રાષ્ટ્રીય

ઓગસ્ટ 28, 2025 9:30 એ એમ (AM) ઓગસ્ટ 28, 2025 9:30 એ એમ (AM)

views 3

ભારતના દરિયાઈ ક્ષેત્રનું નોંધપાત્ર ગતિશીલતા સાથે વિસ્તરણ થઈ રહ્યું છે-કેન્દ્રીય જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલ

કેન્દ્રીય બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે કહ્યું, ભારતના દરિયાઈ ક્ષેત્રનું નોંધપાત્ર ગતિશીલતા સાથે વિસ્તરણ થઈ રહ્યું છે. ગઈકાલે નવી દિલ્હીમાં ઇન્ડિયા મૅરિટાઈમ વિક 2025ની પ્રારંભિક પહેલ “ઍમ્બેસેડર્સ રાઉન્ડટૅબલ”ને સંબોધતા શ્રી સોનોવાલે કહ્યું, સરકાર માત્ર દેશના વિકાસ માટે જ નહીં, પણ વૈ...

ઓગસ્ટ 28, 2025 9:26 એ એમ (AM) ઓગસ્ટ 28, 2025 9:26 એ એમ (AM)

views 5

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે એક દિવસ ગુજરાતના પ્રવાસે

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે એક દિવસ ગુજરાતના પ્રવાસે આવશે. તેઓ આજે અમદાવાદમાં સાણંદની ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ- G.I.D.C. બેની મુલાકાત લેશે. દરમિયાન તેઓ પાઇલટ પ્રોડક્શન ફૅક્ટરી સીજી સેમિ પ્રૉજેક્ટના ઉદ્ઘાટન “પ્રારંભ”માં ઉપસ્થિત રહેશે.

ઓગસ્ટ 28, 2025 9:24 એ એમ (AM) ઓગસ્ટ 28, 2025 9:24 એ એમ (AM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફિનલૅન્ડના રાષ્ટ્રપ્રમુખ ઍલેકઝાન્ડર સ્ટબ સાથે ટૅલિફૉન પર વાતચીત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે સાંજે ફિનલૅન્ડના રાષ્ટ્રપ્રમુખ ઍલેકઝાન્ડર સ્ટબ સાથે ટૅલિફૉન પર વાતચીત કરી. સોશિયલ મીડિયા પરના સંદેશમાં શ્રી મોદીએ કહ્યું, ફિનલૅન્ડ યુરોપીયન સંઘનું એક મહત્વનું ભાગીદાર છે. બંને નેતાએ વેપાર, ટૅક્નોલૉજી અને સ્થિરતા જેવા મુખ્ય ક્ષેત્રમાં સહકારને મજબૂત કરવાના માર્ગ અંગે...

ઓગસ્ટ 28, 2025 7:51 એ એમ (AM) ઓગસ્ટ 28, 2025 7:51 એ એમ (AM)

views 5

છત્તીસગઢના વિજાપુર જિલ્લામાં 30 માઓવાદીએ આત્મસમર્પણ કર્યું

છત્તીસગઢના વિજાપુર જિલ્લામાં ગઈકાલે 30 માઓવાદીએ આત્મસમર્પણ કર્યું. પોલીસ અધિક્ષક જિતેન્દ્ર યાદવે કહ્યું, આમાંથી 20 માઓવાદી પર 81 લાખ રૂપિયાનં8 રોકડ ઇનામ જાહેર કરાયું હતું.રાજ્ય સરકારની પુનર્વસન નીતિ હેઠળ તેમને 50—50 હજાર રૂપિયાની પ્રોત્સાહન રકમ અપાઈ છે. આ તમામ માઓવાદી પર વિવિધ ઘટનાઓમાં સામેલ હોવાનો ...

ઓગસ્ટ 28, 2025 7:46 એ એમ (AM) ઓગસ્ટ 28, 2025 7:46 એ એમ (AM)

views 1

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે જાપાનના પ્રવાસ માટે રવાના થશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15-મા ભારત—જાપાન વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેવા આજે સાંજે જાપાનના પ્રવાસ માટે રવાના થશે. પ્રધાનમંત્રીનો જાપાનનો આ આઠમો પ્રવાસ હશે. જ્યારે જાપાનના પ્રધાનમંત્રી શિગેરુ ઇશિબા સાથે આ તેમની પહેલી શિખર બેઠક હશે. વિદશ મંત્રાલયે જણાવ્યું, આ પ્રવાસ દરમિયાન બંને પ્રધાનમંત્રી બંને દ...

ઓગસ્ટ 28, 2025 7:45 એ એમ (AM) ઓગસ્ટ 28, 2025 7:45 એ એમ (AM)

views 5

ભારતીય વાયુસેનાએ જમ્મુ અને ઉત્તર પંજાબમાં વધતા જળસ્તર અને વિનાશક પૂરને લઈ રાહત અને બચાવ અભિયાન હાથ ધર્યું

ભારતીય વાયુસેનાએ જમ્મુ અને ઉત્તર પંજાબમાં વધતા જળસ્તર અને વિનાશક પૂરને લઈ વ્યાપક રાહત અને બચાવ અભિયાન હાથ ધર્યું છે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું, વાયુસેનાએ પીડિતોને મદદ માટે હૅલિકૉપ્ટર કાફલો, પરિવહન વિમાન અને વાયુસેનાના અન્ય સાધનો તહેનાત કર્યા છે.સંરક્ષણ મંત્રાલયે જમ્મુના અખનૂર, પંજાબના પઠાનકોટ અને ડ...

ઓગસ્ટ 28, 2025 7:44 એ એમ (AM) ઓગસ્ટ 28, 2025 7:44 એ એમ (AM)

views 5

પ્રધાનમંત્રી જનધન યોજનાને આજે 11 વર્ષ પૂર્ણ થયા

પ્રધાનમંત્રી જનધન યોજનાને આજે 11 વર્ષ પૂર્ણ થયા. આ વિશ્વની સૌથી મોટી નાણાકીય સમાવેશક પહેલમાંથી એક છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 15 ઑગસ્ટ 2014માં લાલ કિલ્લાની પ્રાચિર પરથી આ પહેલની જાહેરાત કરી હતી.પ્રધાનમંત્રી જનધન યોજના નાણાકીય સમાવેશક પર એક રાષ્ટ્રીય અભિયાન છે. તેનો ઉદ્દેશ દેશના તમામ પરિવારોને બૅ...

ઓગસ્ટ 27, 2025 7:37 પી એમ(PM) ઓગસ્ટ 27, 2025 7:37 પી એમ(PM)

views 9

કોમનવેલ્થ ગેમ્સ 2030 માટેની બોલી રજૂ કરવાના પ્રસ્તાવને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી- બિડ સ્વીકારાય તો ગુજરાત રાજ્યને અનુદાન મળશે.

કેન્દ્રીય મંત્રીમંડળે આજે યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે બિડ રજૂ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. મંત્રીમંડળે સંબંધિત મંત્રાલયો, વિભાગો અને સત્તાવાળાઓ પાસેથી જરૂરી ગેરંટી સાથે યજમાન સહકાર કરાર (HCA) પર હસ્તાક્ષર કરવા અને બિડ સ્વીકારવામાં આવે તો ગુજરાત સરકારને જરૂરી ગ્રાન્...

ઓગસ્ટ 27, 2025 7:35 પી એમ(PM) ઓગસ્ટ 27, 2025 7:35 પી એમ(PM)

views 4

ગુજરાતનાં કચ્છના દૂરના વિસ્તારોને જોડતી નવી રેલ લાઇનને આર્થિક બાબતોની કેબિનેટ સમિતિની મંજૂરી.

આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ આજે ગુજરાત, કર્ણાટક, તેલંગાણા, બિહાર અને આસામને લાભ આપતા ત્રણ પ્રોજેક્ટ્સના મલ્ટી-ટ્રેકિંગ અને ગુજરાતના કચ્છના દૂરના વિસ્તારોને જોડવા માટે એક નવી રેલ્વે લાઇનને મંજૂરી આપી છે. પ્રસ્તાવિત નવી લાઇનનો અંદાજિત ખર્ચ 2 હજાર 5 સો 26 કરોડ રૂપિયા છે. આ પ્રોજેક્ટ 3 વર્ષમાં પૂર્ણ થ...

ઓગસ્ટ 27, 2025 7:32 પી એમ(PM) ઓગસ્ટ 27, 2025 7:32 પી એમ(PM)

views 40

કેન્દ્રીય મંત્રીમંડળે પીએમ સ્વનિધિ યોજનાના પુનર્ગઠનને મંજૂરી આપી.

કેન્દ્રીય મંત્રીમંડળે આજે પ્રધાનમંત્રી શેરી વિક્રેતાઓ આત્મનિર્ભર નિધિ - પીએમ સ્વનિધિ યોજનાના પુનર્ગઠનને મંજૂરી આપી. મંત્રીમંડળે 31 ડિસેમ્બર 2024 થી લોનની મુદત લંબાવીને 31 માર્ચ 2030 સુધી કરી છે. યોજનાનો કુલ ખર્ચ 7 હજાર 3 સો 32 કરોડ રૂપિયા છે. પુનર્ગઠિત યોજનાની મુખ્ય વિશેષતાઓમાં પ્રથમ અને બીજા હપ્તામ...