રાષ્ટ્રીય

ઓગસ્ટ 9, 2025 8:10 પી એમ(PM) ઓગસ્ટ 9, 2025 8:10 પી એમ(PM)

views 5

પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીએ આજે કાકોરી ઘટનાના ક્રાંતિકારીઓને શ્રદ્ધાંજલિ આપી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કાકોરી ઘટનાના ક્રાંતિકારીઓને શ્રદ્ધાંજલિ આપી. એક સોશિયલ મીડિયા સંદેશમાં, શ્રી મોદીએ કહ્યું કે 100 વર્ષ પહેલાં, લખનૌ નજીક કાકોરીમાં દેશભક્ત ભારતીયોએ હિંમત દર્શાવી અને તે સમયના શાસન સામે લોકોએ ગુસ્સો દર્શાવ્યો. તેમણે કહ્યું કે આ દેશભક્તો ગુસ્સે હતા કારણ કે વસાહતી શોષણને...

ઓગસ્ટ 9, 2025 8:06 પી એમ(PM) ઓગસ્ટ 9, 2025 8:06 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે કર્ણાટકમાં બેંગલુરુના કેએસઆર રેલ્વે સ્ટેશન પર ત્રણ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી આપશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે કર્ણાટકના એક દિવસના પ્રવાસે જશે. શ્રી મોદી બેંગલુરુના કેએસઆર રેલ્વે સ્ટેશન પર ત્રણ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી આપશે. આમાં બેંગલુરુથી બેલગામ, અમૃતસરથી શ્રી માતા વૈષ્ણોદેવી કટરા અને નાગપુર (અજની) થી પુણે સુધીની ટ્રેનોનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી ત્યારબા...

ઓગસ્ટ 9, 2025 5:00 પી એમ(PM) ઓગસ્ટ 9, 2025 5:00 પી એમ(PM)

views 7

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ વિરોધી અભિયાનમાં બે જવાન શહીદ.

જમ્મુ-કાશ્મીરમાં કુલગામ જિલ્લાના અખલ વન વિસ્તારમાં ચાલતા આતંકવાદ વિરોધી અભિયાનમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા સેનાના બે જવાન શહીદ થયા છે. ગયા શુક્રવારે શરૂ થયેલી આ અથડામણ સામેના અભિયાનનો આજે નવમો દિવસ છે. શ્રીનગરના ચિનાર કૉર્પ્સના સૈન્ય પ્રવક્તાએ સોશિયલ મીડિયા પર શહીદ જવાનો લાન્સનાયક પ્રિતપાલ સિંહ અન...

ઓગસ્ટ 9, 2025 5:00 પી એમ(PM) ઓગસ્ટ 9, 2025 5:00 પી એમ(PM)

views 3

વર્ષ 2024—25માં વાર્ષિક સંરક્ષણ ઉત્પાદન અત્યાર સુધીના સૌથી ઉચ્ચ સ્તરે પહોંચ્યું.

નાણાકીય વર્ષ 2024—25માં વાર્ષિક સંરક્ષણ ઉત્પાદન વધીને એક લાખ 51 હજાર કરોડ રૂપિયા સાથે અત્યાર સુધીના સૌથી ઉચ્ચ સ્તરે પહોંચ્યું છે. આ સિદ્ધિ ગત નાણાકીય વર્ષમાં એક લાખ 27 હજાર કરોડ રૂપિયાના ઉત્પાદનની સરખામણીએ 18 ટકાની મજબૂત વૃદ્ધિ દર્શાવે છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે આ વૃદ્ધિની પ્રશંસા કરતા કહ્યું, ...

ઓગસ્ટ 9, 2025 4:59 પી એમ(PM) ઓગસ્ટ 9, 2025 4:59 પી એમ(PM)

views 1

રેલવેએ શરૂ કરેલી રાઉન્ડ ટ્રીપ પેકેજ યોજના હેઠળ મુસાફરોને 20 ટકાની છૂટ અપાશે.

રેલવેએ રાઉન્ડ ટ્રીપ પેકેજ યોજના શરૂ કરવાનો નિર્ણય લીધો છે. તે અંતર્ગત મુસાફરોને પરત આવતા વખતે 20 ટકાની છૂટ અપાશે. આ યોજના હેઠળ આ છૂટ ત્યાં સુધી લાગુ રહેશે. જ્યારે જવા અને પરત આવવા બંને યાત્રા માટે એક જ યાત્રી સમૂહ માટે ટિકિટ બૂક કરાશે. રેલવે મંત્રાલયે જણાવ્યું, આ યોજના હેઠળ નોંધણી કરાયેલી ટિકિટનું ભ...

ઓગસ્ટ 9, 2025 4:58 પી એમ(PM) ઓગસ્ટ 9, 2025 4:58 પી એમ(PM)

views 4

ઉત્તરાખંડમાં આપત્તિગ્રસ્ત વિસ્તારમાં રાહત અને બચાવ કાર્ય પૂરજોશમાં.

ઉત્તરાખંડમાં ઉત્તરકાશી જિલ્લાના આપત્તિગ્રસ્ત ધરાલિ—હર્ષિલ વિસ્તારમાં રાહત અને બચાવ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની સંસ્થાઓ ગુમ થયેલા લોકોને શોધવા અને મૂળભૂત સુવિધાઓ પુનઃસ્થાપિત કરવામાં લાગી છે. સેના, રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ, રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ, પોલીસ અને સ્થાનિક ...

ઓગસ્ટ 9, 2025 8:50 એ એમ (AM) ઓગસ્ટ 9, 2025 8:50 એ એમ (AM)

views 2

સ્વતંત્રતા દિવસની ઉજવણી પૂર્વે, નવી દિલ્હીમાં વિવિધ કાયદા અમલીકરણ એજન્સીઓ વચ્ચે એક બેઠક યોજાઈ

સ્વતંત્રતા દિવસની ઉજવણી પૂર્વે, ગઈકાલે નવી દિલ્હીમાં વિવિધ કાયદા અમલીકરણ એજન્સીઓ વચ્ચે સહયોગ અને સંકલનને મજબૂત બનાવવાના ઉદ્દેશ્યથી વિવિધ રાજ્યોના પ્રતિનિધિઓની એક બેઠક યોજાઈ. આ બેઠકની અધ્યક્ષતા દિલ્હી પોલીસ કમિશનર એસ.બી.કે. સિંહે કરી હતી.આ બેઠકમાં હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્ર...

ઓગસ્ટ 9, 2025 8:49 એ એમ (AM) ઓગસ્ટ 9, 2025 8:49 એ એમ (AM)

views 5

દેશમાં ટામેટાંના છૂટક ભાવ સ્થાનિક કારણોસર વધ્યા

સરકારે કહ્યું છે કે દેશમાં ટામેટાંના છૂટક ભાવ સ્થાનિક કારણોસર વધી રહ્યા છે. તેમણે સ્પષ્ટતા કરી કે ટામેટાંની માંગ-પુરવઠામાં કોઈ અસંતુલન નથી અને તેનું ઉત્પાદન પણ ઘટ્યું નથી. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે જણાવ્યું હતું કે જુલાઈના છેલ્લા અઠવાડિયાથી દેશના ઉત્તર-પશ્ચિમ અને ઉત્તરીય પ્રદેશોમ...

ઓગસ્ટ 9, 2025 8:39 એ એમ (AM) ઓગસ્ટ 9, 2025 8:39 એ એમ (AM)

views 5

ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ GeM દ્વારા વર્ષ 2024-25માં 5 લાખ 40 હજાર કરોડ રૂપિયાની ખરીદી કરવામાં આવી

ઓનલાઈન ખરીદી માટેની સરકારી વેબસાઇટ ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ GeM દ્વારા નાણાકીય વર્ષ 2024-25 માં 5 લાખ 40 હજાર કરોડ રૂપિયાની ખરીદી કરવામાં આવી.ગઈકાલે GeM ના નવમા સ્થાપના દિવસે મુખ્ય કાર્યકારી અધિકારી મિહિર કુમારે જણાવ્યું હતું કે આ ડિજિટલ પ્લેટફોર્મે સરકારી ખરીદીને સુલભ, સમાવિષ્ટ અને અસરકારક બનાવી છ...

ઓગસ્ટ 9, 2025 8:37 એ એમ (AM) ઓગસ્ટ 9, 2025 8:37 એ એમ (AM)

views 5

ભાઈ-બહેનના પ્રેમના તહેવાર રક્ષાબંધનની આજે દેશભરમાં ઉત્સાહભેર ઉજવણી

ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર રક્ષાબંધન આજે દેશભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવી રહ્યો છે. આજના દિવસે બહેનો પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને તેમના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અનેક મહાનુભાવોએ દેશવાસીઓને રક્ષાબંધનની શુભેચ્છા ...