રાષ્ટ્રીય

ઓગસ્ટ 28, 2025 2:06 પી એમ(PM)

views 8

સરકારે કાચા કપાસની આયાત પર કરમુક્તિ 31 ડિસેમ્બર સુધી વધારવાનો નિર્ણય કર્યો.

સરકારે કાચા કપાસની આયાત પર કરમુક્તિ આ વર્ષે 30 સપ્ટેમ્બરથી 31 ડિસેમ્બર સુધી વધારવાનો નિર્ણય કર્યો છે. નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું, આ નિર્ણય ભારતીય કાપડ ઉદ્યોગ માટે કપાસની ઉપલબ્ધતા વધારવાના હેતુસર કરાયો છે. આ પહેલા સરકારે કપાસની આયાત પર 19 ઑગસ્ટથી 30 સપ્ટેમ્બર સુધી કામચલાઉ કરમુક્તિ આપી હતી.

ઓગસ્ટ 28, 2025 2:02 પી એમ(PM)

views 11

છત્તીસગઢ, કર્ણાટકના દરિયાકાંઠા, મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડમાં કેટલાક સ્થળ પર આજે ભારે વરસાદની આગાહી.

હવામાન ખાતાએ આજે છત્તીસગઢ, કર્ણાટકના દરિયાકાંઠા, મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડમાં કેટલાક સ્થળ પર ભારે વરસાદની આગાહી કરી છે. ઓડિશા, વિદર્ભ, મધ્યપ્રદેશ, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કીમ અને ઝારખંડમાં આગામી બેથી ત્રણ દિવસ ધોધમાર વરસાદની સંભાવના છે. જ્યારે ગુજરાત ક્ષેત્ર, ગોવા, કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રમાં પ...

ઓગસ્ટ 28, 2025 9:33 એ એમ (AM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 125મી કડી હશે. લોકો ટોલ-ફ્રી નંબર 1800-11-7800 દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચાર અને સૂચન મોકલી શકે છે. ઉપરાંત નરેન્દ્ર મોદી એપ અથવા ...

ઓગસ્ટ 28, 2025 9:30 એ એમ (AM)

views 8

ભારતના દરિયાઈ ક્ષેત્રનું નોંધપાત્ર ગતિશીલતા સાથે વિસ્તરણ થઈ રહ્યું છે-કેન્દ્રીય જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલ

કેન્દ્રીય બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે કહ્યું, ભારતના દરિયાઈ ક્ષેત્રનું નોંધપાત્ર ગતિશીલતા સાથે વિસ્તરણ થઈ રહ્યું છે. ગઈકાલે નવી દિલ્હીમાં ઇન્ડિયા મૅરિટાઈમ વિક 2025ની પ્રારંભિક પહેલ “ઍમ્બેસેડર્સ રાઉન્ડટૅબલ”ને સંબોધતા શ્રી સોનોવાલે કહ્યું, સરકાર માત્ર દેશના વિકાસ માટે જ નહીં, પણ વૈ...

ઓગસ્ટ 28, 2025 9:26 એ એમ (AM)

views 9

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે એક દિવસ ગુજરાતના પ્રવાસે

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે એક દિવસ ગુજરાતના પ્રવાસે આવશે. તેઓ આજે અમદાવાદમાં સાણંદની ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ- G.I.D.C. બેની મુલાકાત લેશે. દરમિયાન તેઓ પાઇલટ પ્રોડક્શન ફૅક્ટરી સીજી સેમિ પ્રૉજેક્ટના ઉદ્ઘાટન “પ્રારંભ”માં ઉપસ્થિત રહેશે.

ઓગસ્ટ 28, 2025 9:24 એ એમ (AM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફિનલૅન્ડના રાષ્ટ્રપ્રમુખ ઍલેકઝાન્ડર સ્ટબ સાથે ટૅલિફૉન પર વાતચીત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે સાંજે ફિનલૅન્ડના રાષ્ટ્રપ્રમુખ ઍલેકઝાન્ડર સ્ટબ સાથે ટૅલિફૉન પર વાતચીત કરી. સોશિયલ મીડિયા પરના સંદેશમાં શ્રી મોદીએ કહ્યું, ફિનલૅન્ડ યુરોપીયન સંઘનું એક મહત્વનું ભાગીદાર છે. બંને નેતાએ વેપાર, ટૅક્નોલૉજી અને સ્થિરતા જેવા મુખ્ય ક્ષેત્રમાં સહકારને મજબૂત કરવાના માર્ગ અંગે...

ઓગસ્ટ 28, 2025 7:51 એ એમ (AM)

views 8

છત્તીસગઢના વિજાપુર જિલ્લામાં 30 માઓવાદીએ આત્મસમર્પણ કર્યું

છત્તીસગઢના વિજાપુર જિલ્લામાં ગઈકાલે 30 માઓવાદીએ આત્મસમર્પણ કર્યું. પોલીસ અધિક્ષક જિતેન્દ્ર યાદવે કહ્યું, આમાંથી 20 માઓવાદી પર 81 લાખ રૂપિયાનં8 રોકડ ઇનામ જાહેર કરાયું હતું.રાજ્ય સરકારની પુનર્વસન નીતિ હેઠળ તેમને 50—50 હજાર રૂપિયાની પ્રોત્સાહન રકમ અપાઈ છે. આ તમામ માઓવાદી પર વિવિધ ઘટનાઓમાં સામેલ હોવાનો ...

ઓગસ્ટ 28, 2025 7:46 એ એમ (AM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે જાપાનના પ્રવાસ માટે રવાના થશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15-મા ભારત—જાપાન વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેવા આજે સાંજે જાપાનના પ્રવાસ માટે રવાના થશે. પ્રધાનમંત્રીનો જાપાનનો આ આઠમો પ્રવાસ હશે. જ્યારે જાપાનના પ્રધાનમંત્રી શિગેરુ ઇશિબા સાથે આ તેમની પહેલી શિખર બેઠક હશે. વિદશ મંત્રાલયે જણાવ્યું, આ પ્રવાસ દરમિયાન બંને પ્રધાનમંત્રી બંને દ...

ઓગસ્ટ 28, 2025 7:45 એ એમ (AM)

views 10

ભારતીય વાયુસેનાએ જમ્મુ અને ઉત્તર પંજાબમાં વધતા જળસ્તર અને વિનાશક પૂરને લઈ રાહત અને બચાવ અભિયાન હાથ ધર્યું

ભારતીય વાયુસેનાએ જમ્મુ અને ઉત્તર પંજાબમાં વધતા જળસ્તર અને વિનાશક પૂરને લઈ વ્યાપક રાહત અને બચાવ અભિયાન હાથ ધર્યું છે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું, વાયુસેનાએ પીડિતોને મદદ માટે હૅલિકૉપ્ટર કાફલો, પરિવહન વિમાન અને વાયુસેનાના અન્ય સાધનો તહેનાત કર્યા છે.સંરક્ષણ મંત્રાલયે જમ્મુના અખનૂર, પંજાબના પઠાનકોટ અને ડ...

ઓગસ્ટ 28, 2025 7:44 એ એમ (AM)

views 9

પ્રધાનમંત્રી જનધન યોજનાને આજે 11 વર્ષ પૂર્ણ થયા

પ્રધાનમંત્રી જનધન યોજનાને આજે 11 વર્ષ પૂર્ણ થયા. આ વિશ્વની સૌથી મોટી નાણાકીય સમાવેશક પહેલમાંથી એક છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 15 ઑગસ્ટ 2014માં લાલ કિલ્લાની પ્રાચિર પરથી આ પહેલની જાહેરાત કરી હતી.પ્રધાનમંત્રી જનધન યોજના નાણાકીય સમાવેશક પર એક રાષ્ટ્રીય અભિયાન છે. તેનો ઉદ્દેશ દેશના તમામ પરિવારોને બૅ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.