાદથી પ્રભાવિત પરિવારોને સહાય માટે વેબ પોર્ટલ શરૂ કર્યું છે.આ પહેલ કેન્દ્રશાસિત પ્રદેશમાં આતંકવાદથી પીડિત લોકોને રાહત અને અન્ય પ્રકારની સહાય પૂરી પાડવાની પ્રક્રિયાને સુવ્યવસ્થિત અને ઝડપી બનાવશે.ગઈકાલે શરૂ કરવામાં આવેલા આ પોર્ટલમાં જિલ્લાવાર ડેટાને કે...