રાષ્ટ્રીય

જાન્યુઆરી 17, 2026 9:43 એ એમ (AM)

ગુજરાતનાં મહેસાણામાં મોઢેરા સૂર્યમંદિરના પ્રાંગણમાં આજથી બે દિવસિય ઉત્તરાર્ધ મહોત્સવ-2026નું આયોજન

ગુજરાતનાં મહેસાણામાં વિશ્વ વિખ્યાત ઐતિહાસિક મોઢેરા સૂર્યમંદિરના પ્રાંગણમાં આજથી બે દિવસિય ઉત્તરાર્ધ મહોત્સવ-2026નું આયોજન કરવામાં આવ્યું છે. શાસ્ત્રીય નૃત્યોની ગુરુ-શિષ્ય પરંપરાને ઉજાગર કરતા આ દ્વિદિવસીય મહોત્સવમાં વિશ્વ વિખ્યાત શાસ્ત્રીય નૃત્ય કલાકારો પોતાની નૃત્ય પ્રસ્તુતિ કરશે.

જાન્યુઆરી 17, 2026 9:39 એ એમ (AM)

ભારત ઈરાનની વર્તમાન પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે – વિદેશ મંત્રાલય

વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, ભારત ઈરાનની વર્તમાન પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. નવી દિલ્હીમાં પત્રકારોને સંબોધતા, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે ભારત ઈરાનમાં રહેતા તેના નાગરિકોના હિતમાં શક્ય તેટલા બધા પગલાં લેવા માટે પ્રતિબદ્ધ છે.તેમણે જણાવ્યું કે આશરે 9,000 નાગરિકો, જ...

જાન્યુઆરી 17, 2026 9:36 એ એમ (AM)

ભારતનું ડીપ-ટેક સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ વિસ્તરી રહ્યું છે, જે કેન્દ્રિત નીતિ અને ભંડોળ સહાય દ્વારા સંચાલિત – કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ મંત્રી અશ્વિની વૈષ્ણવ

કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, ભારતનું ડીપ-ટેક સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ વિસ્તરી રહ્યું છે, જે કેન્દ્રિત નીતિ અને ભંડોળ સહાય દ્વારા સંચાલિત છે. શ્રી વૈષ્ણવે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે, આજે ભારતના 80 ટકા સ્ટાર્ટઅપ્સ એઆઈ-સંચાલિત છે. તેમણે ઉમેર્યું કે, ઇન્ડિયા સેમિકન્ડક્ટ...

જાન્યુઆરી 17, 2026 9:35 એ એમ (AM)

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે છઠ્ઠા વાર્ષિક નિઃશસ્ત્રીકરણ અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા ફેલોશિપ કાર્યક્રમમાં ભાગ લેનારા 39 દેશોના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે નવી દિલ્હીમાં આયોજિત છઠ્ઠા વાર્ષિક નિઃશસ્ત્રીકરણ અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા ફેલોશિપ કાર્યક્રમમાં ભાગ લેનારા 39 દેશોના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી.આ ફેલોશિપનું આયોજન સુષ્મા સ્વરાજ ફોરેન સર્વિસ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પોસ્ટમાં, ડૉ. જયશંકરે જણાવ...

જાન્યુઆરી 17, 2026 9:30 એ એમ (AM)

પોલેન્ડના નાયબ પ્રધાનમંત્રી અને વિદેશમંત્રી, રાડોસ્લોવ સિકોર્સ્કી, આજથી ત્રણ દિવસની ભારત મુલાકાતે આવશે.

પોલેન્ડના નાયબ પ્રધાનમંત્રી અને વિદેશમંત્રી, રાડોસ્લોવ સિકોર્સ્કી, આજથી ત્રણ દિવસની ભારત મુલાકાતે આવશે. આવતીકાલે શ્રી સિકોર્સ્કી રાજસ્થાનના જયપુરમાં જયપુર સાહિત્ય મહોત્સવમાં હાજરી આપવાના છે. જ્યારે, તેમની મુલાકાતના અંતિમ દિવસે, તેઓ નવી દિલ્હીમાં વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરને મળશે.

જાન્યુઆરી 17, 2026 9:28 એ એમ (AM)

ભાજપ અને શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનાના ગઠબંધને BMC ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મેળવી

ભારતીય જનતા પાર્ટી અને એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનાના ગઠબંધને BMC ચૂંટણીમાં 227 માંથી 118 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી છે. મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચે ગઈકાલે મધ્યરાત્રિ સુધીમાં 29 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં 2 હજાર 869 બેઠકોમાંથી 2 હજાર 784 બેઠકોના પરિણામો જાહેર કર્યા. ભારતીય જનતા પાર્ટી ...

જાન્યુઆરી 17, 2026 8:59 એ એમ (AM)

views 5

પ્રધાનમંત્રી મોદી આજે હાવડા અને ગુવાહાટી વચ્ચે ભારતની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનને લીલી ઝંડી આપશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે માલદા ટાઉન રેલ્વે સ્ટેશન પર હાવડા અને ગુવાહાટી (કામખ્યા) વચ્ચે દોડનારી ભારતની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનને લીલી ઝંડી આપશે. તેઓ ગુવાહાટી - હાવડા વંદે ભારત સ્લીપરને વર્ચ્યુઅલી લીલી ઝંડી પણ આપશે.પશ્ચિમ બંગાળના માલદામાં પ્રધાનમંત્રી 3 હજાર 250 કરોડથી વધુના અનેક રેલ અને ર...

જાન્યુઆરી 17, 2026 8:55 એ એમ (AM)

views 2

દિલ્હીમાં ખરાબ હવાની ગુણવત્તાને ધ્યાનમાં રાખીને ગ્રેડેડ ગ્રેપ રિસ્પોન્સ એક્શન પ્લાન – III તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો

રાષ્ટ્રીય રાજધાનીમાં બગડતી હવાની ગુણવત્તાને ધ્યાનમાં રાખીને, ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન - ગ્રેપ III તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે. હવા ગુણવત્તા સૂચકાંક 354 નોંધાયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો, જે ખૂબ જ ખરાબ શ્રેણીમાં આવે છે. પ્રતિબંધોમાં માટીકામ, પાયો નાખવા, ખોદકામ અને માર્ગ બાંધકામ પ્...

જાન્યુઆરી 17, 2026 8:51 એ એમ (AM)

views 1

EDએ અલ ફલાહ યુનિવર્સિટીના મેનેજિંગ ટ્રસ્ટી ચાન્સેલર અને અન્ય લોકો સામે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરી

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે અલ ફલાહ યુનિવર્સિટીના મેનેજિંગ ટ્રસ્ટી અને ચાન્સેલર જવાદ અહમદ સિદ્દીકી અને અન્ય લોકો સામે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરી છે. એજન્સીએ જણાવ્યું કે અલ-ફલાહ ચેરિટેબલ ટ્રસ્ટ, અલ-ફલાહ યુનિવર્સિટી અને તેની સંલગ્ન સંસ્થાઓ સાથે જોડાયેલા પ્રોસીડ્સ ઓફ ક્રાઇમ ના...

જાન્યુઆરી 16, 2026 7:59 પી એમ(PM)

views 1

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સ્ટાર્ટઅપ ઇન્ડિયા કાર્યક્રમ માત્ર એક યોજના નથી પરંતુ એક “મેઘધનુષ્ય દ્રષ્ટિ” છે જે વિવિધ ક્ષેત્રોને નવી તકો સાથે જોડે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું હતું કે સ્ટાર્ટઅપ ઇન્ડિયા કાર્યક્રમ માત્ર એક યોજના નથી પરંતુ એક "મેઘધનુષ્ય દ્રષ્ટિ" છે જે વિવિધ ક્ષેત્રોને નવી તકો સાથે જોડે છે. રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ નિમિત્તે સ્ટાર્ટઅપ ઇન્ડિયાના એક દાયકા પૂર્ણ થવાના પ્રસંગે નવી દિલ્હીમાં આયોજિત કાર્યક્રમને સંબોધતા મોદીએ ...