રાષ્ટ્રીય

નવેમ્બર 8, 2025 1:22 પી એમ(PM)

views 11

છત્તીસગઢના ગારિયાબંદ જિલ્લામાં સાત માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું

છત્તીસગઢના ગારિયાબંદ જિલ્લામાં, સાત માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે. તેમણે રાયપુર રેન્જના પોલીસ મહાનિરીક્ષક અમરેશ મિશ્રા સમક્ષ પોતાના શસ્ત્રો મૂક્યા હતા. આ પ્રસંગે, આત્મસમર્પણ કરનારા માઓવાદીઓએ પોલીસને છ શસ્ત્રો પણ સોંપ્યા હતા. આ માઓવાદીઓ પર કુલ સાડત્રીસ લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું.

નવેમ્બર 8, 2025 8:38 એ એમ (AM)

views 16

ભારતીય હવાઈમથક સત્તામંડળે દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈમથક પર ટેકનિકલ સમસ્યાનું નિરાકરણ કર્યું – નાગરિક ઉડ્ડયન મંત્રાલય

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું છે કે ભારતીય હવાઈમથક સત્તામંડળે દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈમથક પર ઓટોમેટેડ મેસેજ સ્વિચિંગ સિસ્ટમ સાથેની ટેકનિકલ સમસ્યાનું નિરાકરણ કર્યું છે. આ ખામીને કારણે ફ્લાઇટ પ્લાન સંદેશાઓની પ્રક્રિયામાં વિલંબ થઈ રહ્યો હતો. સિસ્ટમ હવે કાર્યરત છે. ટેકનિકલ સમસ્યાને ક...

નવેમ્બર 8, 2025 8:36 એ એમ (AM)

views 8

યુરોપિયન સંઘ-EUના વાટાઘાટકારોની એક ટીમ મુક્ત વેપાર કરાર (FTA) પર તેમના ભારતીય સમકક્ષો સાથે વાટાઘાટો કરવા માટે નવી દિલ્હી આવી

યુરોપિયન સંઘ-EUના વાટાઘાટકારોની એક ટીમ પ્રસ્તાવિત ભારત-EU મુક્ત વેપાર કરાર (FTA) પર તેમના ભારતીય સમકક્ષો સાથે વાટાઘાટો કરવા માટે નવી દિલ્હી આવી છે.આ મહિનાની ત્રીજી તારીખે શરૂ થયેલી અઠવાડિક લાંબી વાટાઘાટો ગઈકાલે પૂર્ણ થઈ. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું કે ચર્ચાઓ એક વ્યાપક, સંતુલિત અને પરસ...

નવેમ્બર 8, 2025 8:34 એ એમ (AM)

views 116

ગુજરાત સરકારે કમોસમી વરસાદથી ખેડૂતોને 10 હજાર કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી

ગુજરાત સરકારે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાનની સહાય પેટે દસ હજાર કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ આ રાહત પેકેજની જાહેરાત કરતાં કહ્યું હતું કે ગુજરાતમાં ગત બે દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતા રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકને મો...

નવેમ્બર 8, 2025 8:33 એ એમ (AM)

views 15

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી અંગોલા અને બોત્સ્વાનાની મુલાકાતે જશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી અંગોલા અને બોત્સ્વાનાની મુલાકાતે જશે. આ બે આફ્રિકન દેશોની ભારતીય રાષ્ટ્રપતિની આ પહેલી મુલાકાત હશે. 13મી નવેમ્બર સુધી ચાલનારી આ મુલાકાત દરમિયાન, રાષ્ટ્રપતિ મુર્મુ તેમના સમકક્ષો સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે, તેમની સંબંધિત સંસદોને સંબોધિત કરશે અને ભારતીય સમુદાય સાથે વાતચ...

નવેમ્બર 8, 2025 8:32 એ એમ (AM)

views 34

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ચાર નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી બતાવી રવાના કરાવશે અને સાંજે નવી દિલ્હીમાં કાનૂની સહાય અંગેના રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરપ્રદેશના વારાણસીમાં ચાર નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી બતાવી રવાના કરાવશે. આ ટ્રેનો વારાણસી-ખજુરાહો, લખનૌ-સહારનપુર, ફિરોઝપુર-દિલ્હી અને એર્નાકુલમ-બેંગલુરુ રૂટ પર દોડશે. જેનાથી મુસાફરીનો સમય ઘટશે, પ્રાદેશિક ગતિશીલતા વધશે, પર્યટનને વેગ મળશે અને દેશભરમાં ...

નવેમ્બર 7, 2025 7:46 પી એમ(PM)

views 15

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, “વંદે માતરમ” એક મંત્ર, ઉર્જાનો સ્ત્રોત, એક સ્વપ્ન અને ભારત માતા પ્રત્યેની પ્રતિબદ્ધતા છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય ગીત "વંદે માતરમ્" ના 150 વર્ષ પૂરા થવા નિમિત્તે વર્ષભર યોજાનારા સ્મરણોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ એક સ્મારક સ્ટેમ્પ અને સિક્કો પણ બહાર પાડ્યો. તેમણે "vandemataram150.in" પોર્ટલનો શુભારંભ કર્યો, જ્યાં નાગરિકો રાષ્ટ્...

નવેમ્બર 7, 2025 7:44 પી એમ(PM)

views 55

બિહાર વિધાનસભા ચૂંટણીના અંતિમ તબક્કા માટે પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો

બિહાર વિધાનસભા ચૂંટણીના અંતિમ તબક્કા માટે પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો. NDA અને મહાગઠબંધનના વરિષ્ઠ નેતાઓ, સ્ટાર પ્રચારકો અને અન્ય પક્ષોના નેતાઓ સતત પ્રવાસ કરી રહ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઔરંગાબાદમાં જણાવ્યું હતું કે NDA બિહારને વિકસિત રાજ્ય બનાવશે. તેમણે કહ્યું કે બિહારન...

નવેમ્બર 7, 2025 7:42 પી એમ(PM)

views 15

ભારતે પાકિસ્તાન પર ગુપ્ત અને ગેરકાયદેસર પરમાણુ પ્રવૃત્તિઓનો આરોપ લગાવ્યો છે, જે તેના ઇતિહાસ સાથે સુસંગત છે

ભારતે આજે પાકિસ્તાન પર ગુપ્ત અને ગેરકાયદેસર પરમાણુ પ્રવૃત્તિઓનો આરોપ લગાવ્યો છે, જે તેના ઇતિહાસ સાથે સુસંગત છે. આ પ્રવૃત્તિઓ દાયકાઓથી દાણચોરી, નિકાસ નિયંત્રણ ઉલ્લંઘન, ગુપ્ત ભાગીદારી અને પરમાણુ પ્રસાર પર કેન્દ્રિત રહી છે. આજે નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વ...

નવેમ્બર 7, 2025 7:40 પી એમ(PM)

views 10

સર્વોચ્ચ અદાલતે જાહેર સ્થળોએ રખડતા કૂતરાઓના વધતા જતા ભયથી બચાવવા અને ધોરીમાર્ગો પર રખડતા ઢોરો દૂર કરવા માર્ગદર્શિકા જાહેર કરી

સર્વોચ્ચ અદાલતે આજે જાહેર સ્થળોને રખડતા કૂતરાઓના વધતા જતા ભયથી બચાવવા અને ધોરીમાર્ગો પરથી રખડતા ઢોરો અને અન્ય પ્રાણીઓને દૂર કરવા માર્ગદર્શિકા જાહેર કરી છે. ન્યાયામૂર્તિ વિક્રમ નાથ, સંદીપ મહેતા અને એન.વી. અંજારિયાની ખંડપીઠે આ બાબતની સ્વયં નોંધ લીધી અને દેશમાં રખડતા કૂતરાઓના સંચાલન સંબંધિત કેસની સુનાવ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.