રાષ્ટ્રીય

ઓગસ્ટ 8, 2025 2:41 પી એમ(PM) ઓગસ્ટ 8, 2025 2:41 પી એમ(PM)

views 6

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે વર્ષના અંત સુધીમાં ભારતનો લોજિસ્ટિક્સ ખર્ચ ઘટીને 9 ટકા થશે

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ વર્ષના અંત સુધીમાં ભારતનો લોજિસ્ટિક્સ ખર્ચ ઘટીને 9 ટકા થઈ જશે. આજે નવી દિલ્હીમાં એક ખાનગી ન્યૂઝ ચેનલ દ્વારા આયોજિત કોન્ક્લેવમાં બોલતા, શ્રી ગડકરીએ આ ઘટાડાને દેશના રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં થયેલા નોંધપાત્ર સુધારાને આભા...

ઓગસ્ટ 8, 2025 10:04 એ એમ (AM) ઓગસ્ટ 8, 2025 10:04 એ એમ (AM)

views 3

સિક્કિમમાં કૈલાશ માનસરોવર યાત્રાનો છેલ્લો સમૂહ ગઈકાલે રાત્રે ગંગટોક પહોંચ્યો

સિક્કિમમાં કૈલાશ માનસરોવર યાત્રાનો છેલ્લો સમૂહ ગઈકાલે રાત્રે ગંગટોક પહોંચ્યો. નાથુલા પાસથી મુસાફરી કરી રહેલા આ છેલ્લા અને દસમા સમૂહમાં અધિકારીઓ સહિત કુલ પચાસ શ્રદ્ધાળુઓનો સમાવેશ થાય છે. આજે તેમને ગંગટોક ખાતે ITBPના કર્મચારીઓ દ્વારા માહિતી આપવામાં આવશે.આ યાત્રા 11 થી 12 દિવસમાં પૂર્ણ થવાની ધારણા છે. ...

ઓગસ્ટ 8, 2025 10:01 એ એમ (AM) ઓગસ્ટ 8, 2025 10:01 એ એમ (AM)

views 4

ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના ધારાલી-હરસિલ વિસ્તારમાં રાહત અને બચાવ કામગીરી પૂર ઝડપે-હેલિકોપ્ટર મદદે આવતા બચાવ કાર્યમાં વેગ આવ્યો

ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના ધારાલી-હરસિલ વિસ્તારમાં રાહત અને બચાવ કામગીરી પૂર ઝડપે ચાલી રહી છે. ગઇકાલે ચિનૂક હેલિકોપ્ટર મદદે આવતા બચાવ કાર્યમાં વેગ આવ્યો છે. ગઇકાલે સાંજે છ વાગ્યા સુધી, ગંગોત્રી વિસ્તારમાંથી 372 લોકોને સુરક્ષિત રીતે બચાવી હર્ષિલ લાવવામાં આવ્યા છે. ફસાયેલા લોકો માટે પીવાનું પાણી, ...

ઓગસ્ટ 8, 2025 10:02 એ એમ (AM) ઓગસ્ટ 8, 2025 10:02 એ એમ (AM)

views 8

ચૂંટણી યોજવામાં ચૂંટણી પંચની પ્રામાણિકતા પર સવાલ ઉઠાવવા બદલ ભાજપે વિપક્ષના નેતા રાહુલ ગાંધીની ટીકા કરી

ચૂંટણી યોજવામાં ચૂંટણી પંચની પ્રામાણિકતા પર સવાલ ઉઠાવવા બદલ ભાજપે, વિપક્ષના નેતા રાહુલ ગાંધીની ટીકા કરી છે.ગઈકાલે નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા, પાર્ટીના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું, આ પહેલી વાર નથી જ્યારે શ્રી ગાંધીએ બંધારણીય સંસ્થાઓ પર આરોપ લગાવ્યા છે. શ્રી પાત્રાએ કહ્યું કે શ્રી રાહુલ ગાંધી અન...

ઓગસ્ટ 8, 2025 9:58 એ એમ (AM) ઓગસ્ટ 8, 2025 9:58 એ એમ (AM)

views 6

ભારત તેના ખેડૂતો, માછીમારો અને પશુપાલકોના હિત સાથે ક્યારેય સમાધાન કરશે નહીં-PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારત તેના ખેડૂતો, માછીમારો અને પશુપાલકોના હિત સાથે ક્યારેય સમાધાન કરશે નહીં. નવી દિલ્હીમાં એમ.એસ. સ્વામિનાથન શતાબ્દી આંતરરાષ્ટ્રીય પરિષદને સંબોધિત કરતાં પ્રધાનમંત્રી મોદીએ ભાર મૂક્યો હતો કે ખેડૂતોનું કલ્યાણ તેમની સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.ભારતને ખાદ્ય ઉત્પ...

ઓગસ્ટ 8, 2025 7:59 એ એમ (AM) ઓગસ્ટ 8, 2025 7:59 એ એમ (AM)

views 4

દેશમાં વિશ્વ કક્ષાના માર્ગ-પરિવહન માળખાનું નિર્માણ થઈ રહ્યું હોવાનું જણાવતા માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરી

દેશમાં વિશ્વ કક્ષાના માર્ગ અને પરિવહન માળખાનું નિર્માણ થઈ રહ્યું છે, જેના કારણે મુસાફરીનો સમય ઓછો થઈ રહ્યો છે- પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન મળી રહ્યું છે. ગઈકાલે નવી દિલ્હીમાં આયોજિત ભારતીય બાંધકામ ઉપકરણ ઉત્પાદક સંગઠન - ICEMA ના 75મા વાર્ષિક સંમેલનને સંબોધતા માર્ગ પરિવહન મંત્રી શ્રી ગડકરીએ આ મુજબ જ...

ઓગસ્ટ 8, 2025 7:55 એ એમ (AM) ઓગસ્ટ 8, 2025 7:55 એ એમ (AM)

views 3

પ્રધાનમંત્રી મોદી અને બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખ વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવા સંમત થયા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા વચ્ચે ગઈકાલે ટેલિફોનીક વાતચીત થઈ હતી. પ્રધાનમંત્રી કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, વાતચીત દરમિયાન, બંને નેતાઓ વેપાર, ટેકનોલોજી, ઉર્જા, સંરક્ષણ, કૃષિ, આરોગ્ય અને લોક સંપર્ક વધારવા સંમત થયા હતા. તેમણે પરસ્પર હિતના પ...

ઓગસ્ટ 8, 2025 7:50 એ એમ (AM) ઓગસ્ટ 8, 2025 7:50 એ એમ (AM)

views 4

ચૂંટણી પંચે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના મતદાર યાદીમાં છેડછાડના આરોપોને નકારી કાઢ્યા

ચૂંટણી પંચે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના મતદાર યાદીમાં છેડછાડના આરોપોને નકારી કાઢ્યા છે. સોશિયલ મીડિયા પર ફેક્ટ ચેક કમિશને આ આરોપોને ભ્રામક ગણાવ્યા અને કહ્યું કે જો શ્રી ગાંધીને લાગે છે કે તેઓ જે કહી રહ્યા છે તે સાચું છે, તો તેમણે ચૂંટણી નિયમો અનુસાર ઘોષણાપત્ર અથવા સોગંદનામા પર સહી કરવી જોઈએ.પંચે એ...

ઓગસ્ટ 8, 2025 7:43 એ એમ (AM) ઓગસ્ટ 8, 2025 7:43 એ એમ (AM)

views 4

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને બિહારના મુખ્યમંત્રી આજે બિહારના સીતામઢી જિલ્લામાં પુનૌરા ધામ ખાતે સીતામાતાના ભવ્ય મંદિરનો શિલાન્યાસ કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર આજે બિહારના સીતામઢી જિલ્લામાં પુનૌરા ધામ ખાતે દેવી સીતાને સમર્પિત ભવ્ય મંદિરનો શિલાન્યાસ કરશે.બનારસ અને મિથિલાના વિદ્વાનો અને પુજારીઓની દેખરેખ હેઠળ આજે બપોરે વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે આ શિલાન્યાસ કરાશે. મંદિર અને તેની આસપાસના સંકુલના નિર...

ઓગસ્ટ 7, 2025 8:02 પી એમ(PM) ઓગસ્ટ 7, 2025 8:02 પી એમ(PM)

views 6

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે મોસ્કોમાં રશિયન સુરક્ષા પરિષદના વડા સાથે મુલાકાત કરી

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે આજે મોસ્કોમાં રશિયન સુરક્ષા પરિષદના વડા સેરગેઈ શોઇગુ સાથે મુલાકાત કરી. શ્રી ડોભાલે કહ્યું કે ભારતનો રશિયા સાથે મજબૂત અને લાંબા સમયથી ચાલતો સંબંધ છે અને તેઓ આ સંબંધને મહત્વ આપે છે. તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચે ઉચ્ચ સ્તરીય વાટાઘાટો થઈ છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહ...